________________
સ્વીમીંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કુંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું; લખી જ્હાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું. આ ઝરણાઓને સમજાવો, સીધી લીટી દોરે;
કોયલર્ન પણ કહી દેવું, ના ટહુકે ભર બપોરે.”
સવારથી જ ‘ટાઈમ-ટેબલ 'માં અટવાતું બાળક મણભાર વજન લઈ શાળામાં પ્રવેશે છે ને ત્યાં જ શરૂ થાય છે..... પ્રથમ પિરીયડ, બે મણ અંગ્રેજી ગ્રામરનો મારો, બીજો પિરીયડ પ્રમેયનો મારો, ત્રીજો પિરીયડ પ્રયોગોનો મારો.... સંસ્કૃત શ્લોક ગોખ્યા ! રીશેષમાં સીધી લાઈનમાં ચાલ્યો ? “ના” તો પછી ઉઠર્બસ.... પછી ાંગીર, અક્બર, પ્લાસીનું યુધ્ધ.... દિવસ (સીવી) દરમ્યાન કેટકેટલુંય કોથળાનું નાળચું ભલે ના બંધાય, સીવી લઈશું પણ મગમાં ઠાંસી ઠાંસીને ભરવાનું આ છે બાળક્ની દિનચર્યા....રોજિન્દાક્ર્મ.
બાલમંદિરમાં મા-બાપની આંગળી પડી પ્રવેશ લેવા પહોંચતુ બાળક પહેલાં પાઠ શાળાની ઓફિસમાંથી શીખે છે. : “નો એડમિશન વિધાઉટ ડોનેશન" ભ્રષ્ટાચારનો પ્રથમ પાઠ પહેલાં જ દિવસે કુમળા મનમાં ઘર કરી જાય છે.
દૃષ્ટિ હોવા છતાં આપણે વાસ્તવિક પરિસ્થિતિને જોવામાં છેતરાઈ જઈએ છીએ. પલટાતા સમયમાં માણસ હવે પ્રકૃત્તિને પણ આદેશ આપવાનું શરૂ કરી દેશે ? પ્રથમ દૃષ્ટિએ વર્તમાનમાં જે આદર્શ એને સુંદર દેખાય છે તે વાસ્તવમાં મૃગજળના સાગરના તળિયાનો અનુભવ છે ! આધુનિક વિચારધારાએ મનુષ્યને સંવેદનશૂન્ય બનાવી દીધો છે.
આજે મુક્ત પ્રકૃત્તિ અને સૃષ્ટિની ભીનાશનો સ્પર્શ આલિશાન માનોમાં જડાઈ ગયો છે. સાચા અર્થમાં જીવનમાં કુત્રિમતા કરતાં વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે.
બાળ જીવનથી જ વિવિધ અટકળો શરૂ થઈ જાય છે. સમયાંતરે પુખ્તતા આવે ત્યાં જ દુનિયાદારી સંવેદનશીલતા ઉપર હુમલો કરે છે.
બાળક્માંથી યુવાન બન્યો ત્યાં જ નિજ બાળક અર્થે તૈયારી.... અને એમાંને - એમાં વૃધ્ધાવસ્થા આવી જાય છે ત્યારે લાગે છે કે મનુષ્યના ક્ર્મમાં ફક્ત બાળક જ કેન્દ્રસ્થાને છે... અને એ પણ કેવું ! પ્રકૃત્તિથી દૂર.... સંવેદનાથી ખૂર.... લાગણીથી દૂર ! આ બાળકને ઝરણું જોઈ ગણિતની સીધી લીટી યાદ આવે. અને કોયલને જોઈ ટાઈમ ટેબલ યાદ આવે ! જાણે કે “ટેસ્ટ ટ્યુબ બેબી" !
કૃત્રિમતામાં લીન મનુષ્યને બાળક્ની રમત રમકડાંને, ગીતોનું ગુંજન ટેલિવિઝનને, વરસાદનો અનુભવ રેઈનકોટને, સુષુપ્ત શક્તિઓ અને જીવનની ચપળતા રીમોટ ક્ટ્રોલને અને સમગ્ર વિકાસની જ્વાબદારી શાળાની ચાર દિવાલોને સોંપી દીધી છે.