SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીમીંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કુંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું; લખી જ્હાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું. આ ઝરણાઓને સમજાવો, સીધી લીટી દોરે; કોયલર્ન પણ કહી દેવું, ના ટહુકે ભર બપોરે.” સવારથી જ ‘ટાઈમ-ટેબલ 'માં અટવાતું બાળક મણભાર વજન લઈ શાળામાં પ્રવેશે છે ને ત્યાં જ શરૂ થાય છે..... પ્રથમ પિરીયડ, બે મણ અંગ્રેજી ગ્રામરનો મારો, બીજો પિરીયડ પ્રમેયનો મારો, ત્રીજો પિરીયડ પ્રયોગોનો મારો.... સંસ્કૃત શ્લોક ગોખ્યા ! રીશેષમાં સીધી લાઈનમાં ચાલ્યો ? “ના” તો પછી ઉઠર્બસ.... પછી ાંગીર, અક્બર, પ્લાસીનું યુધ્ધ.... દિવસ (સીવી) દરમ્યાન કેટકેટલુંય કોથળાનું નાળચું ભલે ના બંધાય, સીવી લઈશું પણ મગમાં ઠાંસી ઠાંસીને ભરવાનું આ છે બાળક્ની દિનચર્યા....રોજિન્દાક્ર્મ. બાલમંદિરમાં મા-બાપની આંગળી પડી પ્રવેશ લેવા પહોંચતુ બાળક પહેલાં પાઠ શાળાની ઓફિસમાંથી શીખે છે. : “નો એડમિશન વિધાઉટ ડોનેશન" ભ્રષ્ટાચારનો પ્રથમ પાઠ પહેલાં જ દિવસે કુમળા મનમાં ઘર કરી જાય છે. દૃષ્ટિ હોવા છતાં આપણે વાસ્તવિક પરિસ્થિતિને જોવામાં છેતરાઈ જઈએ છીએ. પલટાતા સમયમાં માણસ હવે પ્રકૃત્તિને પણ આદેશ આપવાનું શરૂ કરી દેશે ? પ્રથમ દૃષ્ટિએ વર્તમાનમાં જે આદર્શ એને સુંદર દેખાય છે તે વાસ્તવમાં મૃગજળના સાગરના તળિયાનો અનુભવ છે ! આધુનિક વિચારધારાએ મનુષ્યને સંવેદનશૂન્ય બનાવી દીધો છે. આજે મુક્ત પ્રકૃત્તિ અને સૃષ્ટિની ભીનાશનો સ્પર્શ આલિશાન માનોમાં જડાઈ ગયો છે. સાચા અર્થમાં જીવનમાં કુત્રિમતા કરતાં વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે. બાળ જીવનથી જ વિવિધ અટકળો શરૂ થઈ જાય છે. સમયાંતરે પુખ્તતા આવે ત્યાં જ દુનિયાદારી સંવેદનશીલતા ઉપર હુમલો કરે છે. બાળક્માંથી યુવાન બન્યો ત્યાં જ નિજ બાળક અર્થે તૈયારી.... અને એમાંને - એમાં વૃધ્ધાવસ્થા આવી જાય છે ત્યારે લાગે છે કે મનુષ્યના ક્ર્મમાં ફક્ત બાળક જ કેન્દ્રસ્થાને છે... અને એ પણ કેવું ! પ્રકૃત્તિથી દૂર.... સંવેદનાથી ખૂર.... લાગણીથી દૂર ! આ બાળકને ઝરણું જોઈ ગણિતની સીધી લીટી યાદ આવે. અને કોયલને જોઈ ટાઈમ ટેબલ યાદ આવે ! જાણે કે “ટેસ્ટ ટ્યુબ બેબી" ! કૃત્રિમતામાં લીન મનુષ્યને બાળક્ની રમત રમકડાંને, ગીતોનું ગુંજન ટેલિવિઝનને, વરસાદનો અનુભવ રેઈનકોટને, સુષુપ્ત શક્તિઓ અને જીવનની ચપળતા રીમોટ ક્ટ્રોલને અને સમગ્ર વિકાસની જ્વાબદારી શાળાની ચાર દિવાલોને સોંપી દીધી છે.
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy