Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod
Catalog link: https://jainqq.org/explore/101001/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સૌંદર્ય શૈલેષ રાઠોડ ‘અભિધેય’ આત્માનું સ્મરણ કરવાથી સત્ત્વ બહાર આવે છે. સત્ત્વ ભોળું છે અને સંસાર તરફથી માયાળુ વર્તનની અપેક્ષા રાખે છે. એટલે નકારાત્મક્તા સાથે ૫નારો પડે ત્યારે વ્યક્તિએ ઝડપથી સત્ત્વ સહયોગી વ્યક્તિત્વની ઢાલથી સત્ત્વને ઢાંકી દેવું જોઈએ. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વર્તમાન ક્ષણમાં વધુ સર્ચત, વધુ સભાન અને વધુ ઉપસ્થિત રહેવા સુંદર આતમાની જરૂર પડે. આત્મીયતા, આશા અને આસ્થાથી ભરેલો મનુષ્ય સામાન્ય સ્થિતિમાં રહેવા છતાં પણ દેવમાનવની ગણનામાં ગણવા યોગ્ય છે. આત્મીયતાભર્યા ઉદાર વ્યવહારનું નામ છે - પ્રેમ. પ્રેમ એક ઉચ્ચકોટિનો સદ્ભાવ છે, જે સેવા, સહાયતા અને સત્યપ્રવૃત્તિઓરૂપી યિાન્વિત થાય છે. આવો સદ્ભાવ વિશ્વના શ્રેષ્ઠ વિચારક પાસેથી તો ક્યારેક આપણી આસપાસનો ઉપેક્ષિત સૃષ્ટિધ્ધી પણ મળી જાય. અહીં સમામાં બનતી ઘટનાઓ, વિશ્વના વિચારકોના દૃષ્ટાંતો અને આત્મીય વહેણ ચકી ચિંતનાત્મક સાહિત્ય પીરસવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ તમામ લેખો 'જાગૃતિ'માં ‘ક્યા’ અને ‘ચેતનાનાં પૂષ્પો' કટારરૂપે પ્રગટ થયાં છે. રક્તપિત્તને એક રોગી રસ્તામાં બેસી હાથત લાંબો કરી ભિક્ષા માગી રહ્યો હતો. તેને ભીક્ષા આપતાં એક યુવાને પૂછ્યું, “ભાઈ, તારુંશરીર રોગથી લગભગ ખલાસ થવા આવ્યું છે, અને તારી ઈન્દ્રિયોનો બરાબર ઉપયોગ કરવાની શક્તિ પણ તારામાં રહી નથી, તો પછી આટલું કષ્ટ વેઠીને જીવવની પીડા શા માટે ભોગવી રહ્યો છે ?” રોગીએ ઉત્તર આપ્યો ? “આ સવાલ ક્યારેક ક્યારેક મારા મનને પણ સતાવે છે ને તેનો જ્વાબ મને જડતો નથી. પણ કદાચ હું એટલા માટે જીવી રહ્યો હોઈશ કે મને જોઈને માનવીને ખ્યાલ આવે કે તે પોતે પણ ક્યારેક મારા જેવો બની શકે છે, એટલે સુંદર દેહનું અભિમાન રાખવા જેવું નથી તે સમજે.” સુંદર દેહના અભિમાનને સ્થાને આત્માની સુંદરતા પ્રગટતી રહે એ ઈશ્વરને વધુ ગમે. વાચનો ઉત્સાહ વધે, જીવનને દોરવવાની પ્રેરણા મળે, વિચારોને શુધ્ધ કરવાની સુગમતા રહે એ ઉદ્દેશથી આ પુસ્તકમાં ચિંતનાત્મક વિચારો પ્રગટ ક્યાં છે. 'બારણાની તિરાડોમાંથી ફુલની સુગંધ જેમ વાયુ વાટે પથરાય છે, રોમાંચિત કરે છે, તેમ ઉત્તમ વાચન ચિત્તમાં પ્રવેશી આનંદલહરીથી વાચકને ડોલાવી દે છે. આ પુમાં પ્રગટ થયેલી વાતો ક્યાંક કોઈને ઉપયોગી થશે તો જ તેની સાર્ધક્તા ગણાશે. આ પુસ્તકના સર્જનમાં મારા કુટુંબીનોની સાથે-સાથે મારી શાળાના વિદ્યાર્થીઓ પણ ક્યાંકને ક્યાંક માર્ગદર્શક બન્યા છે. જાગૃતિના તંત્રીશ્રી ધવલભાઈ શાહ, ગુજરાત સમાચાર પરિવાર, રાહુલ અને વિપુલનો પણ આભાર માનું છું. ઘણા સમયથી છપાઈને એકઠાં થયેલા લેખોને સંકલિત કરવાની જહેમત પ્રીતિએ ઉઠાવી છે તો મારા વિચારોમાં પા...પા..પગલી પાડવાનું કામ ચિ, યુગે ક્યું છે. મારા એકેક લખાણને પ્રસિધ્ધ કરવાની ઉત્કંઠતા છે અને હંમેશા મારા પુની અહનિશ રાહ જોઈને બેસતા એમ. એમ. સાહિત્ય પ્રકાશનના શ્રી યાકુબભાઈનો હું વિશેષ ઋણી છું. વસંત પંચમી, ૨૦૦૬ - શૈલેષ રાઠોડ “અભિધેય” ‘યુગ’ બી-૧, આદર્શ સોસાયટી, છેલેજ રોડ, ખંભાત - ૩૮૮ ૬૨૦ ટેલી. (૦૨૬૮) ૨૨૪૭૧૬ મો. ૯૮૨૫૪૪૨૯૯૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ સરક ૧૩) ૧૪) ૧૫) ૧૬) અંતરાત્મા સાચો નિર્ણય ૫) ૬) ૩) ૮) ૯) ૧૦) ૧૧) ૧૨) સિદ્ધિ નામે પાપ પ્રભુના મૃત્યુ તક આપીએ.... જીવન જીવવાની કળા કામણગારું ક્ચ્છ ૨૫) ૨૬) ૨) ૨૯) ૨૯) 30) ૩૧ ) ૩૨) 33) ૩૪) પ્રેમ રસ્તો રીએ વિષયાનુક્રમ ક્ષણ પત્ની : ઈશ્વરનું નજરાણું જવાબદારી એક સંસ્કાર સુખની અનુભૂતિ શું તમારે સફળ થવું છે ??? દુઃખને દૂર કરવા.... ૧) પ્રસન્નતા - પ્રગતિનો પાયો પ્રજા શું ઈચ્છે છે ? હૃદય ૧૮) ૧૯) ૨૦) એક્બીજાને અનુકૂળ થઈએ ૨૧) સફળતાના પગલાં ૨૨) હે પ્રભુ ! તારું શું રચશે. શું ૨૩) કવિનો પ્રેમ અને પછીનું સાહિત્ય ૨૪) વાસ્તવિક ક્રીયા જીવન માનવીય સ્વભાવ મયનો ટ ઉત્સવનો ઉત્સાહ ધર્મને જીવવા દો વિષમતા ચેતના અર્ધજ્ઞાનીઓને સમજાવવા અઘરા છે સત્વ કવિતા ધિક્કાર અને લાગણી સંતોષનો આનંદ વાણી ૩૫) ૩૬) ૩૭) ૩૮) આવકાર ૩૯) મારામાં શું છે ? ૪૦) ઈચ્છા અને આધિપત્ય Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૧) સુખ ૪૨) સુખ શાંતિના ઉપાય ૪૩) વ્યક્તિત્વ ૪૪) હારાત્મક દૃષ્ટિકોણ ૪૫) પતંગ ૪૬) દુષિતવિચાર ૪૭) જરૂર જેટલું જ! ૪૮) લાચારી ૪૯) જાગતા રહો ૫) સન્માન ૫૧) આત્મીયતા ૫૨) લાગણી પ૩) અનિવાર્યતા પ૪) નવમાનવની લ્પના ૫૫) પતંગિયું ૫૬) નિષ્ફળતાનું રહસ્ય Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧. અંતરાત્મા આપણે આપણા દોષો તરફ ન જોતાં અન્ય તરફ સૌથી વધુ અંગુલિનિર્દેશ કરીએ છીએ. શિક્ષણમાં ડોનેશન લઈ તાગડધિન્ના કરતો, વધુ ફી ઉઘરાવતો આચાર્ય નિવૃત્ત થાય ત્યારે વિદાય સમારંભમાં શ્રોતાઓને સિધ્ધાંતો સમજાવે છે. ૨૦-૨૫ રૂ. ની રોકડી કરતો હવાલદાર ભારતમાં પ્રજાને રાહ ચિંધે છે. ચવાણું ખવડાવી ખુરશી પર બેઠેલા નેતા પોતાના મળતિયાઓ, ધાર્મિક કાર્યકરોની ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિમણુંક કરે છે. આવા અધિકારીઓ, ન્યાયાધિશોના ન્યાયમાં કેટલો વિશ્વાસ રાખી શકાય ? વિદ્યાર્થીઓને જાહેરમાં ક્રૂર સજા કરતો શિક્ષક શાળાએથી છૂટી જુગાર રમે, અનૈતિક સંબંધ બાંધે.. તેમાં કઈ નૌતિકતા ? સજા કરવાનો કે કોઈને દોષી ઠેરવવાનો અધિકાર માણસને નથી. એકવાર ભગવાન ઈસુ ખ્રિસ્ત એક ગામના ભાગોળમાંથી પસાર થતા હતા. ત્યાં તેણે એક દેશ્ય જોયું. એક નિરાધાર અબળા થર થર કંપતી ઊભી હતી. સામે ગામના કહેવાતા આગેવાનો હાથમાં પથ્થર લઈ ઊભા હતા. ધોળા બાદશાહ જેવા કપડાવાળા એક આગેવાને આગળ આવી કહ્યું : “આ સ્ત્રી કલંકિની છે. દુર્ગુણોની ખાણ છે. અનાચાર આચરનારી છે. ગામના યુવાનોને તેણે ભ્રષ્ટ કર્યા છે. તેના અપરાધો અગણિત છે. ભાઈઓ ! એના આ ભારે ગુન્હા બદલ દરેક જણ તેને એક એક પથ્થર મારો. ભલે આ કુલટા મરી જતી !' ભગવાન ઈસુએ અનુકંપા થઈ અને લોકોના આવા અણસમજભર્યા કૃત્યથી આશ્ચર્ય થયું. તેણે લોકોને અટકાવ્યા અને વિનંતી કરતા કહ્યું, “બંધુઓ ! તમે જે સજા કરવા તૈયાર થયા છો તે અંગે મારે તમને કાંઈક કહેવું છે. તમે આ અબળાને પથ્થર મારી જરૂર મારી નાખો. પણ દરેક જણ પોતાના અંતરાત્માને પૂછો. જેણે અત્યાર સુધીમાં એક પણ પાપ ન કર્યું હોય તે પથ્થરનો ઘા પહેલો કરે.” સંતનું આ વાક્ય સાંભળી બધા વિમાસણમાં પડ્યા. અને એકબીજાને મુખ સામું જોઈ પથ્થર નીચે ફેંકી ચાલતા થયા. થોડા વખત પછી પાદરમાં કોઈ ન હતું. હતાં ફકત નયનમાંથી પ્રેમામૃત વહાવતા સંત અને તેના ચરણમાં ઝૂકી પડેલી પેલી નિરાધાર નારી ! કહે છે કે ભગવાન ઈસુના પારસ-સ્પર્શ કથીર જેવી એ હલકી નારી કાંચન જેવી પરમ સાધ્વી બની ગઈ. પરંતુ ગામના કહેવાતા આગેવાનો દૂર ભાગ્યા તો કથીર જ રહ્યા ! આપણે આપણાં અંતરાત્માને પૂછીને ચાલીશું તો ક્યારેય કોઈ દોષી નહીં દેખાય. ૨. સાચો નિર્ણય ખંભાતમાં મારા ઘરની બાજુમાં બાર વિઘાનું વિશાળ ખેતર. છ ભાઈઓ સહિયારી ખેતી કરે. ઝુંપડામાં રહીને પણ સુખેથી જીવન જીવે. દિવાળીમાં ઝાકમઝોળ હોય તો ઉતરાયણે કલશોર. Page #6 -------------------------------------------------------------------------- ________________ બાપનું દિધેલ ખેતર આર્શીવાદરૂપ હતું. બાર મહિનાનું અનાજ અને શાક્ભાજી ઘર આંગણે જ મ્હોરી ઉઠતાં એટલે જીવન નિર્વાહની ચિંતા નહીં. એક દિવસ એક બિલ્ડરે ૧૮ લાખમાં ખેતરની માંગણી કરી. વચેટભાઈએ વિરોધ નોંધાવ્યો છતાં બીજા ભાઈઓએ સમજાવી વેચાણ માટે સમત ર્યો. થોડા જ દિવસોમાં તોતિંગ જેસીબી યંત્રો અને બુલડોઝરે ખેતરને સમતલ બનાવી દીધું. ખેતરની ચોમેર પથરાયેલા તમામ ઘર તોડી પડાયા. તમામ ભાઈઓના ભાગે ત્રણ-ત્રણ લાખ રૂપિયા આવ્યા. ભાઈઓએ અન્ય સ્થળે માન બનાવ્યા, રીક્ષા લીધી, લગ્ન કર્યા... નાણાં વપરાઈ ગયાં. એક ભાઈએ ઘર તો બનાવ્યું પણ બારી-બારણાંના પૈસા ન રહેતાં ખોખામાં રહેવું પડે છે. આ ભાઈની પત્ની પેલા બિલ્ડર સામે આક્રંદ કરતી હતી, ‘તમે અમને છેતર્યા છે. મારા છોકરાં મઢમાં સૂઈ નથી શક્તા, તાવમાં ડે છે.' પેલા બિલ્ડરે આ જમીન ૩૬ લાખમાં અન્ય બિલ્ડરને વેચી મારી. તેના બાળકો કૉલીસ ગાડીમાં લસા કરતાં જીવે છે. કેટલીક્વાર આપણે ખોટો નિર્ણય લેતા હોઈએ છીએ. જેના પર બેસો તે ડાળ ન કાપો. બીજુ દૃષ્ટાંત જોઈએ. ઉત્તર અમેરિકા એક કાળે બ્રિટનનું સંસ્થાન હતું. ત્યાં વસતા લોકોએ પોતાની સ્વતંત્રતા માટેનું યુદ્ધ ૧૮મી સદીના પાછલા ભાગમાં શરૂ કરેલું. બળવાખોરોને જેર કરવા આવી રહેલા બ્રિટિશ લશ્કરની આગેકૂચ અટકાવવા માટે એક પુલ ઉડાવી દેવાનો હતો. નાગરિક સેનાની એક ટુક્ડી એ પુલનાં લાકડાં સંભાળીને છૂટાં પાડતી હતી અને તેને ઠરાવેલા સ્થળે લઈ જઈ વ્યવસ્થિત રીતે ગોઠવતી હતી. તે વખતે બળવાખોર લશ્કરની એક ટુક્ડી ત્યાં મદદ માટે આવી પહોંચી. તેના અફસરે પેલી નાગરિક સેનાના નાયકને પૂછ્યું : “આ બધાં લાકડાં છૂટાં પાડીને તેને વ્યવસ્થિત રીતે સંતાડી રાખવાની ખટપટમાં પડવાને બદલે ઊભા પુલને બાળી મૂકીએ, તો કેટલી બધી મહેનત બચી જાય !” નાયકે મોં પર દુ:ખ લાવીને કહ્યું : “પુલને બાળી નાખીએ ? આ પુલને ? અરે, મારા સાહેબ ! પંદર વરસ પહેલાં આ પુલ મારા બાપાએ બાંધેલો. અમારા વિસ્તારમાં એ સૌથી મજબૂત પુલ ગણાય છે. ભલે તે બહુ મોટો નથી, પણ છે અડીખમ. એને કાંઈ બાળી નખાતો હશે ? દુશ્મન અંગ્રેજોનું છે લશ્કર અહીંથી એક વાર પસાર થઈ જાય, એટલે પછી આવીને તરત અમે પુલ જેવો હતો તેવો પાછો ઊભો કરી દેશું. તમે જોજો તો ખરા, એકએક લાકડું, એકએક ખીલો જ્યાં હતાં ત્યાં બરાબર ગોઠવાઈ જશે ! આ લડાઈ તો બે-પાંચ દિવસની બાબત છે. પણ મહેરબાન, યાદ રાખજો કે હું અને તમે ક્યારનાય મરી પરવાર્યા હશું ત્યારે પણ મારાં પોતરાં આ પુલ પર થઈને જ્યાં-આવતાં હશે !” આ બન્ને દૃષ્ટાંતોમાં નિર્ણય શક્તિનો વિજ્ય થયો છે. આંબાની કેરી ખાતાં-ખાતાં આંબો કાપવાનો વિચાર ન કરતાં બીજો આંબો રોપવાનો વિચાર કરવો જોઈએ. ૩. પ્રભુના નામે પાપ મારૂં ઘર આગથી બચી ગયું છે, માટે ઈશ્વરને પ્રાર્ચના કર્યા કરુએ પણ મોટું પાપ છે. પોતિકા કરતાં અન્ય માટે કરવામાં આવતી પ્રાર્થનાથી ઈશ્વર વધુ સમીપ આવે છે. સ્વાર્થી દુનિયામાં એક માચિસ પેટના ખૂણામાં અન્નો દાણો નાંખી શકે છે ને સાથે સાથે જિંદગીની માઈને ક્ષણવારમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ નેસ્તનાબૂદ પણ કરી શકે છે. ઈશ્વર સનાતન સત્ય છે... ચર્ચ, મંદિર, મસ્જિદની પ્રાર્થના કે ઈબાદત વિના જો તમે તમારા હૃદયના ખૂણામાં તેને સાચવી શકો તો ખરું વર્તમાન સમયને જોતાં લાગે છે કે ઈશ્વર આપણી પરીક્ષા કરી રહ્યો છે. મનેલાગે છે કે ઈશ્વરના રાજ્યમાં આટલી કરોડોની સંખ્યાને સમાવવા માટે જગ્યા નથી. અને કદાચ એટલે જ ઈશ્વર વણી વીણીને સ્વર્ગના સાનિધ્યમાં પૂણ્યજનોને પહોંચાડવા માંગે છે.એક દ્રષ્ટાંત... “તમે શા માટે હંમેશા પ્રભુ પાસે માફી માગ્યા કરો છો ? એક ભકતે સન્યાસીને પૂછયું. બેટા, આ તો ટેવ પડી ગઈ છે !” સન્યાસીએ કહ્યું. “ગુરૂદેવ , આ શબ્દો એટલી નિષ્ઠાથી ઉચ્ચારો છો કે તેમાં ઉંડુ રહસ્ય હોવું જોઈએ.” “સાચે જ એમાં રહસ્ય છે ખરું!” સન્યાસીએ કહ્યું, “ત્રીસ વર્ષ પૂર્વે હું શહેરનો વેપારી હતો. એક દિવસ બપોરે મારી દુકાન બંધ કરી, મારે ઘેર ગયો ત્યાં મેં સાંભળ્યું કે જે વેપારી વિસ્તારમાં મારી દુકાન હતી ત્યાં આગ ફાટી નીકળી છે. તરત જ હું મારા ઘરેથી મારી દુકાન તરફ દોડવા લાગ્યો.” સન્યાસી થોડીવાર થોભ્યા અને ફરી બોલવા લાગ્યા : “દોડતો હતો ત્યાં એક માણસે મને રોક્યો અને કહ્યું : તમારે દોડવાની જરૂર નથી.” “શા માટે ?” મેં પૂછયું. “કેમ કે તમારી દુકાન આગથી બચી ગઈ છે, જ્યારે બીજાની દુકાન બળી ખાખ થઈ ગઈ.” ... હું અત્યંત રાહતથી બોલી ઉઠ્યાં “આભાર પ્રભુ ! ..” પરંતુ બેટા, મને તરત જ મારી ભયંકર ભૂલ સમજાઈ કે મારા તેમના પ્રત્યેના આભાર વડે, મેં તેમને કેવળ મારી દુકાન બચાવવા માટે જ નહીં, પણ બીજા લોકોની દુકાન બાળી નાંખવા માટે ય જવાબદાર ઠરાવ્યા !... તેથી જ હૂં છું. પ્રભુ મને ક્ષમા કર, ક્ષમા કર !” કેટલીક વાર આપણે કયાં અને કયારે પ્રભુના નામે પાપ કરી બેસીએ છીએ તેની આપણને ખબર પણ હોતી નથી. ૪. મૃણુ બેન્જામિન ફ્રાન્કલિનના છેલ્લા શબ્દો હતા, “મૃત્યુ હાથવેંતમાં હોય ત્યો મનુષ્ય સુગમતાપૂર્વક કાંઈ જ નથી કરતો.” સમયનો દુરુપયોગ એ વિશ્વનો સૌથી મોટો ગુનો છે તે મૃત્યુ સાબિત કરી આપે છે. મૃત્યુના સમય પહેલાં વ્યકિત શાંત બની જાય છે કારણકે સત્વવિરોધી વ્યકિતત્વનો સમય પૂરો થઈ ગયો હોય છે. એક દિવસ હૃદય હુમલો' લેખ વાંચ્યો. તેમાં લખ્યું હતુ કે, “હાર્ટ એટેક'નું મુખ્ય કારણ મનના વિચારો છે. તમે હૃદયના દુ:ખાવાની અને મૃત્યુની કલ્પના કરશો તો વિચારો હૃદયને ઝંપવા નહીં દે. વધુ પડતો ગુસ્સો, નાનપણથી જવાબદારીનો સ્વીકાર, વધુ પડતું કામ.... વગેરે “ાર્ટ એટેક માં જવાબદાર Page #8 -------------------------------------------------------------------------- ________________ એ જ દિવસે સાંજે મારી પત્નીની વિદ્યાર્થીની ઘરે આવી. તે પણ જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાય. દવાખાનેથી રજા મળે એટલે સીધી મેડમને મળવા આવે અને હે, “છેલ્લે... છેલ્લે દર્શન કરવા આવી છું.' તેની ખુમારી અદભૂત પણ તેની શારિરીક સ્થિતી જોઈ હું હચમચી ગયો. રાત પડતામાં તો હું વિચારોના ચક્રાવે ચઢ્યો. છેલ્લા અઠવાડિયાની સતત પ્રવૃત્તિઓનો બોજો, પત્રકારત્વની કપરી ભૂમિકા, નોકરી, લેખ અને પાછી પેલી છોકરીની દયનીય સ્થિતિ....! મને કંઈક થાય છે.... !' ફરી સ્વસ્થ થવા પ્રયાસ કર્યો. શીયાળાની કકળતી ઠંડીમાં હું પરસેવે રેબઝેબ. એક ક્ષણ એવી આવી ગઈ કે હું કડડભૂસ થઈ બેસી પડ્યો. જાણે કે મૃત્યુની અંતિમ ઘડી ! તમામ રીપોર્ટનું એક અને માત્ર એક તારણ “નોર્મલ'. માત્ર માનસિક સ્થિતિ મને મૃત્યુ સમીપ લઈ ગઈ. પણ એ ક્ષણે મને જીવન અંગે આપણે કેટલા બધા ભ્રામક છીએ એ સમજાવ્યું. દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. માણસને ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરે મૃત્યુના ભણકારા થવા માંડે છે. બાળપણ અને યુવાનીમાં તો તે સ્વૈરવિહારી હોય છે. આ સમયે તેને સૂર્યના ઉદ્દભવમાં રસ હોય છે, પણ પછી તેને સૂર્ય આથમતો દેખાવા માંડે છે. વોલ્ટ વ્હીટમેને કહ્યું છે કે, “મેં કલ્પના કરી હોય તેનાથી પણ વધુ વાસ્તવિક, વધુ પ્રત્યક્ષ, એવું એક અજ્ઞાત વર્તુળ મારી આસપાસ સાતાના કિરણો ફેંકે છે.” પોતે માટીમાં ભળી જવાનો છે એવું રહસ્ય જાણનાર એક માત્ર મનુષ્ય છે. મૃત્યુ ઈશ્વરની આભારવિધિ છે, આપણે તેને પ્રેમથી સ્વીકારીએ. હું જ્યારે મૃત્યુ નજીક પહોંચ્યો ત્યારે મને એક અને માત્ર એક જ વિચાર આવે કે, “મારે ઘણું બધુ કરવાનું બાકી રહ્યું. મારે સેવા કરવી છે, દુ:ખીઓના આંસુ લુછવા છે, પ્રેમથી જીવવું છે, જ્યારે હું કંઈક કરી શક્વા સમર્થ બન્યો ત્યારે જ હે પરમેશ્વર ! તું મારી પરીક્ષા કરે છે ! મૃત્યુ નજીક આવે તેમ માણસને વાસ્તવિક્તાનો અહેસાસ થાય છે. મૃત્યુ પહેલાં જેટલી ચેતના એકઠી કરી શકાય એટલી કરી લેવી જોઈએ. મૃત્યુનો રોજ વિચાર કરો. મરવા નહીં પણ બોધ લેવા. દરેકનો સમય મર્યાદિત છે, ઓછો થતો જાય છે. રોબર્ટ બર્ટન કહે છે, “મૃત્યુની બાબતમાં આપણે બિનઅનુભવી છીએ. શરીરનું મૃત્યુ અટકાવવું અસંભવિત છે.” કસોટીઓ વ્યકિતએ આત્મા તરફ; સત્વ, સત્વ સહયોગી વ્યકિતત્વ અને ઉચ્ચતર કેન્દ્રો તરફ વળવાની ફરજ પાડે છે. વેદના આવી પડે તો વ્યક્તિ માટે એક આઘાત છે - જે વેદના છે તે આ વેદના છે. મોટાભાગના લોકો લગભગ આખી જીંદગી બૂમાબૂમ કરીને, ગપાટા મારીને આ વેદનાને બફર કરે છે. પોતાનો થોડા વખતમાં જ નાશ થવાનો છે છતાં લોકો વિચારતા નથી કે પોતે નાશ પામવાના છે. મૃત્યુ પાસે હંમેશા આપણા હાથ હેઠા પડે તે આશ્ચર્યજનક નથી ? જે છેલ્લી ઘડીએ કરવા જેવું લાગે છે તે માટે આપણે મોડા ન પડીએ. આપણે મૃત્યુ પામી દેવતા Page #9 -------------------------------------------------------------------------- ________________ કે પરમાત્મા પાસે જઈએ ત્યારે પ્રેમ અને આત્માને સાથે લઈ જઈએ. મૃત્યુના નિવારણ માટે આપણે કરવાની એકમાત્ર બાબત છે. અને એટલે જ કહેવાયું છે, “મૃત્યુ છે જીવનનો અંત અને શાશ્વત જીવન છે મૃત્યુનો અંત.” ૫. તક આપીએ.... માણસ હવે “સ્વ” માટે જ જીવતો દેખાય છે. શિક્ષકને મજૂરી કરી ફી ભરતો વિદ્યાર્થી ન દેખાય તો તેનું શિક્ષણકાર્ય નકામું. પ્રજા પાણી માટે ટળવળે ને નેતા શરાબની રેલમછેલ રેલાવે એમાં એનું નેતૃત્વ લાંછનરૂપ ગણાય. હું ઘણા વખતથી એ જોઈ રહ્યો છું કે, સ્મશાનયાત્રામાં કાંધો આપનારનું પ્રમાણ ઘટી રહ્યું છે. માણસને સ્કૂટર કે ગાડીમાં સ્મશાને પહોંચવાની આદત પડી છે. આપણું બેફામ ચાલતું સ્કૂટર ખાડામાં પડે તેનું દુઃખ થાય છે પણ ખાડાનાં છાંટાથી રંગાયેલા વ્યક્તિને જોઈ દુ:ખ કે ગ્લાનિ થતી નથી. આપણે નાની અમથી જિદંગીના “સ્વ'માં રાંચ્યા કરીએ છીએ. આપણાથી કોણ કયાં ઘવાય છે તે ધ્યાન રાખવાની જર છે. માત્ર સફળતા માટે પ્રયત્ન કરવાથી જીવનનો હેતુ સિધ્ધ થઈ જતો નથી. ઈશ્વરે આપણી આસપાસ ધબકતું જીવન મુકયું છે તેને વિકસવાની તક આપવી જોઈએ. બીજાને જીવવાની તક આપવી જોઈએ. ડેનિયલ માઝગાંવકરે કુટુંબની એક ઘટના નોંધી છે : અમારી એક બહેન કેનેડામાં રહે છે. એના પરિવારમાં છે એના પતિ, બે બાળકો અને થોડાં ઢોર. ખેતી કરે છે; ખૂબ મહેનતુ છે. અને રાતે કમ્યુટર પર બેસીને સારી સારી વાતો, હૃદયસ્પર્શી એવી ઘટનાઓ પોતાના મિત્રોને ઈ-મેલથી મોક્લતી રહે છે. આવી એક ઘટના એના શબ્દોમાં રજૂ કરુછું : કેટલાંક વરસ પહેલાં અમેરિકાના સીએટલ શહેરમાં એક વિશેષ પ્રકારની ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન થયું હતું. એક દિવસ નવ સ્પર્ધકો દોડની સ્પર્ધા માટે ઊભા થઈ ગયા. તે નવે નવ જણ ન્મથી જ શારીરિક કે માનસિક મંદત્વના શિકાર બનેલાં હતાં. તેમ છતાં તે નવ ભાઈ-બહેન એકસો મીટરની દોડ માટે એક કતારમાં ઊભાં રહી ગયાં હતાં. પિસ્તોલનો અવાજ સાંભળીને બધાંએ દોડવાનું શક્યું. દોડવાનું તો શું, - લથડાતા પગે બીજા છેડે પહોંચવા માટે બધાં નીકળી પડ્યાં. તે સ્પર્ધામાં કોણ પહેલું આવે છે, તે જોવાનું હતું. બધાં ધીરે ધીરે આગળ વધતાં હતાં. પણ તેઓમાં એક સાવ નાનો છોકરો હતો. તે થોડેક સુધી તો ખૂબ મહેનત કરીને બધાંની સાથે ચાલ્યો, પણ પછી લથડીને વચ્ચે જ પડી ગયો. નાનો હતો, રોવા લાગ્યો. બીજા આઠ ઓ થોડાંક આગળ નીકળી ચૂક્યાં હતાં, એમણે આનો રોવાનો અવાજ સાંભળ્યો એટલે પોતાની ગતિ ધીમી કરી નાખી અને પાછળ ફરીને જોયું. પછી એ બધાં પાછાં ફરી ગયાં અને આ પડી ગયેલા છોકરા તરફ ચાલવા માંડ્યાં. તે આઠમાં એક છોકરી હતી, જે પોતે પણ બૌદ્ધિક Page #10 -------------------------------------------------------------------------- ________________ મંદત્વની શિકાર હતી. પેલા છોકરા પાસે આવીને તેણે નીચે નમીને તેનો હાથ પકડ્યો, તેને બેઠો કરી દીધો, અને પ્રેમથી તેને ચુમી લેતાં એ બોલી, “ચાલ, હવે તને કશો વાંધો નહીં આવે.” ત્યારબાદ ફરી એ બધાં નવ સ્પર્ધકો એકબીજાના હાથ પકડીને દોડના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યાં અને બધાંએ મળીને એક સાથે દોરડું પાર કર્યું. તે વખતે ત્યાં જેટલા યે દર્શકો હાર હતા એમનાથી આ દશ્ય ભૂલ્યું ભૂલાતું નથી. કેમકે પોતપોતાના હદયના ઊંડાણમાં આપણે બધાં એક વાતની બરાબર અનુભૂતિ કરતા રહીએ છીએ કે આ નાનકડી જિદંગીમાં કેવળ પોતાની જ જીત માટે કોશિશ કરતાં રહેવાનું પૂરતું નથી. જરૂર તેની છે કે આપણે સહુ આ જિદંગીમાં બીજાને જિતાડવામાં પણ સહાયક બનીએ, પછી ભલે ને તેમ કરતાં આપણી પોતાની ગતિ થોડીક ધીમી કરવી પડે અથવા આપણે આપણી રાહ થોડી બદલવી પડે. ૧. જીવન જીવવાની કળા “સુખ અને આનંદ એવા અત્તર છે કે જેટલા પ્રમાણમાં બીજા ઉપર છાંટશો તેટલા પ્રમાણમાં તમારી અંદર સુગંધ આવશે.” દુનિયામાં રહેતી દરેક વ્યકિત સુખ અને આનંદ ઝંખે છે.... દરેક સંબંધ પરસ્પર હૂંફ અને પ્રેમ ઝંખે છે. આ પ્રકારનો પ્રવાહ અવિરત વહેતો રાખવા માટે ઝંખના કરતી દરેક વ્યકિતઓએ “સ્વ'ની ઓળખાણ કરવી જ઼ી છે. આ માટે પહેલાં એણે સમજવું પડશે કે, જંગલના સિંહને જબરદસ્તીથી વશકરી શકાય છે પણ ગમે તેટલી જબરદસ્તીથી એક ફૂલ નથી ઉગાડી શકાતું. હદય - હદય વચ્ચેના સંવાદ અને દિલની દિવાલોનું દફન એજ પ્રેમનું સાર્થકય છે. સરળ શબ્દોમાં કહું તો, “એકબીજાને ગમતા રહેવું.' કેટલીક વાર મનુષ્યના હૃધ્યમાં ભિનાશ - પ્રેમ હોય છે પરંતુ તેની વાત કરવાની પદ્ધતિ સામી વ્યકિતને કઠરો લાગે છે... તો આ માટે જન્ન છે એવા શબ્દો, વાક્યોનું ઉચ્ચારણ જે એક મેગ્ને નજીક લાવે. પરંતુ કેટલીક વાર આવુ કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. એટલે બનાર્ડ રસેલે કહ્યું છે કે “માણસને આકાશમાં ઉડતા આવડ્યું, પાણીમાં નીચે તરતાં આવડ્યું, પણ માનવીને પૃથ્વી પર રહેતાં ન આવડ્યું.' એકબીજાને સમજવા, આવકારવા, સાંભળવા એટલે પ્રેમાળ સંબંધ .... આવું જ એક સફળ દામ્પત્યજીવન જીવતા યુગલનું ઉદાહરણ લઈએ. ઘરની બહાર, પ્રવેશની ડાબી બાજુએ રાતરાણી-મોગરાંના મધમધતાં છોડે, છેક નીચેથી ઉપર સુધી ચડેલી જૂઈ... ચોમેર પ્રસરેલી સુગંધ, પહેલાં માળે હિંચકા પર કથન અને શ્રેયા બેઠેલા, એકમેકને અડીને... બંને પુરાણી મૈત્રીની ખટમીઠી સ્મૃતિઓ વાગોળતા હતા. વાતારવણ સુગંધિત હતું. બંનેના હૃદય પણ વાતાવરણની સુગંધ સાથે ભળી ગયા હતા. હાથમાંના આઈસ્ક્રીમની જેમ નાજૂક નાજૂક વાતો પણ પીગળતી જતી હતી. Page #11 -------------------------------------------------------------------------- ________________ કથન-શ્રેષા સાથે હિચકો ઝૂલતો હતો... હળવે હળવે ત્યાં જ કથને શ્રેયાને કહ્યું “પ્લીઝ શ્રેયા સામે ખૂરશી પર બેસીશ?’ વાતચીત દરમ્યાન તું મારી સામે બેઠી હોય અને હું તને બરાબર જોઈ શકું, તો જ મને મજા આવશે ! જગ્યા બદલવાની એક નાનકડી વાત છતાં કેટલી સલુકાઈ અને સરળતાથી કર્થને કરી : વાસ્તવમાં થનને મોટા હિંચકા ખાવાનો શોખ, શ્રેયાને ચિંકાનો જ શોખ નહિ પણ કથનને ગમે છે માટે જ તે ત્યાં બેઠી હતી. કથનને શ્રેયાનું નજીક બેસવું ગમે જ. પણ પોતે મોટા ચિંકા ખાશે તે મૈયાને ફાવશે નહીં છતાં પોતાને ખાતર સહન કરશે. આ પણ ક્શનને ચતું નહોતું. સ્પષ્ટ શબ્દોમાં ક્શન કહી શક્યો હોત, ‘શ્રેયા, તું સામે બેસ, મારે મોટા હિચકા ખાવા છે અને કથનનું કહેવું માની શ્રેયાએ તરત જ જગ્યા બદલી હોત પણ સહેજ નારાજ થઈને કથન તેને રાપણ નારાજ કરવા માંગતો નહોતો. અને તેણે કહ્યું, ‘હું બરાબર જોઈ શકું...” ગ્યા બદલવાનું સુચન કેટલી અલગતાથી ને સરળતાથી કર્યું કે વાતને આખો ભાવ જ બદલાઈ ગયો ! નાની અમથી વાતમાં પણ એકબીજાની લાગણીને ઠેસ ન પહોંચે તેની કાળજી, એટલું જ નહીં એકબીજાને રાજી રાખવાની ચડસાચડસી ! અરસપરસની કાળજી અને એકબીજામાં ઓતપ્રોત! વિશેષ તો આ બધું આપોઆપ સહજ પણે હદયમાંથી ઉદભવે. આમાં પ્રયાસનો કે કૃત્રિમતાનો સહેજેય અંશ નહિ. કેટલું પ્રસન્ન દાંપત્ય ! ચિકા પર એક્બીજાની લગોલગ બેઠા હતાં. ત્યાંથી સામ સામે બેસવાનું હતું. પણ વધારે નજીક આવવા માટે. કથને કહ્યું અને શ્રેયા સમજી ગઈ. શ્રેયાએ પગથી ઠેસ મારી હિચકો ઉભો રાખ્યો. ખીલું ખીલું થતાં ચહેરે નીચે ઉતરી, સાડીનો પાલવ, સહેજ સંકોર્યો, ખુરશી ખસેડી બરાબર ચિંકની સામે લીધી. તેના પર ઠસ્સાથી બેઠી અને કથને કહ્યું : “લે, હવે બિલકુલ તારી સામે બેઠી છું. કથન, તુ ખરેખર પ્રેમાળ છે, મૌન તારી વાણી છે... અભિવ્યકત છે... ને છતાંય, તું બોલે છે ત્યારે કેટલું રસમય ! લે, હવે તો મને બરાબર જોઈ શકે છે ને શ્રેયાએ કથનના વ્યકિતત્વની વાત અને ઘટનાને સાંકળીને કહ્યું... કર્થને એટલી જ ખુશીથી કહ્યું : “હા, તને જોઈ શકું છું, સાંગોપાગ માત્ર તને જ નહિ, તારી આંખોમાં મને પણ જોઈ શકું છું.” એક મધમધતું દાંપત્ય આ છે... અને, રાતરાણીની આહલાદક સુગંધ વધુ પ્રસન્ન બની ચોમેર પ્રસરી ગઈ. Page #12 -------------------------------------------------------------------------- ________________ લગ્નની ફતેહ યોગ્ય વ્યકિત શોધવામાં જ નહિ, પણ યોગ્ય વ્યકિત થવામાં રહેલી છે. એકબીજામાં અર્પણ થઈ જવું એનું નામ લગ્ન, એકબીજાને અનુસ થવું એ સાચું દામ્પત્ય જીવન... અને આ જ સાચું જીવન જીવવાની કળા. ૭. કામણગાર કચ્છ, “કચ્છમાં અંજાર રૂડાં શહેર છે હો જીરે, ત્યાં વસ્યા છે સલરાય પીર જો, હળવે હાંકોને તમે ઘોડલા હો જીરે...” આહ! શું જોયું...? કંઈક હૃદય ફાટે એવું, કંઈક આંખ ન માને એવું, કંઈક દિલ દુખાવે સૌનું.. હા, માનવે, તરણું-તરણું લઈને બાંધ્યો માળો, પીંખાય ના એવો એ માળો... જેમાં અનેક અરમાન અને આશાઓ... બધું જ જમીનદોસ્ત... શું આજ ગતનો ઉન્નતિક્રમ? બધું જ નિહાળી કચ્છના જિંદાપીર તરીકે ઓળખાતા મેકણદાની આગાહી આપતી પંકિતઓ યાદ આવે છે : “વાગડ સીધો વગડો, કચ્છમે ન રોંધો કોઈ...” વાગડ ઉજ્જડ થઈ જશે અને કચ્છમાં કોઈ નહીં રહે. એ આગાહી ભૂકંપ રૂપે આવી એવું વડીલો માને છે. છતાંય કચ્છ અને પ્રલય એ બે શબ્દ સાથે સાંભળવા મળે એટલે આપણને તરત અંજારની સલ - તોરલની સમાધિ યાદ આવે. વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે જેસલની સમાધિ દર વર્ષે જવના દાણા જેટલી તોરલની સમાધિ તલભાર ખસે છે. જેસલ અને તોરલની પ્રેમકહાણી કચ્છમાં લોકમુખે વારંવાર પ્રગટી ઉઠે છે. બંનેના પ્રેમને આદર્શ ઉદાહરણ માનનારા લોકો કહેતા કે, “બન્ને સમાધિ એકમેકને અડશે એ દિવસે મહાપ્રલય થશે.” કચ્છ... ખમીરવંત પ્રજા... જેસલ-તોરલની પ્રેમ પાવન ભૂમિ... લા સંસ્કૃતિની ભૂમિ... હા, કચ્છ એક આગવા સાહિત્યની ભૂમિ છે. લોકગીતોમાં તોરલ કહેતી : “પાપ તારુપરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે... કે, તારી બેલડીને ડુબવા નહીં દઉં, જાડેજા રે...” તોરલ એટલી તો મહા પ્રતાપી, પાપી, કુકર્મી જાડેજા જેસલના પ્રેમમાં ઓતપ્રોત હતી કે ક્ષણવાર પણ સલને એકાંત ન મળવા દે... તોરલ સલના બધા જ અહિત કાર્યોની જાણ હોવા છતાં. ગડાબૂડ પ્રેમ કરતી... ને સલમાં સુધારો લાવવા પ્રયત્નશીલ રહેતી. સલ કહેતો : “લૂંટી કુંવારી જાન, સતી રાણી લૂંટી કુંવારી જાન રે... સાત વિષે મોડ બંદા મારીયા રે..” Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપી રૂલ હંમેશા અવનવા કારસ્તાન કરતો... આ એજ જેસલ-તોરલની સમાધિ જેને કચ્છી પ્રજા “સાચા પ્રેમની નિશાની” તરીકે ઓળખે છે... જેની સમાધિને નમન કરે છે.. એજ સમાધિના ગુંબજ ધરતીકંપના વિનાશે ભેગા કર્યા, અને એટલે જ અંજારની એક વૃદ્ધા રડમસ ચહેરે હે છે : “આખે આખા કચ્છનું ધનોતપનોત તો નીકળી ગયું. આનાથી બીજો મોટો પ્રલય ક્યો હોઈ શકે?” લોક સાહિત્ય દુહામાં કહેવાયું છે કે, : “શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત વરસાદે વાગડ ભલો, પણ કચ્છડો બારે માસ” કચ્છડાને બારેમાસ કામણગારો કહ્યો છે. પેટમાં પાટુ દઈને પાણી કાઢતા ધીંગા કચ્છી માડુનું એ વતન આજે રાજ રાજ ને પાન પાન થઈ ચૂકયું છે. મેકણ દાદાની ભવિષ્યવાણી - સલ તોરલની પ્રેમ કહાણી સાચી દર્શાવવી હોય એમ ભૂકંપે તાલુકે તાલુકે માલ-મિલ્કત અને માનવીનો સર્વનાશ સર્યો હા... આ એ કચ્છ અને એનો એ વાગડ... ભજ પ્રદેશ છે જેના માટે નવી પરણેલી સ્ત્રી પોતાના અરમાનો રજૂ કરતા પતિને કહેતી: સાયબા સડકયું બંધાવ આજ મારે વાગડ જાઉં, વાગડ જાઉં મારે ભૂજ શહેરે જાઉં... સાયબા!” વર્તમાનમાં ૨૧ મી સદીની નવોઢા પોતાના અરમાનને રજુ કરી હનિમુન માટે ઉટી, મહાબળેશ્વર, ગોવા, સિમલા, મસૂરી, સિંગાપુર... જેવી ગ્યાએ જવા પતિદેવને જણાવતી હોય છે. જ્યારે ઉપરની પંકિતમાં નવોઢા પતિને ભૂજ અને વાગડ પ્રદેશની પ્રકૃતિને નિહાળવા જણાવે છે. આવી છે કચ્છ.. ભૂજ... વાગડની ભૂમિ...! પણ કુદરતે કચ્છ સાથે હંમેશા અવળચંડાઈ કરી છે. છેક મહાભારત કાળથી કચ્છ જિલ્લાની આકરી કસોટી કુદરત કરતું રહ્યું છે. કાયમી અછત, પીવાના પાણીની ખેંચ, દુકાળ, ધરતીકંપ જેવી આપત્તિએ કચ્છી ભાંડુંને કાળમીંઢ પથ્થર જેવી કાયા અને પોલાદી છાતી આપી છે... ધન્ય છે ખમીરવંતી કચ્છી નતાને...! ૮. પ્રેમ સાત પગલાં આકાશમાં નહીં પણ ચાર પગલાં પૂરતી પર પ્રેમ' એટલે શું? Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ એટલે... પ્રેમ એટલે... પ્રેમ એટલે.... પ્રેમની કોઈ વ્યાખ્યા આપી ન શકાય. આપણા દિલને જ્યારે જ્યાં જ પરિસ્થિતિમાં પ્રેમ, આનંદ, સંતોષ અનુભવાય એ જ પ્રેમ. કહેવાનો અર્થ એ છે કે, માણસ જ્યારે, જે તે પરિસ્થિતિમાં અનુકૂલન સાધીને સામા પાત્ર સાથે એની ઈચ્છા, મહેચ્છાઓ સાથે પોતાના અસ્તિત્વને જોડી દે, અને ત્યારે જે આનંદ, સંતોષની લાગણી દિલમાં જન્મે તો તે પ્રેમ છે. સ્ત્રી અને પુત્ર આ સૃષ્ટિના સર્જનને પરિપૂર્ણ કરનારા બે મહત્વના અંગો છે. જેનાથી સૃષ્ટિની રમણિયતા એક સંપૂર્ણ આકાર ધારણ કરે છે. અને એટલે આ બંને અંગોએ સૃષ્ટિ પર પોતાની હકૂમત ચલાવવા માટે સૌ પ્રથમ એકબીજાનો સંપૂર્ણ સહકાર, હૂંફ અને ઐકય સાધવું પડે છે. બંને એકબીજાથી નોખા અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા જીવો છે અને છતાંય એ બંનેને એક નાજૂક તાંતણે જોડી રાખતું કોઈ સૂક્ષ્મ તત્વ છે. જેને પરિણામે બંને એકબીજા વિના રહી શકતા નથી, જીવી શકતા નથી. અને એટલે જે પુએ સ્ત્રીને અને સ્ત્રીએ પુત્રને સમજ્યા વિના ચાલશે જ નહીં. સ્ત્રી હૃધ્યથી વિચારનારી છે, અને નાની નાની બાબતો તરફ ચીવટથી ધ્યાન આપનારી છે. જ્યારે પુત્ર દિમાગથી વિચારે છે અને ભાવિના- લાંબાગાળાના આયોજનમાં માને છે. પુત્ર અને સ્ત્રી પોતાના અસ્તિત્વનો જ એક ભાગ છે, પોતાના હાડમાનું હાડ છે. એવી અનુભૂતિ કરીને પુત્ર સાથે ઓતપ્રોત થવા ઝંખતી હોય છે. જ્યારે પુત્ર પોતે કરેલા આયોજનોમાં અનુકૂળતા પ્રમાણે સ્ત્રીની ઝંખના કરતો હોય છે. સ્ત્રી-પુત્ર આ સંસાર રથને ચલાવનારા બે પૈડા છે. જે માર્ગમાં આવતી કંઈ કેટલીય ખાડા ટેકરા રૂપી સમસ્યાઓને પોતાની વચ્ચેના પ્રેમની તાકાતના જોરે હલ કરતા રહે છે. આ બધાની વચ્ચે સ્ત્રી-પુરુ એકધારી મંદગતિથી વહેતા ઝરણાં અખ્ખલિત પ્રવાહની માફક એકબીજા વચ્ચે પ્રેમનો, લાગણીનો, હૂંફનો ઝરો કાયમ જીવતો રાખે છે. બંનેનું સાનિધ્ય એકમેકને ઝંકૃત કરી મૂકે છે, અને છતાંય આ બંને જીવોની વચ્ચે સ્વતંત્રતારૂપી મોકળાશ પણ એટલી જ અનિવાર્ય છે. સૃષ્ટિના સર્જનમાં છતાંય કાયમ એકમેકના બનીને રહેવું હશે તો બંને વચ્ચે મિલનના ગાળા પાડવા પડશે. બંને જીવોએ એકમેકના અલગ અસ્તિત્વ, અલગ વ્યકિતત્વન અને અલગ ગમા-અણગમાનો સંપૂર્ણ સ્વીકાર કરવો પડશે. સ્ત્રી-પુરરૂપી આ ભિન્ન ભિન્ન છોડને પોતાની આગવી સુંદરતા લઈને ઉછરવા દેવા પડશે; સંપૂર્ણ વિકસાવવા દેવા પડશે. અને વિકાસની પ્રક્રિયામાં પણ સ્ત્રીએ પુત્રનો અને પુએ સ્ત્રીના આધારરૂપી હાથને છોડવાનો નથી. અને હા ! બંને એકબીજાની પ્રેરણા વિના વિકસવાના નથી, એ પણ એટલું સત્ય છે. મારી કલમે શબ્દો ફરવા એ પણ મારા પ્રિય પાત્રની પ્રેરણાના પ્રતાપે જ. એક એક મુશ્કેલીઓ, સમસ્યાઓ અને દુ:ખોમાં એકપાત્ર બીજા પાત્રનો સાથ, સહારો, તો શોધવાનો જ. આ સાથમાં એક ગજબની તાકત હોય છે. મુશ્કેલીમાં આવી પડેલા પાત્રનું પોતાનું પ્રિયપાત્ર માત્ર “હું છું ને’ એટલા જ Page #15 -------------------------------------------------------------------------- ________________ શબ્દો સંજીવનની નું કામ કરી જતા હોય છે. સૂકાભઠ્ઠ બની ગયેલા વૃક્ષના મૂળિયામાં ફરીથી રસ ભરાવા માંડે છે. અને એ કૂંપણોની જ કુમાસ છે, એ બંને આત્માને સદાય લીલી રાખતી કૂમાસ છે.અને આમ બને ત્યારે આત્મામાંથી અનાયાસે જ શબ્દ સરી પડે છે. એ પ્રિય ! આપણા સંબંધની લીલાશ તો જો, આજે આટલા વર્ષો પછી પણ એમાં એવીને એવી જ પ્રેમની ભીનાશ વર્તાય છે, નહીં ..!! અને એટલે તો રાતરાણી રાત્રે ખીલી ઉઠે છે. જ્યારે પ્રત્યેક પુષ્પો આખા દિવસ દરમ્યાન પોતાની સુંદરતા જાળવી રાખીને સુવાસ ફેલાવીને રાત્રે નિરાંત ભોગવે છે. ત્યારે બે પ્રેમી આત્માને આખા દિવસના ચાક અને સોટીમાંથી ઉગારી લેવા અને આખા દિવસની સતત ઘટમાળ પછી પણ બંને જીવો એકબીજાના સાનિધ્યમાં એવીને એવી તાજગી અને જીવનની સુંદરતા અને એક્બીજાના દિલના સંવેદનની નાજુકાઈ અનુભવી શકે. એટલે રાતરાણી રાત્રે મન મૂકીને ખીલી ઉઠે છે. જેથી તેની સુંદરતા અને એની મહેંક મંદ મંદ વહેતા પવનની સાથે ઝળહળ થતી ચાંદનીના તેમાં ચોમેર અત્ર તત્ર સર્વત્ર, જ્યાં જ્યાં સૃષ્ટિના સર્જનને પરિપૂર્ણ કરવા સર્જાયેલા બે પ્રેમી આત્માઓ વસેલા છે ત્યાં બધે પહોંચી જાય છે. અને એની પ્રતિતિ આપણને પરોઢમાં ખીલેલા પુષ્પોની પાંખડીઓ પર પડેલા ઝાકળ બિંદુઓની ભીનાશથી થાય છે. આવી ભીનાશ જ્યારે અનુભવાય ત્યારે સાત પગલા આકાશમાં નહીં પણ સ્ત્રી પુસ્રના સમન્વયાત્મક ચાર પગલા પૃથ્વી પર હશે, તો પૃથ્વી ઉપર જરા સ્વર્ગનું નિર્માણ થશે. અને ત્યારે જ આવી પંક્તિઓનું સર્જન ચશે. “પાન લીલુ જોયું ને, તમે યાદ આવ્યાં, જાણે મૌસમનો પહેલો વરસાદ જીલ્યો રામ..... ૯. રસ્તો કરીએ હું છેલ્લા ઘણા વર્ષોચી જોઈ રહ્યો છું કે, રાજકારણીઓ કેટલાક લાગણીતંત્રને આઘાત પહોંચાડનારા પ્રશ્નોને વારે-વારે જીવંત રાખવા પ્રયાસ કરતા હોય છે. ૧૫ વર્ષથી અખબારી નિકટતા અને કારકિર્દીમાં પણ જોયું છે કે શહેર, રાજ્ય કે દેશ હોય.... ઠેર ઠેર ચૂંટણી ટાંણે કેટલાક સાંવેદનિક પ્રશ્નો ખડા થઈ જાય છે. મંદિર-મસ્જિદના ક્લાત્મક ચિત્રોમાં કળાને ન શોધતાં આપણે ચાંદ, લીંગ, તારો, ત્રિશૂલ શોધીએ છીએ. રામમંદિર - બાબરી મસ્જિદ વિવાદે હજ્જારોનો ભોગ લીધો. બે-પાંચના નેતૃત્વ એ ભારતને હચમચાવી નાંખ્યું. હું લોકોને મળું છું ત્યારે તેમના સૂર હોય છે, ‘રાજકારણીઓ ધર્મનું નિકંદન કાઢી રહ્યા છે, ધર્મના વિવાદો ઉભા કરી રહ્યા છે.' તો પછી જ્વાબદાર કોણ ? પ્રેક્ષકોના ભાષણોમાંથી મનોરંજન મળે છે. આ પ્રેક્ષકોનો દુરઉપયોગ Page #16 -------------------------------------------------------------------------- ________________ થાય તો વિનાશ અને સદઉપયોગ થાય તો ભવ્ય ઈમારત બનાવી શકાય. સહુએ સાથે મળી રસ્તો કરવો પડશે. આપણે વિકાસને અડચણરૂપ ન બનતાં ખુશમિજાજી બની સાંવેદનિક પ્રશ્નો ઉભા કરનારનો રસ્તો કરીએ. લંડન શહેરમાં હાઈડ પાર્ક નામનું ખળું મેદાન છે. અંગ્રેજ પ્રજાએ સદીઓથી જેની આરાધના કરેલી છે તે વાણી-સવાતંત્રનો પ્રાણવાયુ ત્યાં જાણે કે નરે જોવા મળે છે. તરેહતરેહના વકતાઓ પોતાના કાલાઘેલા હરકોઈ વિચારો ત્યાં સ્સાભેર વ્યકત કરતાં હોય છે અને દરેકને શ્રોતાઓનું નાનુમોટું ટોળું મળી રહે છે. એક સવારે ત્યાં જેની આસપાસ નાનકડું ટોળું ભેગું થયેલું તે વકતા રાષ્ટ્રની પ્રર્તમાન અવદશા માટે રાજ્યાઁ વર્ગની જવાબદારીની જુસ્સાભેર ઘોષણા કરી રહ્યા હતા : “આપણી તમામ મુસીબતોના મૂળમાં એ લોકો જ રહેલા છે. !” વકતાએ ત્રાડ પાડી : “આપણે આમસભાને આગ લગાડવી જોઈએ ! રાણીના મહેલને સળગાવી મૂક્વો જોઈએ !” એ ભાષણમાંથી મનોરંજન મેળવી રહેલું પ્રેક્ષકવૃંદ જરા જરા વિસ્તરતું સડક પર ફેલાયું ને પછી વાહનવ્યવહારને અડચણરૂપ બનવા લાગ્યું, ત્યારે એક પોલીસનું ત્યાં આગમન થયું. વિનય અને મમતાના મિશ્રણવાળા સ્વરે એણે સાદ પાડ્યો કે, “ચાલો સજ્જનો, અહીંથી એક બાજુ ખસો અને વાહનવ્યવહાર માટે રસ્તો ખુલ્લો રાખો. આમ સભાને આગ લગાડવાની તરફેણ કરનાર મહેરબાની કરીને અહીં જમણી બાજુ આવી જાવ, અને રાણીના મહેલ બાળી મૂકવાની તરફેણમાં હોય તે ત્યાં ડાબી બાજુએ ! ચાલો, રસ્તો કરો, રસ્તો કરો.” હાસ્યના ખડખડાટ વચ્ચે એ ખુશમિજાજી ટોળું તરત વિખેરાઈ ગયું. આગ લગાડવાનો હક્ક આપણને ઈશ્વરે આપ્યો નથી. મંદિર-મસ્જિદ જેવી ઘટનાઓથી પ્રજાને ગેરમાર્ગે દોરતાં નેતાઓ સન્મુખ ખુશમિજાજથી ભલે ઉભા રહો, પણ પછી પાછલે બારણેથી રફુચક્કર થતાં નેતાઓની જેમ જ વિખરાઈ જવું જોઈએ. ૧૦. સણા “એક પંખી આવીને ઊડી ગયું, વાત સરસ સમજાવી ગયું.....” સુંદર મજાના પંખીના ટહુકાની મીઠાશ ક્ષણિક હોય છે... પણ પ્લાસ્ટરની દિવાલો પર ડિસ્ટેમ્બર જેવો યાંત્રિક માનવી ટહુકાનો આસ્વાદ લઈ શકતો નથી. ક્ષણના પણ બે સ્વરૂપ છે... પણ એ સ્વરૂપ માનવ સ્વીકૃતિ પર આધારીત છે. ક્ષણને સુધારી લેનાર મનુષ્ય માટે જીવનની પ્રત્યેક ક્ષણ પ્રેરણાત્મક અને આનંદમય છે. ગુસ્સો પ્રગટ કરી, તિરસ્કાર કરી, મૌન રહી ક્ષણોને બગાડનાર લગભગ જીવવા કરતાં ગુમાવે છે વધુ. કડકડતી ઠંડીમાં ઓટલા પર ટૂંટીયું મારી સુતેલા પાસે થરથર ધ્રુજવાની ક્ષણો છે. પણ તે તેને Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુલાબી ઠંડી કે ઈશ્વરની ભેટ સમજે તો સવાર જ્લદી થવાની છે. મેં, તમે કે વિશ્વએ જે કાંઈ મેળવ્યું છે એ ક્ષણને આભારી છે. આ લખી રહ્યો છું ત્યારે ઉપરની પંક્તિઓ વાળી પ્રાર્થના પૂરી થઈ. પરીક્ષાર્થીઓ શાંત ચિત્ત પરીક્ષા આપી રહ્યા છે. હોશિયાર વિદ્યાર્થીનીને આગળ-પાછળ જોઈ ક્ષણ બગાડવાનો સમય નથી. છતાંય કેટલાકની દૃષ્ટિ ઊંચી-નીચી, આગળ-પાછળ, આકુળ-વ્યાકૂળ થયા કરે છે, કારણ તેમણે વર્ષ દરમ્યાન ક્ષણોનું સંક્લન ર્ક્યુ નથી. પરિણામે વર્તમાનની ક્ષણો નિરર્થક બગાડી રહ્યા છે. ક્ષણની વિશેષતાઓ રહી છે, કે જેણે વર્તમાનની ક્ષણોને જીવી જાણી એ ક્ષણો ભૂતકાળમાં ફરી સહારો બની વાગોળવા ક્રમ આવે છે. એક કુટુંબના સભ્યો, વર્ષગાંઠ નિમિત્તે ભેગા થાય, એક્બીજાને પ્રેમથી આવકારે, ક્ષણોને મસ્તીમાં મઢી લે ને પછી સહુ એકઠા થઈ સ્થાન ગ્રહણ કરે, આ સમયે જો દરેક સભ્યો પોતાના ભૂતકાળની ક્ષણોને યાદ કરે તો સુંદર મજાનું વાતાવરણ ખડું થઈ જાય. એ ભૂતકાળની વાતો પ્રેરણા આપી શકે અને વર્તમાનને સુધારી પણ શકે. ક્ષણમાં તાકાત છે. સમયમાં નહીં. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો પોતાની આયખાની ક્ષણોને યાદ કરી આશ્વાસન લઈને જીવી શકે છે.. અને એટલે જ જર છે. વર્તમાનની પ્રત્યેક ક્ષણને માણવાની, જીવવાની, સુધારી લેવાની નાની અમથી વાતમાં પતિ-પત્ની મોં મચકોડી ક્ષણો વેડફે છે. દિકરો મા-બાપથી રિસાઈને મિંતી પ્રેમનો આસ્વાદ ચૂકી જાય છે. ક્ષણોને સુધારવા માટે હાસ્ય અને પ્રેમ મુખ્ય શસ્ત્ર છે. ક્ષણોને પ્રફુલ્લિત રાખવા મા-બાપ બાળક્ના માથામાં હાથ ફેરવી શકે, પત્ની સુંદર શણગાર સજી પતિને રીજ્મી શકે, પતિ પ્રેમ -પુષ્પ કે પ્રેમની વાતો થકી પત્નીને હસાવી શકે, ક્લમ થકી વ્યક્તિ ક્ષણોને કાગળ પર ટપકાવી શકે. સુંદર રસોઈ ક્ષણોને સુધારી શકે. પુસ્તકોનું વાંચન, માતના ખોળામાં બાળકને વાત્સલ્ય, શાંતચિત્તે પતિપત્નીની ગોષ્ઠિ, નદિનો તટ, બગીચો... કેટકેટલુંય છે ક્ષણોના વિસ્તાર અને વિકાસ માટે જ છે. ક્ષણોને સુધારવા માટે માનસિક તૈયારીની એક બીજાને ગમતા રહેવાની. રડતા બાળક્ના હાથમાં રમકડું કે ચોક્લેટ આપી દઈએ એટલે બાળક ચૂપ થઈ જાય. એક સજીવને નિર્જીવ વસ્તુઓ સહારો મળતાં જો રતી ક્ષણો હાસ્યમાં પરિવર્તન પામતી હોય તો એક સજીવ-બીજા સજીવને કેમ સમજી ન શકે ? સવારના નાસ્તામાં માતા કે પત્ની દ્વારા મળતી ચાભાખરીનો આનંદ ‘પેટ ભરાયું' એમાં નહિ પણ એ ક્ષણો સાચવી લેવામાં આવી તેમાં છે. જેણે ક્ષણોને આનંદનું નામ આપ્યું છે તે સુંદર જીવ્યો છે. અને એટલે હું હંમેશા એ પંક્તિઓ યાદ કહ્યું, “ Smile Cost noting but Creats much" પંખીની જેમ ક્ષણો ક્યારે ઉડી જાય તે કહી શકાય નહીં. એના ટહુકાને માણીએ, એની સુંદરતાને સ્વીકારીએ... ક્ષણ એટલે હું, તું સહુના સંબંધોનો સરવાળો. “મારુંતારું ભૂલી ‘આપણું' બોલતા શીખીએ. આપણે કોઈને ભલે કશું ન આપી શકીએ પણ પ્રેમાળ ક્ષણો આપી શકીએ તો ઘણું. કારણ, ક્ષણનો સમુચ્ચય એટલે જ આયખું. ૧૧. પત્ની : ઈશ્વરનું નજરાણું Page #18 -------------------------------------------------------------------------- ________________ બીજી બધી જ વસ્તુઓ વિધાતા આપે છે પરંતુ પત્નીતો સ્વર્ગનું વિશેષ નજરાણું છે ! - પોપ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ખ્રિસ્તી સમાજની એજ વિશેષતા છે કે દુનિયાની ઉત્પત્તિથી માંડી ઈસુ ખ્રિસ્તનો જન્મ અને પછી વર્તમાન ધર્મને ટકાવી રાખનાર ધાર્મિક શૃંખલા માનવતાની સાથે સાથે જીવનની તમામ બાબતો કેન્દ્રમાં રાખી વર્તે છે. ખ્રિસ્તી સમાજના સર્વેસર્વા પોપના મતે સ્વાધ્યાય પરિવારના દાદાનું અગ્રિમ મહત્વ છે, પિડીત માટે કામ કરતી સંસ્થા પ્રત્યે ગર્વ છે... પોપ સર્વવ્યાપી વિચારો સાથે પત્ની વિશે પણ વિશેષ વાત કરે છે. પોપના મતે પ્રગતિશીલ અને માનવતાવાદી વિચારો પતિ - પત્નીના પ્રજન્નોત્પત્તિકાર્યથી શરૂ થાય છે. બંને જેટલા સક્રિય રહી બાળકમાં સંસ્કારનું સિંચન કરે તેટલો બાળક ઉત્કૃષ્ઠ હોય. પત્ની સ્વર્ગનું નજરાણું હોય ત્યારે પતિની ભૂમિકા મહત્વની છે. વિશિષ્ટ મહાનપુત્રો માટેના અનેક નાના ઉત્સર્ગોમાં, પત્નીના સમર્પણ અને સ્નેહ મહત્વના છે. કોઈપણ ધર્મ ત્યારે જ માન છે કે જ્યારે તે તેના સમાજનું પ્રત્યેક વ્યકિતનું સર્વાગી ઘડતર કરે. પરિસ્થિતિ મુજબ દાન કરે અને પરિસ્થિતિ મુજબ તલવાર ઉઠાવે તે ધર્મ નહીં પણ અધર્મ છે. પોપના મતે પત્નીનું વિશેષ મહત્વ એટલા માટે છે કે પત્ની જ આદર્શ સંસ્કારનું સર્જન કરનાર છે. પત્ની જ સતપથનો નિર્દેશ કરે છે. જે પત્ની ભૂખી રહે પણ પતિના પરસેવાનો રોટલો જ ખાય તે કુટુંબ વિશ્વનું આદર્શ કુટુંબ છે. ભારતીય સંસ્કૃતિના અનુસંધાનમાં એક દ્રષ્ટાંત જોઈએ. તે વેદજ્ઞ તત્વજ્ઞાન સંબંધી મહાન ગ્રંથનું અંતિમ પ્રકરણ લખી રહ્યા હતા. તે “બ્રહ્મ સુત્ર' પર પોતાની વિદ્વતાપૂર્ણ ટીકા લખી રહ્યા હતા. આ મહાન કાર્ય પૂકરવા પચાસ પચાસ જેટલાં વર્ષો તેમણે લીધા હતા. તે “ભાષ્ય' નો અંતિમ પરિચ્છેદ પૂરો કરી રહ્યા હતા. ત્યાં જ અચાનક પવનના ઝપાટાએ દીવો બુઝાવી નાંખ્યો. બધે જ અંધારુછવાઈ ગયું. કોઈક અંદર આવ્યું અને દીવો પેટાવ્યો. “તમે કોણ છો. સન્નારી ?” પંડિત શિરોમણી વાચસ્પતિ મિશ્રએ પૂછ્યું “મેં જોયું છે તમે દિવસ અને રાત મહેનતથી મારી સેવા કરી છે. હું તમારો અત્યંત આભારી છું. તમે કોણ છો, દેવી ?” “હું ભામતી, તમારી પત્ની !” ... અને તેમને અચાનક યાદ આવ્યું કે કેટલાક દાયકા પહેલાં તેમણે એક જુવાન છોકરી સાથે લગ્ન કર્યા હતા. જેને વિશે તે સમયે અને આ બધા પાછલાં વર્ષો દરમિયાન ભાગ્યે જ કશું જાણ્યું હતું ! તેમના પ્રશ્ચાતાપની કોઈ સીમા જ નહોતી. સાત સાગર કરતાંય તેમનો વિષાદ ઊંડો હતો. તેમણે કહ્યું : “કૃપા કરી મને ક્ષમા કરો ! મેં તમારી વિરૂધ્ધ પાપ કર્યું છે. તમારા સમગ્ર અસ્તિત્વ વિરૂધ્ધનું પાપ ! આવડા મોટા ઋણને કેવી રીતે ચુકવવું તે હું જાણતો નથી. મારી વેદનાને કોઈ શબ્દો Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરી શકે તેમ નથી.... " પછી આંસુભરી આંખે તેમણે તેનો હાથ પકડ્યો અને બોલ્યાઃ “આ ભાષ્યને હું નામ આપું છું ભામતી !" આજે આ મહાન ભાષ્ય જગતભરમાં “ભામતી" તરીકે ઓળખાય છે. પત્નીને સ્વાર્થ નહીં પણ નિસ્વાર્થ પોતીકા પાત્રમાં ઓતપ્રોત રહેવાની ઈચ્છા હોય છે. આદર્શ નારીની આજ વિશેષતા છે કે જટિલ કાર્યપધ્ધતિમાં અટવાયેલી રહેતી હોવા છતાં, પતિ તરફથી સંપૂર્ણ સ્નેહ ન મળતો હોવા છતાં પોતીકી ભાવનાચી કુટુંબનું ક્લ્યાણ કરે છે અને એટલે જ પત્ની માતા છે, બહેન છે, ધાત્રી છે. સ્વર્ગનુ નજરાણું છે. ૧૨. સિદ્ધિ નમ્રતા અને હકારાત્મક દ્રષ્ટિકોણ વિકાસના દ્વાર ખોલી શકે છે. ઉચ્ચ શિખરેથી નિર્દોષ ભાવે ક્લક્લ વહી આવતું ઝરણું મહાસાગરનું રૂપધારણ કરે છે. દંભ છોડી સહુની તરસ બુઝાવે છે. નમ્રતા વિના વિસ્તાર શક્ય નથી. નમ્રતા છે, તો વિક્કસ છે. નમ્રતા વિના હારાત્મક દ્રષ્ટિકોણ શક્ય નથી. હર્બટ હુંવર નામનો એક જુવાન અમેરિકાની એક યુનિવર્સિટીમાંથી ઈર્નરની પદવી લઈને બહાર આવ્યો. તેનો વિચાર ખાણના એન્જિનિયર થવાનો હતો. શુક્વારે સવારે એક ખાણના વ્યવસ્થાપકને તે નોકરી માટે મળ્યો. વ્યવસ્થાપકે કહ્યું : “અમારે તો એક ટાઈપિસ્ટની જરૂર છે. તમે એ કામ માટે તૈયાર છો ?” “ટાઈપિસ્ટ ?” જુવાન બોલ્યો, પછી જરાક થંભીને તેણે કહ્યું, : ઠીક છે, હું એ કામ કરીશ. આવતા મંગળવારે સવારે હું કામે લાગી જઈશ." મંગળવારે સવારે જુવાન પોતાના કાર્મ બરાબર હાજર થઈ ગયો. વ્યવસ્થાપકે તેને પૂછ્યું, “તમે મંગળવારથી આવવાનું શા માટે નક્કી ક્યું ? એની પાછળ કો હેતુ હતો ?” જુવાને જ્વાબ દીધો, “જી હા, ચાર દિવસ મને મળ્યા. તેમાં એક ભાડૂતી ટાઈપ રાઈટર લઈને હું જરૂરી ટાઈપીંગ શીખી ગયો છું.” આગળ જ્યાં યુનાઈટેડ સ્ટેઈટસના રાષ્ટ્રપતિ બન્યા તે આજ હર્બટ વર. આપણે નોકરીમાં અનુકૂળતા અને સુખસગવડ શોધીએ છીએ. મને આ નહીં ફાવે અથવા મને નથી આવડતું શબ્દો થકી આપણે આપણા વિકાસના માર્ગમાં પૂર્ણિવરામ મૂકી દઈએ છીએ. વિશ્વ વિખ્યાત ખ્યાતી પ્રાપ્ત મહાનૂભાવએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. પ્રારંભથી જ આધુનિક સુવિધા અને વૈભવની અપેક્ષાઓને કારણે આપણામાંથી ઘણા બધા વિકાસશીલ જીવનની શરૂઆત જ નથી કરી શક્તા. રેડિયાનો સંતોષ જ એરકન્ડિશનર અપાવી શકે. નમ્ર ભાવે પા... પા. પગલી માંડો, અવશ્ય સફળ થવાશે. Page #20 -------------------------------------------------------------------------- ________________ અહો, જલનું માર્દવ ! ઊચેથી ઊતરી ધીમે કુસુમથીય હળવા બની, હથેળી મહીં પુષ્પથી જવું ઝિલાઈ, વા પૃથ્વીની રજે ભળી જઈ ઊંડે ઉતરી બીજને ભીંજવી સુકોમલ તૃણો રૂપે પ્રગટવી નવી જિંદગી -જ્યન્ત પાઠક નિરાશા ત્યજીને વિકાસનાં પંથે ડગ માંડવા એ આપણા હાથમાં છે. દુન્યવી આંટીઘૂંટી ભૂલીને હકારાત્મક દ્રષ્ટિકોણથી ઝરણામાંથી મહાસાગરનું નિર્માણ આપણા હાથમાં છે. સતત દોડતા રહો. સફળતા જરૂર તમારા ચરણોમાં હશે. ૧૩. જવાબદારી એક સરકાર વિશ્વમાં માનવીને જેટલી સ્વતંત્રતા છે એટલી જ તેને સંસ્કાર સાથે તાદામ્ય કેળવવાની જæ છે. ધર્મ અનુસાર બાળપણમાં મળતા બાળ સંસ્કારથી માંડી લગ્ન સંસ્કાર જેવા બંધનો એક જવાબદારીનો અહેસાસ કરાવનારા છે. સાચા અર્થમાં એ બંધનો ન બનતા સુલેહમાર્ગ બનવા જોઈએ. સ્વતંત્રતાથી વ્યકતવિકાસ અર્થે પરોવાયેલા મનુષ્ય એ સમજવું રહ્યું કે તેની આસપાસ કૌટુંબિક જવાબદારી અને તેનું જતન કરવાની પણ ગતિવિધિ થતી જ હોય છે. બાળને જન્મ આપ્યા પછી મા-બાપની જવાબદારી પૂર્ણ થતી નથી. લગ્ન કર્યા પછી પતિ-પત્નિની જવાબદારી શસ્થાય છે. જન્મ મેળવનાર બાળક્ની પણ જવાબદારી શરુ થાય છે. વૃદ્ધ માતાપિતા માટે વૃદ્ધાવસ્થા બોજ ન બનતાં સુખદ ક્ષણો બનાવી શકીએ તો તે છે બાળક તરીકેની જવાબદારી. ઝરણું ત્યારે જ કલકલ વહેશે જ્યારે તેને બે કિનારાઓનો સહારો મળશે. બાકી કિનારાને છૂટ છે, કે તે પોતાની પાળ પર વૃક્ષો ઉગાડી શકે, પ્રવાસીઓને બેસાડી આશ્રય આપી શકે. પણ જો તેણે પોતાની જવાબદારી છોડી દીધી તો સમજવું કે ઝરણું ખડખડ ન વહેતાં ખાબોચિયું બની જશે. અને ક્વિારા ફકત માટીના ઢગલા ! મારે કે તમારે વ્યકિતગત વિકાસની સાથે-સાથે આવી અનેક જવાબદારીઓ સંભાળવાની છે. જો જવાબદારીથી દૂર ભાગવું હોય તો પછી ઈશ્વરે અન્ય રસ્તાઓનું પણ સર્જન કર્યું છે. હા, પણ સંસ્કારમાં લીન થયા પછી જવાબદારીઓથી ભાગવું એટલે નપુંશકતા. આપણે વારંવાર સાંભળીએ છીએ.. જોઈએ છીએ કે લગ્ન સંબંધથી જોડાયેલા યુગલો ઘડીના છઠ્ઠા ભાગમાં એક બીજાના દુશ્મન બની જાય છે. કારણ તેમનામાં એક્બીજાને સમજવાની શકિત નથી. પોતાની વાતમાં સત્ય દેખાય છે. બીજા અર્થમાં જ્હીએ તો “ઈગો”. અને આ “ઈગો” ને ન છોડનાર Page #21 -------------------------------------------------------------------------- ________________ હંમેશા દુ:ખી જ થાય છે. હરિ ૐ આશ્રમના કિનારે એકાએક સ્કુટર આવીને ઉભું રહ્યું. સ્કુટર પરચી પતિ-પત્ની ઉતરી અક્કડ મૌન સાથે નિારા પાસે પહોંચ્યા. એકાએક તેઓ થંભી ઉગ્ર સ્વર્સ ઝઘડવા લાગ્યા. તેમના શબ્દોમાં એટલો ક્રોધ હતો કે ક્ષણવાર લાગ્યું કે હમણાં જ કાંઈ અજુગતું બની જશે. પત્ની બોલી : 'તારે સમાધાન કરવું હોય તો શાંતિથી વાત કર...' પતિ બોલ્યા : ‘મારે સમાધાન કરવું છે એટલે તો અહીં લાવ્યો પણ તું તારી જીભ ઉપર કાબુ રાખ.' ‘જો મારી જીભની વાત ન કર, અને જો મારામાં તમે ખામી દેખાતી હોય તો શું કરવા મને રડતી જોઈ હોવા છતાં મારા ઘરેથી લઈ ગયો હતો.' ‘હું તને હાથ જોડું છું, તું શું કરવા બેઠી છે, હવે મારાથી સહન નથી થતું. હું તારાથી કંટાળી ગયો છું.' પતિ બોલ્યો. ઉંચ સ્વરે પત્તિ બોલી : ‘હું મારા પિયરમાં જ બરાબર હતી. જો તારાથી મને ન પાલવી શકાતી હોય તો શા માટે રોજ ફોન કરતો હતો ? શું કરવા અહીં બોલાવી, હું પણ તને બે હાથ જોડું છું કે હવે મારાથી પણ સહન નથી થતું.' ‘તું મને નહીં સમજે ? તારી જાતનું પ્રદર્શન જ ર્યા કરીશ ?' 'અરે ! સમજી તો તું નથી શક્તો... તારી ગરજે મને અહીં લઈ આવ્યો ને છતાંયે દાદાગીરી ? આવો જ ગુસ્સો કરવો હોય તો મને પાછી ઘરે મુકી દે... 'પત્ની બોલી. ‘હવે બહું થયું, જો તને મારામાં રસ ન હોય તો હું જાઉં છું.' આટલું બોલી પતિએ સ્કુટરને કીક મારી. પાછળ પત્ની બેસવા ગઈ પણ તે પહેલાં ગેઈરમાં સ્કુટર ચાલુ કર્યું. પત્ની પડતી પડતી રહી ગઈ. અને ચાલુ સ્કુટરે પતિ બોલ્યો, ‘હવે હું આ સંસારથી જ દૂર ચાલ્યો જાઉં છું, પછી તો તને શાંતિ થશે ને ?' સ્કુટરને રેસ આપી પતિએ મટકું પણ ન માર્યું. એકાએક વિહ્વળ બનેલી પત્ની પરિસ્થિતિ પામી ગઈ અને તેણે દોટ મુકી, સ્કુટરનું સ્પેરવ્હીલ પકડયું. ગુસ્સે થયેલ પતિએ વધુ એક્સીલેટર આપ્યું અને પત્ની ધુળમાં રગદોળાઈ ગઈ. ફિલ્મોમાં વિલનને હિરો ઘોડા પાછળ બાંધી લઈ જાય અને ચોમેર ધૂળની ડમરીઓ ઉડે તેવું આબેહુબ દૃશ્ય સર્જાયુ. પત્નિના મોંમાંચી ચીસ નિકળી ‘ઓ...મા...મરી ગઈ.' ની ચીસો પાછળથી ખેંચાતી ગઈ. બંનેની વાસ્તવિક્તા એટલી જ કે તેઓ કંઈ પણ બાંધછોડ કરવા તૈયાર નહોતા. સમાધાન અર્થે આવ્યા પણ વિખવાદનો પ્રશ્ન વિસરાઈ ગયો અને બંનેએ અહ્મ ન છોડ્યો. જ્યારે પતિ કે પત્નિના હ્રદયમાં હૂંફ કે આત્મીયતા જેવું તત્વ જન હોય ત્યારે તેઓ પશુ જેવા લાગે છે, જ્યાં આત્મીયતા પ્રેમ હશે ત્યાં સંસ્કાર હશે, જ્વાબદારીનું ભાન હશે, સમાધાન હશે, ફક્ત કીક Page #22 -------------------------------------------------------------------------- ________________ મારવાથી સ્કુટર ચાલતું નથી એ માટે ક્લચ અને એક્સીલેટર સાથે ગેઈરનું ટ્યુનીંગ જરૂરી છે. માણસ જવાબદારીથી મોં ફેરવી ચાલે એનો અર્થ એ છે કે તે એક્લેપટો છે. આવા એલપેટા વ્યક્તિએ શક્ય હોય તો પછી સંસારથી પર રહેવું. ખરડાવું નહીં. ૧૪. સુખની અનુભૂતિય સુખ એટલે શું ? સામાન્ય રીતે માનવી એવી વિચારધારા ધરાવતો હોય છે કે જીવનમાં સુખ આવે પછી દુ:ખ આવે - એ એક નિશ્ચિંત ઘટમાળ છે. પણ આમ જોઈએ તો અનેક સદ્ - અસદ્ વૃત્તિઓ અને વિચારો ધરાવતા આપણા મર્કટ મનની જ આ બધી લીલા હોય છે. માનવીએ કોઈ એક પરિસ્થિતિમાંથી આનંદ મેળવી સુખ પ્રાપ્તિની અનુભૂતિ કરવી કે પછી એજ પરિસ્થિતિમાં દુ:ખી થઈને દુઃખ અનુભવવું એ જેતે વ્યક્તિના હાથમાં જ છે. એટલે કે ઈશ્વરના આયોજન પ્રમાણે ઘટના, પરિસ્થિતિ બનતી હોય તેમાં માનવી પોત પોતાની અનુકૂળતા સાધવા પ્રયત્નો કરતો હોય છે. અને એમાં દુ:ખ અને સુખ ઉદ્ભવે છે. મારે મારા જીવનમાં બનતી ધટના, પ્રસંગને હકારાત્મક કે નકારાત્મક વલણથી અપનાવીને તેનું મૂલ્યાંન કરવું છે; તે ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓના વ્યક્તવ્યો પર આધાર રાખે છે. દા.ત. એક ગુલાબનો સરસ મજાનો છોડ ખીલેલો છે એ છોડને જોઈને કોઈક વ્યક્તિ એમ કહેશે કે સરસ ગુલાબનું ફૂલ ખીલ્યું છે. જ્યારે બીજી કોળ વ્યક્તિ એમ કહેશે કે, “આ ભગવાને ગુલાબનું ફૂલ કેવું બનાવ્યું જોને, એની આજુબાજુ કેવા કાંટા છે. બસ.... અહીંથી સુખ જોજનો દૂર અને દુઃખ વ્યક્તિની આસપાસ જ વિંટળાઈ વળે છે. કેમ કે ફૂલને કાંટા આપ્યા છે તેની પાછળ હકારાત્મક દૃષ્ટિકોણ અપનાવીને એમ પણ વિચારી શકાય કે... ઈશ્વરે આ સુંદર મજાના ફૂલનું રક્ષણ કરવા કેવું સરસ કાંટાસ્ત્રી વચ રચ્યું છે. પતિ પત્ની વચ્ચે ગેરસમો ઊભી થાય, સમસ્યા ઉદ્ભવે, હતાશ થઈ જ્વાય. આ બધું જ શક્ય છે કેમકે બંનેના વિચારો ભિન્ન હોય છે. પરંતુ આ પરિસ્થિતિમાં બંને વ્યક્તિઓ એક્બીજાના વલણને અપનાવે તો સુખ અને પછી દુ:ખ આવે જ એ કુદરતના ક્રમને બદલી શકાય. અને માનવી પોતાના સ્વબળે જીવનમાં સુખ અને માત્ર સુખનું જ નિર્માણ કરી શકે. ટૂંકમાં સુખ કે દુ:ખ એ ઈશ્વર નિમિત નથી પરંતુ માનવીના હાથની જ વાત છે. ઈશ્વરે માનવીને જ બુદ્ધિ શક્તિ આપી છે. જેનો માનવી ઉપયોગ કરીને હકારાત્મક વલણ અપનાવે તો પણ અડધું ગત શાંત થઈ જાય. ૧૫. શું તમારે સફળ થવું છે ??? કોઈપણ કાર્યની સફળતા અર્થે મક્મ મનોબળની સાથે કૌટુંબિક હૂંફ અને સામાજિક અનુકૂળતા જરી હોય છે. એક યુવાનનો વિકાસ - વિસ્તાર તેના પરિવાર ઉપર અને એક પતિનો વિકાસ - વિસ્તાર Page #23 -------------------------------------------------------------------------- ________________ તેની પત્ની ઉપર વધુ આધારિત છે. વિશ્વમાં અસંખ્ય કિસ્સાઓ એવા છે કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. સાયકલ પર પાવડરની ફેરી કરતા યુવાને મલ્મ મનોબળને પ્રતાપે જ નિરમા કંપની ઉભી કરી વિશ્વમાં નામના મેળવી. ફકત ૪૦ મયામાં શરુકરેલ પાવડરની ફેરીનો ધધો ૪૦૦ કરોડ સુધી પહોંચી ગયો. એવી જ રીતે, એક મોટી કંપનીમાં આવેલી કેન્ટીનમાં એક દક્ષિણભારતીય યુવાન વેઈટર તરીકે કામ કરતો હતો. સાતેક વર્ષના અથાગ પ્રયત્ન - પરિશ્રમ પછી એણે નાનકડી બચત સાથે મુંબઈમાં એક ફૂટપાથ પર નાસ્તાની રેંકડી શરૂ કરી. લગ્ન કર્યા બાદ પત્નીની હૂંફ અને વાત્સલ્ય વધુ પરિશ્રમની પ્રેરણા આપતા રહી. સવારથી રાત સુધી તે રેંકડી પર પુરતું ધ્યાન આપતો. પત્નીની દીર્ધ દૃષ્ટિની સાથે તેણે સાત-આઠ વર્ષ સુધી રેંકડી ચલાવી અને બચતમાંથી એક નાનકડી દુકાન ખોલી. સમય જતાં, આર્થિક પ્રગતિ ઝડપથી વધવા માડી, બીજા પાંચેક વરસમાં એણે ઉડિપી હોટલ ખોલી. તેના બાળકો જ્યાં નેતાઓનાં બાળકો મોંધું દાટ શિક્ષણ લે છે તેમાં ભણતાં થયા. ગઈ કાલે જેની તાકાત સાયકલ ખરીદવાની નહોતી એ આજે કારમાં ફરે છે. આજે એ ઉડિપી હોટેલમાં નામાંકિત ફિલ્મસ્ટાર પણ આવે છે. ઘણાયને એની પ્રગતિની પાછળ ઘરબાયેલા પુરુષાર્થના પાયાને નિહાળી શક્યા નથી. ભાગ્યે જ માણસ એવો હશે જેને સફળતા પામવાનો માર્ગ ખબર ન હોય. મહેનત વત્તા દીર્ધદૃષ્ટિ વત્તા ઉત્સાહ વત્તા કરસકર ભેગાં થાય તો સફળતા મેળવવી સહેલી થઈ જાય. ભારતમાં કે વિશ્વમાં એવા કિસ્સાઓ ઓછા નથી જેમાં વ્યકિતએ શૂન્યમાંથી સામ્રાજ્ય ઉભુ કરી બતાવ્યું હોય. એ લોકો આટલી સફળતા કેમ મેળવી શકે છે એ વિચારવામાં સમય ન બગાડો. કોઈના દોષ કે ઉણપને શોધવામાં, ગામ ફોઈ બની રહેવામાં સતત સમય બગાડતા લોકોએ પોતાની શકિતનો સાચો ઉપયોગ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્યારે પણ હાર્યા વિના, આવેલ મુસીબતનો સામનો પણ કરવો પડે. દરેક વખતે લાડવા હાથમા ન પણ આવે, પણ મારાથી કંઈ ન નહીં થાય”, “તો કંટાળી ગયો' - શબ્દોને તિલાંજલિ આપવી પડશે. જે માણસ સફળ થવા ઈચ્છતો હોય એના વિચાર અને વર્તનમાં અન્યો કરતા જરાક ફરક હોય છે. આ ફરક એટલે સફળતા મેળવવાની ગુસ્ત્રાવી. જે માણસને આ ચાવી મેળવીને આગળ વધવું હોય એણે જીવનની પ્રત્યેક ઘડીને સંગ્રામ ગણીને લડવું જોઈએ. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં જીવો. વર્તમાન એટલે આજ. આજ એટલે ખરાખરીનો ખેલ. આજ એટલે નવી શરૂઆત. આજ એટલે જાતને બદલી નાખવાની સૌથી અણમોલ ઘડી. આજ એટલે જિદંગીને સોનાની બનાવવાની તક. ૧૬. દુઃખને ર કરવા..... અયોગ્ય ઘટના આવી મળે અને ઈચ્છિત વસ્તુ અળગી રહે ત્યારે માણસ દુ:ખનો અનુભવ કરે છે. આમ દુઃખની અનુભૂતિનુ કારણ અપેક્ષા કરતાં જુદું પરિણામ છે. એટલે સુખી થવાનો રસ્તો છે Page #24 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિને અનુકૂળ થવું. કેટલીક વખત દુ:ખદ ઘટનાઓ પણ મનુષ્યને સુખ સમાન લાગે છે. પણ એ ફકત એવી વ્યકિતઓને કે જે સર્જનાત્મક વિચાર ધરાવતા હોય. પતિ-પત્નિના ઝઘડા પછી ટુંક સમયના અબોલા એટલે દુઃખદ સ્થિતિ પણ એ સ્થિતિને વાગોળી એમાથી બંને ઉણપ શોધે, ને પછી પાછા ટુંક સમયમાં જ ભેગા થઈ જાય તો એ ક્ષણ આનંદમય બની જાય. કેટલીક વાર પરિસ્થિતિ ભોગવ્યા સિવાય છૂટકો ન જ હોય અને હસતા - હસતા ભોગવીએ ત્યારે મનને તંદુરસ્ત રાખવા જન્સી છે. દુ:ખના પ્રસંગોમાં ચિંતા, અકળામણ, ઉતાવળ, ધમપછાડા અને વલોપાત કરવાથી માણસનું મનોબળ ઘટે છે અને એ રીતે દુ:ખનો સામનો કરવાની શકિતનો તેટલા અંશે ઘટાડો થાય છે. વિદેશમાં આવી પડેલ દુઃખદ પરિસ્થિતિને પહોંચી વળવા કેટલાક લોકો આકર્ષક શો-સમાં જાય છે. જ્યાં જુદા-જુદા ક્બાટોમાં કિમંતી વસ્તુઓ મુકેલી હોય છે. દુકાનદાર દુ:ખી વ્યકિતને પથ્થર, લાકડી અને પ્લાસ્ટીકના દડા આપે છે. દુ:ખી વ્યકિત ઈચ્છે એટલો ગુસ્સો કરી પોતાની મનોસ્થિતિ મુજબ વસ્તુઓ તોડે છે. પછી પોતાનો ગુસ્સો શાંત થતાં થાકીને બેસી જાય છે... અને દુકાનદાર તૂટેલી વસ્તુઓનું લીસ્ટ બનાવી બીલ બનાવી દે છે. ગુસ્સો કરી દુઃખને દૂર કરવના પ્રસંગો પણ હવે બની રહ્યા છે. વિવિધ રસ્તાઓ અન્વયે સાચા અર્થમાં દુ:ખ આવે ત્યારે મહાપુત્રો અને વિભૂતિઓના જીવનનું સ્મરણ કરવું જોઈએ. કારણ એમના જીવન ભાગ્યે જ દુ:ખ મુકત રહ્યા છે. તેઓએ દુ:ખો સામે નમતું જોખ્યું નથી કે હાર માની નથી અને આત્મબળપૂર્વક દુઃખો સામે લડવાનું ચાલુ રાખ્યું એટલે જ તેઓ મહાન બની શક્યા. દુ:ખ સામાન્ય માણસનું તેજ વણી લે છે. કારણકે દુ:ખદ પરિસ્થિતિમાં માણસ નાસીપાસ થઈ જાય છે. દુઃખ એક અંધારી રાત છે અને એ વાતનું આશ્વાસન પણ છે કે પ્રભાતના કિરણ સુધી પહોંચવા માટે વચગાળાનો એ સમય શાંતિપૂર્વક પસાર કરવાનું ઊી છે. સાચી મિત્રતા, પ્રેમ, લાગણી સભર સ્વભાવ દુ:ખદ પરિસ્થિતિમાં ઉપકારક બની શકે. એક પ્રેમાળ પત્ની કે મિત્ર આવી સ્થિતિ સંભાળી શકે... જો આવી નિકટની વ્યકતિઓના આશ્વાસન સભર પ્રેમાળ શબ્દો સાથે હોય તો દુ:ખ ક્ષણવારમાં દૂર થઈ શકે. જીવન એ કાંટા વચ્ચે ખિલતું ગુલાબ છે મહેક જોઈતી હોય તો કાંટાની શક્યતાને સ્વીકારવું જ પડે. એટલે દુ:ખની સ્થિતિમાં આંતરિક મસ્તી કેળવી આ સંસારમાં આગળ વધવું જોઈએ. દુ:ખમાં જ્ઞાની હોય કે મહાન સંત હોય કે મહાત્મા.... પણ દુ:ખ હસવાથી દુર થાય છે, રડવાથી તેમાં ઉત્તરોત્તર વધારો થાય છે. ૧૦. પ્રસન્નતા-પ્રગતિનો પાયો મનુષ્ય જીવન એટલે આંટીઘૂંટીનો સરવાળો. સમયાંતરે સુખ-દુ:ખની છોળો મનુષ્યને ભિવે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ માનવદેહ કંઈ વારંવાર પ્રાપ્ત થતો નથી. સૃષ્ટિનું સર્જન કરનાર ઈશ્વરે માત્ર માનવને જ વિચાર કરવાની કળા આપી છે. “ફૂલ ઉગે અને કરમાય” ની સમગ્ર પ્રક્રિયા સૂર્યપ્રકાશ અને વાતાવરણની હારી વચ્ચે થાય ત્યાં વિચારો નહીં ફકત અનુકૂળતાની જ જરૂ પડે છે. જ્યારે મનુષ્ય ન્મ-મરણ વચ્ચે અનેક તબક્કાઓમાંથી પસાર થાય છે. મનુષ્ય ધારે તો જીવનને ઉજળું અને પ્રેરણાદાયી બનાવી શકે છે અને ધારે તો નિર્જીવ જેવું. “નમ્યા-જીવ્યા-મર્યા” જેવું બનાવી શકે છે. જીવન એવું જીવવું જોઈએ કે જીવવું સાર્થક થાય અને તમારું અસ્તિત્વ આ પૃથ્વી પર ન હોય ત્યારે પણ તમારા કાર્યોની સુવાસ લાંબા સમય સુધી ફેલાતી રહે. અન્ય કળાઓની જેમ જીવન જીવવાની કળા પણ હસ્તગત કરવી જરૂી છે, એ કળા પ્રાપ્ત થયા પછી બીજું કશું કરવાનું બાકી રહેતું નથી, તમે તમારી જાતને તો સાર્થક કરશો જ પણ અન્ય વ્યકિતઓને પણ તમે ઉપયોગી નીવડશો એ કાંઈ ઓછા આનંદની વાત છે ? સાજીવન કેવી રીતે જીવી શકાય એ માટે અમેરિકન લેખક કોર્ટની ડી. ફાર્મર જણાવે છે કે, “જે દ્વારા આપણે આપણા કાર્યમાં સતત મંડ્યા રહીએ અને જે આપણી શકિતઓને કાર્યમાં પ્રવૃત્ત બનાવે છે તે જ આપણને આનંદ આપી શકે. જ્યારે આમ બને ત્યારે જ આપણે સાચું જીવન જીવી શકીએ.” આત્મસુખની પહેલી નિશાની એ છે કે આપણી શક્તિઓ કાર્યમાં પ્રવૃત્ત થઈને આપણે તેને વિકસિત થતી અનુભવીએ. જીવનમાં ભૌતિક સુખ કાયમ આનંદ આપી શકે નહીં. ટી.વી., ફ્રીજ, ઘરઘંટી વિગેરે આવશ્યકતા છે, વસાવ્યાનો આનંદ હોય છે પણ એ ક્ષણિક. પણ કલાકાર તરીકે રજૂ કરેલી તમારી કળા અને કોની સાથે-સાથે પોતાને પણ અનહદ આનંદ આપે છે. આપણે આનંદદાયક ધ્યેય પાછળ સમય આપીએ છીએ તે સમય આપણા માટે આપણા જીવનની એક અમૂલ્ય ઘટના બની રહે છે. પત્ની માટે સાડી ભેટ મળ્યા બાદ તેને તેના મૂલ્યનું મહત્વ હોતું નથી. પરંતુ તે કેવા ભાવ સાથે મળે છે તેનો આનંદ અમૂલ્ય હોય છે.... અને સાડી પહેર્યા બાદ તે પહેર્યાના અહેસાસનો આનંદ અનેરો હોય છે, આનંદ અને પ્રસન્નતા જીવનને ગતિ આપે છે. તમારું જીવન પ્રસન્નતાથી ભરપુર રહેતું હશે તો જ તમે પ્રગતિ સાધી શકશો. જો તમે જીવનનો આનંદ ગુમાવી બેઠા તો પ્રગતિ અટકી જશે. પ્રસન્નતા અર્થે વ્યકિતગત દુ:ખ સહિયાલ્બનાવો, પ્રેમની, હૂંફની પરસ્પર અપેક્ષા રાખો, વ્યકિતત્વને આકર્ષક બનાવતા રહો, જીવનમાં નવો પ્રાણ પુરતા રહો. સહુએ પોતાના વ્યના વિષયનું વર્તન મોટું કરવું જોઈએ. ફક્ત પોતાના વર્તુળમાં ન રહેતા સહિયારા વર્તુળમાં પ્રવેશી ક્ષેત્રફળ વધારીએ. અને ત્યારે પ્રસન્નતા તમારી આસપાસ રહેશે. જો તમારી પાસે પ્રસન્નતા હશે તો ખાલીપો આપોઆપ દૂર થશે. તમે આહલાદકતા અનુભવશો. તમારા જીવનને તમે જે જાતના ઢાંચામાં ઢાળવા ઈચ્છતા હશો તેમાં ઢાળી શકશો... અને ત્યારે તંદુરસ્તી પણ તમારી સાથે હશે. કારણ પ્રસન્નતા અને તંદુરસ્તી એક સિક્કાની બે બાજુ છે. ચાલો, સહિયારા પ્રયાસ દ્વારા પ્રસન્નતા કેળવી ચહેરાની રેખાઓને ઓપ આપીએ... Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પ્રજા શું ઈછે છે ? માણસને જીવન ટકાવવા, સુધારવા રોજબરોજ સંધર્ષ કરવો પડે છે. ધાર્મિક કટ્ટરવાદ, કોમી અસહિષ્ણુતાએ પગપેસારો કર્યો તે દિવસથી લોકશાહીમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. સમાનહિત, સર્વાગી વિકાસ અને જાનમાલનું રક્ષણ જેવી વાતો માત્ર ચૂંટણીના ભાષણો પૂરતી મર્યાદીત છે. પ્રજા વચ્ચે, જ્ઞાતિ વચ્ચે કુત્રિમ વૈમનસ્ય, અસલામતી, અવિશ્વાસનાં વાવેતર કરી રાજકીય લાભ અંકે કરતા નેતાઓથી પ્રજા કંટાળી છે અને એટલે જ પ્રજા વારંવાર સત્તા પરિવર્તનનો સ્વાદ ચખાડે છે. ચીન દેશના કૉન્ફયૂશિયસ એક મહાન ચિંતક હતા. તેઓ પોતાના શિષ્યો સાથે હંમેશા ઠેકઠેકાણે ફરતાં રહેતા અને ઉપદેશ આપતા રહેતા. રસ્તામાં જે કાંઈ જોવા અનુભવવા મળતું એને આધારે શિષ્યોને પ્રત્યક્ષ જ્ઞાન પણ આપતા. એક્વાર તેઓ ટેકરાળ અને ઝાડીવાળા પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક ટેકરી પાસે એક કબ્રસ્તાન એમણે જોયું. એમાં બેસીને એક સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. એનું કલ્પાંત સાંભળીને ગુરુૉન્ફયૂશિયસ અને શિષ્યોની આંખો પણ ભીની થઈ ગઈ. પછી થોડી વારે કૉન્ફયૂશિયસે પોતાના એક શિષ્યને કહ્યું “આ સ્ત્રી પાસે જા અને એના રડવાનું કારણ જાણી લાવ.” પેલા શિષ્ય સ્ત્રી પાસે જઈને નમ્ર અવાજે કહ્યું. “બહેન, તમે આટલું કરો કલ્પાંત કેમ કરી રહ્યાં છો ? અહીં કબ્રસ્તાનમાં બેસીને કેમ રડો છો ? શું તમારા કોઈ નજીગ્ના સગાનું અવસાન થયું છે ?' સ્ત્રીએ કહ્યું, ‘ભાઈ, આ વગડામાં વાઘની ભારે રાડ છે. હજુ થોડાક દિવસ અગાઉ જ મારા સસરાજીને વાઘે ફાડી ખાધા હતા. એ પછી મારા પતિને પણ વાઘે મારી નાખ્યા. અને હવે મારી દીકરીનો પણ એ જ વાઘ કોળિયો કરી ગયો છે.” શિષ્ય આ વાત ગુરુકૉન્ફયૂશિયસને કહી .એમને નવાઈ લાગી. પોતે એ સ્ત્રી પાસે ગયા, અને આશ્વાસન આપ્યું. પછી એમણે કહ્યાં. “બહેન, આ પ્રદેશમાં તમને આટલું બધું દુ:ખ છે અને તમારાં સગાંવહાલાને વાઘે ફાડી ખાધા છે છતાં તમે અહીં શા માટે રહો છો? કયાંક બીજી સલામત ગ્યાએ કેમ રહેવા જતાં નથી. ?' આ સાંભળીને પેલી સ્ત્રીએ કહ્યું, “ગુરુતમારી વાત તો સાચી છે પણ અહીંના રાજકર્તાઓ લાંચિયા નથી. અહીંના વેપારી એક્ના ડબલ કરતા નથી. અહીંના અમલદાર પ્રજાના કલ્યાણની ખબર રાખે છે.” આ સાંભળી કૉન્ફયુશિયસ પોતાના શિષ્યો તરફ વળ્યા. એ હે, ‘શિષ્યો ! આ વાત સમજવા જેવી છે. માણસો જુલ્મી રાજાને વાઘ કરતાંય વધુ ખતરનાક ગણે છે. લાંચિયા કર્મચારીઓ અને Page #27 -------------------------------------------------------------------------- ________________ નફાખોર વેપારીઓ કરતાં વાઘનો ખોફ એમને વધારે ગમે છે.' ૧૯. દય મહાન માણસને બે હ્રદય હોય છે ઃ એકમાથી તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા... “બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે." વિશ્વમાં ઘણું બધું નકામું છે... સમુદ્રમાં વર્ષા નિરર્થક છે, નૃપ થયેલાને ભોજન આપવું નિરર્થક છે, સમર્થને દાન આપવુ વ્યર્થ છે. એવી જ રીતે પોતાનો વિચાર કરી બીજાની અવગણના કરવી નકામું છે. સહજ કર્મ કરનારો, સહુપ્રત્યે સમષ્ટિ રાખનારો આત્મભાવચ્ચ એવો “સેવા-સાધક” કેવો હોવો જોઈએ. “ Born free, As Fre as the wind blows, As free as the Grass grows, Born free follow your heart! જન્મ થયો છે, મુક્ત થવા, મુક્ત હોવા પવન વહે તેમ મુક્ત વહેવા, તૃણ ઉગે તેમ મુક્ત રહેવા જન્મ થયો તુજ હૃદયને અનુસરવા !' જીવનના પ્રત્યેક કાર્યોમાં જર છે હૃદયના અવાને ઓળખવાની આ અવાજને ઓળખી કાર્યો કરીશું. મુકત મન જીવીશું ત્યારે સ્વાર્થ સ્વયં પીગળી જશે.... બીજાનો વિચાર આવશે. ગૃતમાં તમારો કોઈ શત્રુ નથી. ખરો શત્રુ આપણામાં છુપાયેલો છે. તુકારામ મહારાજ વૈશ્ય હતા. વેપાર ધંધો કરતા હતા. ભક્તિમાં લાગ્યા ને વેપાર ધંધો છુટી ગયો. પત્ની આ ન સમજી શકી અને ખુબ ત્રાસ આપવા લાગી. એક્વાર મહારાજ એક ખેડૂતને ત્યાં કથા કરવા ગયા હતા. દરમ્યાન કેટલાક વૈષ્ણવો મહારાના દર્શન કરવા ઘેર આવ્યાં ત્યારે તેમની પત્ની મહારાજ માટે ગમે તેમ બોલવા લાગી. બીજી બાજુ મહારાજે ખેડૂતને ત્યાં ઈશ્વરમાં લીન થઈને રસપ્રદ ક્યા કરી જેથી ખેડૂત ખુશ થઈ ગર્યા અને મહરાજને મીઠાઈ, ફળ, શેરડી આપ્યા. આ વાતની મહારાજને ઘેર એમના પત્નીને ખબર પડી ગઈ. પણ મહારાજ તો રસ્તામાં ભગવદ્ સ્મરણ કરે અને આ બધુ આપવા માંડ્યું. બચ્યો માત્ર Page #28 -------------------------------------------------------------------------- ________________ શેરડીનો સાંઠો. મારાજ ઘેર પહોંચ્યા ત્યારે હાથમાં શેરડી સિવાય કાંઈ ન હતું. પત્ની સમજી ગઈ કે એમણે બધુ રસ્તામાં આપી દીધું છે. દર્શને આવેલા વૈષ્ણવોની પરવા કર્યા વિના પત્નીએ મારાનો તિરસ્કાર કર્યો, પત્નીનો ક્રોધ વધતો ગયો. વિવેક ના રહ્યો. મહારાના હાથમાંથી શેરડી ખેંચી લઈ એના વડે મહારાને મારવા લાગી. મહારાજની શાંતિનો ભંગ થયો. તેઓ બોલ્યા : “સાસ્થયું શેરડીના બે ટુકડા થયા, એક તુ લે, એક હું.” પતિદેવના શબ્દો સાંભળી પત્ની એમના ચરણમાં પડી. એને દુ:ખ થયું. પોતાની સ્વાર્થવૃત્તિનો પસ્તાવો થયો. તેણે પતિદેવ પાસે આજીજીભર્યા સ્વરે ક્ષમા માંગી. એ પુરતું નથી કે આપણે જીવીએ છીએ. એમ કહેવું પૂરતું નથી કે અમે અમારા કુટુંબ માટે જરૂરી કમાઈ લઈએ છીએ, અમે અમારકામ દક્ષતાપૂવક કરીએ છીએ. અમે જવાબદાર પિતા, પતિ કે પત્ની છીએ. નિયમપૂર્વક મંદિર, મસ્જિદ કે દેવળમાં જઈએ છીએ. આ બધું સાછે પણ એનાથી વિશેષ બીજું પણ કંઈક કરવા જેવું છે. હંમેશા એ શોધતા રહેવું જોઈએ કે કઈ જગ્યાએ થોડીક પણ ભલાઈ થઈ શકે તેમ છે. આપણે આપણા સાથી માનવબંધુઓ માટે પણ શકય એટલો સમય આપવો જોઈએ. જેઓને મદદની જરૂ છે તેમને શોધી કાઢીને તેમને માટે કંઈક કામ કરવું, પછી ભલે તે કામ ગમે તેટલું નાનું હોય પણ એ કામ એવું હોવું જોઈએ જે કરવાનું પોતાને હોય. અને જેને માટે મને અલગ કશો બદલો મળવાનો નથી. જીવનમાં આટલું યાદ રાખવા જેવું છે. : “દુનિયામાં તમે એકલા નથી રહેતા, તમારા ભાઈ પણ રહે છે.” આપણે એવા બનીએ... એવા બે હૃદય રાખીએ કે એકમાંથી રકતધારા વહે અને બીજામાંથી સ્નેહધારા... ૨૦. એકબીજાને અનુકુળ થઈએ “રૂપાળી વાત માંડી જો સમયનું વ્હેણ રોકો તો, હું વેરાયેલ ક્ષણને સંકલનનું નામ આપી દઉં” જીવન-અનેકવિધ શક્યતાઓથી ભરેલું છે. એમાંથી આપણે પસંદગી કરવાની હોય છે. કેટલાક નમૂનેદાર જિદંગી દ્વારા પ્રત્યેક ક્ષણને જીવી જાણે છે – સંકલિત કરી લે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ “અહીંથી જવાય “હમણાં' તરફ, અહીંથી “કદી' તરફ, અહીંથી વાય રણ તરફ, અહીંથી નદી તરફ.” અનુકૂળતા દ્વારા પ્રેમના ઉદયને વિસ્તાર આપી શકાય છે. શબ્દોથી કે કોઈની વાત કરવાની પદ્વિતથી પ્રતિકુળતા પામતા મનુષ્ય ઘટનાને ભૂલી જવી જોઈએ. તેમાંથી બહાર નિકળવાના રસ્તા છે. 1 ક્યારેક હવાની લહર આપણને ઘરની સાંકડી દિવાલોમાંથી ઉંચકીને વિશાળ જગતમાં લઈ જવાનો સંદેશ આપે છે. દુ:ખી થઈને ઘરના ખૂણામાં પડ્યા રહેવા કરતાં આ સૃષ્ટિમાં હરતા ફરતા રહીને જરૂરીયાતમંદ વ્યક્તિને હૃદયના સ્નેહની પ્રેમની લ્હાણી કરાવવી યોગ્ય ગણાશે. સાચું જીવન એ છે કે આજકાલની દ્વિધામાં પડ્યા સિવાય જિંદગીની બે ચાર ક્ષણો મળી છે અને આનંદથી માણી લેવી જોઈએ. “બે વાત કરીને પારેવાં થઈ જાય છે આડા અવળાં મેં આમ પરસ્પર ગૂંથાઈને, વિખરાઈ જવામાં લિજ્જત છે !” જ્યારે પણ આપણે કોઈને મળીએ, વાત કરીએ ત્યારે યાદ રાખવું કે સામા પક્ષને યોગ્ય ન્યાય આપવો. આ અનુકૂળતાનો પ્રથમ નિયમ છે. ભલે તેની વાતોમાં નિરસતા હોય છતાંય તેની અવગણના ન કરવી. ક્યારેક આપણને સમયનો બાધ નડે છે, પણ જેટલું મળીયે, રહીએ ત્યારે તેમાં પરસ્પર ગુંથાઈ જવું જોઈએ. સામે પ્રેમીકા હોય તો અહેસાસનો શબ્દ નિકળવો જોઈએ : “આજે તમે સંપૂર્ણ મારામાં જ હતા.” અને મિત્ર હોય તો કહી ઉઠે : “તારો સંગાથ ગમે છે.' વિચાર અને લાગણીને મેળવીને જીવનદૃષ્ટિ ઉતકૃષ્ઠ બનાવી અનુકૂળતા સાધી શકાય છે. હા, કેટલીકવાર વિચાર લાગણીને છંછેડે છે, દબાવી દે છે, સાચા અર્થમાં વિચાર વ્યક્તિના જીવન પર પ્રબળતમ હુમલો કરી શકે છે. ચાર વ્યકિતની વચમાં પોતાના વિચારને સત્ય સમજી ઠોકી બેસાડવાનો પ્રયત્ન વિપરિત પરિણામ સર્જે છે. દિવસ, ચરણ અને કેલેન્ડરનાં પાનાં ફરે છે તેમ સમય પણ પલટાતો રહે છે. એ બદલાતી પરિસ્થિતિમાં પ્રત્યેક દિવસ અને ક્ષણ જીવવા જેવાં બનાવવાં જોઈએ. આ વાસ્તવિકતાને સ્વીકારી પ્રેમાળ જીવન સાથીએ જીવનને મધુકર બનાવવું જોઈએ. જ્યાં એકરૂપતા અને અનુકૂળતા છે ત્યાં પ્રીતિ છે... જ્યાં પ્રીતિ છે ત્યાં વિરહ અને દર્દ છે... પણ એ દઈને પ્રતિકુળ ન બનાવતાં પ્રણયનો રંગીન મિજાજ બનાવે એ જ સાચું વ્યકિતત્વ છે. “ક્ષિતિજ બે સામસામી શૂન્યને વિસ્તારતી ઉભી તમે થોડું હસો એને ગગનનું નામ આપી દઉં.” ક્યારેક, પ્રતિકુળતાને ખડખડાટ હાસ્ય અનુકૂળતામાં ફેરવી દે છે. નિસ્તેજ ચહેરો અને ગમગીની નિરસતાને પ્રવેશ આપે છે. બીજી રીતે જ્હીએ તો કયારેક આપણે એવા વણાંક ઉપર ઉભા હોઈએ છીએ Page #30 -------------------------------------------------------------------------- ________________ કે જયાંથી જવાય રણ તરફ અથવા નદી તરફ, ક્યાંથી કબર તરફ અથવા ઘર તરફ, હમણાં તરફ અથવા કદી તરફ... પસંદગી આપણાં હાથમાં છે. આપણાં જીવનની શુષ્કતા અને સભરતા, આશા અને નિરાશા, ક્ષણભંગુરતા અને ચિરંજીવતા, મૃત્યુ અને સલામતી તથા ઉલ્લાસ અને વ્યથાના વિકલ્પો આપણાં જ હાથમાં છે. “હમણાં” શબ્દને સાચો વિસ્તાર આપીએ તો જ્હી શકાય કે એકબાજુ વાસ્તવિકતાથી ભર્યો નિશ્ચિત વર્તમાન છે અને “કદી” એટલે બીજી તરફ અનિશ્ચિતતાથી ભર્યું ભવિષ્ય છે. નિશ્ચિતતા જ મનુષ્યને સતુ પથ બતાવી શકે છે.. ભાવિ જીવન અંગેના વિચારો, તેમાં અનુકૂળતાનું સ્થાન, વાસ્તવિકતા સાથે તાલમેલ વગેરે સુનિશ્ચિત કરી “હમણાં” તરફ પ્રયાણ એ જ સાચો માર્ગ છે. ૨૧. સફળતાના પગલા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં આ પગલાં યાદ રાખજો અને તમને તેનો સારો બદલો જીવનભર મળ્યા કરશે. સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે, ૪૦ વર્ષની ઉંમર પછી વ્યવસાયમાં કામ કરવું અઘરું પડે છે પરંતુ મોટા ભાગના વ્યવસાયોમાં ૪૦ વર્ષ પછી નાટ્યાત્મક રીતે કામ સહેલું બની જાય છે. ૪૦ વર્ષ પછી તમારા અનુભવની, જ્ઞાનની અને નિર્ણયની કિંમત થાય છે. મોટા ભાગની સફળતાનો બદલો ૪૦ વર્ષ પછી પ્રાપ્ત થાય છે. આથી જો તમે ૪૦ વર્ષના થાય તે પહેલાં નાનપણથી જ કેટલીક બાબતો ધ્યાનમાં રાખો તો તમારા જીવનમાં સફળ થશો. જીવનમાં સફળતાના આ પગલાં મનોવૈજ્ઞાનિકોએ આપેલાં છે. તમારા વ્યવસાયનું કે સર્વીસનું બને તેટલું જ્ઞાન પ્રાપ્ત કરો. તમારા કામને બરાબર જાણો. દા.ત. જો તમે સંપાદક હો તો તેઓની મૂળ હસ્તપ્રતોમાં કેવા સુધારા કરવા, તેની ગુણવત્તા નક્કી કરવી, કૃતિઓની પ્રસિદ્ધિ અંગેના કામો તમારે ૩૦ વર્ષ સુધીમાં જાણી લેવા જોઈએ. ૩૦ વર્ષ પછી તો માત્ર તમારે વ્યવસાય કે સર્વાસ કરવાની અને તેના બદલારૂપે સફળતા જ પ્રાપ્ત કરવાની રહેવી જોઈએ. (ર) તમારી પોતાની એક શૈલી વિકસાવો. તમારી બોલવાની, ચાલવાની હસવાની, વસ્ત્રો પહેરવાની, કાર્યો કરવાની એક શૈલી ૪૦ વર્ષ પહેલા ચોક્કસ વિકસાવો. ૪૦ વર્ષ પહેલાં તમે આ બધામાં પ્રયોગો અને પરિવર્તન કરી શકો. (૩) તમારા આવેગાત્મક જીવનને સ્થિર બનાવો. પ્રશ્નો તમને ગૂંચવી ન નાંખે તે જુઓ. તમે સમસ્યાઓથી ઘેરાઈ ન જાવ તથા દુઃખ પ્રતિ ધકેલાઈ જાવ તે ૩૦ વર્ષ પહેલા જ જુઓ. ૩૦ મા વર્ષે તમારે જીવનમાં કોઈ સમસ્યા હોવી ન જોઈએ. ૩૦ વર્ષે તો તમારે લગ્ન કરીને વ્યવસાયમાં કે સર્વાસમાં જોડાઈને સુખ જ માણવાનું હોય. પ્રેમ, ક્રોધ અને બીક એ ત્રણ મુખ્ય આવેગો છે તેના પર નિયંત્રણ પ્રાપ્ત કરો. આ આવેગોનું સમતોલન (બેલેન્સ) પ્રાપ્ત કરો. રોજ માત્ર ૧૦ મિનિટ પ્રાણાયામ કરો. પ્રાણાયામથી તમે તમારા આવેગો પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકશો. પ્રાણાયામથી તંદુરસ્તી સારી રહે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામ ભારતીય અષ્ટાંગ યોગનું ચોથું પગથિયું છે. તેનાથી ઘણાં ફાયદા થાય છે. પ્રાણાયામથી મગજને વધુ પ્રમાણમાં પ્રાણવાયુ (ઓકિસજન) પ્રાપ્ત થાય છે, જેનાથી મગજની શકિતઓમાં વધારો થાય છે. તેના લીધે ઘણાં કામો જલ્દીથી અને સફળતા પૂર્વક કરી શકો છો. પ્રાણાયામથી તમે આવેગો ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરી શકો છે. યોગ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તથા વિશ્વભરના આધુનિક વૈજ્ઞાનિકોએ યોગનો એક વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે સ્વીકાર કર્યો છે. દરેક જણ યોગ શીખે અને કરે. તમારી નબળાઈઓને જાણો. જે કાર્યો તમને સારી રીતે કરતાં ન આવડે કે તમને જેમાં અભિરૂચિ ન હોય તેવાં કાર્યો કે વ્યવસાયો પસંદ ન કરશો. ફરજિયાત એવો વ્યવસાય કે નોકરી કરવી પડે તે જુદી વાત છે પરંતુ જો તમારે કામની પસંદગી કરવાની હોય તો માત્ર વધુ પૈસા મળતા હોય તે કારણે જ જેમાં તમને રસ નથી, જે તમને આવડતુ નથી, જેમાં તમે ખૂબ નબળા છો તેવો વ્યવસાય, નોકરી કે કામ પસંદ કરશો નહિ. (૫) તમારી શકિતઓને જાણો. તમને શું શું સારું ફાવે છે તથા તમને શેમાં આનંદ આવે છે તે તમને પોતાને વધારે ખબર પડે. તમને કયો વ્યવસાય, નોકરી કે કામ ફાવશે તેનું જ્ઞાન તમારી સફળતા માટે અત્યંત જરૂરી છે. દ) પૈસાની બચત કરો. અન્યો પર આર્થિક રીતે આધારિત હોવા જેવું નિરાશાનક કોઈ નથી. દર માસે નિયમિત રીતે થોડા પૈસા બચાવો. વૃદ્ધાવસ્થા અને અવસર-પ્રસંગ માટે બચત જરૂરી છે માટે બધાં પૈસા વાપરી ન કાઢો. ગમે તેમ કરકસર કરીને પણ થોડા પૈસા દર માસે બચાવો. સારા મિત્રો બનાવો. ૩૦ વર્ષ સુધીમાં તમે કેટલાક સારા મિત્રો બનાવો. આ મિત્રો એવા હોવા જોઈએ કે જે તમારી સમસ્યા વખતે તમને મદદ કરે અને તેમની સમસ્યા કે પ્રશ્ન વખતે તમે તેમને મદદ કરો પરંતુ સાચા મિત્રો રાતોરાત નથી બની જતા તેને માટે વર્ષો લાગે છે. અન્યોના વિશ્વાસપાત્ર બનો. વિશ્વાસપાત્ર બનવું એ અર્ધી સફળતા છે. તમે ૪૦ વર્ષ પર પહોંચો તે પહેલાં તમારે અન્યોના વિશ્વાસપાત્ર' બનવું જોઈએ. અને તો જ તમે ઉચી જગ્યાએ જઈ શકશો. (૯) તમારું મોટું ક્યારે બંધ રાખવું તે શીખો. કયારે ન બોલવું તે જાણો. નિરર્થક બોલીને ઘણાં પોતાની કારકિર્દી બગાડે છે. શાંત રહેતા શીખો. જો તમે શાંત રહેતાં શીખશો તો લોકો માનશે કે તમે ઘણું જાણો છો. કોઈ પૂછે તો તેને જ્ઞાન આપવું. આથી તેને ખાતરી આવે કે તમે જાણો છો પરંતુ વગર પૂછયે પરાણે કોઈને જ્ઞાન આપવા ન બેસી જવું. બાળઉછેર માટે બાળકોને કે ભણાવવાના હેતુ માટે વિદ્યાર્થીઓને વગર પૂછયે જ્ઞાન આપો અને તે તમારી ફરજ અને હક્ક પણ બની રહે છે. (૧૦) વફાદાર બનો. પ્રામાણિક બનો. તમારા વ્યવસાયમાં કે સર્વીસમાં કે કામમાં વફાદાર બનો. પ્રમાણિકતાપૂર્વક કામ કરો આથી તમારું માન વધશે, કીર્તિ વધશે. આથી તમને બઢતી મળશે. ૨૨. હે પ્રા તાર શું થશે Page #32 -------------------------------------------------------------------------- ________________ “વનમાં પણ શિકાર ને ખોફ છે શિકારનો, અહીં રકતમાં પણ ઉલ્લાસ છે અવસરનો” અહીં સખળે અસ્થિરતા, મૃત્યુનો ખોફ, અનિતીનું તાંડવ છે. હે પ્રભુ! પાંડવોએ તો જુગારમાં દાવ તરીકે દ્રોપદીને મૂકી હતી પરંતુ અહીં તો છેલ્લા દાવ તરીકે તને મૂકેલો છે. મને તો પેલા રકતમાં પણ આનંદની લહેર દેખાય છે. હું એ ભૂલી જાઉં છું કે રકત બીજા કોઈનું નહીં પણ તમારુછે. મંદિરમાં પ્રવેશીને તારા ચરણસ્પર્શ કછું. મંદિરમાં માનવ મહેરામણને જોઈ માસ્મન પ્રફુલ્લિત થઈ જાય છે. લોકોની વાતોમાં તલ્લીન થઈ જાઉં છું. બીજા દિવસે ફરી મંદિરમાં આવું છું, પણ ફકત પેલા લોકોને અનુસરવા, મળવા અને હવાફેર કરવા જ! એટલે તો જ કહેવાનું હશે કે, “પ્રભુ! તને જોઈને હસવું હજારો વાર આવે છે, કે તારા બનાવેલા હવે તને બનાવે છે...” હે પરમેશ્વર! આ વેદનાનો ઈતિહાસ ધર્મ પુસ્તકમાં લખનાર પણ નહીં સમજી શકે. આ વાસ્તવિક્તાનું પ્રતિબિંબ મને એકાંતમાં ડરામણું લાગે છે. આની નક્કર વાસ્તવિકતાને જ્યારે ભવિષ્યના અંત સાથે સરખાવું છું ત્યારે વિનાશના વાદળો સિવાય બીજું કાંઈ દેખાતું નથી. હું કોઈ કદરૂપી સ્ત્રી જોઈને ધુત્કાછે. મનમાં અસ્ત્રીની લીલ છવાઈ જાય છે. પરંતુ હું એ નથી જાણતો કે એ કદસા ચહેરામાં કેટલાય અરમાનો છુપાયેલા છે. હું તેને ફુલ જેવા હૃદય ઉપર વજ જવો ઘા કરું છું. એટલો પણ વિચાર કરતો નથી કે તેના વ્યકિતત્વનો આધાર કેમ કોમળ હૃદય અને પ્રગતિશીલ વિચાર ઉપર રહેલો છે. મોલથી લચકતા ખેતરો જોઈને હું ગેલમાં આવી જાઉં છું એને જોતાં જ હું - કેટલું વળતર મળશે? એ વિચારમાં ગરકાવ થઈ જાઉં છું પણ એટલો વિચાર કરતો નથી કે સઘળા મોલનો આધાર જમીન છે. આ પાનું રહસ્ય જમીન અને માવજત છે. ફળદ્રુપ જમીનને લીધે જ આ મોલ ઉતરી શકે એ હું ભૂલી જાઉં છું. ખરેખર પરમેશ્વર! તમારા સ્મરણ કરતાં દુનિયાનો ભભકો જ મને નજરે પડે છે. તારા મંદિરનું પગથિયું એ તો બહાનું છે...! તારો પ્રત્યેક તહેવાર તો ફકત વસ્ત્રો દ્વારા મનુષ્યની સજાવટ છે...! અને આવા જ પ્રસંગે પ્રભુ! ઠાઠ જમાવવાનો મોકો મળે છે... ત્યારે મને કોઈના ચહેરા પર વેદના દેખાતી નથી. તારા બનાવેલા ફકત તને જ બનાવે છે. અને પ્રભુ! દિવસે દિવસે એમ જ તને ભૂલતો જાય છે. ૨૩. કવિનો પ્રેમ અને પછીનું સાહિત્ય “મુંબઈમાં એક માસ કરતાં વધારે વીતાવેલા જીવનમાં નારીઓનું પ્રદાન ઘણું છે. ભારતમાં બીજા કોઈ પણ સ્થળે આપણે નારીઓને જોઈ શકતા નથી, પણ મુંબઈમાં રસ્તાઓ ઉપર કે સમુદ્ર કિનારે બધે જ નારીઓનો એક પ્રકારનો કમનીય પ્રભાવ જોવા પામશો. એનો પ્રભાવ મારા જીવનમાં પડેલો છે.” Page #33 -------------------------------------------------------------------------- ________________ -રવિન્દ્રનાથ ટાગોર (૧૯૨૦) યુવાનીના ઉંબરે એટલે કે સત્તર વર્ષની ઉંમરે કોઈ કવિજીવ અત્યંત સુંદર યુવતીના ગાઢ સંપર્કમાં આવે તો શું થાય? ગુàવ રવિન્દ્રનાથના પોતાના શબ્દોમાં એમની પ્રથમ પ્રેમાનુભૂતિની વાત સાંભળવી એ એક લહાવો છે. સામાન્ય રીતે મોટા ભાગના વિજીવો પ્રેમની અનુભૂતિ પછી જ કવિ બનતા હોય છે. સાહિત્ય સર્જન અને પ્રેમને પરસ્પરનો સંબંધ છે... અને એટલે જ કુંવારા કવિ કે લેખક બનવામાં જોખમ છે. સગાઈની વાત ચાલતી હોય... સ્ત્રી પાત્ર કુંવારા કવિનું સાહિત્ય કે પુસ્તક માંગે... પછી આવી બન્યું સમજવાનું...! બિચારા કવિએ પ્રેમ કર્યો ન હોય અને છતાંય અનુભૂતિથી કાવ્ય, ગઝલ કે વાર્તાનું સર્જન કર્યું હોય... અને એ કૃતિમાં પ્રેમાલાપ આવે એટલે વાંચનાર સ્ત્રી પાત્ર ગ્રંચિ બાંધી જ લે...! કેટલાક કવિઓ કે સાહિત્યકારો પોતાની કૃતિમાં કાલ્પનિક “ચાપાત્ર” નું સર્જન કરતાં હોય છે... તેમના મતે પોતાની પત્નીની આદર્શતા એ ક્થાપાત્રમાં અંકિત હોય છે. આવી જ પ્રેમાનુભૂતિ રવિન્દ્રનાથ ટાગોરને થઈ. પણ એ પ્રેમ સાહિત્ય સર્જન પહેલાં થયો. ખાસ સ્વન જેવા ક્ષિતિમોહન સેન આગળ રવિન્દ્રનાથે જે વાત કરી એ વાતોનો અનુવાદ સાક્ષર શ્રી મોહનદાસ પટેલે ગુજરાતીમાં ર્યો અને ‘કુમાર’ (ફેબ્રુઆરી-૧૯૫૫) માં પ્રગટ કર્યો. કવિના હૃદયમંદિરમાં પ્રસરેલી પ્રેમ સુગંધ એજ તો છે વિશ્વમંદિરમાં પ્રસરતી ધૂપ સુગંધ! કેટલીવાર બે સાહિત્ય જીવ ભેગા થાય એટલે પ્રેમગોષ્ઠિ થાય. અને એમાંય બરોડા જેવા રંગીન શહરેનો માટી બાગ હોય તો પછી પૂછવું જ શું? પ્રીતિની વાતો સોળે કળાયે ખીલી ઉઠે... ભર ઉનાળાનો તડકો કેમનો અદૃશ્ય થઈ જાય તેની પણ ખબર ન પડે. બાગમાં બેઠા બેઠા કીડીઓ પગ ઉપર ન ચડે એટલી જ તકેદારી રાખવાની... પછી ભલે ઉનાળો રાત્રે ઉલ્ટીઓ કરાવે...! બંને પોતાની જાતને મહાન માની ગોષ્ઠિ કરતા હેય પણ કદાચ એ સમય દરમ્યાન લેવાયેલા નિર્ણયો ખોટા પણ હોય...! આ છે બે સાહિત્યકારો ભેગા થઈ કરતા પ્રેમની વાતો. રવિન્દ્રનાથે એમને મુંબઈમાં થયેલ પ્રથમ પ્રેમાનુભૂતિની વાત નિખાલસ પણે ઠ્ઠી. હવે એ વાત વિના પોતાના જ શબ્દોમાં સાંભળીએ : “હવે જ્યારે તમે મને કોઈ હિસાબે છોડવા માંગતા નથી ત્યારે મારે મારી વાત સ્પષ્ટ કહેવી પડશે. અમદાવાદના મારા વચેટ મોટાભાઈએ મારે માટે મુંબઈ નિવાસી એમના મિત્ર દાોબા પાંડુને ત્યાં થોડા દિવસ રહેવાની વ્યવસ્થા કરી આપી. તેમની દિકરી આજ્ઞા વિલાયત રિટર્ન, અંગ્રેજી પર એમનું પ્રભુત્વ અતુલનીય હતું. મારી ઉંમર તે વખતે હતી સત્તરની, અને આજ્ઞા હતાં મારાથી થોડાં મોટાં, અસાધારણ રૂપાળા, તે ઉપરાંત તેમનું શુદ્ધ વિલાયતી તેજસ્વી શિક્ષણ.” “તેમની (આત્રા) પાસેથી સૌથી પહેલા મને જાણવા મળ્યું કે મારા ચહેરામાં કંઈક માધુર્ય છે અને મારામાં કંઈક સત્વ પણ. તેમની નિક્કતાથી મારી ઘણી ઉન્નતિ થઈ. તેમણે મારી પાસે હુલામણું નામ માંગ્યું, મેં નામ આપ્યું હતું ‘નલિની' આ નામ એમને ઘણું ગમ્યું. આ નામ કાવ્યમાં મઢી લેવાની તેમની ઈચ્છા થઈ અને ભૈરવી સૂરમાં એ ગોઠવાઈ ગયું:” “રે નલિની, સાંભળો, આંખ ખોલોને! Page #34 -------------------------------------------------------------------------- ________________ હજી ઉંઘ ઉડી નથી કે શું? સખી, જુઓ, તમારે બારણે રવિ આવ્યો છે જુઓ તો ખરાં! પ્રભાતનું ગાન સાંભળીને મારી ઉંઘનું ઘેન ઉડી ગયું છે. નવું જીવન પ્રાપ્ત કરીએ આખા જગતે નયન ઉઘાડ્યાં છે. હે સખી! શું તમે નિહ જાગો, એમ? હું તો તમારો જ કવિ છું. પ્રત્યેક દિવસ આવું છું, પ્રત્યેક દિવસ હસુ છું પ્રત્યેક દિવસ ગાન ગાઉં છું. રાત હવે વીતી ગઈ છે. ઉઠો સખી ઉઠો. ઝાકળથી મુખ ધોઈને, રતૂમડી સાડી સજીને, સ્વચ્છ સરોવરની આરસીમાં સરાશિ નિહાળો. થોડી થોડી વારે ધીરેથી નમીને, કંઈક અડધી પોતાની મુખ છાયા જોઈને, લલિત અઘરો પર શરમનું મૃદુ હાસ્ય ફૂટી આવશે.” રવિન્દ્રનાથ આગળ વાત ચલાવે છે, “મારી સાથેના પરિચય અને પ્રણય પછી થોડા સમયમાં માંદગીના બિછાને પડ્યાં. માંદગીમાં એમણે દેહ છોડ્યો. પણ તે પહેલા એક દિવસ માસ્માન સાંભળીને તે બોલ્યા હતાં : “કવિ, તમાસ્માન સાંભળીને હું કદાચ મૃત્યુ પછીનું નવું જીવન પ્રાપ્ત કરી પાછી આવી શકીશ.” એમની પાસે પહેલીવાર મારા ચહેરાના વખાણ સાંભળ્યા. એમના સ્નેહ અને ઉત્સાહના સંસ્મરણે મારા જીવનને વિકસિત કરવામાં ઘણી બધી સહાય કરી. તે વખતે મને દાઢી મૂછ હોતાં ફૂટ્યાં... તે પહેલાં જ તેઓ દુનિયામાંથી ચાલ્યા ગયાં - મારી ચેતનાને વિકસિત કરી, મારી રચનાને વળાંક આપીને ચાલ્યા ગયાં.” આન્ના તો ગયાં, પણ મારા તરણા હૃદયને ઉત્સાહથી, સ્નેહથી વિકસિત કરીને, મારા મૂલ્યહીન જીવનમાં અમૂલ્ય તત્વનો સંચાર કરીને આ પછીના કાવ્યોમાં નરનારીનાં આકર્ષણોમાં, સુખ-દુઃખ અને વેદનાની નૂતન લીલા આપ જોઈ શકશો.” ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભલભલા મહાન માણસોના જીવનમાં અંગત સ્નેહાનુભૂતિના આવા પ્રસંગો બનતા હોય છે. આવા Page #35 -------------------------------------------------------------------------- ________________ સંબંધને લવ-અફેર ગણીને લોકો સાવ છીછરી ક્ક્ષાએ નિંદારસ માંણતા હોય છે. જે સમાજ ઉંડા સ્નેહસંબંધનો મલાજો નથી પાળતો તે પ્રેમની ગહેરાઈને પામી શક્તો નથી. ૨૪. વાસ્તવિક દુનિયા “જિદંગી શું છે ? સમજવામાં સૌ મને આવી ગયું, એક દરિયેથી ઉઠી દરિયે સમી જાતી લહેર...” પરિપક્વ ઘડાયેલી કોઈ પણ વ્યક્તિ હંમેશા જિદગીથી સંપૂર્ણ વાર હોવાની વાતો કરે છે છતા પણ દરેકની પોતાની દુનિયા હોય છે. પર્લબર્ક નામની એક અમેરિકા લેખિકાએ પોતાની એક આત્મકતથા લખી છે અને તેનું નામ તેણે આપ્યું છે, 'માય સેવરલ વર્લ્ડસ' - “મારી કેટલીક દુનિયાઓ" પુસ્તકનું શીર્ષક વાંચીને આપણને નવાઈ લાય કે દુનિયાઓ તો વળી કેટલી હોય ? આમ તો આપણે એક જ દુનિયામાં રહીએ છીએ છતાં પણ કેટલીક દુનિયાની વાત કરીએ છીએ. વાસ્તવિક્તામાં માણસની સમક્ષ એક જ દુનિયા છે પણ તે વસે છે અનેક દુનિયામાં. માણસ પોતાના મનમાં કેટલીક દુનિયાઓ વસાવી લે છે અને પછી તે જીવનભર તે બધી દુનિયાઓમાં જ હરે-ફરે અને જાવે છે. સ્થાયી એક જ દુનિયામાં અસ્તિત્વ ધરાવતા હોવા છતાં યુવાનીના ઉંબરે પગ મુક્તા યુવક - યુવતિઓ અંગત દુનિયામાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી દે છે. એક પ્રેમિકાની નવી દુનિયા : મારો પ્રેમી મારી સમક્ષ જે ીશ તે કરશે, તેની વાતમા સંપૂર્ણ તથ્ય હશે અને કહ્યા પછી કરી બતાવશે. આ દુનિયાની ક્લ્પના પછી પ્રેમી સંજોગવસાત પોતાના વચનનું પાલન નથી કરી શક્યો ત્યારે પ્રેમિકાની ધારેલી દુનિયા તૂટી જાય છે. કહેવાનો અર્થ એટલો કે માણસ પોતાના મનોરાજ્યની અનેક દુનિયામાં વશે તેનો વાંધો નથી પણ પછી તે પોતાની દુનિયા સિવાયના અન્ય જગતના અસ્તિત્વની નોંધ લેતો નથી ત્યારે તેનો વાસ્તવિક દુનિયા સાથે ઝાઝો મેળ મળતો નથી પરિણામે દુ:ખી ચાય છે અને સુખ તેનાથી વેગળું જ રહી જાય છે. અનેક રીતે ક્લ્પનાની દુનિયા બનાવતા પ્રેમી-પ્રેમીકાને સમવું રહ્યું કે : જિદંગી એટલે એક દરિયેથી ઉઠી દરિયે શમી તી લહેર છે. પોતાની ક્લ્પનાની દુનિયામાં તમે સામા પક્ષે અન્યાય કરી બેસો છો, લાગણી અને પ્રેમ તો છે જ એમ માની શરતો કરતાં થઈ જાઓ છો. મને લાગે છે કે આપણે હવે આમ કરવું જોઈએ... આમ ન કરવું જોઈએ... એવી ચર્ચા કરતા થઈ જઈએ છીએ. પરિણામે નવી દુનિયાની કલ્પનામાં વિખવાદ શસ્થઈ જાય છે. “ઉત્સ્ય સમું આ શું છે તારા અભાવમાં ? દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે." Page #36 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમના ગેસ્ટાલ્ટ નામના એક મનોવૈજ્ઞાનીએ આ બાબત મનુષ્યના મનોગતની ઝીણી ઝીણી બાબતો ઉપર સંશોધન કર્યું. આ વાતને સમજવા આપણે એક ઉદાહરણ લઈએ. ચોમાસાની તૈયારી છે અને આકાશ વાદળોથી છવાઈ ગયું છે. એક વિખૂટા પડી ગયેલા પ્રેમીને તેમાં તેની પ્રિયતમાનો અણસાર આવશે તો કોઈ નબળા મનના અને ભય વચ્ચે જીવતા માણસને તેમાં ભૂતપ્રેત દેખાશે, કોઈ ધાર્મિક ભાવિને તો રાધા-કૃષ્ણના દર્શન થશે અને એમાં પ્રેમની સુરાવલી સંભાળાશે. આમ વ્યક્તિ વાસ્તવિક જગતને તટસ્થાપૂર્વક જોવા કે જાણવાને બદલે પોતાના મનોગતના સંદર્ભમાં જ સૌને જોયા કરે છે અને તેને અનુલક્ષીને પોતાના સાંસારિક સંબંધોને જોડતો રહે છે અને તોડતો રહે છે. પરિણામે અનેક સમસ્યાઓ ઉભી થાય છે અને વાસ્તવિક ગત સાથે તેનો મેળ ન મળતા દુ:ખી થાય છે. પ્રત્યેક વ્યકિતએ હંમેશા વાસ્તવિકતા સામે રાખીને જીવવા પ્રયત્ન કરવો જોઈએ. જેટલી આપણી અપેક્ષાઓ છે એટલી સામે મુશ્કેલી પણ હોઈ શકે. અપેક્ષા કરતાં હમદર્દી અને આશ્વાસનના બે શબ્દો વાસ્તવિક દુનિયામાં જીવાડી પ્રેમનો સંચાર કરે છે. “વાદળા અથડાય એ ઘટના છતાં, વીજળી કાં શાંત છે આકાશમાં...?” ક્ષણનો ઉપયોગ, અભિમાનને તિલાંજલી અને વ્યર્થ અપેક્ષાઓથી દૂર રહી એકમેક્ના થવા પ્રયત્ન કરવો જરૂરી છે. દરેક માનવીમાં ખામીઓ તો રહેવાની જ.... એટલે એ ખામી કદાચ અપેક્ષાનો અવરોધ બની શકે. એકબીજાને સમજવા માટે સિદ્ધાંતોને વળગી ન રહેવાય. કયારેક જડ અને જક્કી સિદ્ધાંતો ઉકળતા ચજેવા બની જાય છે. “મળી આંખ તે દી'થી બળવુ શરુછે, હવે તો જીવન એક ઉકળતો ચછે.” પતિ-પત્ની વચ્ચે એકબીજાને ગમતાં રહેવા માટે અનુસતાને સમજવી જQી છે. અભિમાન કે ગુસ્સાને મનમાં સમાવી સામા પક્ષને ઉતારી પાડવાથી કે વાત કાપી નાખવાથી પ્રશ્ન વધુ સળગે છે. નિયમિત પણે વાત પકડીને નવી દુનિયાનો વિસ્તાર કરવાની અભિલાષા ઘાતક બની શકે છે. નવી દુનિયાની કલ્પના દ્વારા કેટલીક વાર માનવી પોતાની જાતને દુનિયામાં બુદ્ધિશાળી છે તેમ સમજતો થઈ જાય છે. મારા દ્વારા જે થાય છે, વિચારાય છે તે બીજા બધાથી વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ છે એમ માને છે પણ ત્યારે આ વાત સમજવા જેવી છે કે... “વ્યર્થ વાતો કરીને હું શું કરું? કાણાં પ્યાલા ભરીને શું કરું?” એક વાત નિશ્ચિત પણે સમજવી રહી કે આપણે પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકીશું ? આત્મા અને પરમાત્માનું અસ્તિત્વ કે તેની વાતો પણ ઘણી સૂક્ષ્મ છે. આ દિશામાં આગળ વધવા માટે આપણે જીવ, ગત અને ઈશ્વરને યથાર્થ સ્વસે જોઈએ છીએ, જાણીએ છીએ અને આપણે જીદ ક્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ વિના અનુસ થઈ જીવીએ છીએ, ધાર્મિક પ્રણાલીમાં જોતરાઈએ છીએ. બાકી મારી કલ્પનાની દુનિયાનો ઈશ્વર એમ વિચારી ઉદ્ધતાથી જીવવા જઈએ તો ?? માત્રને માત્ર દુઃખી જ થવાય. આમ, આનંદમય અસ્તિત્વ માટે જલ્દી છે વાસ્તવિક દુનિયાનો સ્વીકાર. વાસ્તવિક વિચારધાર, વાસ્તવિક સમજ, વ્યર્થ આકાંક્ષાઓ ત્યજી એકબીજાને અનુસ થઈએ એટલે આપણી સુઆયોજિત જીંદગી સુંદર તાન્ગીસભર સવાર લઈ આવશે. ૨૫. જીવન, થોડા સમય પહેલાં મારે એક સજ્જ સાથે મૈત્રી થઈ. મારા કરતાં અલબત્ત, ઉંમરમાં તેઓ દસેક વર્ષ મોટા હશે. ગાઢ મૈત્રી બાદ તેમણે કહેલું : “નામથી તો હું તમને ઓળખું જ છું, તમારી કટાર નિયમિત વાચું છુ , અને તે દ્વારા તમારો પરિચય થયો જ છે.” આ કથનથી અમે વધુ નજીક આવ્યા. મિત્રનાં વાંચવાના શોખીન અનુસંધાનમાં મેં તેમને મારાં પુસ્તકો ભેટ આપ્યા હતા. તેમા, મે લેખનના પ્રારંભકાળમાં લખેલી કેટલીક નવલકથાઓ પણ હતી. એ નવા મિત્ર મને સમયાંતરે મળતા. આવા એક પ્રસંગે તેમણે મને સ્મિત કરતાં કહ્યું : “તમે રસિક વ્યકિત છો. તમારા પુસ્તકો વાંચતા તમારા રોમેન્ટિક સ્વભાવનો પરિચય થયો. જ્યારે વર્તમાનપત્રોની કટારના વાંચનથી તમારો એક જુદો જ પરિચય થાય છે.” એમની વાત સાંભળી હું હસી પડ્યો. મેં કહ્યું : “તમારી વાત સાચી છે પરંતુ તમે મારા જે પુસ્તકો વાંચ્યા તે મેં મારા કોલેજ જીવન દરમ્યાન, શઆતમાં થોડા વર્ષ સુધી લખેલા. એ સમયમાં રસિકતા, બાહ્ય નિરીક્ષણ, રોમેન્ટીક સીઝન હોય. પરંતુ માણસ કાયમ એનો એ રહેતો નથી. ઉમર અને અનુભવ એની સામે અનુભૂતિઓ અને વિચારધારાઓના નવા નવા દ્વાર ખોલે છે. મારી કટારમાં જીવન પ્રત્યેનો વાસ્તવિક અભિગમ વગેરે વંચાય છે. મારી એ છબી સાથે કદાચ મારા અગાઉના લખાણોએ પ્રગટાવેલી છબીનો મેળ ન પણ મળે, પણ એ લેખક તો હું એનો એજ છું. તસ્વીર અને તાસીર બદલાયા કરે છે. કોઈક ચિંતકે કહ્યું છે કે વહેતા જળમાં તમે તમારી આંગળી ડૂબાડી રાખો તો દરેક ક્ષણે તમને નવા જળનો સ્પર્શ થાય છે. આપણે સૂક્ષ્મતાપૂર્વક આપણી આસપાસની સૃષ્ટિનું અવલોક્ન કરતાં નથી. તેવી જ રીતે આપણી પોતાની જાતનું - એટલે કે આપણા દેહનું, મનનું, અંતરનું પણ નિરીક્ષણ કરતા નથી. આ ક્ષણે આપણે જે છીએ તેવા બીજી ક્ષણે આપણે નથી હોતાં. શરીરના કોષો ક્ષણે ક્ષણે બદલાય છે, મનના અણુઓ પણ ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા હોય છે. મનની, બુદ્ધિની બાબતમાં હકીક્ત અને અનુભવ જુદા છે. મન નિત્ય વાંચન, મનન, યોગ, ધ્યાન વગેરેથી વધુને વધુ સમૃદ્ધ થતું રહે છે. અનુભવો તેને વધુ સમૃદ્ધિ આપે છે. પરંતુ તે પણ પરિવર્તનની પ્રક્રિયાનો Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાગ જ છે. વધુ ચિંતન, મનન, વાંચન, અનુભવથી મનુષ્યના વિચારોમાં, માન્યતાઓમાં પરિવર્તન આવે છે. માણસનો સ્વભાવ પણ પિવર્તનશીલ છે. યુવાનીમાં ગુસ્સાબાજ, ક્રોધી, એન્ટીયંગમેન - લાગતા માણસો મં તો જમાનાની થપાટોથી કાંતો કોઈ સાધુ - સંતના સત્સંગથી, સદુવાંચનથી શાંત સ્વભાવના બને છે. કેટલાક લોકો “કૂતરાની પૂંછડી'ની જેમ વાંકા ને વાંકા રહે છે. હા, પણ પરિવર્તનની શકયતા કદી નાબૂદ નથી જતી. કેટલીક માન્યતાઓ પણ બદલાય છે. માણસ બંધિયાર નથી. તે સહેજ પરિશ્રમ કરે, પુસ્ત્રાર્થ કરે, વાંચે-વિચારે, હળે-મળે તો તેનું બંધિયારપણું તૂટી જાય છે. એક નારીવાદી સ્ત્રી મુકિતની વિચારધારાવાળા લેખિકા પાસે એક લગ્નોત્સુક યુવતી ગઈ અને કહ્યું : “મારે તમારું પુસ્તક વાંચવુ છે, મારા લગ્ન થાય તે પહેલાં” પહેલાં તો તમારા લગ્ન થઈ જવા દે, પછી થોડા સમય પછી તું તે વાંચજે ! લગ્ન પહેલાં વાંચવાની મારી ભલામણ છે.” એનું કારણ એ હોઈ શકે કે લેખિકા બહેન થોડા વર્ષો પહેલાં લખેલાં પુસ્તકોમાં નારી મુક્તિ કે પુત્ર શોષણવૃત્તિ, સ્વામીત્વ ભાવ વગેરે વિષે જે લખેલું તે અનુભવ પછી થોડું પરિવર્તન પામ્યું હોય. પુસ્ત્રની મનોવૃત્તિ કે ગ્રંથિ ન બદલાય એવુંયે નથી. સ્ત્રીનો સ્નેહ અને સમર્પણ ભાવ પુસ્ત્રને સ્ત્રી આધિન બનાવી શકે. પુત્રનું સૌજન્ય સ્ત્રીના પૂર્વગ્રહને દૂર કરવામાં મદદરૂ થાય. મનુષ્યનો સ્વભાવ, માન્યતા, પૂર્વગ્રહો, કશું જ અંતિમ નથી હોતું. સતત પરિવર્તનશીલ હોય છે. મહાત્મા ગાંધીજીએ જાહેરમાં લખેલું કે કહેલું કે મેં જે છેલ્લો અભિપ્રાય કે વિચાર રજૂ કર્યો હોય તે માનવો. અગાઉની મારી વિચારધારમાં પરિવર્તન આવ્યું હોય ત્યારના સંજોગ જુદા હોય ! ૨૬. માનવીય સ્વભાવ “જીવન' અને જીવન જીવવાની પદ્ધતિઓ માનવીય સ્વભાવ આધારિત છે. કેટલીક વ્યકિતઓનો સ્વભાવ લાગણીશીલ હોય છે. લાગણીઓને તાબે થવુ યોગ્ય નથી. એકાંતમાં ભૂતકાળ મારો થોડીવાર જઈને બેસવુ તે સાછે. પણ ત્યાં જ પુરાઈ રહેવું ખોટું છે. માણસે ખરેખર પોતાની અંદર જીવવાનું અને છતાં અંદરને અંદર બુઝાઈ કે સંકેલાઈ જવાનું નથી. તેણે બહાર ફેલાઈ જવાનું છે. ફેલાઈ જવાનો અર્થ છે ઝણઝણી ઉઠવુ ! પ્રિયતમાની એક નજરથી, બાળકના એક સ્મિતથી, ખિસકોલીની અદાથી, વરસાદના ફોરાંથી, ખડમાંથી ફૂટી નિકળેલા ઝરણાંથી... કેટલાક કહે છે કે મારા જીવનમાં કંઈ જ નથી ! હું કોઈને ખુશ કરી શકીશ નહી ! આવું લાગે ત્યારે Page #39 -------------------------------------------------------------------------- ________________ સમજવું કે આપણે ગણતરીમાં કંઈક ભૂલ કરી રહ્યા છીએ ! એક દરિદ્રમાં દરિદ્ર માણસની જિદંગીમાં પણ કંઈ જ ના હોય એવું તો બની જ ના શકે. કેમકે જિદંગી ખાલી રહી શકતી જ નથી. બધું જ ગતિમાં છે. બધું જ ઉભરાઈ ઉભરાઈને શમી જાય છે અને ફરી ઉભરાઈ ઉઠે છે. એટલે કોઈ જિંદગી ખાલી રહી શક્તી જ નથી. હારીને - થાકીને - અને દુનિયાથી રિસાઈને ક્યાંક અંધારા ખૂણામાં બેસવા જઈએ ત્યારે કોઈ કીડી ચટકો ભરે છે. મચ્છરથી બચવા મચ્છરદાનીની જ્જ પડે છે, અને ક્યારેક ઉંદર જાણે મશ્કરી કરતો હોય તેમ દાંતિયા કરે છે. ક્યારે પણ હારીને અંધકારનો સહારો ન લેવો. કારણ, અંધકાર ઈચ્છતી વ્યકિતઓ વિશિષ્ટ હોય છે. પરંતુ તેમને વિશિષ્ટતાનો ડર લાગે છે. કોઈને ન્યાય ન આપી શક્વાની બીક લાગે છે. હા, જીવનમાં “અટકવું પણ ખૂબ જ મહત્વની ઘટના છે. કઈ બાબતમાં ક્યારે, ક્યાં કેવી રીતે અટક્યું એ માણસે પોતે જ ક્કી કરવાનું હોય છે. તમે જોજો, જે લોકો અટકતા નથી એ લોકો ક્યાંય ટકતા નથી. યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે અટકી જતા માણસો જીવનમાં કદીય ભટકી જતા નથી, લટકી જતા નથી. એમના દિમાગની કમાન છટકી જતી નથી. યોગ્ય સમયે અટતા માણસો કોઈને નડતાં નથી. માણસને પોતાનો અહંકાર સૌથી પ્રિય હોય છે. દરેક વ્યકિત... હું કે તમે સહુને અમ એટલો વહાલો હોય છે કે, તે પોતાની વહાલામા વાલી વ્યકિત કે વસ્તુને પણ ધિક્કરી શકે છે. પોતાના અહમની જીત થાય એ માટે પોતે પોતાના આત્મા સાથે સતત વહેતો રહે છે. ખરેખર, આના માણસે પોતાના કરતા પણ પોતાના અહમને મોટો કરી દીધો છે ! પોતે નક્કી કરેલા સિદ્ધાંતોમાં રાચવું, તે પ્રમાણે જ જીવન જીવવું અને પોતાના સિદ્ધાંતોને ખાતર ફના થવું પડે તો થવું. આ બધી બાબતોમાં એક અલગ જ નશો હોય છે. સમર્થ માણસો જ આવો નશો પામી શકે છે. અસમર્થ માણસો તો બિચારા લાચાર અને દીન-હીન હોય છે. એ લોકોને સિદ્ધાંતો જવું કાંઈ જ હોતું નથી. એમની પાસે હોય તો માત્ર અહમ હોય છે. અને પોતાના અહમૂનો ભાર પોતે તો ઉચકી જ નથી શકતા એટલે એમને બીજા માણસોની ગરજ રહ્યા કરે છે. આમ, વ્યક્તિનો સ્વભાવ એ જ એની પરિસ્થિતિ હોય છે. એક સમયે જે વ્યક્તિને આપણો પડછાયો બનાવવાના મૂડમાં હોઈએ એજ વ્યકિતને છોડી દેવાના કિસ્સાઓ પણ બનતા રહે છે. પ્રેમ છુટતો નથી પણ પ્રેમ કરનારી વ્યક્તિ છૂટી જાય છે. પ્રેમમાં અને સૂરજમુખીના ફૂલમાં બહુ ફરક શું પડવાનો ! પણ સૂરજ ન ઉગે તો સૂરજમુખી જગ્ન ન જ ઉગે. સૂરજમુખી સુરજને પ્રેમ કરે છે એ એના માટે પુરતું છે. પ્રેમ જાહેરાતો, પ્રલોભનોમાં નથી માનતો, એ તો દૂર ઉભેલી વ્યકિત પોતાની પાસે જ છે એવો અહેસાસ કરાવવામાં માને છે. એકબીજાના મનના પ્રશ્નો ભુલીને સાચા પ્રેમથી મળવાની ઘટના એટલે કે દિવસના ઉપવાસ પછીના પારણા જેવી ઘટના છે. સંબંધ દરિયા જેવો હોય છે અને દરિયાની ખાસિયત જ્હો કે ખામી દ્દો પણ દરિયો ભરતી અને ઓટને છાવર્યા કરે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ માનવીય સ્વભાવ જ પરિસ્થિતિનો સર્જક છે. ગતિ કરવી, અટક્યું, પ્રેમ કરવો, ધિક્કારવું... વગેરે સ્વભાવ સાથે વણાયેલાં છે. રસ્તા ઉપર અસ્માત થતાં ભીડ જામી હોય ત્યારે કેટલાક માણસો ભીડમાંથી પણ જ્ગ્યા શોધી ઘાયલ થયેલાને જોઈ લે છે. આ નિરીક્ષણમાં કેટલાક મનુષ્યોને ઘવાયેલા વ્યક્તિને જોઈ અનુકંપા થાય છે તો કેટલાને તેમા તેનો સ્વજન ઘવાયો નથી તેનો સંતોષ અનુભવાય છે. ૨૦. મનુષ્યની દૃષ્ટિ મનુષ્યનો વિકાસ તેની ગુણવત્તા પર આધાર રાખે છે. માનવીના સંબંધો સકારાત્મક વિચાર પર આધાર રાખે છે. વ્યક્તિની પ્રગતિ અને પ્રવૃત્તિ જાત ઉપરના વિશ્વાસમાં અને તેનામાં ભરી પડેલી શક્તિ ઉપર આધાર રાખે છે. તે કેળવવા માટે માણસે જીવનમાં હકારાત્મક દૃષ્ટિનો ઉપયોગ કરવો પડશે. આ માટે ક્યારે તેને પોતાની વિચારધારા કે જીવનશૈલી પણ બદલવી પડે. આ માટે પોતાના વિચારો, વર્તન ને મહાન ગણવાનો હઠાગ્રહ છોડી દેવો જોઈએ. જેણે જીવનદૃષ્ટિ સકારાત્મક બનાવી છે, જીવનશૈલી ઉદાત બનાવી છે તે વ્યક્તિ કેવળ મહાન નથી પણ વિશ્વના ઉપવનમા ખીલેલું મધમધતું ફુલ છે કે જે બીજાને તેના જેવું જીવન જીવવાની, બનાવવાની પ્રેરણા આપે છે. વ્યક્તિએ - વ્યક્તિએ જીવન અંગેની અલગ-અલગ વિચારધારા હોઈ શકે છે. જીવન સંસાર અંગેની ભિન્ન વ્યાખ્યાઓ અને વિચારોમા જડતા ન હોવી જોઈએ. હકારાત્મક વલણ સાથે અનુકૂલન સાધી જીવવા પ્રયત્ન કરીશુ તો જરૂર સફળ થવાશે. પણ “અનુકૂળતા સાધવી પડે છે, નિભાવવું પડે છે." જેવા શબ્દો અને જીવન પદ્ધતિ વિચારો બદલી અનુક્લન સાધવા છતાં જડતાભર્યા લાગે છે. મન અને વિચારોને ના છૂટકે પરિસ્થિતિમાં પરાણે અનુકૂળ કરવા ઈચ્છતી વ્યક્તિઓને નિષ્ફળતા સિવાય બીજું કશું જ મળતું નથી. જીવનમાં જે કાંઈ બને છે, જે કાંઈ મળે છે - એ સર્વ વ્યક્તિત્વને આભારી હોય છે. માનવીનું જીવન એક ઈશ્વરદત્ત મોટી મૂડી છે અને જીવનમાં સકારાત્મક દૃષ્ટિ કેળવવી તે મૂડી અનેક ઘણી વધારી શકાય છે. નકારાત્મક દૃષ્ટિ એ તો માનવી જીવનના દુ:ખનો પાયો છે. એ એવો ઘોડો છે કે જીવનમાં આવનારી શાંતિના કાચને તોડી તેના ભુક્કા બોલાવી દે છે. સ્વામી આનંદની વિચારધારાને આધીન કીએ તો, “સકારાત્મક દૃષ્ટિએ તો હીરાનો એક એવો ક્ર્મ છે કે તે ાચનો બિનજરી હિસ્સો પીને કાચને યોગ્ય ઉપયોગમાં લાવી શકે છે. નકારાત્મક દૃષ્ટિ તો એક એવી વિષારી દૃષ્ટિ છે કે જીવનમાં તનાવ અને ચિંતા જેવા અનેક પ્રદુષણોનું નિર્માણ કરે છે, સારાત્મક દૃષ્ટિ પ્રદુષણ રહિત પ્રાત:કાળની સ્વચ્છ ખુલ્લી હવા છે કે જે જીવનને હંમેશા પ્રફુલ્લિત અને પ્રસન્ન રાખે છે.” કોઈ એક વૃદ્ધ જાપાનીને તેના પંચોતેર વર્ષે ચીની ભાષા શીખતો જોઈને કોઈએ કહ્યું : “ભલા માણસ ! આ ઘરડે ઘડપણ આ ચીની ભાષા શીખીને શું કરશો ? તમારો એક પગ તો સ્મશાનમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ પહોંચી ગયો છે ! ઝાડ ઉપરનું પીળું પતું ક્યારે ખરી પડે તેનો ભરોસો નથી તો અમે આયુષ્યના છેવાડે...” અને તે માણસને વચ્ચેથી જ અટકાવી પેલા જાપાનીએ તેને ટોણો મારતા કહ્યું : “આર યુ ઈન્ડિયન ?” “તું ભારતીય છે?” “હા, હું ભારતીય છું.” પેલા માણસે કહ્યું. “પરંતુ તમારા આ પ્રશ્નને અને ચીની ભાષા શીખવાને શું સંબંધ છે ?” વઢે હસીને કહ્યું : “ઉંમર વધતાં તમે ભારતીયો હંમેશા મૃત્યુનો વિચાર કરો છો અને અમે જાપાની જીવનનો વિચાર કરીએ છીએ. હું સાઠ વર્ષનો હતો ત્યારે પણ મને એક ભારતીયે જ આવો પ્રશ્ન પૂછયો હતો ત્યાર પછી તો હું સાત નવી ભાષા શીખ્યો છું ને બે વાર વિશ્વમાં ભ્રમણ કરી ચૂકયો છું !” જીવનમાં આ મસ્તી લાવવી હોય તો આપણે આપણી વિચારધારામાં સકારાત્મક જીવનદૃષ્ટિ લાવવી પડશે. બળજબરીથી નહી પણ પૂરા પ્રેમ અને વિશ્વાસથી વિચારો સાથે તાદાત્મય કેળવી જીવવું જોઈએ. સુંદર ગુલાબની પાંખડીઓ ઉપર દૃષ્ટિ પડે તો એમ ન કહેવાય કે ગુલાબમાં કાંટા છે ? આપણી દેષ્ટિ ગુલાબમાં કેન્દ્રિત થવી જોઈએ અને આપણને કંટામાં ગુલાબ દેખાવું જોઈએ. આ છે જીવનની સકારાત્મક દૃષ્ટિ. અને જીવનમાં આ સમજણ કેળવાય તો પછી વ્યકિત ગમે તે રંગનો, ગમે તે જાતનો, ગમે તે ભાતનો હશે તો તેના જીવનને સાર્થક કરી શકશે. ફકત, જરૂરિયાત છે પ્રેમથી જીવન જીવવા પ્રેમાળ સકારાત્મક દૃષ્ટિની ! ૨૮. ઉત્સવનો ઉત્સાહ હૃદયમાં પ્રેમ નથી તો જીવન વ્યર્થ. માણસમાં ઉત્સાહ ન હોય તો ઉત્સવ વ્યર્થ. ફકત જાજરમાન વસ્ત્રો, સ્પે, ફટાકડા, મિઠાઈ કે દિવાલોના રંગથી ઉત્સવ માણી શકતો નથી. પણ સોકેટમાં નાંખી સ્વીચ પાડો એટલે અજવાનું થવાનું જ છે.... પણ હૃદયની કટુતાને ત્યજી કોઈના ચહેરા ઉપર ઉત્સાહનું અજવાળું પાથરી શકીએ તો તે ઉત્સવ. તહેવાર કે ઉત્સવમાંથી જો ઉત્સાહ અને પ્રેમ લઈલો તો પછી બાકી શું રહે? એક સૂફી કવિને ઈરાનના શહેનશાહ શાહી બગીચામાં લઈ ગયા ત્યારે કવિએ કહ્યું “શહેનશાહ, આ ફુલો અને આકૃતિઓને દૂર કરીને એકલું ઉદ્યાન કેવું લાગે છે એ જોવા દો....” શહેનશાહે ચકિત થઈને કહયું : “ફૂલો ને આકૃતિઓ લઈ લો તો બાકી શું રહે? નીચેની જમીન અને થોડાંક વૃક્ષના છોડના પૂંઠા રહે...?' કવિએ હસીને કહ્યું : “તો પછી ઉદ્યાન-ઉદ્યાન શું કરો છો? એમ જ્હોને કે આ ફૂલ તથા આકૃતિ જુઓ....' આપણે તહેવારોના નામ દઈને ઉજવણી કરીએ છીએ... દીવાળી, બેસતું વર્ષ, નાતાલ, પાસ્તા, રમજાન ઈદ જેવા તહેવારોની વાત શા માટે કરીએ છીએ ? તમારા હૃદયમાં ઉજાસ છે? તો ‘હા’ ઉત્સવ Page #42 -------------------------------------------------------------------------- ________________ સફળ. તહેવારો કે ઉત્સવ ધર્મ, કોમ, જાતિ કે રાષ્ટ્ર પુરતો સીમિત ન હોઈ શકે. પ્રત્યેક માનવીમાં ઈશ્વરે પ્રેમ, ઉદારતા, માનવતા, ઉત્સાહનું રોપણ કરેલ છે. દુન્યવી દ્રષ ભલે હોય પણ તેમાં નવો સંચાર કરે તે માનવી. આપણે આપણી અંદર રહેલા પ્રકાશને કાયમ પ્રજવલિત રાખવાનો છે... આ પ્રકાશથી જો ઘર કુટુંબ કે દેશ કે દુનિયા શાંતિથી, પ્રેમથી રોટલો અને લીલું મરચું ખાશે તો તેમાં પણ મીઠાશ આવશે.. ઈદ્રીસ શાહની એક સૂફી કથાની વાત કરીએ : પછી એનાથી થોડે દૂર એક એક સંત રાત્રે બહુ પ્રકાશિત ઝળહળાં દીવો પ્રગટાવતાં. મીણબત્તી કરીને મીણબત્તીના પ્રકાશમાં વાચતાં. બધાને નવાઈ લાગતી પણ આવા મોટા સંતને કઈ રીતે પૂછયું કે, આ બે દીવાનું શું કામ છે ? છેવટે કોઈએ હિમંત કરી.. સંતનો જવાબ સરળ હતો. ‘પતંગિયાં, ફૂદાં વગેરે એની આસપાસ પ્રદક્ષિણા કરે એ માટે મોટો દીવો છે. વળી એ મોટી ચીમનીઓથી ઢંકાયેલો છે, એટલે ફૂદાં તેમાં પડીને મૃત્યુ ન પામે. નાની મીણબત્તી પાસે તો ફૂદાં ન જ આવે, એટલે પરેશાની વિના હું વાંચી શકું છું.' બહારનો ઉજાગર-દિવો બાર પેલા ફંદા માટે રહેવા દઈએ. એની સહુને જ્જ છે.. પણ સાથે સાથે આંતરિક ઉજાસ પ્રગટાવીએ તો જ સાચા અર્થમાં ઉત્સવ ઉજવી શકીશું. આપણે સહુ મીણબત્તી-કોડિયા પ્રગટાવીએ પણ આતમ-જાતને ન ભૂલીએ. પ્લાસ્ટરના લપેડા જેવો પાઉડરનો મેકપ ક્ષણિક છે. તેની પણ જરૂ છે. છતાંય આંખોની મીઠાસ કામય રાખી. ગાલને પરાણે મચકોડ આપી ન હસતાં ખડખડાટ હસીએ. કારણ સવાર ઉગે ને રાત ઢળે ત્યાં સુધીમાં કેટલીય ઘટનાઓ બને છે. સૂર્ય જેમ અચાનક પ્રકાશિત થઈ અજવાળું ફેલાવે છે તે આપણે પણ તેની અનુભૂતિ કરીએ... નિસ્તેજ, પ્રપંચી અવિશ્વાસુ બનેલ માનવીને જ્જ છે. ચેતનની ઈદ, નાતાલ, દિવાળી, નવરાત્રિ, બુદ્ધ પૂર્ણિમાના ટાંણે ઉત્સાહનો દિવો પ્રગટાવવો જોઈએ. જો તેમનામાં ઉત્સાહની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો તેમણે ગોવા, મક્ક, હરદ્વાર, મદીના, શ્રીનાથજી, તિસતિ જઈને પ્રેમ અને ઉત્સાહની બેટરી ચાર્જ કરી આવવી જોઈએ. કારણ પ્રત્યેક માનવીમાં સઘળું સમાયેલું છે. એને પ્રજવલિત કરીએ એટલે આપોઆપ ઉજવણી સાર્થક બનશે. ૨૯. ધર્મને જીવવા દે વર્તમાનમાં વિકાસનું વિનાશક પરિબળ જો કોઈ હોય તો તે છે ઠેરઠેર રચાઈ રહેલાં ધાર્મિક સંગઠનો. ધાર્મિક સંગઠનોએ જાણે કે ધર્મ - ઈશ્વરને જીવંત રાખવાનો ઠેકો લીધો હોય એમ અભિયાન આદર્યું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દષ્ટિએ ધર્મરક્ષક લાગતા આ ધાર્મિક સંગઠનના નેતાઓ વાસ્તવિક દૃષ્ટિએ સેતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તલવાર, લાઠી, ત્રિશૂલ, કરતાલ... ને પ્રતિક બનાવી પ્રજાને ઉશ્કેરતા નેતાઓ કોઈ સમાજ ઉપયોગી કાર્ય કરતા નથી, પરંતુ પ્રજા ઉપર પોતાની મજબૂત પકડ બનાવી રાજકારણના રોટલા શકે છે. સંગઠનોની વિનાશકારી પ્રવૃત્તિમાં જોડાતાં પહેલાં યુવાનોએ સમજવું જોઈએ કે, આ નેતાઓ સંસારમાંથી સત્યની ઘોર ખોલી રહ્યા છે. અનેક નિર્દોષોનો ભોગ લેતા ધાર્મિક સંગઠનો નર્કના રસ્તાનું નિર્માણ કરી રહ્યા છે. સ્વામી આનંદનું એક દૃષ્ટાંત જોઈએ. પ્રભુના રાજમાં પેઠેલા ભકતો પ્રભુને પહોંચવાનો સરળ માર્ગ દુનિયા આખીને ઝટ દેખાડી દઈને પ્રભુરાજ્યની વસ્તી વધારવાનું વિચારવા લાગ્યા, ત્યારે શેતાન ફિકરમાં પડી ગયો. એક ભોળો શંભુ એને રસ્તે મળ્યો. તેને જોઈએ શેતાનને યુકિત સૂઝી. ભગતને કહે : “ભકતરાજ ! તમારા લોકનાં ભજનભકિત જોઈને હું તો મુગ્ધ થઈ ગયો છું. મને એની લગની લાગી છે. હવે તો મારા જેવી લગની બધી દુનિયાને લગાડો, એટલે બેડો પાર. ભગવાનની ભકિત એ તો એટલું બધું સાદું સત્ય છે કે દુનિયાને ઝીલતાં વાર લાગવાની નથી.” ભગત : “સત્ત વચન અને વાણી. દુનિયાનાં માણસમાત્ર સુધી એ સાદું સત્ય કેવી રીતે પહોંચાડી દેવું, એની જ ગોઠવણ આજકાલ અમે લોકો વિચારી રહ્યા છીએ. અમારા આવતા સમૈયામાં એ ચર્ચાશે.” શેતાન : “એ તો સહેલું છે. આ વસમા કળિકાળમાં સંઘ, સંગઠન એ એક જ શકિત છે, એક જ રાજમાર્ગ છે. બસ, સત્યનું સંગઠન કરો!” ભગત : “ભલું સૂચવ્યું. અમે તેમ જ કરીશું.” શેતાન : “ધન્ય ભકતરાજ ! સ્વર્ગની એસેમ્બલીમાં આપના શુભ સંકલ્પનો જય થાઓ. પણ હવે ઝટ કરજો. મારા જેવા કેટલાય સંસારી જીવો આપ સૌના ભકિતરસમાં ભાગીદાર બની પ્રભુચરણે લીન થવા તલપાપડ છે. માટે સંસારભરમાં સંગઠનનું જાણું પાથરી દઈએ. ભકતોના સંઘો રચાય, પૂરી શિસ્ત જળવાય અને કરતાલ-એકતારા સાથે પ્રભુનામના જ્યઘોષ કરતી તેમની પલટનોની પલટનો સ્વર્ગરાજ્યમાં દાખલ થવા વૈકુંઠના ફાટક પર ખડી થાય, એવું કરો... એકલદોકલ કે રેઢું કોઈને રહેવા જ ન દો. પછી શેતાનની શી મગદૂર છે કે કોઈને ભમાવે ?” ભગતનો ચહેરો ખીલી ઉઠ્યો. અને તે દિવસથી સંસારમાં સત્યની ઘોર ખોદાઈ ! માનવસંહારના પાયામાં વિસ્ફોટ ભરવાનું કામ ધાર્મિક સંગઠનો કરી રહ્યા છે. જો ઈશ્વર મહાન હશે તો ધર્મને કોઈ રોકી શકવાનું નથી. સત્યને જીવંત રાખવા ધર્મને કુદરતી રીતે જીવવા દો. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦. વિષમતા “ઘોડાને મળતું નથી ઘાસ, ને ગધેડા ખાય છે વનપ્રાસ” ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે!” અકળ અને ફાંટાબાજ કુદરતને તર્કના બીબામાં નિરર્થક પ્રયાસ કરતો નિષ્ફળ માનવી છેવટે થાકીને - હારીને નેતિ નેતિ જ્હી અટકી જાય છે. માત્ર એક નિ:સહાય, અબોલ અને લાચાર ભાવે મનુષ્ય ઈશ્વરીય ખેલ આજીવન અચરજ સાથે પશુવત બની નિહાળ્યા કરે છે! આજના મંદિરીયા - યુગના દેવળોમાં દેવ સિવાય બધું જ સુલભ છે. ઈશ્વરપ્રાણ પ્રતિષ્ઠિત માનવો ભૂખ્યા સૂવે છે એ માનવ પ્રાણ પ્રતિષ્ઠિત મૂતિઓ છપ્પનભોગ થાળ જમે છે! વાંક આપણો છે... આપણી માનસિક ગ્રંથિ અને લાચારીનો છે. વાદળી માટે કોઈ કાયદો નથી કે રણમાં નહીં પણ ટળવળતા મનુષ્યો આગળ વરસે, વિકાસ અને સફળતા અર્થે જરૂરી છે અંધશ્રદ્ધાને દૂર કરી એકરાગ સાધી પરિશ્રમ કરવાની પરિણામોની વિષમતા આવી છે : “ઘોડા ને મળતું નથી ઘાસ ને, ગધેડા ખાય છે ચ્યવનપ્રાસ.” આવી વિષમતા ભરેલી દુનિયામાં ભૂખ્યો ચીભડું ચોરે તો ઢોરમાર પડે અને આખે આખી ચીભડાંની વાડ્યું ગળે તો ઈ બે પગાળાં ઢોરને મંત્રીપદુ મળે! આવી વિચિત્રતા વચ્ચે નસીબની રાહ જોવાની ન હોય. જરૂર છે પરિશ્રમની માટે ક્યારેક મહેનત ઉપયોગી બને છે તો ક્યારેક અક્લ આ માટેનું એક ઉદાહરણ જોઈએ. બે લારીવાળાઓ પરસ્પરથી ત્રીસ ચાળીસ ફૂટ છેટે ઉભા હતા. બંને જણાની લારીમાં બટાટા હતા. તેઓ ગ્રાહકને આકર્ષવા બુમ પાડી રહ્યા હતા : “બટાટા પાંચ રૂપિયે કિલો... બટાટા પાંચ રૂપિયે કીલો.” પણ કોઈ તેમનો માલ ખરીદવા આવતું નહોતું આનો રસ્તો શો? બંને મૂંઝાયા તેઓ એકઠા થયા પછી અંદરો અંદર સમજૂતી કરીને રસ્તો ખોળી કાઢ્યો. ત્યારબાદ એક લારીવાળાએ બૂમ પાડવા માંડી : “બટાટા પાંચ રૂપિયે કિલો.. બટાટા પાંચ Page #45 -------------------------------------------------------------------------- ________________ રૂપિયે કિલો...” બીજા લારીવાળાએ બૂમો શરૂ કરી દીધી : “બટાટા સાત રૂપિયે કિલો... બટાટા સાત રૂપિયે કિલો...” જતા આવતા લોકો પર છાપ પડી કે પહેલો લારીવાળો સસ્તા બટાટા વેચે છે. કિલોએ બે રૂપિયા બચાવવાની લાલચે કેટલાક લોકોએ ખરીદી કરી! બંને એ અક્લ દોડાવીને તરકીબ અજમાવેલી હોઈ, આવકની સરખી વહેંચણી કરી તેનો ઉકેલ કરી લીધો! બંને વાદળીના વરસવાની રાહ જોનારા હોતા. કોઈ પણ કાર્યની સફળતા અર્થે જરૂરી છે વિશ્વાસની... પરિશ્રમની... બુદ્ધિશકિતની... ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. કેટલીક્વાર માણસ પ્રયત્ન કરીને પણ નિરાશ થઈ જાય છે. ત્યારે જરૂર હોય છે થોડા વધુ પરિશ્રમની. દા.ત. : એક મોટી સરકારી ઓફીસમાં અનેક તિજોરીઓ હતી. તમામ તિજોરીઓની ચાવીઓનું એક ઝુમખું હતું. એક ભાઈએ પચાસ ચાવીઓના ઝુમખા સાથે એક તિજોરી ખોલવાનો પ્રયત્ન કર્યો. એક પછી એક ચાવીઓનો ઉપયોગ કર્યો. ઓગણપચાસ ચાવીઓના ઉપયોગ પછી કંટાળીને તેણે તિજોરી ખોલવાનો પ્રયત્ન છોડી દીધો. પણ છેલ્લી ચાવી એ જ તિજોરીની હતી. માણસે ક્યારે આશા ગુમાવવી જોઈએ નહીં. રાત ભર હે મહેમાં હૈ અંધેરા, કિસકે રોકે રૂકા હે સવેરા?” અંગ્રેજી ભાષામાં એક સરસ કહેવત છે “દરેક કાળા વાદળને રૂપેરી કિનાર હોય છે.” આપણું નસીબ એ જ છે કે આપણે બનાવીએ છીએ. “થે હાથ હમારી કિસ્મત હે, કુછ ઔર તો પૂંજી પાસ નહીં, યે હાથ હી અપની દૌલત છે.” ગત જન્મના અજ્ઞાન ગતકડા, નસીબની બલિહારી, પાપ-પુણ્યની વાહિયાત દંતકથાઓ કલ્પિત વહેમો અને ભુજંગી ભયના ઓથારે શ્વસતા ધર્મ પ્રલોભનો, વિજ્ઞાન રહિત અજ્ઞાન પ્રચર પાંખડી પરંપરાઓ, મેલી માન્યતાઓ અને જડ ધર્માધતાઓના પોકળ અવલંબનોના વમળમાં આપણા દેશનો દયાનક માનવી મૃત્યુ પર્યત દિશાહીન ઘુમરાયા જ કરે છે! Page #46 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં પરિશ્રમ પેટ ભરે છે અને માનવ-મૂંટિયાઓ ખિસ્સાં ભરે છે. જીવતાઓને રાંધવા માટે તેલ નથી અને મરેલાઓના મૈયતખાનાઓમાં અશુદ્ધ આવોના શુદ્ધ ઘી” ના દીવાઓ સળગે છે. ભૂખ્યું બાળક દૂધ વિના તરફડે છે અને પથ્થરોને દૂધથી નવડાવવામાં આવે છે. બુદ્ધિ અને પરિશ્રમની વાત નીકળે છે ત્યારે એ વાત પણ યાદ રાખવા જેવી છે : યુવાન ઓગણત્રીસની ઉંમરે અકાળે મરી જાય અને બાપુજી બાપુએ (ઉધે આંકડે) શકિતની ગોળીયું ગણે છે. આવી છે આપણી ધરા. આપણો વર્તમાન... પછી એવું પણ બને કે ગામડાંના ખેતરો કોરાં રહી જાય અને મુંબઈમાં મુસળધાર ત્રાટકે! ત્યારે અકળ સૃષ્ટિના સર્જનહારની અકળ ગતિ માથા ફરેલ માનવીના માથામાં ઉતરતી નથી! “કામધેનુને મળે ના એક સૂકું તણખલું, ને લીલીછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!” ૩૧. ચેતના ઈશ્વરને પૂવીનું સર્જન કરતાં પાંચસો કરોડ વર્ષ લાગ્યા “૬ યુગોથી એકધારુંશોધું છું, જીવવા માટે હું હાનું શોધું છું, ફોડી નાંખું આંખ અંતે બેઉં હું, ભીતરે રંગીને સપનું શોધું છું.” માણસની મહત્વકાંક્ષા ગમે તે પગલું ભરવા પ્રેરે... કારણ જીવનમાં પડકાર છે. પણ ક્યારેક ઉતાવળ જ મનુષ્યનો વિનાશ નોતરે છે. રંગીન વિચારો ફક્ત સપનામાં જ શોભે.. “રણ તો ધીરા ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું” -નર્મદ માટીયાળા રણમાં ચાલવું સહેલું હોતું નથી. ચોતરફ દિશાઓ અને રસ્તાઓ એક સરખા અને અજાણ્યા લાગ્યા કરે. એવામાં આગળ કેમ વધવું એની સૂઝ હોવી એ પોતાની પાસે કરોડો રૂપિયાની મૂડી હોવા બરાબર ગણાય. દરિયાના ઘુઘવતા પાણી વચ્ચેથી માર્ગ કાઢવો એ પણ આટલું જ પડકારભર્યું હોય છે. ઈશ્વરે Page #47 -------------------------------------------------------------------------- ________________ આવું અકળ વિશ્વ શા માટે બનાવ્યું એ સવાલનો જ્વાબ મળે એમ નથી. ઈશ્વરના સર્જનનો ભાવાર્થ એ હોઈ શકે કે દરકે ખૂબીઓ-ખામીઓમાંથી માનવીને શીક પ્રેરણા મળે. બાળક્ના જન્મથી જ જીવનનો પડકાર શરુથઈ જાય છે અને એટલે જ બાળક્ને પહેલાં રડતાં શીખવવામાં આવે છે. પણ સાચા અર્થમાં પડકારને પહોંચી વળવાની ક્ષમતા કેળવવા માટે પ્રકૃતિના રહસ્યોને સમજ્યાની જરૂર છે. સૌથી મોટો શિક્ષક આ દુનિયામાં કોઈ છે તો એ છે સર્જનહાર પોતે. નિરીક્ષણ કરો તો સમજાય કે જે લોકો પ્રકૃતિના ખોળે ઉછરે છે એમની ત્વરાબુદ્ધિ અન્યો કરતાં સારી હોય છે. મુશ્કેલ લાગતી સમસ્યાઓનું નિરાકરણ આ લોકોને સહજ રીતે મળી જાય છે. જીવનમાં પડકાર ત્યારે આવે છે જ્યારે મનુષ્ય ગાડરીયા પ્રવાહની જેમ જ વિચારે છે. બારમાં ધોરણના લોજીક વિષયમાં એક દૃષ્ટાંત છે. “તે પર્વત પર ધુમાડો છે માટે ત્યાં અગ્નિ છે, આ વાતને એક દૃષ્ટિએ સાચી છે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય... પણ સાચો વિચારક એવો હોય જે આ દૃષ્ટાંત વાંચીને તરત જ વિચારે કે ત્યાં અગ્નિ ન પણ હોય... કદાચ ધુમ્મસ પણ હોય... આવો વિચારક પડકાર ઝીલી શકે." પૃથ્વીને જીવન સર્જન કરતાં પાંચસો કરોડ વરસ લાગ્યાં હોવાનો વૈજ્ઞાનિકોનો મત છે. કમાલ છે ને, આવડી અમથી પૃથ્વીને સજીવન કરવામાં ઈશ્વર જેવા ઈશ્વરને પણ એક લાંબા યુગનો સમય લાગ્યો હશે. ઈશ્વરની આવી ધીરમાંથી જે માણસ પ્રેરણા ન લઈ શકે એને ભલા બીજે ક્યાંથી પ્રેરણા મળવાની. થોડીક અક્ક્સ આવ્યા પછી કે થોડા શિક્ષિત થયા પછી આપણે પોતાને મહાન કે ગ્રેટ સમજવા માંડીએ છીએ અને નકામી ઉતાવળો કરીને જીવનની રફતારને ઠેબે ચઢાવી દઈએ છીએ. ઘણું થયું... વેથી આવું નથી કરવું... હવેથી દરેક કામને, દરેક સ્થિતિને ધીરથી, નવી દૃષ્ટિથી જોવાની ટેવ પાડવી છે. વિચારવું છે અને આગળ વધવું છે. આટલું નક્કી કરીને આજ્ની સવારને વન ઓફ ઈટ્સ કાઈન્ડ બનાવીએ જીવનમાં નવી ચેતનાનો સંચાર કરીએ. “અમને નાંખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં, આખરે સર કરીશું, મોરચા મોતને આવવા દો લાગમાં” ૩૨. અર્ધજ્ઞાનીઓને સમજાવવા અઘરા છે આ જગતમાં વસતા વિશાળ જનસમુદાયમાં ભાતભાતનાં લોકો હોય છે, કેટલાક તદ્ન અન્ન કે Page #48 -------------------------------------------------------------------------- ________________ મૂઢ હોય છે, તો થોડાક વળી અત્યંત વિચક્ષણ... આ બે પ્રકારના લોક વર્ગની વચેટનો એક એવો “પંડિતમન્ય' સમુદાય પણ હોય છે. જે પોતે મેળવેલી અધકચરી જાણકારીને કારણે અભિમાનથી છકી જાય છે, અને આસપાસના ન સામાન્ય આગળ પોતાની બડાશ મારતો ફરે છે. મૂર્ખની પદ્ધતિ અંગે વાત કરતાં કવિ ભર્તુહરિ સમજાવે છે. “અજ્ઞ: સુખમારાધ્યઃ સખતરમારાધ્યતે વિશેષજ્ઞઃ જ્ઞાનલવવિદંગ્ધ બ્રહ્માપિ નર ન રયાતિ I” (નીતિશતક) જે બિલકુલ જાણતો નથી એવા અક્ષ (અકચિત્સિ:) માણસનું સમાધાન સહેલાઈથી, વગર મહેનતે થઈ શકે છે, કેમકે તેને તો જે ઉપદેશ આપો તેમાં તત્કાળ (વિચાર કર્યા વગર જો વિશ્વાસ બેસી જશે. જ્ઞાનનાં સમુળગા અભાવને કારણે તેઓ કોઈપણ વિષયનાં તારતમ્ય અંગે વિચાર જ નથી કરી શકતા જે જ્હો તે તાબડતોબ સ્વીકારી લે છે, વિચાર શકિતના અભાવને કારણે બીજી તરફ, જે વિશેષજ્ઞ છે કે તત્વવેતા છે. તેનું તો વળી આથી યે વધારે સરળતાથી, અત્યંત આસાનીથી સમાધાન થઈ જાય છે. કારણ કે તેની બુદ્ધિ તો સર્વદા વિશેષગ્રાહી હોય છે. આવા જ્ઞાની કે અત્યંત બુદ્ધિશાળી લોકોની સમજશકિત અને ગ્રહણશકિત એટલી તીવ્ર હોય છે કે તેઓને શકું યે સમજાવવાનો પ્રયાસ કરવો નથી પડતો. પરંતુ આ બે પ્રકારના લોકો (તદન અક્ષ (મૂઢ) અને જ્ઞાની) ની વચલો જે અલ્પક્ષ વર્ગ છે, તેનું સમારાધાન કરવું તો અશક્યવત્ છે. કવિ ભર્તુહરિ કહે છે કે જે જ્ઞાનના કણમાત્રથી દુવિર્દગ્ધ છે, અર્થાત્ શાસ્ત્રજન્ય જ્ઞાનનાં બિંદુ માત્રથી પોતાને પંડિત સમજી બેઠેલો (પંડિતમન્ય:) અર્ધદગ્ધ છે, તેવા કહેવાતા જ્ઞાનીનું સમારાધન તો ખુદ બ્રહ્મા પણ ન કરી શકે... જે કર્યું, અકર્તુ અન્યથા કતુ સક્ષમ છે, એવા સર્વશકિતશાળી બ્રહ્મા સુદ્ધાં અલ્પસ પંડિતમાનીનાં મનનું સમાધાન હજારો મુકિતઓ વડે પણ ન કરી શકે... અર્થ સ્પષ્ટ છે. સાચું જ કહ્યું છે : “A Little Learning is a DangerousThing” ગુરાતીમાં પણ કહેવાય છે કે “અધુરો ઘડો છલકાય’ આમ, કહેવાતા - જ્ઞાનનો કણ મેળવ્યો ન મેળવ્યો, ને જે માણસ પોતાને સર્વજ્ઞ સમજી બેસે છે તે તો સાચે જ મહામુર્ખ છે સમજાવવાનું કામ અતિશય કપઅની રહે છે. આવા અલ્પજ્ઞ છતાં પંડિતમન્ય ને સ્વયં બ્રહ્મા પણ સમજાવવા સમર્થ નથી. એમ “અતિશયોતિ' અલંકાર વાપરીને કવિ ભર્તુહરિ સૂચવે છે : કિમતન્ય:? અર્થાત જ્ઞાનલવથી છકી ગયેલા, બહેકી ગયેલા માણસને કોઈ કરતાં કોઈ સમજાવી ન શકે. ૩૩. સત્વ ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે, રે દીવા ઝાઝા બળે છે ત્યારે દિવાળી થાય છે. કોઈ પણ સંબંધ જ્યારે વિખવાદ સર્જ.. અથવા તો સંબંધમાં તિરાડ પડે ત્યારે એક પાત્રને છુટું Page #49 -------------------------------------------------------------------------- ________________ પડવું પડે છે. કવિ અદમે સરસ શાયરી લખી છે : “દુસરોં સે બહુત આસાન હે મિલના સકી અપની હસ્તી સે મુલાકાત બડી મુશ્કેલ હે” બધાજ મિત્રો કે પ્રેમિકથી વછુટી જવાય તો પણ શું? તમારામાં સત્વ હશે તો તમે પછી તમારી હસ્તીને પિછાણી શકશો. કન્તી ભટ્ટે એક સુંદર વાત જણાવી છે. તેમણે એક મોટા શહેનશાહની વાત કરી છે. માઈક્લ'દ મોત્તેન નામનો આ એકલતાનો શહેનશાહ વકીલાત અને પ્રેમસબંધોથી વછૂટાઈને ફ્રેન્ચ ગામડાના ડોરોનના જંગલમાં રહેવા ચાલ્યો ગયો. તયાં જઈને તેણે વૃક્ષો, નદીઓ, પર્વતો સાથે પ્રીતિ બાંધી. આમ પણ જ્યારે કોઈ પણ સાથે પ્રીત બંધાય એટલે આવી જ બન્યું... અને એમાંય પ્રકૃતિ હોય અથવા સ્ત્રીમાં ભારતીયતાના દર્શન હોય તો પછી પ્રેમ વધુ ઘેરો બને... ચંચળ મન જો સામે સ્ત્રી હોય તો તેના વાળમાં, આંખોમાં, હાથમાં અને હાથની મેંદીમાં તેની સાડીમાં... હાસ્યમાં પણ ખોવાઈ જવાય. આવા પ્રકૃતિમાં ખોવાયેલા જુવાન ફ્રેન્ચ બાવાને મન થયું કે એક પ્રેમ પત્ર લખું. કોને લખું? પછી તેને થયું કે મારી જાતને ઉદ્દેશીને લખું. કેવો અદ્ભૂત વિચાર! એવો સંગ મરતાં સુધી છૂટે નહીં. બેવફા કહેવાનો મોકો કે માથાકૂટ જ નહીં. તેણે તેના પત્રોમાં ગમગીની, એક્લતા, વકીલોના જૂઠાણાં, ભય, સુગંધ, પ્રાર્થના, માનવભક્ષી માણસો અને અંગૂઠા કે આંગળીઓ પર લખ્યું. અરે! ચરણ શુદ્ધતમ રાખવાની ઉપર આખો નિબંધ લખી નાખ્યો! એણે ઉપરના તમામ વિષયો ઉપર કેટલું બધું વિદ્વતાભર્યું લખ્યું હશે કે ૧૫૭૧ માં માઈકલ મોન્તને લખેલા આ સ્વસંબોધિત નિબંધો પેગ્વિન પ્રેસે તાજેતરમાં ૬૦ ડોલરના ભાવે પ્રગટ કર્યા છે. આ બધા જ વિષયોમાં ક્રાંતિકારી વિષય હતો “પોતાની જાત” આ માણસે મને ભાન કરાવ્યું કે તારો દોસ્ત હોય તો તું જ છે. મોત્તેન કેવી એકલતાની અને વિહિતાની પ્રક્રિયામાંથી ગુર્યો તે જ મહત્વનું છે. વિવિધ ધર્મો ઉપર તે ભાગ આપતો છતાં તે પોતાની જાતને પૂછતાં “હું શું જાણું છું” (WHAT DOTKNOW) આ તેનું સૂત્ર ફ્રાન્સમાં પ્રખ્યાત થઈ ગયું. તેની શતાબ્દી વખતે સિક્કા બહાર પાડ્યા તેમાં આ વાક્ય ફ્રેન્ચ ભાષામાં કોતરાયું : હું શું જાણું? ખાખ જાણું. NOTHING IS CERTAIN EXCEPT THAT NOTHING IS CERTAIN પ્રેમને આપણે જાણીએ છીએ? મૈત્રીને જાણીએ છીએ? તમને ગેરંટી પત્ર પર લખેલો પ્રેમ જોઈએ છે? એવી ગેરંટી સાથે પ્રેમ કરવા હાલી નીકળાય નહીં. ૩૪. કવિતા કવિતા એટલે ગરબે ઘૂમતી ગોરી...! Page #50 -------------------------------------------------------------------------- ________________ પગનું ઝાંઝર એટલે છંદ... અને લચક એટલે અલંકાર “ન પૂછીશ મને કે હું કોણ છું? રે, હું બ્રહ્મનો સંદેશ વાહક, શબ્દ મારુઘર ને ક્લમ માસ્ટર્દ, મૌનને તોડું ભઈ હું કવિતાનો પાલક પ્રત્યેક કવિ બ્રહ્મનો સંદેશ વાહક છે. કવિના ઉરમાંથી પ્રગટતા પ્રત્યેક શબ્દો એટલે આત્માનો અવાજ, કવિની કલમમાંથી ટપકતા સઘળા શબ્દો રૂપ, દર્દ, પ્રેમ અને ઈશ્વરની અનુભૂતિ કરાવે છે. ગુણવંત શાહે “પ્રશ્રોપનિષદ” કાવ્યમાં કહ્યું છે કે લોકો પૂછે છે : આ કવિતા આવે છે ક્યાંથી? - મને થાય છે કે આ વાયરો મૂળ કયાનો વતની? મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ? મેઘ ધનુષ્ય “Redirect” થઈને ક્યાંથી આવ્યું? ઝંખનાના ગામનો પીનકોડ નંબર? ઉર્ધ્વમૂલ વુક્ષ કઈ વાડીમાં ઉગ્યું છે? અનંતના વહેણમાં અતીતનો આવારો ક્યાં આવ્યો, વૃક્ષ પર કલવર ફૂટે એમ મૌનને ફટે છે શબ્દ, ને ત્યારે કવિ અને ઈશ્વર વચ્ચે, માંડ એક વેંતનું છેટું હોય છે, ઈશ્વર અને કવિની સરખામણી થઈ છે, ઈશ્વર એટલે બ્રહ્મ, કવિતાના રૂપ આત્મીયતાને આભારી છે. કવિ જેટલો કવિતામાં ઓતપ્રોત બને તેટલી કવિતા ઈશ્વરીય બને. કવિતામાં નિખાલસતા હોય છે, કવિ કવિતાને મોંમાં અંગૂઠો મૂકીને ચૂસી લે છે! કવિતા એટલે જાણે ખળ ખળ વહેતું ઝરણું! કવિ એટલે હલેસા મારતો નાવિક! કવિતાની રચના એ એક ઈશ્વરીય બક્ષિસ છે. વિસ્તરની ક્ષિતિજોને નજરકેદ કરી, કલ્પનાના મહાસાગરમાં ડૂબકી મારી કવિ કવિતાને કલમના સહારે નસમુદાયને અર્પણ કરે છે... અને ત્યારે કવિ બને છે સાચો બ્રહ્મનો સંદેશ વાહક. ૩પ. વિકાર અને લાગણી Page #51 -------------------------------------------------------------------------- ________________ “નથી એવું સહેલું સાવ છેડો ફાડવાનું લો, નહીં તો બુદ્ધ થઈ જાય સૌ ઘર છોડી.” “ધિક્કાર” શબ્દ બે વ્યક્તિઓ વચ્ચેની દિવાલનું પાકું પ્લાસ્ટર કરેલું ચણતર છે. શા માટે એક વ્યક્તિને બીજા સાથે નફરત પેદા થાય છે ?? શા માટે સંબંધનો છેડો ફાડે છે ?? કારણ, કેટલાકને ફક્ત વાતાવરણ અને આબોહવાની નોંધ લેવામાં જ રસ હોય છે. પરંતુ, પોતે જીવે છે કે નહીં તેની ખબર રાખતા નથી. સમયાંતરે, પ્રેમ ખાતર બોલાતાં બે શબ્દો બહુ દૂરની વાત છે. પણ આશ્વાસન ખાતર “કેમ છો ?" - પૂછવાનો જમાનો પણ ગયો. અત્યારની આખીય પરિસ્થતિને એક વાક્યમાં વું હોય તો એમ ી શકાય કે માણસને શ્વાસ લેવાનો પણ ભાર લાગે છે. સાચા અર્થમાં વ્યક્તિને સ્વીારવા કે મિત્ર બનાવવા કેટલાક ચોક્કસ સિદ્ધાંતો પણ હોવા જોઈએ. જેમ કે સાચા માણસો માટે મને દિલથી આદર છે. નિખાલસ લોકો મને ખૂબ ગમે છે. પોતાની ભૂલો સ્વીકારી લેનારા લોકોને મિત્રો બનાવવામાં હું ગૌરવ અનુભવું છું. ભૂલ દરેક્ની થાય છે. કેટલીક વાર પત્નીને પ્રેમનો યોગ્ય ન્યાય આપી શકાતો નથી, કેટલીક્વાર તેની લાગણીને ઠેસ પહોંચી જાય છે. અને આવી પરિસ્થિતિમાં ક્યારેક ગંભીર પ્રશ્નોનું સર્જન થાય છે. પણ એ વાત યાદ રાખવી જરૂરી છે કે પોતાની ભૂલો સુધારી લેવાની સાધના કરનાર માણસ હંમેશા વિખવાદથી બચી જાય છે. “ભૂલ થવી જ ના જોઈએ” એવો આગ્રહ રાખનારા માણસો મોટે ભાગે પ્રેકટીકલ નથી હોતા, એમનો આગ્રહ એમને જડતા સુધી લઈ જાય છે. ભૂલ સુધારી લેવાની તત્પરતાવાળા લોકો ચાહવા યોગ્ય હોય છે. ક્યારેક માનવીની જડતાને કારણે જ ધિક્કારનો ભોગ બનવું પડે છે. ધિક્કારના છોડને પ્રેમના સિંચન વડે મૈત્રીના ફૂલો ખિલવી શકાય છે. એક્બીજાને ગમતા રહેવું - એક્બીજાને અનુકૂળ થતાં રહેવું એટલે એકરાગ... જેના વડે માંદી વ્યક્તિમાં પણ થનગનાટનો સૂર પુરી શકાય. જેના વડે હારેલાને બેઠો કરી શાય. નવી ચેતના ગાડી શકાય. સ્કૂટર ચાલુ કરવા કીક મારી, ગીયર પાડી એક્સીલેટર આપવું પડે. ત્રણેયનો સુભગ સંગમ ગતિ આપે. પ્રત્યેક વ્યક્તિને પ્રેમમય, નિખાલસ જીવન જીવવા સુભગ સંગમ કરવો જોઈએ. કીક માર્યા વિનાનું સ્કુટર ફક્ત સાધન છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ વાત કરીએ તો ફક્ત પ્રેમની દવાથી દર્દી સાજો થઈ જતો નથી. તેની સાથે સાથે જરૂર હોય છે વાતાવરણ કે આબોહવાની. મનને વિવશ થતું અટકાવી આવી વ્યક્તિઓને શહેર કે કુદરતી સફર કરાવવાથી પણ એક પ્રકારની આહ્લાદક્તા મળે છે. ચાર દિવાલોમાં કેદ એવા આપણા શરીરને ક્યારેક લીલા લીમડા, ધરતીનું ઘાસ, આંબા પરની કોયલ, ગુલમહોરના ફુલો, ભેંસનું છાણ, ભાર ઉંચકી ચાલતી ગ્રામીણ સ્ત્રી, ભાગોળનો ઉકરડો, દરણું દળવાની ઘંટી વગેરે... આઝાદી અને આનંદનો અહેસાસ કરાવે છે. પણ આ બધું જોવામાં કે માણવામાં પણ આત્મીયતા હોવી જોઈએ અને આત્મીય વ્યક્તિ પણ પાસે હોવી જોઈએ. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રેમચી સુમેળ સાધવા, એક્બીજાને સ્વીકારવા, એક્બીજામાં નવો સૂર પુરવા, ચેતના જાગૃત કરવા હૈયામાં હામ હોવી જોઈએ. ધિક્કાર કે તિરસ્કાર માટે સૌથી વધુ જવાબદાર પરિબળ મારી દૃષ્ટિએ લાગણી છે. જ્યારે લાગણીને ઠેસ પહોંચે છે ત્યારે ત્યારે પ્રેમમાં ઓટ આવે છે. જીવનમાં પતિપત્ની વચ્ચે પણ વિખવાદનું ારણ લાગણીનો વ્યય હોય છે. બંને પાત્રો હંમેશા એક્બીજાની હૂંફ ઝંખતા હોય છે. વિશ્વનું શ્રેષ્ઠ સાંનિધ્ય એક્બીજાની નિક્ટતો અને હૂંફ હોય છે. પતિ-પત્ની હંમેશા ઈચ્છે છે કે પોતાની વિક્ટ પરિસ્થિતિમાં બન્ને એક્બીજાની સાથે હોય. આ બાબતમાં “સાથેહોવું” એટલું મહત્વનું નથી પણ સાથે રહી એકબીજાને પુરા દિલથી સમજતાં રહેવું એ મહત્વનું છે. દિવસોના ઝગડાઓ ક્ષણવારની પ્રેમાળ નિક્ટતામાં જ મટી જાય છે. અનેક મર્યાદા હોવા છતાંય લાગણીવશ હૃદયે જ્યારે પણ નિકટતા ઝંખે ત્યારે એ પ્રેમ આદર્શ બની જાય છે. એકાએક હૃદયમાંથી બે પ્રકારના અવાજો આવે છે.... “હું મર્યાદાને ન્યાય આપું કે લાગણીને...?” - આવી ક્ષણોનો ઉદ્ભવ વધુ નિકટતાને જન્મ આપે છે. ધિક્કાર, નફરત નેવે મુકાઈ જાય અને પ્રેમનો વિજ્ય થાય છે. પ્રત્યેક સવાર સુખના કિરણો લઈને આવે છે. મારા મતે, ઉંઘતો પતિ જાગીને ઉઠે ત્યારે પત્ની તેને ક્વિંતી સોનાની વીંટી ભેટ આપે તેને માત્ર કાળજી કહેવાય પણ પાણીનો પ્યાલો આપે તો તેને લાગણી કહેવાય. અને એ પાણીનો પ્યાલો જ સાચા અર્થમાં પ્રેમનું માધ્યમ બની જાય, નહિં કે મિંતી વીંટી. ધિક્કારની જગ્યાએ ચાહવા માટે આવું ઘણું બધું છે દુનિયામાં. ૩૬. સંતોષનો આનંદ આપણને જે કાંઈ મળ્યું છે એમાં આપણે ઈશ્વરનો આભાર માનવો જરી છે. આપણે જ્યારે દુ:ખી હોઈએ ત્યારે આપણાથી વધુ દુ:ખી તરફ નજર કરવી જોઈએ... તુરંત અહેસાસ થશે કે આપણે સારી સ્થિતીમાં છીએ. જે કાંઈ મળ્યું છે તેનો આનંદ એટલે જ સંતોષ. ઈરાનના મહાન ફિલસૂફ શેખ સાદી એક્વાર નમાજ પઢવા મસ્જિદ તરફ જઈ રહ્યા હતા. તેઓ અત્યંત ગરીબ હતા અને પોતાનું જીવન ભારે મુશ્કેલીથી વીતાવી રહ્યા હતા. તેઓ એમ વિચારતા હતા કે અલ્લાહ તેમના પ્રત્યે રહેમ દાખવો નથી અથવા તો એમ વું જોઈએ કે અલ્લાહ ભારે કઠોર છે. ધીમે ધીમે મસ્જિદ તરફ જ્યા જ્યા તે વિચાર કરવા લાગ્યા. “હવે, મને જ જુઓને ! આ ધોમ ધખતી બપોરમાં મારી પાસે પહેરીને ચાલવા માટે જોડા પણ નથી. અલ્લાહ તો રહેમનો અવતાર છે અનેછતાં મને આશ્ચર્ય થાય છે કે તેને મારા પર જરાય રહેમ નથી. તેમણે પોતાની જાતને આ વખતે સહેજ મોટા અવાજે ક્યું : “ ગમે તે હો, હું મારી ફરજ બજાવીશ જ હું ખુદામાં મારો ભરોસો હંમેશ માટે જાળવી રાખીશ. હું મારી પોતાની ફરજ બજાવીશ. બાકીનું બધું જ તેના પર અને તેની મરજી પર છોડું છું !" અચાનક જ તેમણે એક એવા માણસને જોયો જેને ચાલવામાં ભારે મુશ્કેલી પડતી હતી. તે અપંગ તો. પછી, શેખ-સાદીએ પોતાના હાથ ઉંચા કર્યા અને બંદગી કરતા બોલ્યા “ઓ ખુદા, તું તો ભારે Page #53 -------------------------------------------------------------------------- ________________ રહેમ દિલ છે, તે બંને પણ આપીને મને બધું આપ્યું છે. તું તારો વારંવાર આભાર માનું છું.” સંતોષ માનવીય આનંદનું મૂળ છે. માણસને જ્યારે પોતાને મળેલ દુ:ખ સતાવતું હોય ત્યારે તેણે સમવું રહ્યું કે દુનિયામાં તેનાથી પણ વધુ દુ:ખી લોકો રહે છે. જો સામાન્ય માંદગીથી આપણે દુ:ખી થતા હોઈએ તો હોસ્પિટલમાં નબળા દર્દીઓના વોર્ડમાં આંટો મારી આવવો જોઈએ. સંપત્તિનું દુઃખ હોય ત્યારે ગરીબ વસ્તીની મુલાકાત લેવી જોઈએ. ૨૦. વાણી માણસની સૌથી મોટી નબળાઈ તેની વાણી છે. નાનપણથી જ માનવજાત માટે ઈસુ ખ્રિસ્ત વાણીને ઉપદેશો તરફ વાળી અને તેથી તેઓ ગત ઉધ્ધારક બન્યા. તોગડિયા, સિંઘલ, સામ કે ઠાકરેની વાણીથી હજ્જારો લોકોના મન દુભાયા છે. કઠોર અને ભ્રામક વાણીથી દુભાયેલું મન ભાગ્યેજ જીતાય છે. એટલે જ તો કહેવાયું છે કે “બાણથી વીંધાયેલા ઘા ભરાઈ જાય છે પણ કઠોર વાણી સંબંધોને અસ્તવ્યસ્ત કરી નાંખે છે.” એક્વાર ભગવાન બુદ્ધ વનમાં વિહાર કરતા હતા. આનંદ વગેરે ભિક્ષુઓનો સંઘ ભગવાનની સાથે ચાલતો હતો. ગાઢ જંગલમાં કઠિયારાની એક ટોળીમાં કજીયો થયો હતો. ગાળો અને કડવા વેણના તાતા તીરનો મારો ચાલતો હતો. આક્ષેપબાજીની આહુતિમાં ઉશ્કેરાટનો અગ્નિ ભડભડ બળતો હતો. તથાગતનું દર્શન થતાં જાણે અમૃત છંટાયું હોય તેમ ટોળીનો ક્રોધાગ્નિ શાંત થઈ ગયો. ભગવાને કહ્યું, “ભાઈઓ ! તમે કઠિયારા છો. વૃક્ષો ઉપર તમે કૂહાડા ચલાવો છો. ડાળીઓ કાપી નાખો છો. માત્ર થડ જ રહેવા દો છો. ક્યારેક આખા વૃક્ષને ઢાળી દો છો. માત્ર જમીનમાં મૂળ જ રહે છે. પણ મને કહો, ‘આવા કપાયેલા વૃક્ષો ફરી કોને છે ?' એક વૃદ્ધ કઠિયારાએ કહ્યું, “હ ભગવનું ! એ ફરીવાર જરૂર કોળે છે અને એક વરસમાં તો હર્યુભર્ય થઈ જાય છે.” અને વૃક્ષની કપાયેલી શાખા રોપવામાં આવે તો એ કોળે ખરી ?' ભગવાને પૂછયું. કૂહાડાની જેમ જીભ ચલાવતા બીજા કઠિયારાએ જવાબ આપ્યો, “વાવેલી ડાળી, પણ નવી કુંપળોથી હરિયાળી થઈ જાય છે.” ભગવાન બુદ્ધે કહ્યું, “જુઓ, તમારા કૂહાડાથી સાવ કપાઈ ગયેલું આખું વન ફરી કોળી ઉઠે છે, પરંતુ કૂાડા જેવી જીભની જો તમે, મનની વનસ્થળીને કાપી નાખશો તો એ ફરી નહિ જ ઊગે અને જીવન વેરાન થઈ જશે. તમારા વ્યવસાયમાંથી તમે આ વાત શીખો તો સારું બુદ્ધના ઉપદેશથી કઠિયારાની ટોળી ઉપર અલૌકિક અસર થઈ. ૪૮. આcહાર Page #54 -------------------------------------------------------------------------- ________________ મન અને હૃધ્યની વિશાળતામાં જ આવકાર છે. બંધિયાર મન હંમેશા તિરસ્કારની પ્રતીતિ કરાવે છે. ખુલ્લા દિલથી જ્યાં આવનાર છે ત્યાં વિકાસ અને વિસ્તાર છે. કાર્લ સેન્ડબર્ગના કાવ્ય મુજબ : The Opendoor says: Come in The Closed door says : Who are you? If a door is shut and you want it shut, why open it? If a door is open and you want it open. Why shut it? Only doors know, what doors forget. આપણા ભ્રષ્ટ નેતાઓના દિમાગમાં આ વાત નહિ ઉતરે. ગુણવંત શાહે કહ્યું છે કે, ભારતની દરેક ઓફિસે ઓફિસે દેશની નાગરિકતા રોજ અપમાનિત થતી રહે છે. દૂરદૂરથી આવેલા કોઈ ગામિડયાને ઝાઝું સાંભળ્યા વિના ઘડાક દઈને પાવો કાઢવામાં જે અધિકારી પાવરધો હોય તેને ટેબલની બીજી બાજુએ ઉભેલો માણસ પણ “માણસ છે, એ વાત યાદ રહેતી નથી. સંવેદનશૂન્યતા એનો સ્થાયીભાવ બની રહે છે. ગાંધીનગરમાં દરેક ઓફિસની ભીંત પર મોટા અક્ષરોમાં એક સૂચના મઢાવીને મૂવી જોઈએ : “મને મારા કામ માટે પૂરતો પગાર મળે છે. લાંચની ઓફર કરી માઅપમાન કરશો નહીં. તમારુવાજબી કામ સવેળા કરી આપવું એ મારો ધર્મ છે.' આજે ભ્રષ્ટાચાર આચાર બની ગયો છે... અને જ્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં અસ્વીકાર છે. કોઈપણ ક્ષેત્રમાં માનવીને આવકાર નથી આવકારનાર વ્યકિતએ સંવેદનશીલતા ગુમાવી છે એમ સમજવું. યંત્ર જેવો બની ગયેલો માનવી પોતાના જ વિચારો - કાર્યોમાંથી ઉચો નથી આવતો. તે એ પણ ભૂલી ગયો છે કે તેની આસપાસ શ્વાસ લેતું જગત છે. કાર્ય અર્થે કે ફરિયાદ માટે જતા વ્યકિતને એક આશા હોય કે ઓફિસમાં બેઠેલ વ્યકિત તેને સાંભળે, સગા-સંબંધીને ત્યાં જતાં વ્યકિતને આશા હોય કે તેને સહુ સસ્નેહ આવકારે, શાળામાં ભણતા બાળકને ઈચ્છા હોય કે શિક્ષક તેનામાં રસ લે. પતિ-પત્ની પણ પરસ્પર એક બીજાના પ્રેમ - હૂંફ અને આવકારને ઝંખતા હોય છે. જ્યારે એક વ્યકિત બીજી વ્યકિતમાં રસ લઈ સમાધાન કે આત્મીયતાની ભૂમિકા ભજવે છે ત્યારે તેની પ્રતિષ્ઠામાં આપોઆપ વધારો થાય છે. અંગત સ્વાર્થ કે પોતાના જ કાર્યમાં રસ લઈ બાજુમાં ઉભેલ વ્યકિતનું અસ્તિત્વ ભૂલી જાય છે ત્યારે તેને “એલપેટા' નું બિટ્સ મળે છે. બુદ્ધિજીવી' તરીકેનું ઉપનામ પણ ત્યારે જ મળી શકે જ્યારે કોઈપણ ઈચ્છુક વ્યક્તિને સાંભળી, સમજી તેને યોગ્ય માર્ગ બતાવવામાં આવે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં ચીનમાં ક્યુશિયસ થઈ ગયા. બાવીસ વર્ષની ઉંમરે તેઓ શિક્ષક બની ગયા. સમય જતાં તે ન્યાયમૂર્તિ બન્યા અને તેમાંથી તે ન્યાય ખાતાનો પ્રધાન બન્યા. એક દિવસ કોઈ રાજ્યની એક દુ:ખી સ્ત્રી કન્ફયુશિયસ પાસે આવી અને રડવા લાગી. કન્ફયુશિયસે તેને પ્રેમથી આવકાર આપી સૈનનું કારણ પૂછયું : “મારા પતિના પિતા ગામમાં ફરતા હતા ત્યાં અચાનક એક વાઘે હુમલો કર્યો અને તેમને વાઘે ફાડી ખાધો. મારા પતિનું મૃત્યુ પણ એજ રીતે થયું. Page #55 -------------------------------------------------------------------------- ________________ હમણાં મારા પુત્રને પણ વાઘે ફાડી ખાધો.' સ્ત્રીને શાંતિથી સાંભળ્યા પછી ક્યુશિયસે પૂછયું : “બહેન ! તો પછી તું શા માટે એ રાજ્યમાં રહે છે? એ રાજ્ય છોડી દેવાનું શા માટે વિચારતી નથી ?' સ્ત્રીએ જવાબ આપ્યો : “મારા રાજ્યમાં સરકાર લોકો ઉપર કોઈ દમન ગુજારતી નથી.' આ સાંભળી તરત જ કન્ફયુશિયસે પોતાના શિષ્યોને સમજાવ્યું. : “દમન ફેલાવનારુંશાસન જંગલી વાઘ કરતાંય વધારે ખતરનાક છે.” ક્યુશિયસ અદના માનવીને પણ સાંભળતા. તેઓ એવા ચિંતક અને ફિલસુફ હતા કે પ્રજાને સાંભળીને તેમાંથી લોકોને અનુકૂળ એવી વિચારધારા અને કાયદાનું સર્જન કરતાં. ખુરશી પર બેસી ફકત “સ્વ' વિચાર કે કલ્પનામાં જ રાચવાથી કાર્ય પૂર્ણ થતું નથી. કોઈપણને સાચા હૃદયથી સાંભળી યોગ્ય રાહ બતાવવો એ જ પવિત્ર કર્ય. આ કરતાં પહેલાં દરેકે યાદ રાખવું રહ્યું કે પ્રથમ કોઈપણને સસ્નેહ આવકારીએ. પ્રેમાળ આવકાર કોઈને નવી દિશા આપી શકે છે. ૩૯. મારામાં શું છે ? ‘તમારી નજાકત જોઈને ફૂલો શરમાય છે, વાત માંડુ છું ત્યારે એ બધાં કરમાય છે.' પ્રેમમા અને પ્રિયતમાની યાદમાં આવતા અનેક સાધનો -સ્મરણો સરળતાથી સાહિત્યનું સર્જન કરવા પ્રેરે છે. પ્રેમમાં ઘણું બધું માની લેવાનું, ધારી લેવાનું અને કલ્પી લેવાનું રહે છે. કયારેક કહેવાનું મનમાં છલોછલ છલકાતું હોય પણ હોઠ પર આવે નહીં, ક્યારેક મનની વાત સાહિત્યસે કાગળ ઉપર લખાઈ જાય ત્યારે પ્રિયતમા શબ્દોનું અનેક પ્રકારે અર્થઘટન કરે છે. કયારેક વિશ્વની દૃષ્ટિ સમક્ષ રાખી તો ક્યારેક પોતાની પ્રેમીકાની ચેષ્ઠાઓને જોડી સાહિત્ય રચાય ત્યારે પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં સાહિત્યકાર પ્રેમીની હાલત કફોડી થઈ જાય છે. સર્જકની ઈચ્છા ક્યારેક પ્રેમિકાને નિરાશ કરવાની નથી હોતી છતાંય, ગેરસમજભર્યો વિચાર સાહિત્યને નિરર્થક બનાવે છે... આવા સમયે પ્રેમિકા હંમેશા એવું જ પૂછે છે કે, “તમે મને શું ધારો છો ? મારામાં શું ઓછું છે? જો એમ હોય તો પછી મારા વિશે તમને શું લાગે છે એ તમો લખો...!' વાતચીત વખતે બોલચાલમાં ભુલ થવાનો સંભવ હોય છે. કયારેક ઉતાવળના પરિણામ અવળા આવે છે તો ક્યારેક ફોડ નહીં પડવાના પણ એવાં જ પરિણામો આવે છે. આવા સમયે સમજી લેવું ન્શી છે કે લાગણીના સહારે પ્રેમ થાય છે, નહિ કે ગતિને સહારે. ‘હજાર લાગણી હોવા છતાંય જોયું છે, બની શકે છે મોહબ્બત મગર નથી બનતી, જો પહોંચવું હો તો મંજિલનો પ્રેમ પણ રાખો, ફકત ગતિના સહારે સફઈ નથી બનતી.” એક્બીજાને મળતાં, હસતાં, રમતાં લોકો લાગણીને મહોબ્બતનું નામ આપ્યા વગર જ છુટ્ટા પડી Page #56 -------------------------------------------------------------------------- ________________ જતા હોય છે. પ્રેમીઓના બે સ્ર હોય છે. પ્રણય વખતનું વર્તન અને વહેવાર જુદા હોય છે અને પ્રણય જો સંસાર બની જાય તો સ્વસ જુદું હોય છે. છતાં પણ પ્રણય સાહિત્યમાં નવો જીવ પૂરે છે. કેટલીવાર પ્રેમિકાને અન્ય પ્રતિક સાથે સરખાવવાનું પણ મન થઈ જાય છે. બોલ તમારા સાંભળી ક્વો જાદુ થઈ ગયો, ટહુક્યું ભુલીને કોયલ મૂંગી મંતર થાય છે.' પ્રેમી કે પ્રેમિક્સમાં કેટલીક વિશેષતાઓ પણ રહેવાની. જ્યારે પણ બંને વચ્ચે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આ વિશેષતાઓને યાદ કરવી વધુ ઉચિત ગણાશે. ભલે પ્રેમીને નૃત્યને નિહાળવાનો લાભ ન મળ્યો હોય છતાંય, તેની અંદર મહેચ્છા હોય છે કે મારી કળા મારા પ્રેમીને બતાવું ! માનૃત્ય ફક્ત મારા પ્રેમી માટે જ બની રહે. એ નૃત્ય એના માટેની ભેટ હશે. આ બધું જાણતાં પ્રેમીએ હંમેશા પ્રેમના સમયે એ નૃત્યની ઈચ્છા રાખવી જોઈએ. સાહિત્યકાર પ્રેમીએ એના માટે શબ્દો ટપકાવી દેવા જોઈએ. ‘નર્તન તમારુંજોઈને ઝરણાંય ઝુમવા લાગે, કાન દઈને સાંભળો એ બધા કંઈ ગાય છે. ટુંકમાં પ્રશ્ન ત્યારે જ ઉપસ્થિત જાય છે જ્યારે પરિસ્થિતિ સર્જાય છે અને આવી પરિસ્થિતિ લગભગ પ્રેમી સાહિત્યકાર અને પ્રેમિકા વચ્ચે હંમેશા ઉદ્ભવે છે. લગભગ ઘણાં ખરાં શાયરો અને લેખકોનું સાહિત્ય સર્જન આવા મીઠા ઝઘડાઓથી જ થયું છે એ પણ એક મજા છે. છતાં, એ પણ યાદ રાખવું રહ્યું કે પ્રશ્ન એ ગંભીરતા નથી સમાધાન છે. વિક્ટ પિરસ્થિતિ હોય, કે પછી હાલત ગંભીર હોય ત્યારે સામે ચાલીને વાસ્તવિક્તા ણાવી વર્તમાન સુધારી લેવા પ્રયત્ન કરવો જોઈએ. ૪૦. ઈચ્છા અને આધિપત્ય વિસ્તછું સ્પર્શના દરિયા સરીખું ભીતરે, તોય કાં તૃષ્ણા જ કાયમ ઊભરે છે બારણે... ? મહેચ્છા, આકાંક્ષા, તૃષ્ણા કેટલીવાર અસીમ બની જાય છે. બધું ક્ષેમકુશળ, યોગ્ય, નિત્ય હોવા છતાં કેટલાક મનુષ્યો ઉણપ અનુભવતા હોય છે. આવી વ્યક્તિઓ ક્ષણે ક્ષણનો હિસાબ ઝંખે છે. પ્રિયજન નજીક હોવા છતાં તેની સાથેની ક્ષણ એળે ન જાય એમ ઈચ્છતા હોય છે. પરંતુ કેટલીવાર પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમીકાર્ન એક્બીજાની જીયાત, મહેચ્છાની ખબર હોતી નથી. વર્ષોથી એક પ્રશ્ન હંમેશા ઘૂંટાતો રહ્યો છે : વ્હોટ વીમેન વોન્ટ. માનવજાત સમણી થઈ ત્યારથી પૂછાતા જે અસંખ્ય પ્રશ્નો છે (માનવજીવનનો હેતુ શો ? મરણ પછી શું ? પૃથ્વીની ઉત્તપત્તિ શાથી થઈ ? બ્રહ્માંડનો કોઈ સંચાલક ઈશ્વર છે કે નહિ ? વગેરે...) એમાં પણ આ એક પ્રશ્ન છે : સ્ત્રીઓ શું ઝંખે .....? Page #57 -------------------------------------------------------------------------- ________________ એક રીતે આ પ્રશ્નનો ઉત્તર અઘરો છે, કારણકે સ્ત્રી એક વિરાટ પ્રશ્નાર્થ છે ! અથવા ગબનાક આશ્ચર્ય છે. પ્રાચીન યુગના કેટલાંક લોકો તો નારી જાતિની સર્જનશીલતા અને સાચોસાચ નર જાતિ કરતાં અનેકગણી સંહારક્તા જોઈને છક્ક જ થઈ ગયા હતા અને એમણે માતૃવંદના કે શક્તિદેવીની પૂજા શરૂ કરી હતી. પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ એક વાતે પૂર્ણ સમત છે કે પૃથ્વી પર સર્વ પ્રથમ પૂજા શરૂ થઈ હોય તો તે માતૃદેવતાની ! સ્ત્રી મૂળે આવી અને આટલી શક્તિશાળી અને મહિમાવંત છે, પરંતુ લાખો વર્ષો પર્યન્ત સ્ત્રી ખુદ પોતાને જ ભૂલી ગઈ છે. હવે એ પોતાની સક્ષમતાને એ હવે વીસરી ગઈ છે. ઘણા લોકો (સ્ત્રી સહિત) માનવા લાગ્યા છે કે સ્ત્રીને પ્રેમી પતિ જોઈએ, સંતાનો જોઈએ, પોતાની ખાણી-પીણી તથા શૃંગાર જોઈએ, જેના વડે અન્ય સ્ત્રીઓને જ્ગાવી શકાય - કામદેવ સરીખો વર, હંમેશા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતું સંતાન, નિઝામની વડી બેગમ પહેરતી એવું એકાદ ઘરેણું... વગેરે... વગેરે... સ્ત્રી શું ઝંખે છે... ? પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર એક પ્રેમાળ પત્નિની આંખોને પ્રેમાળ પતિ સરળતાથી સમજી શકે છે. સ્ત્રીની આંખના અનેક અરમાનો, અભિલાષા, આકાંક્ષા..... એક્મેક બની જીવવાના અરમાન અને હંમેશા પોતાને સમજીને મહત્વ આપતો પતિ... આ બધુ ત્યારે શક્ય છે જ્યારે બન્ને વચ્ચે ઐક્ય અને આદરભાવ હોય. આ માટે પત્નિ પણ વિશેષ અપેક્ષાઓ રાખતી હોય છે. પત્નિ ઝંખતી હોય છે કે પોતાનો પતિ પોતાને સાચવે, જાહેર પ્રસંગોમાં પણ તેનું હય, આંખ, પ્રેમ પોતાના તરફ રહે, પોતાને ક્યારેક એકલી છે એવો અહેસાસ ન થવા દે. પણ આપણો મૂળ પ્રશ્ન છે : સ્ત્રીઓ શું ઝંખે છે....? મધ્યયુગમાં ઈંગ્લેન્ડમાં એક લોક્થાએ આ પ્રશ્નનો ઉત્તર આપવાની પ્રેશિશ કરી છે. ક્યાનો ઉલ્લેખ કરીને આનો લેખ પુરો કરીએ. આપણા દંતક્થા સાહિત્યમાં રાજા વિક્મ ોજ કે હાસ અલ રસીલના જેવો એક રાજા હતો. એના ગોળ ટેબલ (રાઉન્ડ ટેબલ) પર બેસનારા બત્રીસ કે છત્રીસ સરદારો હતા. એ બધાની પરાક્રમ ક્યાઓનો એક પૂરો સાહિત્ય સમુચ્ચય બન્યો છે. આ રાઉન્ડ ટેબલના એક સરદારને આર્થર એક દહાડો પુછે છે : સ્ત્રીઓની સર્વોપરી ઝંખના કઈ છે....? (વ્હોટ ડુ વીમેન મોસ્ટ ડિઝાઈયર.....?) રાજાના પ્રશ્નોનો ઉત્તર શોધવા એક સરદાર નીકળી પડે છે. ખુબ ભટકે છે. આખરે એક રાતની વેળા ભરજંગલમાં ડાણોના એક સંમેલનનો એ સાક્ષી બને છે, ડાણો એને જોઈ જાય છે અને પોતાના કુંડાળામાં તાણી જાય છે. પેલી વાત સજાઁય છે કે, માર દિયા જાય ચા છોડ દિયા જાય... બોલ તેરે સાથ ક્યા સુલક યિા જાય. સરદાર હે છે કે બલાઓ, મને મારવો હોય તો મારો અને જીવાડવો હોય તો જીવાડો, પરંતુ જગત જાણતલ તમે ડાણો મારા એમ્પ્રશ્નનો ઉત્તર આપો : વ્હોટ ડુ વીમેન મોસ્ટ ડિઝાઈયર.....? ડાણોની રાણી હે છે કે એ સવાલનો જ્વાબ છે મારી પાસે પરંતુ તે અહીં નહીં હું : રાજા આર્ચરના ભર્યા દરબારમાં જ કહીશ, અને દરબારમાં હું એક જ રીતે આવીશ. તારે ઘોડાની જેમ ચારે પગે થવાનું, તારી પીઠ પર મને અસવાર થવા દેવાની કે જેથી તું મારી આજ્ઞા મુજબ ચાલે. Page #58 -------------------------------------------------------------------------- ________________ આવે વેશે અને આવે તાયફે ડાકણ અને સરદાર રાજા આર્થરના દરબારમાં પ્રવેશે છે. જોનારા સૌ દંગ થઈ જાય છે. રાજા પૂછે છે, કે શો છે મારા પ્રશ્નનો જવાબ ? ડાકણ કહે છે : રાજા તું તો ચતુર ગણાય છે. શું જવાબમાં શબ્દોમાં મૂકવો પડશે ? ખેર.... સાંભળ, વીમેન્સ ગ્રેટેસ્ટ ડિઝાયર ઈઝ ટુ ડોમિનેટ મેન, ટુ રાઈટ ઓવર ધૂમ, કીપ ધેમ અંડર કંટ્રોલ.... (સ્ત્રીઓની તીવ્રતમ ઝંખના છે કે પુત્ર પર આધિપત્ય ભોગવવું, એમના પર અસવારી કરવી, એમને પોતાના નિયંત્રણમાં રાખવા) બોલો, તમારો અભિપ્રાય આથી જુદો છે ખરો.... ? ૪૧. સુખ “સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ શકે પણ એક ધનવાનને વર્ગ મળવું મુશ્કેલ છે.” - બાઈબલ ગુરાતીના તાસમાં હું વિદ્યાર્થીઓ સાથે મૌલિક ચર્ચા કરતો હતો. એક જિજ્ઞાસુ વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે, સાહેબ, સુખ મેળવવું શા માટે અઘરૂ છે ? બાળકનો પ્રશ્ન સહુને સ્પર્શે એવો હતો. મેં કહ્યું, આપણે વધુ સુવિધાઓ મેળવવા સતત પ્રયાસ કરીએ છીએ. મા-બાપ સુવિધા અપાવવા સતત ધન કમાવવાના પ્રયત્નો કરે છે. માણસ જેટલો સુખ મેળવવા વધુ પ્રયાસ કરે એટલું સુખ દૂર ભાગ્યા કરે. મેં વિદ્યાર્થીને ગ્રીક તત્વજ્ઞાની લોનની કથા સંભળાવી. ગ્રીક તત્વજ્ઞાની સોલન પાસે એક દુ:ખી માણસ ગયો અને જઈને સુખની માંગણી કરી, ત્યારે લોને પણ તેને રસ્તો બતાવું જા, અને કહ્યું કે, તને કોઈ સુખી લાગે તેવા માણસનું પહેરણ લઈ આવ. પેલા માણસ તો રાજી થઈ ગયો. “ઓહો ! એમાં શું? ઘણાય સુખી માણસ છે, હમણાં લઈ આવું છું. એક શહેરમાં ત્યાં જઈને એક ખૂબ ધનાઢ્ય માણસનું ઘર શોધી કાઢ્યું. પણ ત્યાં શું જોયું? સુખ નહોતું, ફ્લેષ અને કંકાશ હતાં. પોતાની જ પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. આ ક્યાં સુખી છે? એમ કહેતો તે બીજે ગયો. પણ ત્યાં શારીરીક બિમારી હતી. ત્રીજે ગયો તો ત્યાં વળી બીજું જ કારણ દેખાયું. એમ કયાંય કોઈ સુખીયો માણસ ન દેખાયો. છેવટે કોઈએ કહ્યું : ‘પેલા માણસ પાસે જા એ સુખી છે.' દુઃખિયો તેની પાસે ગયો. પણ ત્યાં તો એના શરીર ઉપર ડગલો જ ન હતો. એટલે શું માંગે ? નિરાશ થઈને આખરે કોઈ યોગી પાસે ગયો. યોગીએ કહ્યું : ભાઈ ગતમાં એમ જ છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં સુખ છે જ નહીં. સુખ માંગ્યું મળતું નથી. કોઈ વસ્તુથી મળતું નથી, પણ આપણે જાતે ઊભું કરવું પડે છે. એનું નિવાસસ્થાન આપણા અંતરમાં છે. પહેલાં લોકો જંગલમાં જતા કોઈ ધ્યાનમગ્ન યોગી પાસે બેસતા અને મૂક વાતાવરણમાંથી જ સુખનું સાધન મેળવી લેતા. આજે મનુષ્ય દિનપ્રતિદિન જરૂરીયાત પાછળ દોટ મુકી દુ:ખને આમંત્રી રહ્યો છે. જીવનમાં સમૃધ્ધિની જરૂર જણાય ત્યારે સંતોષને પ્રથમ સ્થાન આપો. નાણાં પાછળ દોડતો નાગરિક પણ સરળતાથી સુખી થઈ શકે છે. એ માટે તેણે ભોગ્ય સાધન અને સામગ્રીને સંતોષનું સાધન બનાવવું Page #59 -------------------------------------------------------------------------- ________________ પડશે. કારણ વિશ્વના મહત્તમ સંગ્રામો સુખની પ્રાપ્તિ અર્થે જ થયા છે. ધનવાન થવાના માર્ગમાં અનિતિ ઠેર ઠેર આવે અને એટલે જ બાઈબલમાં ધનવાનને સ્વર્ગ મળવું મુશ્કેલ છે. એવું ન છે. દરેક ધર્મ પુસ્તકોનો એક જ સાર છે. પરિગ્રહ એ સુખનો મહરિપુ છે અને અપરિગ્રહ સુખનો સાથી છે. ૪૨. સુખ શાંતિના ઉપાય આપણે સૌ જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા જુદી જુદી રીતે મથીએ છીએ; પણ મુશ્કેલી એ છે કે, શાંતિ એટલે શું અને શાંતિ અને સુખ એ આપણા જીવનમાં ધ્યેય હોય તો ક્વળ શાબ્દિક સ્તરે નહીં, પરંતુ ગંભીરપણે વિચાર કરીને આપણે તે બંનેને સંપૂર્ણ સમવાનો પ્રયાસ કરવો જોઈએ. ઊંડાણથી વિચારીએ તો ણાશે કે જેને આપણે સુખ અને શાંતિની પ્રાપ્તિ ક્હીએ છીએ તે ખરેખર તો આપણા સુખ અને તેમાંથી મળતી શાંતિને આડે આવતા અંતરાયો દૂર કરવાની ઈચ્છા જ છે. જો એ અંતરાયો ઉભા થતા જ અટકાવી શકાય અગર રાખી શકાય, અથવા તો તેનો ઈલાજ થઈ શકે તો પછી સુખ અને શાંતિ તો છે જ. એ ક્યાંયથી લાવવાનાં કે મેળવવાનાં નથી. હવે એ આપણે પોતે જ શોધવું રહ્યું કે આપણા પોતાના સુખ અને શાંતિ આડે ક્યાં અંતરાયો છે. આપણને ગ્ણાશે કે આપણી પોતાની તૃષ્ણા, મહત્વકાંક્ષા, લોભ, મોહ, ઈર્ષા, અસૂયા વગેરે અંતરાયોએ જ આપણું જીવન દુ:ખી અને અશાંત બનાવી મૂક્યું છે. આપણને એ પણ પ્રતિતી થશે કે અંતરાયો પણ આપણું જ સર્જન છે. એ સર્જન આપણા સમામાં રહેવાને કારણે હોય, અમુક ધર્મના અનુયાયી હોવાને કારણે હોય, અગર આપણા પોતાના કોઈ સિદ્ધાંતો કે માન્યતાઓને કારણે હોય. આનો અર્થ એ થયો કે, આ બધું આપણી જાતને કેટલાએ કામળાઓમાં વીંટાળીને પછી તાજી હવા લેવાની ઈચ્છા કરવા જેવું છે. તમને પોતાને જ જણાશે કે આનો ઈલાજ તર્દન સરળ છે. ઓઢણું ફેંકી દો એટલે તરત જ તાજી સ્વચ્છ હવા મળશે. પોતાનું નથી તો પોતાનું કરવાની કામના, પોતે નથી તેવી દેખાવાની મહત્વકાંક્ષા, પરિગ્રહવૃત્તિ, મમતા અને એકાધિકારની લાલશા આ બધા આપણી જાતે ઓઢી રાખેલાં ઓઢણ આપણે જાતે ફેંકી દઈ શકીએ તેમ છીએ. જીવનને ટકાવી રાખવા માટે આવશ્યક એવી જરૂરિયાતોની વાત જુદી છે, પરંતુ તે સિવાય, આપણાં મન અને બુદ્ધિએ સર્જેલ અને અહંકારે પોપેલા કેટલાય હેતુઓની પ્રાપ્તિની પાછળ પડીએ છીએ એજ આપણા જીવનમાં મોટી અશાંતિ ઉભી કરવા માટે મુખ્યત્વે જ્વાબદાર છે. આથી હવે સૌને સમજાયું હશે કે આપણાં સુખ અને શાંતિની આડે આવનાર આપણે પોતે જ છીએ, અને અશાંતિ આપણે પોતે જ દૂર કરી શકીએ તેમ છીએ બીજાઓની કે બહારની મદદથી આ પ્રશ્નનું નિરાકરણ શોધવાનો આપણો પ્રયાસ, સમય અને શક્તિ એ તમામનો દુર્વ્યય છે. ૪૩. વ્યક્તિત્વ માણસ વ્યક્તિત્વની ઓળખમાં ક્યારેક ઉણો ઉતરે છે. સામાન્ય રીતે વ્યક્તિત્વ કાચ જેવું પારદર્શી હોવું જોઈએ. જીવનમાં માણસને ફક્ત ચાર દિવાલોનીજ જરૂર પડતી નથી. સમયાંતરે માનવ ઝંખે છે હુંફ... પ્રેમ. લાગણી. Page #60 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યએ એક વાત સ્પષ્ટ સમજ્વી રહી કે પોતાની જાતને શક્ય એટલા પ્રયત્નો વડે બીજાને ખુશ કરવા જેવી બનાવવી રહી અને ત્યારે જ તમે અન્યનો આનંદ પ્રાપ્ત કરી શકો. કારણ પ્રેમ અને લાગણીએ એકપક્ષીય નહિ પણ ઉભયપક્ષી છે. વ્યક્તિત્વની રચનાના પાયામાં સમજાક્તિ મહત્વની કડી છે. ક્યારેક નર્યો કરતાં શબ્દો અન્ય માટે અશીર દવાનું કામ કરી જાય છે. મધર ટેરેસાએ હાથમાં રીવોલ્વર કે ઈન્જેક્શનો નહોતા લીધા છતાંય તેઓ ગરીબો - દીન દુ:ખીયાના બેલી બની ગયા. ગાંધીજી પણ મજબુત માંશલ શરીર વડે અંગ્રેજોની સામે તલવાર લઈ નહોતા ઉભા છતાં તેમના શબ્દો ક્રાંતિની મિશાલ બની ગયા. શબ્દોની હૂંફ ક્યારેક વ્યક્તિત્વને નિખારી દે છે. માણસની મહત્તા ઉપર છલ્લી વિચારધારાથી અંકાતી નથી. આ માટે જરી છે પાયાના સૈધાતિક વિચારો. પોતાનું જીવન એવું સાર્થક કરીએ કે જેથી રસ્તે અટવાયેલાઓનો આપણે માર્ગ બની શકીએ... લ, આ માટે જરી છે, પાયામાંથી વૈચારિક ક્રાંતિની. ગુલાબના ફૂલની પાંદડીઓને ખાતર પાણી સિંચવાથી તે મોહક બનતું નથી. આ માટે તેના મૂળનો વિચાર કરવો પડે.... તેના મુળનું જતન કરવું પડે... જો મૂળમાં અનુકૂળતા હશે તો ગુલાબનું ફૂલ નયનરમ્ય હશે. વ્યક્તિત્વની રચનામાં મૂળ પોષણનો ખ્યાલ કરવો રહ્યો. ઓરડીમાં અનેક પુસ્તકો... ટેલિવિઝન.... નોટ-પેન વચ્ચે પુરી રાખવામાં આવેલો બાળક વડાપ્રધાન બની શક્યાનો નથી. તેના ઘડતર માટે પણ જરી છે પરસ્પરના વિચારોની આપ-લેની... આ આપ-લે સક્ષમ હશે તો તેનું વ્યક્તિત્વ ખીલી શક્શે. કદાચ, ત્યારે તે ઉચ્ચ હોદાનો હકદાર બની શકશે. જીવનની કારકીદિથી માંડી પરસ્પરના સંબંધો સુધી વ્યક્તિત્વની આગવી જરિયાત છે. જે વસ્તુનું તમામ માટે મહત્વ છે તેટલું જ મહત્વ અન્ય વ્યક્તિ માટે પણ હોઈ શકે છે. એટલે કે મનુષ્યનો પરસ્પરનો સંબંધ અને એ સંબંધમાંથી ખીલતું વ્યક્તિત્વ પણ મહત્વનું છે. આ સમગ્ર બાબત માટે જરી છે તિરફી વિચારધારાની. પત્ની પોતાના પતિને ઠંડીમાં ઠૂંઠવાતો જૂએ ત્યારે તેની ઈચ્છા તેને ગરમ વસ્ત્રો ઓઢાડવાની થાય.... ત્યારે પતિની પણ એટલી જ જ્વાબદારી છે કે તે પણ પત્નીને ઠંડીમાં યોગ્ય રક્ષણ આપે. ઠંડીમાં ઠુંઠવાતું બાળક જોઈ પિતા પોતાનું ગરમ વસ્ત્ર તેને ઓઢાડી સંતોષ માને......... ! વડાપ્રધાન પ્રત્યેક તહેવારે અથવા નવરાશના દિવસે ગરીબ વસ્તીમાં જઈ દુ:ખીનું આંસુ લૂછી લે તો ...! આવુ થશે ત્યારે વડાપ્રધાનને કે મંત્રીને ચૂંટણી ટાણે પ્રચારની જરૂર રહેશે નહીં. કારણ તેના વ્યક્તિત્વની સુવાસ ચોમેર પ્રસરી ચૂકી હોય છે. પરસ્પર પ્રેમથી જીવતા મનુષ્યને સંબંધોને પછી છૂટા પાડવાનો વારો આવતો નથી. કારણ, તેઓ વ્યક્તિત્વની છાંય નીચે જીવે છે. ૪૪. હકારાત્મક દૃષ્ટિકોણ માણસ ઝંખે છે, સાનિધ્ય, પ્રેમ, હૂંફ.. . મોટાભાગના પતિ-પત્નિના સંબંધમાં ઝઘડા અને Page #61 -------------------------------------------------------------------------- ________________ તણાવ ત્યારે જ સર્જાય છે, જ્યારે એક-મેને એક-મેક્ના સહારાની, હૂંફની જરૂર હોય અને તે ન સાંપડે. સંસારને સાગર કહીએ છીએ. કારણકે સંસાર પતિ-પત્નિ થકી રચાય છે. સાગર જેમ પોતાના પેટાળમાં હકારાત્મક અને નકારાત્મક તત્વોનો સંગ્રહ કરી રાખે છે, તેમ પતિ-પત્નિ પણ એકબીજામાં રહેલા હકારાત્મક અને નકારાત્મક પાસાનો સંપૂર્ણ સ્વીકાર કરે, પ્રત્યેક ક્ષણે ઊભી થતી અવનવી પરિસ્થિતિમાં એકબીજાના સ્વભાવ અને રસ સ્ત્રીને ભૂલ્યા સિવાય, અનુકૂલન સાધવાનો સફળ પ્રયત્ન કરે છે, ત્યારે એકધાઅને આકસ્લાગતું જીવન ઉપવન સમુ બની જાય છે. જીવન શું છે ? જીવન કેવી રીતે જીવાય ? જીવન જીવવું ખૂબ જ કઠિન છે. આ પ્રકારની ફિલોસોફીની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. અને વાચતા પણ આવ્યા છીએ. પરંતુ જીવનને સમજવાને સમજવામાં આપણી સવારથી સાંજની પ્રત્યેક રમણીય ક્ષણોને માણવાનું ચૂકી જઈએ છીએ. પતિ-પનિ સવારે સાથે બેસીને ચા-નાસ્તો કરતા કરતા આખા દિવસની ક્ષણોને સાચવી લઈને તેનો ભરપૂર ઉપયોગ કરવાનું નક્કી કરી અને ત્યાર પછી પોત-પોતાના કામ માટે છૂટા પડે તો......... કેમકે માનવીએ એટલું અચૂક યાદ રાખવું જોઈએ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ થતી નથી પણ આપણે જ પરિસ્થિતિને અનુકૂળ થવું પડે છે. એ સત્ય સમજાય પછી જીવન અઘસ્નેહી પણ જીવવા જેવું લાગે છે. અડધો પ્યાલો ખાલી છે, એમ જોવાને બદલે અડધો પ્યાલો ભરેલો છે એમ જોવાની દ્રષ્ટિ કેળવીએ તો ? કુન્દનીકા કાપડીયાની પ્રાર્થના આપણે મનન કરવા જેવી છે. “કોઈ સુંદર કામ કરે તો પ્રસંશા કરુંકોઈ નાની અમથી પણ સહાય કરે તો કૃતજ્ઞ થાઉ, આજે જેને મળ, તે મારી આત્મીયતાથી પોતાની અંદર હૂંફ અનુભવે તે આશ્વસ્ત થાય, હસીને, હળવાશ અનુભવીને જાય” આના દિવસે અમે એટલા પ્રસન્ન રહીએ કે જે કોઈ અમને મળે તે પ્રસન્ન થાય. ૪૫. પતંગ વિશ્વ બંધુત્વની ભાવનાને સાકાર કરતો વિશ્વનો એકમાત્ર ઉત્સવ એટલે મકરસંક્રાંતિ. ગરીબધનવાન, ઉંચા-નીચા, નાના-મોટા, સ્ત્રી-પુરૂષ.... બધાજ એક બનીને આ ઉત્સવને મન મૂકીને માણે છે. દરેક ઉત્સવ માણવા લાયન્જ હોય છે. પરંતુ, તે બધા ઉત્સવોમાં જાતિગત-સંસ્કૃતિગત કેટલીય વિશેષ મર્યાદા હોય છે. જે મર્યાદાના કુંડાળામાં જે-તે ઉત્સવની ઉજવણી થાય છે.... પરંતુ મકરસંક્રાંતિના પર્વને કોઈ મર્યાદા નથી. પતંગની દોર છોડતી વખતે ઉચે આકાશમાં પતંગ જેટલી મોકળાશ અનુભવી, સુષ્ટિને નિહાળતી, ડાબી - જમણી બાજ ડોલવી ડોલતી આગળ વધતી જાય છે... એવી જ રીતે માનવીના હૈયા પણ પતંગ Page #62 -------------------------------------------------------------------------- ________________ ચડાવતા ફિરકી પકડતા કે પછી કપાયેલા પતંગ નિહાળતા એટલી જ મોકળાશ અનુભવતા હોય છે. આ ઉત્સવની એક ખાસીયત એ પણ છે કે આ તહેવારમાં ગરીબવર્ગ - જેની હંમેશા ઉપેક્ષા થતી હોય છે તે ખુદ પણ આનંદથી જોડાયછે... અને બે પૈસા કમાઈ શકે છે. ૨૧ મી સદીની આંટી-ઘૂંટીમાં અટવાયેલા માનવી ઔદ્યોગિકરણના કારણે “આરસના મોર” જેવો બની ગયો છે. દિન-પ્રતિદિન માનવી-માનવીથી છૂટો પડી રહ્યો છે. સંબંધોની લાગણીની ભીનાશ સૂકીભઠ્ઠ થવા લાગી છે. પ્રત્યેકને એકબીજામાં વિશ્વાસ રહ્યો નથી. દરેક પોતાના સીમીત કોચલામાં જ સલામતી અનુભવે છે..... ત્યારે ઉત્તરાયણનો ઊત્સવ ઉજવવા સૌ પોત પોતાની અગાશીમાં ચડે છે, અને પતંગથી ભરેલું રંગબેરંગી આકાશ જાણે સૌને ધે છે, “જીવન જીવવા જેવું છે.” જેની સુંદરતા અનોખી છે, એને મન મૂકીને માણો. કામ-કામને-બસ કામમાં જ અટવાયેલો આનો માનવી પ્રકૃતિથી બિલકુલ વિખુટો પડી ગયો છે. પ્રકૃત્તિ જે એને જીવાડી રહી છે, તેની સામે મીટ માંડીને એને નિહાળવાનો સમય જ ક્યાં છે. ત્યારે આ ઉત્તરાયણનો ઉત્સવ માનવીને સૌદર્ય તરફ દ્રષ્ટિ કરવાની ફરજ પાડે છે. પતંગ ઝાડ પર ખીલાઈને પ્રકૃત્તિના અસ્તિત્વનું લોકોને ભાન કરાવે છે અને રાત્રે ચડાવવામાં આવતા ગુબ્બારા, તારાના સૌદર્યને તેમજ રાત્રે ખીલતી ચાંદનીની સુંદરતા પણ સૃષ્ટિમાં છે તેનો અહેસાસ કરાવે છે. ઉત્તરાયણનો ઉત્સવ માનવીને યંત્ર બની જતા અટકવી માનવી બનવા તરફની ગતિ કરવા પ્રેરે માનવીના એકધારા જીવનથી કંટાળી તેના વ્યકિતત્વનું પરિવર્તન કરવા કવિ શ્રી હરિન્દ્ર દવે હે છે : “મિલના ઊંચા ભૂંગળાઓને કોઈ ચંદનની અગરબત્તીમાં પલટાવી દો;” સિમેન્ટ-ક્રોકીટના માનોને કોઈ સરુવનમાં ફેરવી દો; આંખની કીકીઓને - કોઈ ચંદ્ર પર ચિટાવી દો; માણસોના ટોળાને - કોઈ સાગરની લહેરોમાં લહેરાવી દો; આજની રાત હું ઉદાસ છું અને મારે, ખડખડાટ હસી લેવું છે.” કલ્પનાની દુનિયામાં, ઝાકમઝાળની દુનિયામાં માનવી અટવાતો ગયો છે, એટલે એ સાદી-સીધી Page #63 -------------------------------------------------------------------------- ________________ સરળ જિદંગી જીવવાનું ભૂલીને વાસ્તવિકતાથી અને પ્રકૃતિથી દૂરને દૂર ચાલ્યો ગયો છે. “સ્વપ્રો થવાનું એટલું સહેલું બની ગયું; માણસને આવડી ન, હકીક્ત થવાની વાત.” ૪૬. દુષિત વિચાર માનવી ઘણી વાર સત્યથી દૂર ચાલતો હોય છે. બિનજરૂરી દુષિત વિચારો તેને સત્યથી દૂર લઈ જાય છે. કેટલાકને વહેલી સવારનો કૂણો તડકો આહલાદક લાગે છે તો કેટલાકને દઝાડે છે. ખળખળ વહેતા ઝરણાંનો નીનાદ કેટલાકને કર્ણપ્રિય લાગે છે તો કેટલાકને બેસૂરા. મારી સાથે કામ કરતા એક સહકર્મચારીમાં આવું જ એક દુષણ. સવાર પડે એટલે વ્યકિતએ-વ્યકિતએ તેમના વિચારો બદલાય. મેં કયારેય તેમને કોઈના વખાણ કરતાં જોયા નથી. તેમના હીન ચારિત્ર્યથી સમગ્ર શહેર પરિચિત, પરંતુ નવા કર્મચારીની ચારિત્ર્યહિનતા પ્રથમ તેમને જ દેખાતી. કરેવત છે ને કે, “પોતાના આંખમાં પડેલો ભારોટીયો છોડી બીજાના આંખમાં પડેલું તણખલું શોધે.” દૂષિત બોને લઈને ફરતા વ્યકિતઓ ક્યારેય વિકાસશીલ પ્રવૃત્તિ કરી જ ન શકે. બે બૌદ્ધ સાધુઓ તેમના પરિભ્રમણ દરમિયાન એક નદી પાસે આવી પહોંચ્યા. વર્ષાની ઋતુ હમણાં જ પૂરી થઈ હતી, અને નદીમાં ઠીક ઠીક પાણી હતું. સાધુઓએ પોતાનાં વસ્ત્રો સરખાં બાંધી લીધાં અને નદીને પાર કરવાની તૈયારી કરી, ત્યાં તેમને કાને કોઈના ઝૂનનો અવાજ પડ્યો. “કોઈક રડતું લાગે છે,” એક સાધુ બોલ્યો. “એ તો કોઈ સ્ત્રીનો અવાજ છે,” બીજાએ કહ્યું. “એની માટે આપણે શા માટે ફિકર કરવી ?” પહેલો સાધુ કહે, “પણ આપણે તપાસ તો કરવી જ જોઈએ.” સાધુઓએ આગળ જઈને જોયું તો નદીને ક્લિારે બેઠી બેઠી એક સુંદર યુવતી વિલાપ કરતી હતી. “શા માટે રડે છે તું, બહેન ?” પહેલાં સાધુએ પૂછયું. યુવતી રડતાં રડતાં જ બોલી : “મારી માંદી માને મળવા માટે સામે પાર ક્યું છે, પણ નદીમાં આટલું બધું પાણી છે ! હવે હું શી રીતે જઈ શકીશ ?” પહેલો સાધુ ઘડીભર ગૂંચવાયો. પણ પછી એને માર્ગ સૂઝી આવ્યો. યુવતીને તેણે પોતાને ખભે બેસી જવા કહ્યું. આ જોઈ બીજો સાધુ કુદ્ધ થઈ તેનાથી જરા અળગો થઈ ગયો. સામે કિનારે પહોંચીને સાધુએ યુવતીને ઉતારી દીધી અને એ ચૂપચાપ આગળ વધવા લાગ્યો. Page #64 -------------------------------------------------------------------------- ________________ થોડીવારમાં બીજો સાધુ તેની સાથે થઈ ગયો. ચાલતાં ચાલતાં ઉશ્કેરાટથી બોલ્યો, “છીં: છીં: આજે તેં ભારે દૂષિત કર્મ ક્યું છે. આપણાથી સ્ત્રીનો સ્પર્શ કરાય જ કેમ ?” પહેલા સાધુએ કશો ઉત્તર વાળ્યો નહીં. ફરી પેલો બોલી ઉઠ્યો : “આપણા ગુઆ જાણશે, ત્યારે તને શું શિક્ષા નહીં કરે ?” તો યે પહેલો સાધુ શાંત જ રહ્યો. વળી પેલાએ કહાં, સ્ત્રીમાત્રનો સ્પર્શ આપણા વ્યવહારમાં ત્યાજ્ય છે. અને વળી આ તો યુવાન સ્ત્રી હતી. તેં આજે ઘોર પાપ કર્યુ છે.” હવે તે પહેલો સાધુ શાંત અવાજે બોલ્યો : “ભાઈ, મેં તો એ સ્ત્રીને નદીને કિનારે ઉતારી દીધી - પણ તું હજુ એને ઉંચકીને શા માટે ચાલે છે.” ૪૦. જરર જેટલું જ! વધુને વધુ મેળવવાની મહેચ્છા શાંતિને હણી લે છે. આપણે કેટલીકવાર જેટલું મળ્યું એટલાથી સંતોષ ન માનતાં સતત પામવા પ્રયાસ કરતા રહીએ છીએ. આવા સમયે ઘરમાં કણસતી માતા, પ્રેમ વિના તડપતી પત્ની અને બાળકો ગૌણ લાગે છે. કુટુંબ-સમાને અવગણી સદૈવ પ્રવૃત્તિશીલ રહેતા મનુષ્યો વાસ્તવિક દૃષ્ટિએ કશું જ મેળવતા નથી. વધુ પડતાં નાણાં વધુ પડતી આપત્તિઓ સર્જે છે. જરૂર કરતાં વધુ ચાલવાથી તંદુરસ્તી બાજુએ રહેને ઘૂંટણ ઘસાઈ જાય. જરૂર કરતાં વધુ બોલવાથી મહત્વ ઓછું થઈ જાય. જીવન મર્યાદામાં જીવવું ઉત્તમ ગણાય. રવિશંકર મહારાજે એક દષ્ટાંત ટાંકર્યું છે : એક દિવસ ચાર-પાંચ જુવાનિયા મારી પાસે આવ્યા. વાતવાતમાં તેમણે પૂછયું : “મારાજ, અમે ઈડા ખાઈએ તે અંગે તમારો શો અભિપ્રાય છે ?” મને થયું : એમને શો જવાબ આપું ? પણ તરત જ મારાથી કહેવાઈ ગયું ? “અલ્યા, તમારે ઈંડા ખાવા કે નહિ એમાં મને શું પૂછો છો ? - એ ઈંડાની મૂકનાર માને જ પૂછી જુવોને !” “પણ દાદા નિર્જીવ ઈંડા ખાઈએ તો ?” “પણ, મને એ તો કહો કે તમારે ઈંડા ખાવાં છે શું કામ ?” “કેમ ? ઈંડામાં પુષ્કળ વિટામીન અને પ્રોટીન હોય છે.” યુવાનોમાંથી એકે કહ્યું. “તમારી પાસે છે એટલું વિટામીન તો વાપરો ! - પછી ખૂટે તો વિચારજો.” Page #65 -------------------------------------------------------------------------- ________________ અને એના અનુસંધાનમાં ગાંધીજીની એક વાત મને યાદ આવી તે મેં જુવાનોને કહી સંભળાવી : ગાંધીજી તો પ્રયોગવીર હતા અનેક જાતના પ્રયોગો કરતા. એમનું જીવન એટલે પ્રયોગ. એક દિવસ ગાંધીજીને વિચાર આવ્યો કે માણસ જો કાચું જ અનાજ ખાવાની ટેવ પાડે, તો એની કેટલીયે વેડફાઈ જતી શકિત બચે અને ઓછી વસ્તુમાંથી પણ વધારે તાકાત મેળવી શકે. ગાંધીજીને વિચાર આવ્યો એટલે જોઈએ શું? પોતાની જાતથી જ શરૂ કરે. એ જ તેમના જીવનની વિશેષતા હતી. મને તેમની આ વાત ગમી ને હું તેમના પ્રયોગમાં જોડાયો. ત્રણ-ચાર દિવસ તો બાપુને આ પ્રયોગથી ખૂબ રૃતિ રહી, પણ પછી તેમને ઝાડા થઈ ગયા. એક દિવસ તેમના ઓરડામાં મારે કાંઈક લેવા જવાનું થયું. બાપુએ મને બોલાવ્યો. “તારો પ્રયોગ ચાલે છે?” એમણે પૂછયું. “હા.” મેં ટૂંકો જ્વાબ આપ્યો. “વન ઘટ્યું ?” “પોણો શેર ઘટ્યું છે.” “પણ શકિત ?” “થોડી ઘટી હોય એમ લાગે છે.” “તો શું કામ કરે છે ?” મેં મારે ભાગે આવતાં બધાં જ કામો ગણાવ્યાં. “આ બધું કામ થઈ શકે છે ?” “હા, એમાં વાંધો નથી આવતો.” “તો પછી શકિત થોડી ઘટી છે એમ શા ઉપરથી કહે છે ?” એ વાણિયાને હું શો જવાબ આપું ! અને પછી બાપુએ ભાષ્ય ક્યું તે હું કદી ભૂલી શકું એમ નથી. “તને ખબર છે? ખપની શકિત કરતાં વધારે શરીરમાં ઉત્પન્ન થાય તો તેમાંથી વિકાર જન્મે. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે જેટલું કામ કરવાનું હોય એટલી જ શકિત ઉત્પન્ન કરવી જોઈએ. વધારાની શકિતથી લાભ નથી; ઉલટાની વધારાની શક્તિ ચિત્ત અને ઈંદ્રિયોમાં વિકાર પેદા કરે છે.” ૪૮. લાચારી Page #66 -------------------------------------------------------------------------- ________________ લાચાર વ્યકિત ક્યાંય વિકાસ સાધી જ ન શકે. ગરીબાઈ ઉપર દુ:ખી થઈ લમણે હાથ દઈ બેસી રહેનારા માણસો જીવન જીવવાની શરૂઆત જ નથી કરતો. ગરીબાઈને ગળે લગાવી ભીખ માંગવાથી સમૃદ્ધિ આવવાની નથી. ગરીબાઈમાં ઉછરેલ નારાયણ ૧૫ કિ.મી. સુધી પગપાળા શિક્ષણ લેવા નિયમિત આવન-જાવન કરતાં. પોતાની સ્થિતિને દોષ દેવા કરતા નારાયણે સતત પ્રયાસ દ્વારા ભારતના ગુરુશિખર સમાન રાષ્ટ્રપતિનો હોદ્દો પ્રાપ્ત કર્યો. રાષ્ટ્રપતિ ડૉ. કે.આર.નારાયણે જીવનનો સાચો ઉપયોગ કરી અનેકોને જીવન બક્યું. મારો એક મિત્ર ગરીબ અને એમાંય ભણવામાં ‘ઢ' હતો. દશમા ધોરણમાં અંગ્રેજી વિષયમાં ત્રણ ટ્રાયલ માર્યા, પણ પાસ થયો જ. આજે એ અંગ્રેજી શિક્ષક તરીકે શિક્ષણક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપે છે. આપણે લાચાર બની ભીખ માંગતા ભિખારીને ભીક્ષા આપી વધુ લાચાર બનાવીએ છીએ. દેશની ગરીબી દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે - લાચારને જીવતાં શીખવો. મહાત્મા તોલ્લોતોય પાસે એક જુવાન આવીને કહેવા લાવ્યો : “હું બહુ જ ગરીબ માણસ છું. મારી પાસે એક પાઈ સુધ્ધાં નથી !” તોલ્સતોય મીઠું સ્મિત ફરકાવતાં બોલ્યા, “તારી પાસે એક પાઈ સુધ્ધાં નથી ? એમ તે કાંઈ બને?” જુવાન દયામણે અવાજે બોલ્યો : “ના જી, મારી પાસે કશું જ નથી.” તોલ્સતોયે કહ્યું : “તને એક રસ્તો બતાવું. મારો એક મિત્ર વેપારી, માણસની આંખો વેચાતી લે છે. તે બે આંખના વીસ હજાર આપે છે. બોલ, તારે પૈસાની જરૂર હોય તો તારી બે આંખો વેચવી છે?” જુવાન ફાટી આંખે બોલ્યો : “શું કહ્યું - આંખો ? ના જી !” તોલ્સતોય આગળ બોલ્યા: “ તે વેપારી હાથ પણ ખરીદે છે. બેય હાથના મળીને પંદરેક હજાર આપશે. બોલ, તારે હાથ વેચવા છે ?' પેલો જુવાન ગભરાયેલા અવાજે બોલ્યો : “ના જી ! ના જી ! મારે હાથ નથી વેચવા !” તોલ્સતોય હસતા હસતા બોલ્યા : “તો પછી એમ કર - તારા પગ વેચી નાખ, તને બે પગના તે દશ હજાર તો આપશે જ.” જુવાન તો તોલ્સતોયની વાતો સાંભળીને ધ્રુજતે આવજે બોલ્યો: “સાહેબ, આવું બધું આપ શું બોલો છો ? મને તો એ સાંભળીને ગભરામણ થાય છે !” તોલ્સતોય ખડખડાટ હસતા બોલ્યા : “હું તને તારી નિર્ધનતા મટાડવાનો ઉપાય જ બતાવું છું. એમાં ગભરાવા જેવું શું છે? અચ્છા, સાંભળ. જો તારે ખૂબ પૈસાદાર થવું હોય તો તને એક લાખ Page #67 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા આપીને એ મારો મિત્ર તારુંઆખું શરીર ખરીદી લેશે. તે વેપારી માણસના શરીરમાંથી ગુપ્ત દવાઓ બનાવે છે, એટલે એ તને લાખ રૂપિયા જરૂર આપશે,. બોલ, શો વિચાર છે ?” પેલો જુવાન સ્મિત એકઠી કરી જરા મક્ક્સ અવાજે બોલ્યો : “સાહેબ, એક લાખ તો શું - કોઈ કરોડ રૂપિયા આપે તો યે હું મારુંશરીર નહીં વેચું ! ” એ સાંભળી તોલ્સતોય પ્રેમાળ સ્મિત ફરકાવતા બોલ્યા “જે માણસ કરોડ રૂપિયા લઈને પણ પોતાનું શરીર વેચવા તૈયાર નથી, તે જો એમ કહે કે હું સાવ નિર્ધન છું, તો કોઈને હસવું ન આવે ? અરે, ભલા જુવાન, આ આંખો, આ હાથ, આ પગ, આ પ્રાણવંત શરીર - એ સૌ ધનના અખૂટ ખજાના છે. આટલું જાણી લે અને મહેનત કર. સોનું, રૂપું એ સઘળું પછી કશી વિસાતમાં નથી. ચાંદો-સૂરજ પણ તારા હાથવેંત જ છે.” ૪૯. જાગતા રહો આંતરરાષ્ટ્રીય પત્રકાર પરિષદમાં ભાગ લેવા બેંગકોકો જવાનું થયું. વિદેશની ધરતીને માણવાની ઉત્કંઠા છતાંય પરિષદને પ્રથમ પ્રાધાન્ય આપ્યું. વિશ્વના પ્રથમ હરોળના અખબારોના તંત્રીઓ, પત્રકારો, સામાજીક કાર્યકરો, ક્ર્મશીલ નેતાઓના વિચારો પ્રભાવક લાગ્યાં. સહુના વિચારોનો એક સૂર : “સર્વત્ર શાંતિ હો.” વિશ્વક્ષાએ એકઠા થયેલા પત્રકારો - ર્મશીલોનો ક્રમ: ‘સતત વહેતા રહો, જાગતા રહો, જીવંત રહો.. મારી સાથે આવેલા ભાઈ વક્તવ્ય કે સંવાદ શરૂ થાય એટલે જાજારમાન એ.સી. સેલમાં લંબાવી ઠે. જાણે ચિંતત કરતા હોય એમ લાંબી ઊંઘ ખેંચી લે. ભારત આવ્યા પછી સમાચાર લખવાની કુશળતા હું કેળવી શક્યો. વિદેશી અનુભવોને કાર્ય લગાડતાં મને વાર ન લાગી. ઘણા બધા અખબારોએ મને કામ કરવા ઓફર આપી. હું શિક્ષકમાંથી, લેખક્યાંથી, પત્રકારમાંથી... એનાઉન્સર બની શક્યો. મારી સાથે આવેલા ભાઈ આજે પણ લખે છે.. પણ એમના સાહિત્યામાં સમાજ પ્રત્યેની પ્રતિબધ્ધતા કેટલી ? એક વખત ભગવાન બુદ્ધ રાત્રે પ્રવચન કરી રહ્યા હતા. પ્રવચન સાંભળવા આવેલો એક માણસ વારેવારે ઝોંકા ખાતો હતો. ભગવાન બુદ્ધે તે ઉંઘતા માણસને કહ્યું : “વત્સ ઉંઘો છો ?” પેલા ઉંઘતા માણસે કહ્યું : “ના ભગવાન.” પ્રવચન ફરીથી ચાલુ થયું અને પેલો શ્રોતા પહેલાની જેમ ઉંઘવા લાગ્યો. ભગવાન બુદ્ધે તેને ત્રણ-ચાર વાર ગાડ્યો.પરંતુ તે “નહીં ભગવાન.” વ્હેતો અને ફરીથી ઉંઘવા લાગતો. અંતિમ વખતે ભગવાન બુદ્ધે પૂછ્યું : “વત્સ જીવો છો ?' દર વખતની જેમ પેલા શ્રોતાએ જ્વાબ આપ્યો. “નહિ ભગવાન." શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ભગવાન બુદ્ધે પણ સ્મિત ક્યું પછી ગંભીર બનીને બોલ્યા : “વત્સ, ઉંઘમા તમારા મુખમાંથી સાચો જ્વાબ નીકળી ગયો. જે ઉંઘે છે તે મરેલા જેવો જ છે. જેઓ ઉંઘે છે તેઓ તો સૌભાગ્ય સામે આવીને ઉભું રહે તો પણ તેનો લાભ ઊઠાવી શક્તા નથી. જાગૃત આત્માઓની સરખામણીમાં તેમનું જીવન જીવતા હોવા છતાં મરેલા મનુષ્યો જેવું Page #68 -------------------------------------------------------------------------- ________________ જ હોય છે.” ૫૦. કમાન “ઉદભવના નથી સન્માન અને શરમીંદગી કોઈ પરિસ્થિતિમાંથી, વર્તો બરાબર તમારા પશે અને ત્યાં જ રહ્યું છે સન્માન !” સુવર્ણ પ્રભાત, અગરબત્તીને પુષ્પોની સુવાસ... અને એ બધાની વચ્ચે સ્વચ્છ અને સ્વસ્થ થઈને હું કછું મારા કાર્યની શરૂઆત. એવી શરૂઆત કે જેમાં મારી વાસ્તવિકતા, મારો વર્તમાન અને અંતરથી સામેલ થવું.... છતાંય દુ:ખી શા માટે થવાય ? કારણ, માસ્વર્તન યોગ્ય નહોતું..!! હું પરિસ્થિતિમાં અટવાઉ છું ને વાસ્તવિકતા ભુલી જાઉં છું. આ એવી વાત છે કે જેમાં, પોતાના બાળકની આંગળી પકડી રસ્તો ઓળંગવા જતાં, વચ્ચે ધંધો યાદ આવી જવો ને બાળક વિસરાઈ જવું ને અકસ્માત થવો. વાસ્તવિકતા એ છે કે સ્થિર ચમક તો અંતરમાંથી જ પ્રગટે છે. વ્યવહાજીંદગીમાં અકસ્માત તો રોજ થવાના... રોજ આપણે લોકોને શિખામણ પણ આપવાના... રોજ પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થવાના ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે, “શું હું મારા પક્ષે બરાબર વર્તુ છું ખરો ?” જો મારી જ પરિસ્થિતિમાં અટવાયા કરતો હોઉં તો નિ:શંકપણે બાળક કે પત્નિને યોગ્ય ન્યાય આપી શકતો નથી. મારૂકોઈ પણ કાર્ય કે પ્રસંગ સંતોષ જન્માવી જ ન શકે. દરેકને પાત્રતા પ્રમાણે મળી રહે તેમાં ન્યાય છે - એ વિધાન અસત્ય પુરવાર થાય છે. કારણ આપણે પાત્રતા પ્રમાણે તેને યોગ્ય ન્યાય આપી શકતા નથી, તેની લાગણી, મહેચ્છા કે અરમાનને સમજી શકતા નથી. સાચા અર્થમાં તમે જે પરિસ્થિતિમાં હો એને સમજવી જોઈએ અને સાથો સાથ તમારી સાથે વર્તમાનપત્રમાં જીવતા પાત્રોને પણ ન્યાય આપવો જ રહ્યો હંમેશા યાદ રાખીએ કે બારી ખોલો તો ઘણું બધું દેખાય બે માણસો એક જ બારીમાંથી જુએ તો એક કદાચ કાદવ-કીચડ જુએ અને બીજો તારા-નક્ષત્રોને જુએ એમ પણ બન્ને.. છતાંય હું એકલો બારી ખોલીને જોઉં તો મારે સમગ્રસૃષ્ટિને નિહાળી સહુને ન્યાય આપવો રહ્યો. ઘણીયવાર મનુષ્ય સર્વોચ્ચ આદેશ આપતા આત્માના અવાજનું પાલન કરવું જ પડે, ભલે પછી આજ્ઞાપાલન કેટલાય આંસુના કડવા ઘૂંટ કેમ ન પીવડાવે... માણસે પરિસ્થિતિ સાથે નહીં પણ આત્માના અવાજ અને વાસ્તવિકતા સાથે જીવવું જ જોઈએ. કારણકે પ્રસન્નતા જીવનશકિતમાંથી કે દેહમાંથી નહીં, પરંતુ આત્માના સંતોષમાંથી પ્રગટે છે. પરિસ્થિતિથી માણસ મહાન કે આદર્શ બનતો નથી કે નથી તેના થકી તેને શરમ અનુભવવી પડતી, વ્યકિત જ્યારે પોતાના કોપણ કાર્યને યોગ્ય ન્યાય આપી શકે તો તે તેનું સન્માન. કુટુંબને બગીચો જોવા લઈ જઈએ અને સ્મશાનની વાત કરીએ તો તે યોગ્ય નથી. “આ બધા ગુલાબ જ કહેવાય, એમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ શું જોવાનું” એ પણ યોગ્ય નથી. કારણ, પ્રકૃત્તિને માણવા આવ્યા હોય ત્યારે પ્રકૃત્તિમાં જ લીન રહેવું જોઈએ. આવા સમયે આપણું નકારાત્મક વલણ આપણા પક્ષનો અન્યાય છે હું સન્માનીય ત્યારે જ બની શકું કે જ્યારે હું મારા પાત્રને યોગ્ય ન્યાય આપી શકું. હું જો ઉણપો જ શોધતો રહીશ તો જીંદગીની શરૂઆત જ નહીં કરી શકું. મારી જરૂરીયાત છે હાથમાં આંગળી પકડી મારા બાળકને કે પત્નીને યોગ્ય દિશામાં લઈ જઈ બગીચાનો સાચો અહેસાસ કરાવવાની. મારી મહાનતા, મારી સમજ, મારું અસ્તિત્વ, મારુસન્માન ત્યારે જ શક્ય છે. લેખકની કલમ ચાલ્યા કરે પણ તેમાંથી તેનું પાલન લેખક ઘણું ઓછું કરતો હોય... અથવા શિખામણ આપવી સહેલી છે પણ લેવી અઘરી છે.” એવું ઘણાં કહેતા હોય છે. લેખક કે વ્યકિત તરીકે હું કે તમો પોતાના પક્ષે વફાદાર રહી વર્તી શકો તો જ સન્માન બાકી અપમાન. ૫૧. આત્મીયતા ઉચ્ચ હોદ્દા પર બેઠા પછી માત્ર આદેશાત્મક અભિગમ રાખનારા અધિકારીઓ વિરોધના વંટોળમાં ફસાઈ જાય છે. કોઈપણ કાર્ય આત્મીયતાથી અને લાગણીથી જેટલું સફળ જાય છે તેટલું સરમુખત્યારશાહીથી થતું નથી. આત્મીયતાથી વિદ્યાર્થીઓમાં દિલ જીતનાર શિક્ષક સરળતાથી શિક્ષણ પીરસી શકે છે. કેટલીક્વાર આચાર્ય કે શિક્ષણાધિકારી કરતાં વિદ્યાર્થીને આત્મીય શિક્ષકમાં વધુ રસ હોય છે. છેલ્લી પાટલીએ બેસતાં વિદ્યાર્થીમાં પણ જીવંતતા લાવી શકે તે સાચો શિક્ષક. હોંશિયાર તો પહેલી પંગતમાં હોય જ છે પણ ઠોઠને પહેલી પંગતમાં લાવી બતાવે તે સાચો શિક્ષક. સત્તા હોય એટલે સોટી ફટકારવા કરતાં લાગણીથી કામ લો. અને ત્યારે વિદ્યાર્થી હોય કે પ્રજા શિક્ષક કે નેતાના થઈને જ રહેશે. રાજા સિકંદરને કોઈએ પૂછયું : “આપે પૂર્વ અને પશ્ચિમના આટલા બધા પ્રદેશો કઈ રીતે જીતી લીધા? આપના પહેલા પણ ઘણા બાદશાહો અહીંથી પસાર થયા છે. તેમની પાસે આપના કરતાં લશ્કર અને ખજાનો વધુ હોવા છતાં તેઓ એવી જીત કે વિજ્ય ન મેળવી શક્યા, જેવી જીત આપે મેળવી છે. છેવટે આપના વિજ્યનું રહસ્ય શું છે ?” સમ્રાટ સિકંદરે નમ્રતાથી કહ્યું : “સાંભળો, હું જે પ્રદેશને જીતી લેતો હતો તેના પર કબજો કરી લેતો હતો પરંતુ ત્યાંની પ્રજાને રંજાડતો નહોતો. હું ત્યાંના અકિમો અને ધર્મગુરુઓને ઘણું માન આપતો હતો તથા તે દેશની માન મર્યાદા જાળવતો હતો અને કોઈનું બૂસ્ત્ર થાય તેનું ખાસ ધ્યાન રાખતો હતો, તેથી મોટા મોટા પ્રભાવશાળી લોકો પણ મારું કહ્યું માનતા હતા. આ રીતે મારો વિરોધ કરનારા લોકો ત્યાં જોવા મળતા નહિ અને મને સફળતા મળતી હતી. બસ, આ મારા વિજયનું રહસ્ય છે.” યુધ્ધમાં વિજ્ય પછી પણ લોકપ્રિય બનનાર સિકંદર હોય કે પછી લઘુમતિમાંથી આવતાં ડૉ. અબ્દુલ કલામ હોય.... લોકો માત્ર લાગણીને સ્વીકારે છે. માન આપશો, આત્મીયતા કેળવશો તો જરૂર Page #70 -------------------------------------------------------------------------- ________________ સફળ થશો. ૫૨. લાગણી ‘પર્યાવરણ જાગૃતિ’ અંગર્ગત એક કાર્યક્રમમાં એનાઉન્સર તરીકે જ્વાનું થયું. રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતા ઉચ્ચખાતાના અધિકારીઓ હજર રહેવાના હોઈ કાર્યક્ર્મમાં ખૂબ જ સતર્કતા રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં મહેમાનોનું પૂષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સમારંભના પ્રમુખશ્રી ચૌઘરીએ સન્માન સ્વીકારવાનો ઈન્કાર ર્યો. તેમણે તેમના પ્રાસંગિત પ્રવચનમાં કહ્યું, “આપણે પેલી પંક્તિઓ યાદ કરીએ, કે વૃક્ષો અને ફૂલો સાથે વાત કરવાનો સમય પાકી ગયો છે. ફૂલ વ્યક્તિ સન્માન માટે નહીં પણ મનને ઠારવા, પ્રકૃતિને જીવંત રાખવા છે.” આ કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક લાગ્યો ત્યાર પછી લગભગ મારી હાજરીમાં ઘણાં કાર્યકર્મોમાં સ્વાગત માટે શબ્દો કંકૂ - ચોખા કે પછી સૂતરની આંટીનો જ ઉપયોગ થયો છે. પર્યાવરણનું જતન કરીશું તો પ્રકૃતિ હરહંમેશ મલકાતી વર્તાશે. લાગણીશીલ વ્યક્તિઓ તેને સહખ્તાથી જોઈ શકે છે. સંત નામદેવ મોટી ઉંમરે સંત કહેવાયા, પરંતુ નાનપણથી જ તેમનો સ્વભાવ પરોપકારી સંત જેવો હો. એક દિવસ નામદેવની માએ કહ્યું : "બેટા" દવા માટે કરંજના ઝાડની થોડી છાલ તો લઈ આવ. નામદેવ ઝાડની છાલ લેવા નીકળી ગયા અને ચોડી છાલ લઈને પાછા આવ્યા. ત્યારબાદ નામદેવની માતાએ જોયું કે તેની ધોતી પર લોહીના ડાઘા છે. માતાએ પૂછયું : “કેમ રે, આ લોહીના ડાઘા કેવી રીતે પડ્યા ?” નામદેવે કંઈ કહ્યું નહિ. માએ ફરીથી પૂછયું : “બોલતો કેમ નથી ? કોઈએ માર્યુ છે કે શું ?” “નહીં.” નામદેવથી ધીરેથી કહ્યું: “મા, તે દિવસે તેં ઝાડની છાલ મંગાવી હતીને, મેં જ્યારે ઝાડની છાલ કાઢી ત્યારે મને લાગ્યું કે આ ઝાડ તો બોલતું નથી, જોઉં, એની છાલ કાઢતી વખતે તેને કેવી લાગણી થતી હશે ? તેથી મેં મારી પગની છાલ છોલી કાઢી." આ સાંભળીને માનું હૃદય દ્રવી ગયું અને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ૫૩. અનિવાર્યતા “તમે જો ચાલો તો સડક થઈ લંબાવું કર્મ, તમે જો બોલો તો તવ અધરથી ફૂલ થઈ ખરુંહું !” Page #71 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન જગતની વાસ્તવિકતા એ રહી છે કે, “બાળક માને ઝંખે છે અને મા બાળક્ત ઝંખે છે.” ટૂંકમાં બાળક જેવા અનેક સંબંધોને પણ છે એક બીજાના હૂંફની.. અખ્ખલિત પ્રગતિ માટે કોઈપણ સંબંધ અનિવાર્ય બની જાય ત્યારે સમયને પાંખો ફૂટે છે અને પ્રત્યેક પ્રભાત તાજગીભર્યુ લાગે છે. પ્રેમ અને એકસતા એવો અસાધ્ય રોગ ઉત્પન્ન કરે છે કે પ્રેમાળ હૃધ્યના માનવીના મુખમાંથી શબ્દો સરી પડે કે - “તમારા માટે સડક થઈ જાઉં ફૂલ બની જાઉં...!' એકબીજાની હૂંફ તૈયાત બની જાય ત્યારે મોટામાં મોટી આફત પણ ભૂલ્ક લાગે, પ્રત્યેક પ્રસંગ ઠાઠમાઠ સજે, પ્રત્યેક સવાર જોતાં ઈશ્વરે સૃષ્ટિના દ્વાર ખોલ્યાં હોય તેવો અહેસાસ થાય. જીવનને સફળ બનાવવા માટે હંમેશા “અહમ્' ત્યજીને લાગણી સભર બની આપણા સંબંધોને સંવેદનાસભર બનાવવા જોઈએ. આપણી આસપાસ રહેતા પાત્રો - સંબંધો સાથે તદ્રુપ - તન્મય થઈ વું જોઈએ. અને ત્યારે સંબંધોને સુંદર કૂંપણો ફૂટશે, ગુંગળાતા શ્વાસને ગતિ મળશે. જીવન જીવવા જવુ લાગશે. કવિઓ, પોતાની ગઝલોમાં આજ જીવનની વાત કરે છે. અનેક સમસ્યાઓ હોવા છતાં કેટલાક કવિઓની કલમો અખ્ખલિત વહેતી રહી છે. સંઘર્ષ કરતા કવિ જીવની કલમ પણ પ્રેમ અને હાસ્યને ઝંખે “ક્ષિતિજ બે સામસામી શૂન્યને વિસ્તારતી ઊભી, તમે થોડું હસો એને ગગનનું નામ આપી દઉં” જિંદગી માટે લખાયું છે કે જીવનમાં શુષ્કતા અને સભરતા, આશા અને નિરાશા, ક્ષણભંગુરતા અને ચિરંજીવતા, મૃત્યુ અને સલામતી તથા ઉલ્લાસ અને વ્યથાના વિકલ્પો ઈશ્વરે જ ગોઠવેલાં છે. અને પ્રશ્નોથી સભર દુનિયામાં મનુષ્યને વ્યથા પણ મળે છે....પણ એ વ્યથાને વ્યથા ન રહેવા દેતા તેમાં મધુર સૂરાવલીનું સર્જન કરવા પ્રેમ અને હૂંફની અનિવાર્યતા છે. સૃષ્ટિ અને પરિસ્થિતિની કોઈ જ સીમા નથી પણ પ્રત્યેક મનુષ્યએ સમજવું રહ્યું કે, ઘરની બારીમાંથી સ્પર્શતી હવા આપણને વિશાળ જગતમાં લઈ જવાનો સંકેત કરે છે. પ્રેમથી જીવવાનો ઈશારો કરે છે. આ સૃષ્ટિમાં હરતા ફરતા થઈને, સંબંધને અનિવાર્ય બનાવીએ સૌને સ્નેહની લહાણી કરાવવાથી નિત્યનૂતન આનંદનો અનુભવ થાય છે... ત્યારે પ્રશ્ન કયાંય અંધકારમાં ગરકાવ થઈ જાય છે. માનવીએ આજકાલની દ્વિધામાં પડયા સિવાય મનમોજી કવિની જેમ જિદંગીની જે બેચાર ક્ષણો મળી છે અને આનંદથી - પ્રિય પાત્રને એક પ્રેમાળ સંબંધનું નામ આપી માણી લેવી જોઈએ. હૂંફભર્યા પ્રમવાચક શબ્દો જીવનમાં અકસીર દવા જેવું કામ કરી જાય છે. જયાં સંબંધ છે ત્યાં પ્રશ્નો અને ફરિયાદ પણ રહેવાની... પરંતુ તેને “કાયમ' નું નામ ન અપાય તે ધ્યાનમાં રાખવું આવશ્યક છે. બાળક હંમેશા માતાના ખોળાને ઈશ્વરનું સાનિધ્ય જ સમજે છે. એક પત્ની પોતાના પતિના હૂંફથી નવોઢા Page #72 -------------------------------------------------------------------------- ________________ બની ઘરને સોળે શણગાર સજાવી દે છે. હા, પણ પ્રત્યેક સંબંધ પરસ્પરની હૂંફ ઝંખે છે... સંબંધોમાં અનિવાર્યતા આવશ્યક છે. પતિ કે પત્ની એક દિવસની ગેરહાજરીથી બેચેની અનુભવી શકે તે અનિવાર્યતા જ્યારે સંબંધોમાં આ પ્રકારની સમજ આવે ત્યારે જીવનની સાર્થકતા આપોઆપ જડી જાય છે, પ્રત્યેક પ્રેમાળ શબ્દોમાંથી કુલ ખર્યાનો અહેસાસ થાય. જ્યારે દુનિયા ટી.વી., ટેલિફોન, મોબાઈલ, ફિલ્મોના ઘોંઘાટમાં પંખીઓના ટહુકાર ભૂલી ગયેલા માનવી હવે સંવેદનાઓ ન ભૂલે જે ઊી છે. સાચી અનિવાર્યતા વ્યક્તિને અંદરથી સમજવાથી ઉદ્ભવે છે. નહીં કે પ્રેમ ઝંખતા બાળકે ઈલેકટ્રોનીક રમકડું પકડાવી દેવામાં, બાળકનું આસું જોઈ ડેરી મિલ્ક ચોક્લેટ પકડાવી દેવામાં.. તેની વેદનાને અંદરથી નહીં સમજી શકીએ તો કદાચ મોટો થઈને એ બાળક ‘તમારો' ન પણ રહે !! છેલ્લે સંબંધોનું સૌદર્ય કરમાઈ ન જાય, માનવીના આત્મીયતા અનાથ ન થઈ જાય એ માટે સંબંધના વૃક્ષને પોષણ આપવું જ રહ્યું અને ત્યારે જ અનિવાર્યતાની સમજ આવશે. અને ત્યારે વ્યક્તિ સવારના સૂરજનું કિરણ ઘરમાં પ્રવેશે ત્યારે પડદો નહીં પાડે પણ કિરણને અનુભવશે.. પ્રેમ અને હૂંફ એટલે સવારનું કિરણ.. ૫૪. નવમાનની યાત્રા માનવીય જીવન અધોગતિ તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે “નવમાનવ” ની કલ્પના સહજ ફરે. વર્તમાન દુનિયાના વિનાસ પછીની કલ્પના રજનીશે સુંદર રીતે કરી છે. રજનીશ ઉલ્કતંતિવાદને કેન્દ્ર સ્થાને રાખી કહે છે કે : “નવમાનવની કલ્પના હજી સ્પષ્ટ નથી. પરંતુ ક્ષિતિજ પર લાલિમા પથરાવા લાગી છે. અને થોડા જ સમયમાં સૂર્યોદય થશે. હજુ પ્રભાતનું ઘુમ્મસ વાતાવરણમાં છે, અને નવમાનવની કલ્પના ઘંઘળી છે. પરંતુ તેમ છતાં તે બાબતની અમુક વાતો સ્ફટિક સમી સ્પષ્ટ છે.” હજું, ધણુ અગત્યનું પરિવર્તન સાંભળવાનું છે, તે પરિવર્તન આત્માને જન્મ આપશે અને તેના દ્વારા મનુષ્ય ફકત મનોવૈજ્ઞાનિક અસ્તિત્વ ન રહેતા, આધ્યાત્મિકનું અસ્તિત્વ બનશે. વર્તમાન માણસને આર્થિક પ્રશ્નોની સાથે સાથે સૌથી મોટો અસલામતીનો પ્રશ્ન સતાવે છે. માનવ જીવનમાંથી પ્રેમ તત્વનું અધ:પતન નવમાનવમાં ઉત્ક્રાંતિ સ્વરૂપે આવશે. અણુશસ્ત્રોની હરિફાઈમાં દોડતા વર્તમાન માનવીની સરખામણીમાં રજનીશ કહે છે. “નવમાનવ બોમ્બનું નિર્માણ નહીં કરે. નવમાનવ રાજનૈતિક નહીં હોય, કારણકે રાજનીતિ ધૃણામાંથી જન્મે છે. રાજનીતિના મૂળ ભય, ધૃણા અને વિધ્વંશમાં રહેલા છે. નવમાનવ રાજનૈતિક નહીં Page #73 -------------------------------------------------------------------------- ________________ હોય અને તે દેશની સીમથી બંધાયેલો નહીં હોય, તે વિશ્વ વ્યાપક હશે. તેને કોઈ રાજનૈતિક મહત્વકાંક્ષા નહીં હોય કારણકે રાજનૈતિક મહત્વકાંક્ષા હોવી તે મુર્ખાઈ છે.” રનીશજીનું વિશ્લેષણ કરતા માનવી સાવલા જણાવે છે કે : શું આ શક્ય છે કે? માનવી જંગલી મટીને સામાજિક બન્યો ત્યારથી એણે એક યા બીજા સ્વરૂપે ગણતરીપૂર્વક પોતાના ઉપર શાસન સ્વીકાર્ય છે. એમાંથી રાજસત્તાનો ન્મ થયો છે અને જ્યાં રાજસત્તા હશે ત્યાં રાજનીતિ પણ હોવાની જ. કાર્લ માર્કસે પણ અરાજક્તાને (Anachy) અંતિમ લક્ષ્ય તરીકે સૂચવેલ (State will Whither away) મહાત્મા ગાંધી પણ પોતાને અરાજકતાવાદી ગણાવતા. ગાંધીજીને અભિપ્રેત એ હતું કે માણસ સદગુણી બનશે એટલે પછી એને નિયંત્રણમાં રાખવા કોઈ શાસનની જરૂર નહીં રહે કે કોઈ રાજ્યસત્તા પણ જરૂરી નહી રહે. જ્યારે રજનીશ નવમાનવ પૂર્વગ્રહો દ્વારા નહીં જીવે પરંતુ સ્વયંસૂર્ત પ્રતિભાવની ક્ષમતા દ્વારા જીવશે એમ કહે છે. ચાલો, વર્તમાન આંટીઘુટીમાં અટવાયેલ આપણે નવમાનવ બનીએ અને એ માટે રજનીશના શબ્દોને અનુસરીએ. નવમાનવને વધુ પૈસામાં અને ઉચ્ચ પદમાં રસ નહિ હોય તેના કરતાં તેને ગીત ગાવામાં, વાંસળી વગાડવામાં, સિતાર વગાડવામાં કે નૃત્ય કરવામાં રસ હશે. પરંતુ તેને તે રીતે પણ પ્રખ્યાત થવામાં રસ નહિ હોય. ૫૫. પતંગિયું અમથું કે આ વાદળીઓને એડમિશન દેવાનું? ડોનેશનમાં આખેઆખ ચોમાસુ લેવાનું.” કવિ શ્રી દવેની ક્લમ બાળ માનસની અવદશા જોઈ હેલે ચઢે છે. આજે એવી પરિસ્થિતિ આવીને ઉભી છે કે પ્રત્યેક બાળકને આપણે સૌ જોતા રહીએ છીએ. માણસને જેમ ભુખનું સર્જન કરવા વિટામીનની ગોળી દ્વારા ડંખ ઉભા કરવા પડે છે તેમ બાળકને પણ જન્મની સાથે “ગ્રાઈપ વોટર” થી શરૂ કરી યુનિફોર્મના ચક્કર મહીં ગુંગળાવવું પડે છે. તેમની દશા જોઈ લાગે છે : “આ સઘળાં ફૂલોને જ્હી દો યુનિફોર્મમાં આવે; પતંગીયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં કરવાનું Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વીમીંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કુંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું; લખી જ્હાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું. આ ઝરણાઓને સમજાવો, સીધી લીટી દોરે; કોયલર્ન પણ કહી દેવું, ના ટહુકે ભર બપોરે.” સવારથી જ ‘ટાઈમ-ટેબલ 'માં અટવાતું બાળક મણભાર વજન લઈ શાળામાં પ્રવેશે છે ને ત્યાં જ શરૂ થાય છે..... પ્રથમ પિરીયડ, બે મણ અંગ્રેજી ગ્રામરનો મારો, બીજો પિરીયડ પ્રમેયનો મારો, ત્રીજો પિરીયડ પ્રયોગોનો મારો.... સંસ્કૃત શ્લોક ગોખ્યા ! રીશેષમાં સીધી લાઈનમાં ચાલ્યો ? “ના” તો પછી ઉઠર્બસ.... પછી ાંગીર, અક્બર, પ્લાસીનું યુધ્ધ.... દિવસ (સીવી) દરમ્યાન કેટકેટલુંય કોથળાનું નાળચું ભલે ના બંધાય, સીવી લઈશું પણ મગમાં ઠાંસી ઠાંસીને ભરવાનું આ છે બાળક્ની દિનચર્યા....રોજિન્દાક્ર્મ. બાલમંદિરમાં મા-બાપની આંગળી પડી પ્રવેશ લેવા પહોંચતુ બાળક પહેલાં પાઠ શાળાની ઓફિસમાંથી શીખે છે. : “નો એડમિશન વિધાઉટ ડોનેશન" ભ્રષ્ટાચારનો પ્રથમ પાઠ પહેલાં જ દિવસે કુમળા મનમાં ઘર કરી જાય છે. દૃષ્ટિ હોવા છતાં આપણે વાસ્તવિક પરિસ્થિતિને જોવામાં છેતરાઈ જઈએ છીએ. પલટાતા સમયમાં માણસ હવે પ્રકૃત્તિને પણ આદેશ આપવાનું શરૂ કરી દેશે ? પ્રથમ દૃષ્ટિએ વર્તમાનમાં જે આદર્શ એને સુંદર દેખાય છે તે વાસ્તવમાં મૃગજળના સાગરના તળિયાનો અનુભવ છે ! આધુનિક વિચારધારાએ મનુષ્યને સંવેદનશૂન્ય બનાવી દીધો છે. આજે મુક્ત પ્રકૃત્તિ અને સૃષ્ટિની ભીનાશનો સ્પર્શ આલિશાન માનોમાં જડાઈ ગયો છે. સાચા અર્થમાં જીવનમાં કુત્રિમતા કરતાં વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે. બાળ જીવનથી જ વિવિધ અટકળો શરૂ થઈ જાય છે. સમયાંતરે પુખ્તતા આવે ત્યાં જ દુનિયાદારી સંવેદનશીલતા ઉપર હુમલો કરે છે. બાળક્માંથી યુવાન બન્યો ત્યાં જ નિજ બાળક અર્થે તૈયારી.... અને એમાંને - એમાં વૃધ્ધાવસ્થા આવી જાય છે ત્યારે લાગે છે કે મનુષ્યના ક્ર્મમાં ફક્ત બાળક જ કેન્દ્રસ્થાને છે... અને એ પણ કેવું ! પ્રકૃત્તિથી દૂર.... સંવેદનાથી ખૂર.... લાગણીથી દૂર ! આ બાળકને ઝરણું જોઈ ગણિતની સીધી લીટી યાદ આવે. અને કોયલને જોઈ ટાઈમ ટેબલ યાદ આવે ! જાણે કે “ટેસ્ટ ટ્યુબ બેબી" ! કૃત્રિમતામાં લીન મનુષ્યને બાળક્ની રમત રમકડાંને, ગીતોનું ગુંજન ટેલિવિઝનને, વરસાદનો અનુભવ રેઈનકોટને, સુષુપ્ત શક્તિઓ અને જીવનની ચપળતા રીમોટ ક્ટ્રોલને અને સમગ્ર વિકાસની જ્વાબદારી શાળાની ચાર દિવાલોને સોંપી દીધી છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ જરૂર છે સાચી દિશાની.... સર્વાગી વિકાસની. કુમળા છોડને વાળવો પડે અને સિંચન પણ કરવું પડે પણ.. આ તમામ સ્વતંત્રતાની છાયા નીચે, પ્રેમના આલિગનથી અને કુદરતના તાદાત્મય હેઠળ જ પાંગરી શકે.... વિકસી શકે. તકેદારી એટલી જ કે તેને કુત્રિમતાનો રંગ ન ચઢે. સંવેદનશીલતા ગુમાવી ન દે.... કારણ આ દુનિયામાં તો માછલીઓ માટે પણ તરવાના નિયમો છે... પતંગીયા માટે વિહરવાનો નિયમ છે. આવો, સહિયારા અભિગમ દ્વારા પતંગિયાની તરલતાને ચંચળતાને વિહરવા દઈએ.. તેને પાંગરવા દઈએ ! પક. નિષ્ફળતાનું રહસ્થ માણસ સફળતા કે લક્ષ્ય પ્રાપ્તિ માટે ઉતાવળો થતો હોય છે. આ ઉતાવળ વિકાસનું અવરોધ પરિબળ બની જાય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે પાલિકાની કાઉન્સીલરની ચૂંટણીમાં પ્રવૃત્ત રહેતા નેતા અનુભવના જોરે સરળતાથી લોકસભા સુધી પહોંચી શકે છે. સાઈકલ ઉપર ફરી ફરી છુટક પાવડર-સાબનું વેચાણ કરનાર કરસનભાઈ પટેલ નાની સફળતાઓના સહારે નિરમા કંપનીના માલિક બની શક્યા. સરદાર વલ્લભભાઈ પટેલ સ્થાનિક પાલિકાની ચૂંટણીમાંથી પ્રધાન સુધી પહોંચ્યા, ધીરૂભાઈ અંબાણી પેટ્રોલપંપની નોકરીમાંથી રીફાઈનરીઓના માલિક બન્યા. સફળતા માટે અધિરા બનનાર નિષ્ફળ જાય છે. પ્રગતિનો પાયો મજબૂત કરવા ઊંડાણથી શરૂઆત કરો. ધીમી અને ક્ષમતાપૂર્વકની શરૂઆત જરૂર સફળતા અપાવશે. શિવાજી મોગલ રાજાઓ સામે ગોરિલા યુદ્ધ લડી રહયા હતા. રાત્રે થાક્યા પાક્યા તેઓ ઝૂંપડીમાં જઈ પહોંચ્યાં અને કંઈક ખાવા પીવાનું માંગ્યું. વૃદ્ધાના ઘરમાં કોદરા હતા. તેણે પ્રેમપૂર્વક ભાત રાંધ્યો. અને શિવાજીને પતરાળામાં પીરસ્યું. શિવાજી ખૂબ ભૂખ્યા હતા તેથી ઝડપથી ભાત ખાવાની ઉતાવળમાં આંગળીઓ દાઝી ગઈ. મોઢાથી ફૂંક મારીને બળતરા શાંત કરવી પડી. વૃદ્ધાએ આ જોયું અને બોલી : “સિપાહી તારી શકલ શિવાજી જેવી લાગે છે અને સાથે સાથે એમ પણ લાગે છે કે તું એના જેવો મૂર્ખ પણ છે. શિવાજી સ્તબ્ધ થઈ ગયા. તેમણે વૃદ્ધાને પૂછયું : “માતા, શિવાજીની મૂર્ખતા બતાવો અને સાથે સાથે મારી પણ.” વૃદ્ધાએ કહ્યું : “તેં એક બાજુથી થોડો થોડો ભાત ખાવાને બદલે વચ્ચે હાથ નાંખ્યો અને આંગળીઓએ દાઝયો. શિવાજી પણ આવી મૂર્ખતા કરે છે. તે દૂર ક્વિારા પર વસેલા નાના નાના કિલ્લાને સહેલાઈથી જીતીને શકિત વધારવાને બદલે મોટા કિલ્લાઓ પર હુમલા કરે છે અને માર ખાય છે....શિવાજીને પોતાની યદ્વાની નીતિનું નિષ્ફળતાનું કારણ સમજાયું. તેમણે વૃદ્ધાની શિખામણ માની અને પહેલાં નાના કિલ્લાઓને પોતાનું લક્ષ્ય બનાવ્યા. નાની સફળતાઓ મળવાથી તેમની શકિત વધી અને અંતે મોટો વિજય મેળવવામાં સફળ થયા.