________________
વિના અનુસ થઈ જીવીએ છીએ, ધાર્મિક પ્રણાલીમાં જોતરાઈએ છીએ. બાકી મારી કલ્પનાની દુનિયાનો ઈશ્વર એમ વિચારી ઉદ્ધતાથી જીવવા જઈએ તો ?? માત્રને માત્ર દુઃખી જ થવાય.
આમ, આનંદમય અસ્તિત્વ માટે જલ્દી છે વાસ્તવિક દુનિયાનો સ્વીકાર. વાસ્તવિક વિચારધાર, વાસ્તવિક સમજ, વ્યર્થ આકાંક્ષાઓ ત્યજી એકબીજાને અનુસ થઈએ એટલે આપણી સુઆયોજિત જીંદગી સુંદર તાન્ગીસભર સવાર લઈ આવશે.
૨૫. જીવન,
થોડા સમય પહેલાં મારે એક સજ્જ સાથે મૈત્રી થઈ. મારા કરતાં અલબત્ત, ઉંમરમાં તેઓ દસેક વર્ષ મોટા હશે. ગાઢ મૈત્રી બાદ તેમણે કહેલું : “નામથી તો હું તમને ઓળખું જ છું, તમારી કટાર નિયમિત વાચું છુ , અને તે દ્વારા તમારો પરિચય થયો જ છે.” આ કથનથી અમે વધુ નજીક આવ્યા.
મિત્રનાં વાંચવાના શોખીન અનુસંધાનમાં મેં તેમને મારાં પુસ્તકો ભેટ આપ્યા હતા. તેમા, મે લેખનના પ્રારંભકાળમાં લખેલી કેટલીક નવલકથાઓ પણ હતી.
એ નવા મિત્ર મને સમયાંતરે મળતા. આવા એક પ્રસંગે તેમણે મને સ્મિત કરતાં કહ્યું : “તમે રસિક વ્યકિત છો. તમારા પુસ્તકો વાંચતા તમારા રોમેન્ટિક સ્વભાવનો પરિચય થયો. જ્યારે વર્તમાનપત્રોની કટારના વાંચનથી તમારો એક જુદો જ પરિચય થાય છે.”
એમની વાત સાંભળી હું હસી પડ્યો. મેં કહ્યું : “તમારી વાત સાચી છે પરંતુ તમે મારા જે પુસ્તકો વાંચ્યા તે મેં મારા કોલેજ જીવન દરમ્યાન, શઆતમાં થોડા વર્ષ સુધી લખેલા. એ સમયમાં રસિકતા, બાહ્ય નિરીક્ષણ, રોમેન્ટીક સીઝન હોય. પરંતુ માણસ કાયમ એનો એ રહેતો નથી. ઉમર અને અનુભવ એની સામે અનુભૂતિઓ અને વિચારધારાઓના નવા નવા દ્વાર ખોલે છે. મારી કટારમાં જીવન પ્રત્યેનો વાસ્તવિક અભિગમ વગેરે વંચાય છે. મારી એ છબી સાથે કદાચ મારા અગાઉના લખાણોએ પ્રગટાવેલી છબીનો મેળ ન પણ મળે, પણ એ લેખક તો હું એનો એજ છું. તસ્વીર અને તાસીર બદલાયા કરે છે.
કોઈક ચિંતકે કહ્યું છે કે વહેતા જળમાં તમે તમારી આંગળી ડૂબાડી રાખો તો દરેક ક્ષણે તમને નવા જળનો સ્પર્શ થાય છે. આપણે સૂક્ષ્મતાપૂર્વક આપણી આસપાસની સૃષ્ટિનું અવલોક્ન કરતાં નથી. તેવી જ રીતે આપણી પોતાની જાતનું - એટલે કે આપણા દેહનું, મનનું, અંતરનું પણ નિરીક્ષણ કરતા નથી. આ ક્ષણે આપણે જે છીએ તેવા બીજી ક્ષણે આપણે નથી હોતાં.
શરીરના કોષો ક્ષણે ક્ષણે બદલાય છે, મનના અણુઓ પણ ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા હોય છે. મનની, બુદ્ધિની બાબતમાં હકીક્ત અને અનુભવ જુદા છે. મન નિત્ય વાંચન, મનન, યોગ, ધ્યાન વગેરેથી વધુને વધુ સમૃદ્ધ થતું રહે છે. અનુભવો તેને વધુ સમૃદ્ધિ આપે છે. પરંતુ તે પણ પરિવર્તનની પ્રક્રિયાનો