SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમના ગેસ્ટાલ્ટ નામના એક મનોવૈજ્ઞાનીએ આ બાબત મનુષ્યના મનોગતની ઝીણી ઝીણી બાબતો ઉપર સંશોધન કર્યું. આ વાતને સમજવા આપણે એક ઉદાહરણ લઈએ. ચોમાસાની તૈયારી છે અને આકાશ વાદળોથી છવાઈ ગયું છે. એક વિખૂટા પડી ગયેલા પ્રેમીને તેમાં તેની પ્રિયતમાનો અણસાર આવશે તો કોઈ નબળા મનના અને ભય વચ્ચે જીવતા માણસને તેમાં ભૂતપ્રેત દેખાશે, કોઈ ધાર્મિક ભાવિને તો રાધા-કૃષ્ણના દર્શન થશે અને એમાં પ્રેમની સુરાવલી સંભાળાશે. આમ વ્યક્તિ વાસ્તવિક જગતને તટસ્થાપૂર્વક જોવા કે જાણવાને બદલે પોતાના મનોગતના સંદર્ભમાં જ સૌને જોયા કરે છે અને તેને અનુલક્ષીને પોતાના સાંસારિક સંબંધોને જોડતો રહે છે અને તોડતો રહે છે. પરિણામે અનેક સમસ્યાઓ ઉભી થાય છે અને વાસ્તવિક ગત સાથે તેનો મેળ ન મળતા દુ:ખી થાય છે. પ્રત્યેક વ્યકિતએ હંમેશા વાસ્તવિકતા સામે રાખીને જીવવા પ્રયત્ન કરવો જોઈએ. જેટલી આપણી અપેક્ષાઓ છે એટલી સામે મુશ્કેલી પણ હોઈ શકે. અપેક્ષા કરતાં હમદર્દી અને આશ્વાસનના બે શબ્દો વાસ્તવિક દુનિયામાં જીવાડી પ્રેમનો સંચાર કરે છે. “વાદળા અથડાય એ ઘટના છતાં, વીજળી કાં શાંત છે આકાશમાં...?” ક્ષણનો ઉપયોગ, અભિમાનને તિલાંજલી અને વ્યર્થ અપેક્ષાઓથી દૂર રહી એકમેક્ના થવા પ્રયત્ન કરવો જરૂરી છે. દરેક માનવીમાં ખામીઓ તો રહેવાની જ.... એટલે એ ખામી કદાચ અપેક્ષાનો અવરોધ બની શકે. એકબીજાને સમજવા માટે સિદ્ધાંતોને વળગી ન રહેવાય. કયારેક જડ અને જક્કી સિદ્ધાંતો ઉકળતા ચજેવા બની જાય છે. “મળી આંખ તે દી'થી બળવુ શરુછે, હવે તો જીવન એક ઉકળતો ચછે.” પતિ-પત્ની વચ્ચે એકબીજાને ગમતાં રહેવા માટે અનુસતાને સમજવી જQી છે. અભિમાન કે ગુસ્સાને મનમાં સમાવી સામા પક્ષને ઉતારી પાડવાથી કે વાત કાપી નાખવાથી પ્રશ્ન વધુ સળગે છે. નિયમિત પણે વાત પકડીને નવી દુનિયાનો વિસ્તાર કરવાની અભિલાષા ઘાતક બની શકે છે. નવી દુનિયાની કલ્પના દ્વારા કેટલીક વાર માનવી પોતાની જાતને દુનિયામાં બુદ્ધિશાળી છે તેમ સમજતો થઈ જાય છે. મારા દ્વારા જે થાય છે, વિચારાય છે તે બીજા બધાથી વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ છે એમ માને છે પણ ત્યારે આ વાત સમજવા જેવી છે કે... “વ્યર્થ વાતો કરીને હું શું કરું? કાણાં પ્યાલા ભરીને શું કરું?” એક વાત નિશ્ચિત પણે સમજવી રહી કે આપણે પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકીશું ? આત્મા અને પરમાત્માનું અસ્તિત્વ કે તેની વાતો પણ ઘણી સૂક્ષ્મ છે. આ દિશામાં આગળ વધવા માટે આપણે જીવ, ગત અને ઈશ્વરને યથાર્થ સ્વસે જોઈએ છીએ, જાણીએ છીએ અને આપણે જીદ ક્ય
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy