________________
કે પરમાત્મા પાસે જઈએ ત્યારે પ્રેમ અને આત્માને સાથે લઈ જઈએ. મૃત્યુના નિવારણ માટે આપણે કરવાની એકમાત્ર બાબત છે. અને એટલે જ કહેવાયું છે, “મૃત્યુ છે જીવનનો અંત અને શાશ્વત જીવન છે મૃત્યુનો અંત.”
૫. તક આપીએ....
માણસ હવે “સ્વ” માટે જ જીવતો દેખાય છે. શિક્ષકને મજૂરી કરી ફી ભરતો વિદ્યાર્થી ન દેખાય તો તેનું શિક્ષણકાર્ય નકામું. પ્રજા પાણી માટે ટળવળે ને નેતા શરાબની રેલમછેલ રેલાવે એમાં એનું નેતૃત્વ લાંછનરૂપ ગણાય.
હું ઘણા વખતથી એ જોઈ રહ્યો છું કે, સ્મશાનયાત્રામાં કાંધો આપનારનું પ્રમાણ ઘટી રહ્યું છે. માણસને સ્કૂટર કે ગાડીમાં સ્મશાને પહોંચવાની આદત પડી છે. આપણું બેફામ ચાલતું સ્કૂટર ખાડામાં પડે તેનું દુઃખ થાય છે પણ ખાડાનાં છાંટાથી રંગાયેલા વ્યક્તિને જોઈ દુ:ખ કે ગ્લાનિ થતી નથી. આપણે નાની અમથી જિદંગીના “સ્વ'માં રાંચ્યા કરીએ છીએ.
આપણાથી કોણ કયાં ઘવાય છે તે ધ્યાન રાખવાની જર છે. માત્ર સફળતા માટે પ્રયત્ન કરવાથી જીવનનો હેતુ સિધ્ધ થઈ જતો નથી. ઈશ્વરે આપણી આસપાસ ધબકતું જીવન મુકયું છે તેને વિકસવાની તક આપવી જોઈએ. બીજાને જીવવાની તક આપવી જોઈએ.
ડેનિયલ માઝગાંવકરે કુટુંબની એક ઘટના નોંધી છે :
અમારી એક બહેન કેનેડામાં રહે છે. એના પરિવારમાં છે એના પતિ, બે બાળકો અને થોડાં ઢોર. ખેતી કરે છે; ખૂબ મહેનતુ છે. અને રાતે કમ્યુટર પર બેસીને સારી સારી વાતો, હૃદયસ્પર્શી એવી ઘટનાઓ પોતાના મિત્રોને ઈ-મેલથી મોક્લતી રહે છે. આવી એક ઘટના એના શબ્દોમાં રજૂ કરુછું :
કેટલાંક વરસ પહેલાં અમેરિકાના સીએટલ શહેરમાં એક વિશેષ પ્રકારની ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન થયું હતું. એક દિવસ નવ સ્પર્ધકો દોડની સ્પર્ધા માટે ઊભા થઈ ગયા. તે નવે નવ જણ ન્મથી જ શારીરિક કે માનસિક મંદત્વના શિકાર બનેલાં હતાં. તેમ છતાં તે નવ ભાઈ-બહેન એકસો મીટરની દોડ માટે એક કતારમાં ઊભાં રહી ગયાં હતાં. પિસ્તોલનો અવાજ સાંભળીને બધાંએ દોડવાનું શક્યું. દોડવાનું તો શું, - લથડાતા પગે બીજા છેડે પહોંચવા માટે બધાં નીકળી પડ્યાં. તે સ્પર્ધામાં કોણ પહેલું આવે છે, તે જોવાનું હતું.
બધાં ધીરે ધીરે આગળ વધતાં હતાં. પણ તેઓમાં એક સાવ નાનો છોકરો હતો. તે થોડેક સુધી તો ખૂબ મહેનત કરીને બધાંની સાથે ચાલ્યો, પણ પછી લથડીને વચ્ચે જ પડી ગયો. નાનો હતો, રોવા લાગ્યો.
બીજા આઠ ઓ થોડાંક આગળ નીકળી ચૂક્યાં હતાં, એમણે આનો રોવાનો અવાજ સાંભળ્યો એટલે પોતાની ગતિ ધીમી કરી નાખી અને પાછળ ફરીને જોયું. પછી એ બધાં પાછાં ફરી ગયાં અને આ પડી ગયેલા છોકરા તરફ ચાલવા માંડ્યાં. તે આઠમાં એક છોકરી હતી, જે પોતે પણ બૌદ્ધિક