________________
પ્રગટ કરી શકે તેમ નથી.... "
પછી આંસુભરી આંખે તેમણે તેનો હાથ પકડ્યો અને બોલ્યાઃ
“આ ભાષ્યને હું નામ આપું છું ભામતી !"
આજે આ મહાન ભાષ્ય જગતભરમાં “ભામતી" તરીકે ઓળખાય છે.
પત્નીને સ્વાર્થ નહીં પણ નિસ્વાર્થ પોતીકા પાત્રમાં ઓતપ્રોત રહેવાની ઈચ્છા હોય છે. આદર્શ નારીની આજ વિશેષતા છે કે જટિલ કાર્યપધ્ધતિમાં અટવાયેલી રહેતી હોવા છતાં, પતિ તરફથી સંપૂર્ણ સ્નેહ ન મળતો હોવા છતાં પોતીકી ભાવનાચી કુટુંબનું ક્લ્યાણ કરે છે અને એટલે જ પત્ની માતા છે, બહેન છે, ધાત્રી છે. સ્વર્ગનુ નજરાણું છે.
૧૨. સિદ્ધિ
નમ્રતા અને હકારાત્મક દ્રષ્ટિકોણ વિકાસના દ્વાર ખોલી શકે છે. ઉચ્ચ શિખરેથી નિર્દોષ ભાવે ક્લક્લ વહી આવતું ઝરણું મહાસાગરનું રૂપધારણ કરે છે. દંભ છોડી સહુની તરસ બુઝાવે છે. નમ્રતા વિના વિસ્તાર શક્ય નથી. નમ્રતા છે, તો વિક્કસ છે. નમ્રતા વિના હારાત્મક દ્રષ્ટિકોણ શક્ય નથી.
હર્બટ હુંવર નામનો એક જુવાન અમેરિકાની એક યુનિવર્સિટીમાંથી ઈર્નરની પદવી લઈને બહાર આવ્યો. તેનો વિચાર ખાણના એન્જિનિયર થવાનો હતો. શુક્વારે સવારે એક ખાણના વ્યવસ્થાપકને તે નોકરી માટે મળ્યો. વ્યવસ્થાપકે કહ્યું : “અમારે તો એક ટાઈપિસ્ટની જરૂર છે. તમે એ કામ માટે તૈયાર છો ?”
“ટાઈપિસ્ટ ?” જુવાન બોલ્યો, પછી જરાક થંભીને તેણે કહ્યું, : ઠીક છે, હું એ કામ કરીશ. આવતા મંગળવારે સવારે હું કામે લાગી જઈશ."
મંગળવારે સવારે જુવાન પોતાના કાર્મ બરાબર હાજર થઈ ગયો. વ્યવસ્થાપકે તેને પૂછ્યું, “તમે મંગળવારથી આવવાનું શા માટે નક્કી ક્યું ? એની પાછળ કો હેતુ હતો ?”
જુવાને જ્વાબ દીધો, “જી હા, ચાર દિવસ મને મળ્યા. તેમાં એક ભાડૂતી ટાઈપ રાઈટર લઈને હું જરૂરી ટાઈપીંગ શીખી ગયો છું.”
આગળ જ્યાં યુનાઈટેડ સ્ટેઈટસના રાષ્ટ્રપતિ બન્યા તે આજ હર્બટ વર.
આપણે નોકરીમાં અનુકૂળતા અને સુખસગવડ શોધીએ છીએ. મને આ નહીં ફાવે અથવા મને નથી આવડતું શબ્દો થકી આપણે આપણા વિકાસના માર્ગમાં પૂર્ણિવરામ મૂકી દઈએ છીએ.
વિશ્વ વિખ્યાત ખ્યાતી પ્રાપ્ત મહાનૂભાવએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. પ્રારંભથી જ આધુનિક સુવિધા અને વૈભવની અપેક્ષાઓને કારણે આપણામાંથી ઘણા બધા વિકાસશીલ જીવનની શરૂઆત જ નથી કરી શક્તા. રેડિયાનો સંતોષ જ એરકન્ડિશનર અપાવી શકે. નમ્ર ભાવે પા... પા. પગલી માંડો, અવશ્ય સફળ થવાશે.