SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તેની પત્ની ઉપર વધુ આધારિત છે. વિશ્વમાં અસંખ્ય કિસ્સાઓ એવા છે કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. સાયકલ પર પાવડરની ફેરી કરતા યુવાને મલ્મ મનોબળને પ્રતાપે જ નિરમા કંપની ઉભી કરી વિશ્વમાં નામના મેળવી. ફકત ૪૦ મયામાં શરુકરેલ પાવડરની ફેરીનો ધધો ૪૦૦ કરોડ સુધી પહોંચી ગયો. એવી જ રીતે, એક મોટી કંપનીમાં આવેલી કેન્ટીનમાં એક દક્ષિણભારતીય યુવાન વેઈટર તરીકે કામ કરતો હતો. સાતેક વર્ષના અથાગ પ્રયત્ન - પરિશ્રમ પછી એણે નાનકડી બચત સાથે મુંબઈમાં એક ફૂટપાથ પર નાસ્તાની રેંકડી શરૂ કરી. લગ્ન કર્યા બાદ પત્નીની હૂંફ અને વાત્સલ્ય વધુ પરિશ્રમની પ્રેરણા આપતા રહી. સવારથી રાત સુધી તે રેંકડી પર પુરતું ધ્યાન આપતો. પત્નીની દીર્ધ દૃષ્ટિની સાથે તેણે સાત-આઠ વર્ષ સુધી રેંકડી ચલાવી અને બચતમાંથી એક નાનકડી દુકાન ખોલી. સમય જતાં, આર્થિક પ્રગતિ ઝડપથી વધવા માડી, બીજા પાંચેક વરસમાં એણે ઉડિપી હોટલ ખોલી. તેના બાળકો જ્યાં નેતાઓનાં બાળકો મોંધું દાટ શિક્ષણ લે છે તેમાં ભણતાં થયા. ગઈ કાલે જેની તાકાત સાયકલ ખરીદવાની નહોતી એ આજે કારમાં ફરે છે. આજે એ ઉડિપી હોટેલમાં નામાંકિત ફિલ્મસ્ટાર પણ આવે છે. ઘણાયને એની પ્રગતિની પાછળ ઘરબાયેલા પુરુષાર્થના પાયાને નિહાળી શક્યા નથી. ભાગ્યે જ માણસ એવો હશે જેને સફળતા પામવાનો માર્ગ ખબર ન હોય. મહેનત વત્તા દીર્ધદૃષ્ટિ વત્તા ઉત્સાહ વત્તા કરસકર ભેગાં થાય તો સફળતા મેળવવી સહેલી થઈ જાય. ભારતમાં કે વિશ્વમાં એવા કિસ્સાઓ ઓછા નથી જેમાં વ્યકિતએ શૂન્યમાંથી સામ્રાજ્ય ઉભુ કરી બતાવ્યું હોય. એ લોકો આટલી સફળતા કેમ મેળવી શકે છે એ વિચારવામાં સમય ન બગાડો. કોઈના દોષ કે ઉણપને શોધવામાં, ગામ ફોઈ બની રહેવામાં સતત સમય બગાડતા લોકોએ પોતાની શકિતનો સાચો ઉપયોગ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્યારે પણ હાર્યા વિના, આવેલ મુસીબતનો સામનો પણ કરવો પડે. દરેક વખતે લાડવા હાથમા ન પણ આવે, પણ મારાથી કંઈ ન નહીં થાય”, “તો કંટાળી ગયો' - શબ્દોને તિલાંજલિ આપવી પડશે. જે માણસ સફળ થવા ઈચ્છતો હોય એના વિચાર અને વર્તનમાં અન્યો કરતા જરાક ફરક હોય છે. આ ફરક એટલે સફળતા મેળવવાની ગુસ્ત્રાવી. જે માણસને આ ચાવી મેળવીને આગળ વધવું હોય એણે જીવનની પ્રત્યેક ઘડીને સંગ્રામ ગણીને લડવું જોઈએ. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં જીવો. વર્તમાન એટલે આજ. આજ એટલે ખરાખરીનો ખેલ. આજ એટલે નવી શરૂઆત. આજ એટલે જાતને બદલી નાખવાની સૌથી અણમોલ ઘડી. આજ એટલે જિદંગીને સોનાની બનાવવાની તક. ૧૬. દુઃખને ર કરવા..... અયોગ્ય ઘટના આવી મળે અને ઈચ્છિત વસ્તુ અળગી રહે ત્યારે માણસ દુ:ખનો અનુભવ કરે છે. આમ દુઃખની અનુભૂતિનુ કારણ અપેક્ષા કરતાં જુદું પરિણામ છે. એટલે સુખી થવાનો રસ્તો છે
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy