________________
મારવાથી સ્કુટર ચાલતું નથી એ માટે ક્લચ અને એક્સીલેટર સાથે ગેઈરનું ટ્યુનીંગ જરૂરી છે. માણસ જવાબદારીથી મોં ફેરવી ચાલે એનો અર્થ એ છે કે તે એક્લેપટો છે. આવા એલપેટા વ્યક્તિએ શક્ય હોય તો પછી સંસારથી પર રહેવું. ખરડાવું નહીં.
૧૪. સુખની અનુભૂતિય
સુખ એટલે શું ?
સામાન્ય રીતે માનવી એવી વિચારધારા ધરાવતો હોય છે કે જીવનમાં સુખ આવે પછી દુ:ખ આવે - એ એક નિશ્ચિંત ઘટમાળ છે.
પણ આમ જોઈએ તો અનેક સદ્ - અસદ્ વૃત્તિઓ અને વિચારો ધરાવતા આપણા મર્કટ મનની જ આ બધી લીલા હોય છે. માનવીએ કોઈ એક પરિસ્થિતિમાંથી આનંદ મેળવી સુખ પ્રાપ્તિની અનુભૂતિ કરવી કે પછી એજ પરિસ્થિતિમાં દુ:ખી થઈને દુઃખ અનુભવવું એ જેતે વ્યક્તિના હાથમાં જ છે. એટલે કે ઈશ્વરના આયોજન પ્રમાણે ઘટના, પરિસ્થિતિ બનતી હોય તેમાં માનવી પોત પોતાની અનુકૂળતા સાધવા પ્રયત્નો કરતો હોય છે. અને એમાં દુ:ખ અને સુખ ઉદ્ભવે છે. મારે મારા જીવનમાં બનતી ધટના, પ્રસંગને હકારાત્મક કે નકારાત્મક વલણથી અપનાવીને તેનું મૂલ્યાંન કરવું છે; તે ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓના વ્યક્તવ્યો પર આધાર રાખે છે.
દા.ત. એક ગુલાબનો સરસ મજાનો છોડ ખીલેલો છે એ છોડને જોઈને કોઈક વ્યક્તિ એમ કહેશે કે સરસ ગુલાબનું ફૂલ ખીલ્યું છે. જ્યારે બીજી કોળ વ્યક્તિ એમ કહેશે કે, “આ ભગવાને ગુલાબનું ફૂલ કેવું બનાવ્યું જોને, એની આજુબાજુ કેવા કાંટા છે.
બસ.... અહીંથી સુખ જોજનો દૂર અને દુઃખ વ્યક્તિની આસપાસ જ વિંટળાઈ વળે છે. કેમ કે ફૂલને કાંટા આપ્યા છે તેની પાછળ હકારાત્મક દૃષ્ટિકોણ અપનાવીને એમ પણ વિચારી શકાય કે... ઈશ્વરે આ સુંદર મજાના ફૂલનું રક્ષણ કરવા કેવું સરસ કાંટાસ્ત્રી વચ રચ્યું છે.
પતિ પત્ની વચ્ચે ગેરસમો ઊભી થાય, સમસ્યા ઉદ્ભવે, હતાશ થઈ જ્વાય. આ બધું જ શક્ય છે કેમકે બંનેના વિચારો ભિન્ન હોય છે. પરંતુ આ પરિસ્થિતિમાં બંને વ્યક્તિઓ એક્બીજાના વલણને અપનાવે તો સુખ અને પછી દુ:ખ આવે જ એ કુદરતના ક્રમને બદલી શકાય. અને માનવી પોતાના સ્વબળે જીવનમાં સુખ અને માત્ર સુખનું જ નિર્માણ કરી શકે.
ટૂંકમાં સુખ કે દુ:ખ એ ઈશ્વર નિમિત નથી પરંતુ માનવીના હાથની જ વાત છે. ઈશ્વરે માનવીને જ બુદ્ધિ શક્તિ આપી છે. જેનો માનવી ઉપયોગ કરીને હકારાત્મક વલણ અપનાવે તો પણ અડધું ગત શાંત થઈ જાય.
૧૫. શું તમારે સફળ થવું છે ???
કોઈપણ કાર્યની સફળતા અર્થે મક્મ મનોબળની સાથે કૌટુંબિક હૂંફ અને સામાજિક અનુકૂળતા જરી હોય છે. એક યુવાનનો વિકાસ - વિસ્તાર તેના પરિવાર ઉપર અને એક પતિનો વિકાસ - વિસ્તાર