________________
હંમેશા દુ:ખી જ થાય છે.
હરિ ૐ આશ્રમના કિનારે એકાએક સ્કુટર આવીને ઉભું રહ્યું. સ્કુટર પરચી પતિ-પત્ની ઉતરી અક્કડ મૌન સાથે નિારા પાસે પહોંચ્યા. એકાએક તેઓ થંભી ઉગ્ર સ્વર્સ ઝઘડવા લાગ્યા. તેમના શબ્દોમાં એટલો ક્રોધ હતો કે ક્ષણવાર લાગ્યું કે હમણાં જ કાંઈ અજુગતું બની જશે.
પત્ની બોલી : 'તારે સમાધાન કરવું હોય તો શાંતિથી વાત કર...'
પતિ બોલ્યા : ‘મારે સમાધાન કરવું છે એટલે તો અહીં લાવ્યો પણ તું તારી જીભ ઉપર કાબુ રાખ.'
‘જો મારી જીભની વાત ન કર, અને જો મારામાં તમે ખામી દેખાતી હોય તો શું કરવા મને રડતી જોઈ હોવા છતાં મારા ઘરેથી લઈ ગયો હતો.'
‘હું તને હાથ જોડું છું, તું શું કરવા બેઠી છે, હવે મારાથી સહન નથી થતું. હું તારાથી કંટાળી ગયો છું.' પતિ બોલ્યો.
ઉંચ સ્વરે પત્તિ બોલી : ‘હું મારા પિયરમાં જ બરાબર હતી. જો તારાથી મને ન પાલવી શકાતી હોય તો શા માટે રોજ ફોન કરતો હતો ? શું કરવા અહીં બોલાવી, હું પણ તને બે હાથ જોડું છું કે હવે મારાથી પણ સહન નથી થતું.'
‘તું મને નહીં સમજે ? તારી જાતનું પ્રદર્શન જ ર્યા કરીશ ?'
'અરે ! સમજી તો તું નથી શક્તો... તારી ગરજે મને અહીં લઈ આવ્યો ને છતાંયે દાદાગીરી ? આવો જ ગુસ્સો કરવો હોય તો મને પાછી ઘરે મુકી દે... 'પત્ની બોલી.
‘હવે બહું થયું, જો તને મારામાં રસ ન હોય તો હું જાઉં છું.'
આટલું બોલી પતિએ સ્કુટરને કીક મારી. પાછળ પત્ની બેસવા ગઈ પણ તે પહેલાં ગેઈરમાં સ્કુટર ચાલુ કર્યું. પત્ની પડતી પડતી રહી ગઈ. અને ચાલુ સ્કુટરે પતિ બોલ્યો, ‘હવે હું આ સંસારથી જ દૂર ચાલ્યો જાઉં છું, પછી તો તને શાંતિ થશે ને ?' સ્કુટરને રેસ આપી પતિએ મટકું પણ ન માર્યું.
એકાએક વિહ્વળ બનેલી પત્ની પરિસ્થિતિ પામી ગઈ અને તેણે દોટ મુકી, સ્કુટરનું સ્પેરવ્હીલ પકડયું. ગુસ્સે થયેલ પતિએ વધુ એક્સીલેટર આપ્યું અને પત્ની ધુળમાં રગદોળાઈ ગઈ. ફિલ્મોમાં વિલનને હિરો ઘોડા પાછળ બાંધી લઈ જાય અને ચોમેર ધૂળની ડમરીઓ ઉડે તેવું આબેહુબ દૃશ્ય સર્જાયુ. પત્નિના મોંમાંચી ચીસ નિકળી ‘ઓ...મા...મરી ગઈ.' ની ચીસો પાછળથી ખેંચાતી ગઈ.
બંનેની વાસ્તવિક્તા એટલી જ કે તેઓ કંઈ પણ બાંધછોડ કરવા તૈયાર નહોતા. સમાધાન અર્થે આવ્યા પણ વિખવાદનો પ્રશ્ન વિસરાઈ ગયો અને બંનેએ અહ્મ ન છોડ્યો.
જ્યારે પતિ કે પત્નિના હ્રદયમાં હૂંફ કે આત્મીયતા જેવું તત્વ જન હોય ત્યારે તેઓ પશુ જેવા લાગે છે, જ્યાં આત્મીયતા પ્રેમ હશે ત્યાં સંસ્કાર હશે, જ્વાબદારીનું ભાન હશે, સમાધાન હશે, ફક્ત કીક