________________
બની ઘરને સોળે શણગાર સજાવી દે છે. હા, પણ પ્રત્યેક સંબંધ પરસ્પરની હૂંફ ઝંખે છે... સંબંધોમાં અનિવાર્યતા આવશ્યક છે. પતિ કે પત્ની એક દિવસની ગેરહાજરીથી બેચેની અનુભવી શકે તે અનિવાર્યતા
જ્યારે સંબંધોમાં આ પ્રકારની સમજ આવે ત્યારે જીવનની સાર્થકતા આપોઆપ જડી જાય છે, પ્રત્યેક પ્રેમાળ શબ્દોમાંથી કુલ ખર્યાનો અહેસાસ થાય. જ્યારે દુનિયા ટી.વી., ટેલિફોન, મોબાઈલ, ફિલ્મોના ઘોંઘાટમાં પંખીઓના ટહુકાર ભૂલી ગયેલા માનવી હવે સંવેદનાઓ ન ભૂલે જે ઊી છે.
સાચી અનિવાર્યતા વ્યક્તિને અંદરથી સમજવાથી ઉદ્ભવે છે. નહીં કે પ્રેમ ઝંખતા બાળકે ઈલેકટ્રોનીક રમકડું પકડાવી દેવામાં, બાળકનું આસું જોઈ ડેરી મિલ્ક ચોક્લેટ પકડાવી દેવામાં.. તેની વેદનાને અંદરથી નહીં સમજી શકીએ તો કદાચ મોટો થઈને એ બાળક ‘તમારો' ન પણ રહે !!
છેલ્લે સંબંધોનું સૌદર્ય કરમાઈ ન જાય, માનવીના આત્મીયતા અનાથ ન થઈ જાય એ માટે સંબંધના વૃક્ષને પોષણ આપવું જ રહ્યું અને ત્યારે જ અનિવાર્યતાની સમજ આવશે. અને ત્યારે વ્યક્તિ સવારના સૂરજનું કિરણ ઘરમાં પ્રવેશે ત્યારે પડદો નહીં પાડે પણ કિરણને અનુભવશે.. પ્રેમ અને હૂંફ એટલે સવારનું કિરણ..
૫૪. નવમાનની યાત્રા
માનવીય જીવન અધોગતિ તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે “નવમાનવ” ની કલ્પના સહજ ફરે. વર્તમાન દુનિયાના વિનાસ પછીની કલ્પના રજનીશે સુંદર રીતે કરી છે.
રજનીશ ઉલ્કતંતિવાદને કેન્દ્ર સ્થાને રાખી કહે છે કે :
“નવમાનવની કલ્પના હજી સ્પષ્ટ નથી. પરંતુ ક્ષિતિજ પર લાલિમા પથરાવા લાગી છે. અને થોડા જ સમયમાં સૂર્યોદય થશે. હજુ પ્રભાતનું ઘુમ્મસ વાતાવરણમાં છે, અને નવમાનવની કલ્પના ઘંઘળી છે. પરંતુ તેમ છતાં તે બાબતની અમુક વાતો સ્ફટિક સમી સ્પષ્ટ છે.”
હજું, ધણુ અગત્યનું પરિવર્તન સાંભળવાનું છે, તે પરિવર્તન આત્માને જન્મ આપશે અને તેના દ્વારા મનુષ્ય ફકત મનોવૈજ્ઞાનિક અસ્તિત્વ ન રહેતા, આધ્યાત્મિકનું અસ્તિત્વ બનશે.
વર્તમાન માણસને આર્થિક પ્રશ્નોની સાથે સાથે સૌથી મોટો અસલામતીનો પ્રશ્ન સતાવે છે. માનવ જીવનમાંથી પ્રેમ તત્વનું અધ:પતન નવમાનવમાં ઉત્ક્રાંતિ સ્વરૂપે આવશે. અણુશસ્ત્રોની હરિફાઈમાં દોડતા વર્તમાન માનવીની સરખામણીમાં રજનીશ કહે છે.
“નવમાનવ બોમ્બનું નિર્માણ નહીં કરે. નવમાનવ રાજનૈતિક નહીં હોય, કારણકે રાજનીતિ ધૃણામાંથી જન્મે છે. રાજનીતિના મૂળ ભય, ધૃણા અને વિધ્વંશમાં રહેલા છે. નવમાનવ રાજનૈતિક નહીં