SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન જગતની વાસ્તવિકતા એ રહી છે કે, “બાળક માને ઝંખે છે અને મા બાળક્ત ઝંખે છે.” ટૂંકમાં બાળક જેવા અનેક સંબંધોને પણ છે એક બીજાના હૂંફની.. અખ્ખલિત પ્રગતિ માટે કોઈપણ સંબંધ અનિવાર્ય બની જાય ત્યારે સમયને પાંખો ફૂટે છે અને પ્રત્યેક પ્રભાત તાજગીભર્યુ લાગે છે. પ્રેમ અને એકસતા એવો અસાધ્ય રોગ ઉત્પન્ન કરે છે કે પ્રેમાળ હૃધ્યના માનવીના મુખમાંથી શબ્દો સરી પડે કે - “તમારા માટે સડક થઈ જાઉં ફૂલ બની જાઉં...!' એકબીજાની હૂંફ તૈયાત બની જાય ત્યારે મોટામાં મોટી આફત પણ ભૂલ્ક લાગે, પ્રત્યેક પ્રસંગ ઠાઠમાઠ સજે, પ્રત્યેક સવાર જોતાં ઈશ્વરે સૃષ્ટિના દ્વાર ખોલ્યાં હોય તેવો અહેસાસ થાય. જીવનને સફળ બનાવવા માટે હંમેશા “અહમ્' ત્યજીને લાગણી સભર બની આપણા સંબંધોને સંવેદનાસભર બનાવવા જોઈએ. આપણી આસપાસ રહેતા પાત્રો - સંબંધો સાથે તદ્રુપ - તન્મય થઈ વું જોઈએ. અને ત્યારે સંબંધોને સુંદર કૂંપણો ફૂટશે, ગુંગળાતા શ્વાસને ગતિ મળશે. જીવન જીવવા જવુ લાગશે. કવિઓ, પોતાની ગઝલોમાં આજ જીવનની વાત કરે છે. અનેક સમસ્યાઓ હોવા છતાં કેટલાક કવિઓની કલમો અખ્ખલિત વહેતી રહી છે. સંઘર્ષ કરતા કવિ જીવની કલમ પણ પ્રેમ અને હાસ્યને ઝંખે “ક્ષિતિજ બે સામસામી શૂન્યને વિસ્તારતી ઊભી, તમે થોડું હસો એને ગગનનું નામ આપી દઉં” જિંદગી માટે લખાયું છે કે જીવનમાં શુષ્કતા અને સભરતા, આશા અને નિરાશા, ક્ષણભંગુરતા અને ચિરંજીવતા, મૃત્યુ અને સલામતી તથા ઉલ્લાસ અને વ્યથાના વિકલ્પો ઈશ્વરે જ ગોઠવેલાં છે. અને પ્રશ્નોથી સભર દુનિયામાં મનુષ્યને વ્યથા પણ મળે છે....પણ એ વ્યથાને વ્યથા ન રહેવા દેતા તેમાં મધુર સૂરાવલીનું સર્જન કરવા પ્રેમ અને હૂંફની અનિવાર્યતા છે. સૃષ્ટિ અને પરિસ્થિતિની કોઈ જ સીમા નથી પણ પ્રત્યેક મનુષ્યએ સમજવું રહ્યું કે, ઘરની બારીમાંથી સ્પર્શતી હવા આપણને વિશાળ જગતમાં લઈ જવાનો સંકેત કરે છે. પ્રેમથી જીવવાનો ઈશારો કરે છે. આ સૃષ્ટિમાં હરતા ફરતા થઈને, સંબંધને અનિવાર્ય બનાવીએ સૌને સ્નેહની લહાણી કરાવવાથી નિત્યનૂતન આનંદનો અનુભવ થાય છે... ત્યારે પ્રશ્ન કયાંય અંધકારમાં ગરકાવ થઈ જાય છે. માનવીએ આજકાલની દ્વિધામાં પડયા સિવાય મનમોજી કવિની જેમ જિદંગીની જે બેચાર ક્ષણો મળી છે અને આનંદથી - પ્રિય પાત્રને એક પ્રેમાળ સંબંધનું નામ આપી માણી લેવી જોઈએ. હૂંફભર્યા પ્રમવાચક શબ્દો જીવનમાં અકસીર દવા જેવું કામ કરી જાય છે. જયાં સંબંધ છે ત્યાં પ્રશ્નો અને ફરિયાદ પણ રહેવાની... પરંતુ તેને “કાયમ' નું નામ ન અપાય તે ધ્યાનમાં રાખવું આવશ્યક છે. બાળક હંમેશા માતાના ખોળાને ઈશ્વરનું સાનિધ્ય જ સમજે છે. એક પત્ની પોતાના પતિના હૂંફથી નવોઢા
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy