SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સફળ થશો. ૫૨. લાગણી ‘પર્યાવરણ જાગૃતિ’ અંગર્ગત એક કાર્યક્રમમાં એનાઉન્સર તરીકે જ્વાનું થયું. રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતા ઉચ્ચખાતાના અધિકારીઓ હજર રહેવાના હોઈ કાર્યક્ર્મમાં ખૂબ જ સતર્કતા રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં મહેમાનોનું પૂષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સમારંભના પ્રમુખશ્રી ચૌઘરીએ સન્માન સ્વીકારવાનો ઈન્કાર ર્યો. તેમણે તેમના પ્રાસંગિત પ્રવચનમાં કહ્યું, “આપણે પેલી પંક્તિઓ યાદ કરીએ, કે વૃક્ષો અને ફૂલો સાથે વાત કરવાનો સમય પાકી ગયો છે. ફૂલ વ્યક્તિ સન્માન માટે નહીં પણ મનને ઠારવા, પ્રકૃતિને જીવંત રાખવા છે.” આ કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક લાગ્યો ત્યાર પછી લગભગ મારી હાજરીમાં ઘણાં કાર્યકર્મોમાં સ્વાગત માટે શબ્દો કંકૂ - ચોખા કે પછી સૂતરની આંટીનો જ ઉપયોગ થયો છે. પર્યાવરણનું જતન કરીશું તો પ્રકૃતિ હરહંમેશ મલકાતી વર્તાશે. લાગણીશીલ વ્યક્તિઓ તેને સહખ્તાથી જોઈ શકે છે. સંત નામદેવ મોટી ઉંમરે સંત કહેવાયા, પરંતુ નાનપણથી જ તેમનો સ્વભાવ પરોપકારી સંત જેવો હો. એક દિવસ નામદેવની માએ કહ્યું : "બેટા" દવા માટે કરંજના ઝાડની થોડી છાલ તો લઈ આવ. નામદેવ ઝાડની છાલ લેવા નીકળી ગયા અને ચોડી છાલ લઈને પાછા આવ્યા. ત્યારબાદ નામદેવની માતાએ જોયું કે તેની ધોતી પર લોહીના ડાઘા છે. માતાએ પૂછયું : “કેમ રે, આ લોહીના ડાઘા કેવી રીતે પડ્યા ?” નામદેવે કંઈ કહ્યું નહિ. માએ ફરીથી પૂછયું : “બોલતો કેમ નથી ? કોઈએ માર્યુ છે કે શું ?” “નહીં.” નામદેવથી ધીરેથી કહ્યું: “મા, તે દિવસે તેં ઝાડની છાલ મંગાવી હતીને, મેં જ્યારે ઝાડની છાલ કાઢી ત્યારે મને લાગ્યું કે આ ઝાડ તો બોલતું નથી, જોઉં, એની છાલ કાઢતી વખતે તેને કેવી લાગણી થતી હશે ? તેથી મેં મારી પગની છાલ છોલી કાઢી." આ સાંભળીને માનું હૃદય દ્રવી ગયું અને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ૫૩. અનિવાર્યતા “તમે જો ચાલો તો સડક થઈ લંબાવું કર્મ, તમે જો બોલો તો તવ અધરથી ફૂલ થઈ ખરુંહું !”
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy