SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શું જોવાનું” એ પણ યોગ્ય નથી. કારણ, પ્રકૃત્તિને માણવા આવ્યા હોય ત્યારે પ્રકૃત્તિમાં જ લીન રહેવું જોઈએ. આવા સમયે આપણું નકારાત્મક વલણ આપણા પક્ષનો અન્યાય છે હું સન્માનીય ત્યારે જ બની શકું કે જ્યારે હું મારા પાત્રને યોગ્ય ન્યાય આપી શકું. હું જો ઉણપો જ શોધતો રહીશ તો જીંદગીની શરૂઆત જ નહીં કરી શકું. મારી જરૂરીયાત છે હાથમાં આંગળી પકડી મારા બાળકને કે પત્નીને યોગ્ય દિશામાં લઈ જઈ બગીચાનો સાચો અહેસાસ કરાવવાની. મારી મહાનતા, મારી સમજ, મારું અસ્તિત્વ, મારુસન્માન ત્યારે જ શક્ય છે. લેખકની કલમ ચાલ્યા કરે પણ તેમાંથી તેનું પાલન લેખક ઘણું ઓછું કરતો હોય... અથવા શિખામણ આપવી સહેલી છે પણ લેવી અઘરી છે.” એવું ઘણાં કહેતા હોય છે. લેખક કે વ્યકિત તરીકે હું કે તમો પોતાના પક્ષે વફાદાર રહી વર્તી શકો તો જ સન્માન બાકી અપમાન. ૫૧. આત્મીયતા ઉચ્ચ હોદ્દા પર બેઠા પછી માત્ર આદેશાત્મક અભિગમ રાખનારા અધિકારીઓ વિરોધના વંટોળમાં ફસાઈ જાય છે. કોઈપણ કાર્ય આત્મીયતાથી અને લાગણીથી જેટલું સફળ જાય છે તેટલું સરમુખત્યારશાહીથી થતું નથી. આત્મીયતાથી વિદ્યાર્થીઓમાં દિલ જીતનાર શિક્ષક સરળતાથી શિક્ષણ પીરસી શકે છે. કેટલીક્વાર આચાર્ય કે શિક્ષણાધિકારી કરતાં વિદ્યાર્થીને આત્મીય શિક્ષકમાં વધુ રસ હોય છે. છેલ્લી પાટલીએ બેસતાં વિદ્યાર્થીમાં પણ જીવંતતા લાવી શકે તે સાચો શિક્ષક. હોંશિયાર તો પહેલી પંગતમાં હોય જ છે પણ ઠોઠને પહેલી પંગતમાં લાવી બતાવે તે સાચો શિક્ષક. સત્તા હોય એટલે સોટી ફટકારવા કરતાં લાગણીથી કામ લો. અને ત્યારે વિદ્યાર્થી હોય કે પ્રજા શિક્ષક કે નેતાના થઈને જ રહેશે. રાજા સિકંદરને કોઈએ પૂછયું : “આપે પૂર્વ અને પશ્ચિમના આટલા બધા પ્રદેશો કઈ રીતે જીતી લીધા? આપના પહેલા પણ ઘણા બાદશાહો અહીંથી પસાર થયા છે. તેમની પાસે આપના કરતાં લશ્કર અને ખજાનો વધુ હોવા છતાં તેઓ એવી જીત કે વિજ્ય ન મેળવી શક્યા, જેવી જીત આપે મેળવી છે. છેવટે આપના વિજ્યનું રહસ્ય શું છે ?” સમ્રાટ સિકંદરે નમ્રતાથી કહ્યું : “સાંભળો, હું જે પ્રદેશને જીતી લેતો હતો તેના પર કબજો કરી લેતો હતો પરંતુ ત્યાંની પ્રજાને રંજાડતો નહોતો. હું ત્યાંના અકિમો અને ધર્મગુરુઓને ઘણું માન આપતો હતો તથા તે દેશની માન મર્યાદા જાળવતો હતો અને કોઈનું બૂસ્ત્ર થાય તેનું ખાસ ધ્યાન રાખતો હતો, તેથી મોટા મોટા પ્રભાવશાળી લોકો પણ મારું કહ્યું માનતા હતા. આ રીતે મારો વિરોધ કરનારા લોકો ત્યાં જોવા મળતા નહિ અને મને સફળતા મળતી હતી. બસ, આ મારા વિજયનું રહસ્ય છે.” યુધ્ધમાં વિજ્ય પછી પણ લોકપ્રિય બનનાર સિકંદર હોય કે પછી લઘુમતિમાંથી આવતાં ડૉ. અબ્દુલ કલામ હોય.... લોકો માત્ર લાગણીને સ્વીકારે છે. માન આપશો, આત્મીયતા કેળવશો તો જરૂર
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy