________________
“નથી એવું સહેલું સાવ છેડો ફાડવાનું લો,
નહીં તો બુદ્ધ થઈ જાય સૌ ઘર છોડી.”
“ધિક્કાર” શબ્દ બે વ્યક્તિઓ વચ્ચેની દિવાલનું પાકું પ્લાસ્ટર કરેલું ચણતર છે. શા માટે એક વ્યક્તિને બીજા સાથે નફરત પેદા થાય છે ?? શા માટે સંબંધનો છેડો ફાડે છે ?? કારણ, કેટલાકને ફક્ત વાતાવરણ અને આબોહવાની નોંધ લેવામાં જ રસ હોય છે. પરંતુ, પોતે જીવે છે કે નહીં તેની ખબર રાખતા નથી.
સમયાંતરે, પ્રેમ ખાતર બોલાતાં બે શબ્દો બહુ દૂરની વાત છે. પણ આશ્વાસન ખાતર “કેમ છો ?" - પૂછવાનો જમાનો પણ ગયો. અત્યારની આખીય પરિસ્થતિને એક વાક્યમાં વું હોય તો એમ ી શકાય કે માણસને શ્વાસ લેવાનો પણ ભાર લાગે છે. સાચા અર્થમાં વ્યક્તિને સ્વીારવા કે મિત્ર બનાવવા કેટલાક ચોક્કસ સિદ્ધાંતો પણ હોવા જોઈએ.
જેમ કે સાચા માણસો માટે મને દિલથી આદર છે. નિખાલસ લોકો મને ખૂબ ગમે છે. પોતાની ભૂલો સ્વીકારી લેનારા લોકોને મિત્રો બનાવવામાં હું ગૌરવ અનુભવું છું.
ભૂલ દરેક્ની થાય છે. કેટલીક વાર પત્નીને પ્રેમનો યોગ્ય ન્યાય આપી શકાતો નથી, કેટલીક્વાર તેની લાગણીને ઠેસ પહોંચી જાય છે. અને આવી પરિસ્થિતિમાં ક્યારેક ગંભીર પ્રશ્નોનું સર્જન થાય છે. પણ એ વાત યાદ રાખવી જરૂરી છે કે પોતાની ભૂલો સુધારી લેવાની સાધના કરનાર માણસ હંમેશા વિખવાદથી બચી જાય છે.
“ભૂલ થવી જ ના જોઈએ” એવો આગ્રહ રાખનારા માણસો મોટે ભાગે પ્રેકટીકલ નથી હોતા, એમનો આગ્રહ એમને જડતા સુધી લઈ જાય છે. ભૂલ સુધારી લેવાની તત્પરતાવાળા લોકો ચાહવા યોગ્ય હોય છે. ક્યારેક માનવીની જડતાને કારણે જ ધિક્કારનો ભોગ બનવું પડે છે. ધિક્કારના છોડને પ્રેમના સિંચન વડે મૈત્રીના ફૂલો ખિલવી શકાય છે.
એક્બીજાને ગમતા રહેવું - એક્બીજાને અનુકૂળ થતાં રહેવું એટલે એકરાગ... જેના વડે માંદી વ્યક્તિમાં પણ થનગનાટનો સૂર પુરી શકાય. જેના વડે હારેલાને બેઠો કરી શાય. નવી ચેતના ગાડી શકાય. સ્કૂટર ચાલુ કરવા કીક મારી, ગીયર પાડી એક્સીલેટર આપવું પડે. ત્રણેયનો સુભગ સંગમ ગતિ આપે. પ્રત્યેક વ્યક્તિને પ્રેમમય, નિખાલસ જીવન જીવવા સુભગ સંગમ કરવો જોઈએ. કીક માર્યા વિનાનું સ્કુટર ફક્ત સાધન છે.
મનોવિજ્ઞાનની દૃષ્ટિએ વાત કરીએ તો ફક્ત પ્રેમની દવાથી દર્દી સાજો થઈ જતો નથી. તેની સાથે સાથે જરૂર હોય છે વાતાવરણ કે આબોહવાની. મનને વિવશ થતું અટકાવી આવી વ્યક્તિઓને શહેર કે કુદરતી સફર કરાવવાથી પણ એક પ્રકારની આહ્લાદક્તા મળે છે. ચાર દિવાલોમાં કેદ એવા આપણા શરીરને ક્યારેક લીલા લીમડા, ધરતીનું ઘાસ, આંબા પરની કોયલ, ગુલમહોરના ફુલો, ભેંસનું છાણ, ભાર ઉંચકી ચાલતી ગ્રામીણ સ્ત્રી, ભાગોળનો ઉકરડો, દરણું દળવાની ઘંટી વગેરે... આઝાદી અને આનંદનો અહેસાસ કરાવે છે. પણ આ બધું જોવામાં કે માણવામાં પણ આત્મીયતા હોવી જોઈએ અને આત્મીય વ્યક્તિ પણ પાસે હોવી જોઈએ.