SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમચી સુમેળ સાધવા, એક્બીજાને સ્વીકારવા, એક્બીજામાં નવો સૂર પુરવા, ચેતના જાગૃત કરવા હૈયામાં હામ હોવી જોઈએ. ધિક્કાર કે તિરસ્કાર માટે સૌથી વધુ જવાબદાર પરિબળ મારી દૃષ્ટિએ લાગણી છે. જ્યારે લાગણીને ઠેસ પહોંચે છે ત્યારે ત્યારે પ્રેમમાં ઓટ આવે છે. જીવનમાં પતિપત્ની વચ્ચે પણ વિખવાદનું ારણ લાગણીનો વ્યય હોય છે. બંને પાત્રો હંમેશા એક્બીજાની હૂંફ ઝંખતા હોય છે. વિશ્વનું શ્રેષ્ઠ સાંનિધ્ય એક્બીજાની નિક્ટતો અને હૂંફ હોય છે. પતિ-પત્ની હંમેશા ઈચ્છે છે કે પોતાની વિક્ટ પરિસ્થિતિમાં બન્ને એક્બીજાની સાથે હોય. આ બાબતમાં “સાથેહોવું” એટલું મહત્વનું નથી પણ સાથે રહી એકબીજાને પુરા દિલથી સમજતાં રહેવું એ મહત્વનું છે. દિવસોના ઝગડાઓ ક્ષણવારની પ્રેમાળ નિક્ટતામાં જ મટી જાય છે. અનેક મર્યાદા હોવા છતાંય લાગણીવશ હૃદયે જ્યારે પણ નિકટતા ઝંખે ત્યારે એ પ્રેમ આદર્શ બની જાય છે. એકાએક હૃદયમાંથી બે પ્રકારના અવાજો આવે છે.... “હું મર્યાદાને ન્યાય આપું કે લાગણીને...?” - આવી ક્ષણોનો ઉદ્ભવ વધુ નિકટતાને જન્મ આપે છે. ધિક્કાર, નફરત નેવે મુકાઈ જાય અને પ્રેમનો વિજ્ય થાય છે. પ્રત્યેક સવાર સુખના કિરણો લઈને આવે છે. મારા મતે, ઉંઘતો પતિ જાગીને ઉઠે ત્યારે પત્ની તેને ક્વિંતી સોનાની વીંટી ભેટ આપે તેને માત્ર કાળજી કહેવાય પણ પાણીનો પ્યાલો આપે તો તેને લાગણી કહેવાય. અને એ પાણીનો પ્યાલો જ સાચા અર્થમાં પ્રેમનું માધ્યમ બની જાય, નહિં કે મિંતી વીંટી. ધિક્કારની જગ્યાએ ચાહવા માટે આવું ઘણું બધું છે દુનિયામાં. ૩૬. સંતોષનો આનંદ આપણને જે કાંઈ મળ્યું છે એમાં આપણે ઈશ્વરનો આભાર માનવો જરી છે. આપણે જ્યારે દુ:ખી હોઈએ ત્યારે આપણાથી વધુ દુ:ખી તરફ નજર કરવી જોઈએ... તુરંત અહેસાસ થશે કે આપણે સારી સ્થિતીમાં છીએ. જે કાંઈ મળ્યું છે તેનો આનંદ એટલે જ સંતોષ. ઈરાનના મહાન ફિલસૂફ શેખ સાદી એક્વાર નમાજ પઢવા મસ્જિદ તરફ જઈ રહ્યા હતા. તેઓ અત્યંત ગરીબ હતા અને પોતાનું જીવન ભારે મુશ્કેલીથી વીતાવી રહ્યા હતા. તેઓ એમ વિચારતા હતા કે અલ્લાહ તેમના પ્રત્યે રહેમ દાખવો નથી અથવા તો એમ વું જોઈએ કે અલ્લાહ ભારે કઠોર છે. ધીમે ધીમે મસ્જિદ તરફ જ્યા જ્યા તે વિચાર કરવા લાગ્યા. “હવે, મને જ જુઓને ! આ ધોમ ધખતી બપોરમાં મારી પાસે પહેરીને ચાલવા માટે જોડા પણ નથી. અલ્લાહ તો રહેમનો અવતાર છે અનેછતાં મને આશ્ચર્ય થાય છે કે તેને મારા પર જરાય રહેમ નથી. તેમણે પોતાની જાતને આ વખતે સહેજ મોટા અવાજે ક્યું : “ ગમે તે હો, હું મારી ફરજ બજાવીશ જ હું ખુદામાં મારો ભરોસો હંમેશ માટે જાળવી રાખીશ. હું મારી પોતાની ફરજ બજાવીશ. બાકીનું બધું જ તેના પર અને તેની મરજી પર છોડું છું !" અચાનક જ તેમણે એક એવા માણસને જોયો જેને ચાલવામાં ભારે મુશ્કેલી પડતી હતી. તે અપંગ તો. પછી, શેખ-સાદીએ પોતાના હાથ ઉંચા કર્યા અને બંદગી કરતા બોલ્યા “ઓ ખુદા, તું તો ભારે
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy