SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપિયે કિલો...” બીજા લારીવાળાએ બૂમો શરૂ કરી દીધી : “બટાટા સાત રૂપિયે કિલો... બટાટા સાત રૂપિયે કિલો...” જતા આવતા લોકો પર છાપ પડી કે પહેલો લારીવાળો સસ્તા બટાટા વેચે છે. કિલોએ બે રૂપિયા બચાવવાની લાલચે કેટલાક લોકોએ ખરીદી કરી! બંને એ અક્લ દોડાવીને તરકીબ અજમાવેલી હોઈ, આવકની સરખી વહેંચણી કરી તેનો ઉકેલ કરી લીધો! બંને વાદળીના વરસવાની રાહ જોનારા હોતા. કોઈ પણ કાર્યની સફળતા અર્થે જરૂરી છે વિશ્વાસની... પરિશ્રમની... બુદ્ધિશકિતની... ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. કેટલીક્વાર માણસ પ્રયત્ન કરીને પણ નિરાશ થઈ જાય છે. ત્યારે જરૂર હોય છે થોડા વધુ પરિશ્રમની. દા.ત. : એક મોટી સરકારી ઓફીસમાં અનેક તિજોરીઓ હતી. તમામ તિજોરીઓની ચાવીઓનું એક ઝુમખું હતું. એક ભાઈએ પચાસ ચાવીઓના ઝુમખા સાથે એક તિજોરી ખોલવાનો પ્રયત્ન કર્યો. એક પછી એક ચાવીઓનો ઉપયોગ કર્યો. ઓગણપચાસ ચાવીઓના ઉપયોગ પછી કંટાળીને તેણે તિજોરી ખોલવાનો પ્રયત્ન છોડી દીધો. પણ છેલ્લી ચાવી એ જ તિજોરીની હતી. માણસે ક્યારે આશા ગુમાવવી જોઈએ નહીં. રાત ભર હે મહેમાં હૈ અંધેરા, કિસકે રોકે રૂકા હે સવેરા?” અંગ્રેજી ભાષામાં એક સરસ કહેવત છે “દરેક કાળા વાદળને રૂપેરી કિનાર હોય છે.” આપણું નસીબ એ જ છે કે આપણે બનાવીએ છીએ. “થે હાથ હમારી કિસ્મત હે, કુછ ઔર તો પૂંજી પાસ નહીં, યે હાથ હી અપની દૌલત છે.” ગત જન્મના અજ્ઞાન ગતકડા, નસીબની બલિહારી, પાપ-પુણ્યની વાહિયાત દંતકથાઓ કલ્પિત વહેમો અને ભુજંગી ભયના ઓથારે શ્વસતા ધર્મ પ્રલોભનો, વિજ્ઞાન રહિત અજ્ઞાન પ્રચર પાંખડી પરંપરાઓ, મેલી માન્યતાઓ અને જડ ધર્માધતાઓના પોકળ અવલંબનોના વમળમાં આપણા દેશનો દયાનક માનવી મૃત્યુ પર્યત દિશાહીન ઘુમરાયા જ કરે છે!
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy