________________
૩૦. વિષમતા
“ઘોડાને મળતું નથી ઘાસ, ને ગધેડા ખાય છે વનપ્રાસ”
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે!”
અકળ અને ફાંટાબાજ કુદરતને તર્કના બીબામાં નિરર્થક પ્રયાસ કરતો નિષ્ફળ માનવી છેવટે થાકીને - હારીને નેતિ નેતિ જ્હી અટકી જાય છે. માત્ર એક નિ:સહાય, અબોલ અને લાચાર ભાવે મનુષ્ય ઈશ્વરીય ખેલ આજીવન અચરજ સાથે પશુવત બની નિહાળ્યા કરે છે!
આજના મંદિરીયા - યુગના દેવળોમાં દેવ સિવાય બધું જ સુલભ છે. ઈશ્વરપ્રાણ પ્રતિષ્ઠિત માનવો ભૂખ્યા સૂવે છે એ માનવ પ્રાણ પ્રતિષ્ઠિત મૂતિઓ છપ્પનભોગ થાળ જમે છે!
વાંક આપણો છે... આપણી માનસિક ગ્રંથિ અને લાચારીનો છે. વાદળી માટે કોઈ કાયદો નથી કે રણમાં નહીં પણ ટળવળતા મનુષ્યો આગળ વરસે, વિકાસ અને સફળતા અર્થે જરૂરી છે અંધશ્રદ્ધાને દૂર કરી એકરાગ સાધી પરિશ્રમ કરવાની
પરિણામોની વિષમતા આવી છે :
“ઘોડા ને મળતું નથી ઘાસ ને, ગધેડા ખાય છે ચ્યવનપ્રાસ.”
આવી વિષમતા ભરેલી દુનિયામાં ભૂખ્યો ચીભડું ચોરે તો ઢોરમાર પડે અને આખે આખી ચીભડાંની વાડ્યું ગળે તો ઈ બે પગાળાં ઢોરને મંત્રીપદુ મળે! આવી વિચિત્રતા વચ્ચે નસીબની રાહ જોવાની ન હોય. જરૂર છે પરિશ્રમની માટે ક્યારેક મહેનત ઉપયોગી બને છે તો ક્યારેક અક્લ આ માટેનું એક ઉદાહરણ જોઈએ.
બે લારીવાળાઓ પરસ્પરથી ત્રીસ ચાળીસ ફૂટ છેટે ઉભા હતા. બંને જણાની લારીમાં બટાટા હતા. તેઓ ગ્રાહકને આકર્ષવા બુમ પાડી રહ્યા હતા : “બટાટા પાંચ રૂપિયે કિલો... બટાટા પાંચ રૂપિયે કીલો.”
પણ કોઈ તેમનો માલ ખરીદવા આવતું નહોતું આનો રસ્તો શો? બંને મૂંઝાયા તેઓ એકઠા થયા પછી અંદરો અંદર સમજૂતી કરીને રસ્તો ખોળી કાઢ્યો.
ત્યારબાદ એક લારીવાળાએ બૂમ પાડવા માંડી : “બટાટા પાંચ રૂપિયે કિલો.. બટાટા પાંચ