SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ હમણાં મારા પુત્રને પણ વાઘે ફાડી ખાધો.' સ્ત્રીને શાંતિથી સાંભળ્યા પછી ક્યુશિયસે પૂછયું : “બહેન ! તો પછી તું શા માટે એ રાજ્યમાં રહે છે? એ રાજ્ય છોડી દેવાનું શા માટે વિચારતી નથી ?' સ્ત્રીએ જવાબ આપ્યો : “મારા રાજ્યમાં સરકાર લોકો ઉપર કોઈ દમન ગુજારતી નથી.' આ સાંભળી તરત જ કન્ફયુશિયસે પોતાના શિષ્યોને સમજાવ્યું. : “દમન ફેલાવનારુંશાસન જંગલી વાઘ કરતાંય વધારે ખતરનાક છે.” ક્યુશિયસ અદના માનવીને પણ સાંભળતા. તેઓ એવા ચિંતક અને ફિલસુફ હતા કે પ્રજાને સાંભળીને તેમાંથી લોકોને અનુકૂળ એવી વિચારધારા અને કાયદાનું સર્જન કરતાં. ખુરશી પર બેસી ફકત “સ્વ' વિચાર કે કલ્પનામાં જ રાચવાથી કાર્ય પૂર્ણ થતું નથી. કોઈપણને સાચા હૃદયથી સાંભળી યોગ્ય રાહ બતાવવો એ જ પવિત્ર કર્ય. આ કરતાં પહેલાં દરેકે યાદ રાખવું રહ્યું કે પ્રથમ કોઈપણને સસ્નેહ આવકારીએ. પ્રેમાળ આવકાર કોઈને નવી દિશા આપી શકે છે. ૩૯. મારામાં શું છે ? ‘તમારી નજાકત જોઈને ફૂલો શરમાય છે, વાત માંડુ છું ત્યારે એ બધાં કરમાય છે.' પ્રેમમા અને પ્રિયતમાની યાદમાં આવતા અનેક સાધનો -સ્મરણો સરળતાથી સાહિત્યનું સર્જન કરવા પ્રેરે છે. પ્રેમમાં ઘણું બધું માની લેવાનું, ધારી લેવાનું અને કલ્પી લેવાનું રહે છે. કયારેક કહેવાનું મનમાં છલોછલ છલકાતું હોય પણ હોઠ પર આવે નહીં, ક્યારેક મનની વાત સાહિત્યસે કાગળ ઉપર લખાઈ જાય ત્યારે પ્રિયતમા શબ્દોનું અનેક પ્રકારે અર્થઘટન કરે છે. કયારેક વિશ્વની દૃષ્ટિ સમક્ષ રાખી તો ક્યારેક પોતાની પ્રેમીકાની ચેષ્ઠાઓને જોડી સાહિત્ય રચાય ત્યારે પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં સાહિત્યકાર પ્રેમીની હાલત કફોડી થઈ જાય છે. સર્જકની ઈચ્છા ક્યારેક પ્રેમિકાને નિરાશ કરવાની નથી હોતી છતાંય, ગેરસમજભર્યો વિચાર સાહિત્યને નિરર્થક બનાવે છે... આવા સમયે પ્રેમિકા હંમેશા એવું જ પૂછે છે કે, “તમે મને શું ધારો છો ? મારામાં શું ઓછું છે? જો એમ હોય તો પછી મારા વિશે તમને શું લાગે છે એ તમો લખો...!' વાતચીત વખતે બોલચાલમાં ભુલ થવાનો સંભવ હોય છે. કયારેક ઉતાવળના પરિણામ અવળા આવે છે તો ક્યારેક ફોડ નહીં પડવાના પણ એવાં જ પરિણામો આવે છે. આવા સમયે સમજી લેવું ન્શી છે કે લાગણીના સહારે પ્રેમ થાય છે, નહિ કે ગતિને સહારે. ‘હજાર લાગણી હોવા છતાંય જોયું છે, બની શકે છે મોહબ્બત મગર નથી બનતી, જો પહોંચવું હો તો મંજિલનો પ્રેમ પણ રાખો, ફકત ગતિના સહારે સફઈ નથી બનતી.” એક્બીજાને મળતાં, હસતાં, રમતાં લોકો લાગણીને મહોબ્બતનું નામ આપ્યા વગર જ છુટ્ટા પડી
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy