SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપિયા આપીને એ મારો મિત્ર તારુંઆખું શરીર ખરીદી લેશે. તે વેપારી માણસના શરીરમાંથી ગુપ્ત દવાઓ બનાવે છે, એટલે એ તને લાખ રૂપિયા જરૂર આપશે,. બોલ, શો વિચાર છે ?” પેલો જુવાન સ્મિત એકઠી કરી જરા મક્ક્સ અવાજે બોલ્યો : “સાહેબ, એક લાખ તો શું - કોઈ કરોડ રૂપિયા આપે તો યે હું મારુંશરીર નહીં વેચું ! ” એ સાંભળી તોલ્સતોય પ્રેમાળ સ્મિત ફરકાવતા બોલ્યા “જે માણસ કરોડ રૂપિયા લઈને પણ પોતાનું શરીર વેચવા તૈયાર નથી, તે જો એમ કહે કે હું સાવ નિર્ધન છું, તો કોઈને હસવું ન આવે ? અરે, ભલા જુવાન, આ આંખો, આ હાથ, આ પગ, આ પ્રાણવંત શરીર - એ સૌ ધનના અખૂટ ખજાના છે. આટલું જાણી લે અને મહેનત કર. સોનું, રૂપું એ સઘળું પછી કશી વિસાતમાં નથી. ચાંદો-સૂરજ પણ તારા હાથવેંત જ છે.” ૪૯. જાગતા રહો આંતરરાષ્ટ્રીય પત્રકાર પરિષદમાં ભાગ લેવા બેંગકોકો જવાનું થયું. વિદેશની ધરતીને માણવાની ઉત્કંઠા છતાંય પરિષદને પ્રથમ પ્રાધાન્ય આપ્યું. વિશ્વના પ્રથમ હરોળના અખબારોના તંત્રીઓ, પત્રકારો, સામાજીક કાર્યકરો, ક્ર્મશીલ નેતાઓના વિચારો પ્રભાવક લાગ્યાં. સહુના વિચારોનો એક સૂર : “સર્વત્ર શાંતિ હો.” વિશ્વક્ષાએ એકઠા થયેલા પત્રકારો - ર્મશીલોનો ક્રમ: ‘સતત વહેતા રહો, જાગતા રહો, જીવંત રહો.. મારી સાથે આવેલા ભાઈ વક્તવ્ય કે સંવાદ શરૂ થાય એટલે જાજારમાન એ.સી. સેલમાં લંબાવી ઠે. જાણે ચિંતત કરતા હોય એમ લાંબી ઊંઘ ખેંચી લે. ભારત આવ્યા પછી સમાચાર લખવાની કુશળતા હું કેળવી શક્યો. વિદેશી અનુભવોને કાર્ય લગાડતાં મને વાર ન લાગી. ઘણા બધા અખબારોએ મને કામ કરવા ઓફર આપી. હું શિક્ષકમાંથી, લેખક્યાંથી, પત્રકારમાંથી... એનાઉન્સર બની શક્યો. મારી સાથે આવેલા ભાઈ આજે પણ લખે છે.. પણ એમના સાહિત્યામાં સમાજ પ્રત્યેની પ્રતિબધ્ધતા કેટલી ? એક વખત ભગવાન બુદ્ધ રાત્રે પ્રવચન કરી રહ્યા હતા. પ્રવચન સાંભળવા આવેલો એક માણસ વારેવારે ઝોંકા ખાતો હતો. ભગવાન બુદ્ધે તે ઉંઘતા માણસને કહ્યું : “વત્સ ઉંઘો છો ?” પેલા ઉંઘતા માણસે કહ્યું : “ના ભગવાન.” પ્રવચન ફરીથી ચાલુ થયું અને પેલો શ્રોતા પહેલાની જેમ ઉંઘવા લાગ્યો. ભગવાન બુદ્ધે તેને ત્રણ-ચાર વાર ગાડ્યો.પરંતુ તે “નહીં ભગવાન.” વ્હેતો અને ફરીથી ઉંઘવા લાગતો. અંતિમ વખતે ભગવાન બુદ્ધે પૂછ્યું : “વત્સ જીવો છો ?' દર વખતની જેમ પેલા શ્રોતાએ જ્વાબ આપ્યો. “નહિ ભગવાન." શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ભગવાન બુદ્ધે પણ સ્મિત ક્યું પછી ગંભીર બનીને બોલ્યા : “વત્સ, ઉંઘમા તમારા મુખમાંથી સાચો જ્વાબ નીકળી ગયો. જે ઉંઘે છે તે મરેલા જેવો જ છે. જેઓ ઉંઘે છે તેઓ તો સૌભાગ્ય સામે આવીને ઉભું રહે તો પણ તેનો લાભ ઊઠાવી શક્તા નથી. જાગૃત આત્માઓની સરખામણીમાં તેમનું જીવન જીવતા હોવા છતાં મરેલા મનુષ્યો જેવું
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy