________________
સફળ.
તહેવારો કે ઉત્સવ ધર્મ, કોમ, જાતિ કે રાષ્ટ્ર પુરતો સીમિત ન હોઈ શકે. પ્રત્યેક માનવીમાં ઈશ્વરે પ્રેમ, ઉદારતા, માનવતા, ઉત્સાહનું રોપણ કરેલ છે. દુન્યવી દ્રષ ભલે હોય પણ તેમાં નવો સંચાર કરે તે માનવી. આપણે આપણી અંદર રહેલા પ્રકાશને કાયમ પ્રજવલિત રાખવાનો છે... આ પ્રકાશથી જો ઘર કુટુંબ કે દેશ કે દુનિયા શાંતિથી, પ્રેમથી રોટલો અને લીલું મરચું ખાશે તો તેમાં પણ મીઠાશ આવશે..
ઈદ્રીસ શાહની એક સૂફી કથાની વાત કરીએ :
પછી એનાથી થોડે દૂર એક
એક સંત રાત્રે બહુ પ્રકાશિત ઝળહળાં દીવો પ્રગટાવતાં. મીણબત્તી કરીને મીણબત્તીના પ્રકાશમાં વાચતાં.
બધાને નવાઈ લાગતી પણ આવા મોટા સંતને કઈ રીતે પૂછયું કે, આ બે દીવાનું શું કામ છે ?
છેવટે કોઈએ હિમંત કરી..
સંતનો જવાબ સરળ હતો. ‘પતંગિયાં, ફૂદાં વગેરે એની આસપાસ પ્રદક્ષિણા કરે એ માટે મોટો દીવો છે. વળી એ મોટી ચીમનીઓથી ઢંકાયેલો છે, એટલે ફૂદાં તેમાં પડીને મૃત્યુ ન પામે. નાની મીણબત્તી પાસે તો ફૂદાં ન જ આવે, એટલે પરેશાની વિના હું વાંચી શકું છું.'
બહારનો ઉજાગર-દિવો બાર પેલા ફંદા માટે રહેવા દઈએ. એની સહુને જ્જ છે.. પણ સાથે સાથે આંતરિક ઉજાસ પ્રગટાવીએ તો જ સાચા અર્થમાં ઉત્સવ ઉજવી શકીશું.
આપણે સહુ મીણબત્તી-કોડિયા પ્રગટાવીએ પણ આતમ-જાતને ન ભૂલીએ. પ્લાસ્ટરના લપેડા જેવો પાઉડરનો મેકપ ક્ષણિક છે. તેની પણ જરૂ છે. છતાંય આંખોની મીઠાસ કામય રાખી. ગાલને પરાણે મચકોડ આપી ન હસતાં ખડખડાટ હસીએ.
કારણ સવાર ઉગે ને રાત ઢળે ત્યાં સુધીમાં કેટલીય ઘટનાઓ બને છે. સૂર્ય જેમ અચાનક પ્રકાશિત થઈ અજવાળું ફેલાવે છે તે આપણે પણ તેની અનુભૂતિ કરીએ...
નિસ્તેજ, પ્રપંચી અવિશ્વાસુ બનેલ માનવીને જ્જ છે. ચેતનની ઈદ, નાતાલ, દિવાળી, નવરાત્રિ, બુદ્ધ પૂર્ણિમાના ટાંણે ઉત્સાહનો દિવો પ્રગટાવવો જોઈએ. જો તેમનામાં ઉત્સાહની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો તેમણે ગોવા, મક્ક, હરદ્વાર, મદીના, શ્રીનાથજી, તિસતિ જઈને પ્રેમ અને ઉત્સાહની બેટરી ચાર્જ કરી આવવી જોઈએ. કારણ પ્રત્યેક માનવીમાં સઘળું સમાયેલું છે. એને પ્રજવલિત કરીએ એટલે આપોઆપ ઉજવણી સાર્થક બનશે.
૨૯. ધર્મને જીવવા દે
વર્તમાનમાં વિકાસનું વિનાશક પરિબળ જો કોઈ હોય તો તે છે ઠેરઠેર રચાઈ રહેલાં ધાર્મિક સંગઠનો. ધાર્મિક સંગઠનોએ જાણે કે ધર્મ - ઈશ્વરને જીવંત રાખવાનો ઠેકો લીધો હોય એમ અભિયાન આદર્યું છે.