SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તણાવ ત્યારે જ સર્જાય છે, જ્યારે એક-મેને એક-મેક્ના સહારાની, હૂંફની જરૂર હોય અને તે ન સાંપડે. સંસારને સાગર કહીએ છીએ. કારણકે સંસાર પતિ-પત્નિ થકી રચાય છે. સાગર જેમ પોતાના પેટાળમાં હકારાત્મક અને નકારાત્મક તત્વોનો સંગ્રહ કરી રાખે છે, તેમ પતિ-પત્નિ પણ એકબીજામાં રહેલા હકારાત્મક અને નકારાત્મક પાસાનો સંપૂર્ણ સ્વીકાર કરે, પ્રત્યેક ક્ષણે ઊભી થતી અવનવી પરિસ્થિતિમાં એકબીજાના સ્વભાવ અને રસ સ્ત્રીને ભૂલ્યા સિવાય, અનુકૂલન સાધવાનો સફળ પ્રયત્ન કરે છે, ત્યારે એકધાઅને આકસ્લાગતું જીવન ઉપવન સમુ બની જાય છે. જીવન શું છે ? જીવન કેવી રીતે જીવાય ? જીવન જીવવું ખૂબ જ કઠિન છે. આ પ્રકારની ફિલોસોફીની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. અને વાચતા પણ આવ્યા છીએ. પરંતુ જીવનને સમજવાને સમજવામાં આપણી સવારથી સાંજની પ્રત્યેક રમણીય ક્ષણોને માણવાનું ચૂકી જઈએ છીએ. પતિ-પનિ સવારે સાથે બેસીને ચા-નાસ્તો કરતા કરતા આખા દિવસની ક્ષણોને સાચવી લઈને તેનો ભરપૂર ઉપયોગ કરવાનું નક્કી કરી અને ત્યાર પછી પોત-પોતાના કામ માટે છૂટા પડે તો......... કેમકે માનવીએ એટલું અચૂક યાદ રાખવું જોઈએ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ થતી નથી પણ આપણે જ પરિસ્થિતિને અનુકૂળ થવું પડે છે. એ સત્ય સમજાય પછી જીવન અઘસ્નેહી પણ જીવવા જેવું લાગે છે. અડધો પ્યાલો ખાલી છે, એમ જોવાને બદલે અડધો પ્યાલો ભરેલો છે એમ જોવાની દ્રષ્ટિ કેળવીએ તો ? કુન્દનીકા કાપડીયાની પ્રાર્થના આપણે મનન કરવા જેવી છે. “કોઈ સુંદર કામ કરે તો પ્રસંશા કરુંકોઈ નાની અમથી પણ સહાય કરે તો કૃતજ્ઞ થાઉ, આજે જેને મળ, તે મારી આત્મીયતાથી પોતાની અંદર હૂંફ અનુભવે તે આશ્વસ્ત થાય, હસીને, હળવાશ અનુભવીને જાય” આના દિવસે અમે એટલા પ્રસન્ન રહીએ કે જે કોઈ અમને મળે તે પ્રસન્ન થાય. ૪૫. પતંગ વિશ્વ બંધુત્વની ભાવનાને સાકાર કરતો વિશ્વનો એકમાત્ર ઉત્સવ એટલે મકરસંક્રાંતિ. ગરીબધનવાન, ઉંચા-નીચા, નાના-મોટા, સ્ત્રી-પુરૂષ.... બધાજ એક બનીને આ ઉત્સવને મન મૂકીને માણે છે. દરેક ઉત્સવ માણવા લાયન્જ હોય છે. પરંતુ, તે બધા ઉત્સવોમાં જાતિગત-સંસ્કૃતિગત કેટલીય વિશેષ મર્યાદા હોય છે. જે મર્યાદાના કુંડાળામાં જે-તે ઉત્સવની ઉજવણી થાય છે.... પરંતુ મકરસંક્રાંતિના પર્વને કોઈ મર્યાદા નથી. પતંગની દોર છોડતી વખતે ઉચે આકાશમાં પતંગ જેટલી મોકળાશ અનુભવી, સુષ્ટિને નિહાળતી, ડાબી - જમણી બાજ ડોલવી ડોલતી આગળ વધતી જાય છે... એવી જ રીતે માનવીના હૈયા પણ પતંગ
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy