SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગુલાબી ઠંડી કે ઈશ્વરની ભેટ સમજે તો સવાર જ્લદી થવાની છે. મેં, તમે કે વિશ્વએ જે કાંઈ મેળવ્યું છે એ ક્ષણને આભારી છે. આ લખી રહ્યો છું ત્યારે ઉપરની પંક્તિઓ વાળી પ્રાર્થના પૂરી થઈ. પરીક્ષાર્થીઓ શાંત ચિત્ત પરીક્ષા આપી રહ્યા છે. હોશિયાર વિદ્યાર્થીનીને આગળ-પાછળ જોઈ ક્ષણ બગાડવાનો સમય નથી. છતાંય કેટલાકની દૃષ્ટિ ઊંચી-નીચી, આગળ-પાછળ, આકુળ-વ્યાકૂળ થયા કરે છે, કારણ તેમણે વર્ષ દરમ્યાન ક્ષણોનું સંક્લન ર્ક્યુ નથી. પરિણામે વર્તમાનની ક્ષણો નિરર્થક બગાડી રહ્યા છે. ક્ષણની વિશેષતાઓ રહી છે, કે જેણે વર્તમાનની ક્ષણોને જીવી જાણી એ ક્ષણો ભૂતકાળમાં ફરી સહારો બની વાગોળવા ક્રમ આવે છે. એક કુટુંબના સભ્યો, વર્ષગાંઠ નિમિત્તે ભેગા થાય, એક્બીજાને પ્રેમથી આવકારે, ક્ષણોને મસ્તીમાં મઢી લે ને પછી સહુ એકઠા થઈ સ્થાન ગ્રહણ કરે, આ સમયે જો દરેક સભ્યો પોતાના ભૂતકાળની ક્ષણોને યાદ કરે તો સુંદર મજાનું વાતાવરણ ખડું થઈ જાય. એ ભૂતકાળની વાતો પ્રેરણા આપી શકે અને વર્તમાનને સુધારી પણ શકે. ક્ષણમાં તાકાત છે. સમયમાં નહીં. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો પોતાની આયખાની ક્ષણોને યાદ કરી આશ્વાસન લઈને જીવી શકે છે.. અને એટલે જ જર છે. વર્તમાનની પ્રત્યેક ક્ષણને માણવાની, જીવવાની, સુધારી લેવાની નાની અમથી વાતમાં પતિ-પત્ની મોં મચકોડી ક્ષણો વેડફે છે. દિકરો મા-બાપથી રિસાઈને મિંતી પ્રેમનો આસ્વાદ ચૂકી જાય છે. ક્ષણોને સુધારવા માટે હાસ્ય અને પ્રેમ મુખ્ય શસ્ત્ર છે. ક્ષણોને પ્રફુલ્લિત રાખવા મા-બાપ બાળક્ના માથામાં હાથ ફેરવી શકે, પત્ની સુંદર શણગાર સજી પતિને રીજ્મી શકે, પતિ પ્રેમ -પુષ્પ કે પ્રેમની વાતો થકી પત્નીને હસાવી શકે, ક્લમ થકી વ્યક્તિ ક્ષણોને કાગળ પર ટપકાવી શકે. સુંદર રસોઈ ક્ષણોને સુધારી શકે. પુસ્તકોનું વાંચન, માતના ખોળામાં બાળકને વાત્સલ્ય, શાંતચિત્તે પતિપત્નીની ગોષ્ઠિ, નદિનો તટ, બગીચો... કેટકેટલુંય છે ક્ષણોના વિસ્તાર અને વિકાસ માટે જ છે. ક્ષણોને સુધારવા માટે માનસિક તૈયારીની એક બીજાને ગમતા રહેવાની. રડતા બાળક્ના હાથમાં રમકડું કે ચોક્લેટ આપી દઈએ એટલે બાળક ચૂપ થઈ જાય. એક સજીવને નિર્જીવ વસ્તુઓ સહારો મળતાં જો રતી ક્ષણો હાસ્યમાં પરિવર્તન પામતી હોય તો એક સજીવ-બીજા સજીવને કેમ સમજી ન શકે ? સવારના નાસ્તામાં માતા કે પત્ની દ્વારા મળતી ચાભાખરીનો આનંદ ‘પેટ ભરાયું' એમાં નહિ પણ એ ક્ષણો સાચવી લેવામાં આવી તેમાં છે. જેણે ક્ષણોને આનંદનું નામ આપ્યું છે તે સુંદર જીવ્યો છે. અને એટલે હું હંમેશા એ પંક્તિઓ યાદ કહ્યું, “ Smile Cost noting but Creats much" પંખીની જેમ ક્ષણો ક્યારે ઉડી જાય તે કહી શકાય નહીં. એના ટહુકાને માણીએ, એની સુંદરતાને સ્વીકારીએ... ક્ષણ એટલે હું, તું સહુના સંબંધોનો સરવાળો. “મારુંતારું ભૂલી ‘આપણું' બોલતા શીખીએ. આપણે કોઈને ભલે કશું ન આપી શકીએ પણ પ્રેમાળ ક્ષણો આપી શકીએ તો ઘણું. કારણ, ક્ષણનો સમુચ્ચય એટલે જ આયખું. ૧૧. પત્ની : ઈશ્વરનું નજરાણું
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy