SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. પ્રજા શું ઈછે છે ? માણસને જીવન ટકાવવા, સુધારવા રોજબરોજ સંધર્ષ કરવો પડે છે. ધાર્મિક કટ્ટરવાદ, કોમી અસહિષ્ણુતાએ પગપેસારો કર્યો તે દિવસથી લોકશાહીમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. સમાનહિત, સર્વાગી વિકાસ અને જાનમાલનું રક્ષણ જેવી વાતો માત્ર ચૂંટણીના ભાષણો પૂરતી મર્યાદીત છે. પ્રજા વચ્ચે, જ્ઞાતિ વચ્ચે કુત્રિમ વૈમનસ્ય, અસલામતી, અવિશ્વાસનાં વાવેતર કરી રાજકીય લાભ અંકે કરતા નેતાઓથી પ્રજા કંટાળી છે અને એટલે જ પ્રજા વારંવાર સત્તા પરિવર્તનનો સ્વાદ ચખાડે છે. ચીન દેશના કૉન્ફયૂશિયસ એક મહાન ચિંતક હતા. તેઓ પોતાના શિષ્યો સાથે હંમેશા ઠેકઠેકાણે ફરતાં રહેતા અને ઉપદેશ આપતા રહેતા. રસ્તામાં જે કાંઈ જોવા અનુભવવા મળતું એને આધારે શિષ્યોને પ્રત્યક્ષ જ્ઞાન પણ આપતા. એક્વાર તેઓ ટેકરાળ અને ઝાડીવાળા પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક ટેકરી પાસે એક કબ્રસ્તાન એમણે જોયું. એમાં બેસીને એક સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. એનું કલ્પાંત સાંભળીને ગુરુૉન્ફયૂશિયસ અને શિષ્યોની આંખો પણ ભીની થઈ ગઈ. પછી થોડી વારે કૉન્ફયૂશિયસે પોતાના એક શિષ્યને કહ્યું “આ સ્ત્રી પાસે જા અને એના રડવાનું કારણ જાણી લાવ.” પેલા શિષ્ય સ્ત્રી પાસે જઈને નમ્ર અવાજે કહ્યું. “બહેન, તમે આટલું કરો કલ્પાંત કેમ કરી રહ્યાં છો ? અહીં કબ્રસ્તાનમાં બેસીને કેમ રડો છો ? શું તમારા કોઈ નજીગ્ના સગાનું અવસાન થયું છે ?' સ્ત્રીએ કહ્યું, ‘ભાઈ, આ વગડામાં વાઘની ભારે રાડ છે. હજુ થોડાક દિવસ અગાઉ જ મારા સસરાજીને વાઘે ફાડી ખાધા હતા. એ પછી મારા પતિને પણ વાઘે મારી નાખ્યા. અને હવે મારી દીકરીનો પણ એ જ વાઘ કોળિયો કરી ગયો છે.” શિષ્ય આ વાત ગુરુકૉન્ફયૂશિયસને કહી .એમને નવાઈ લાગી. પોતે એ સ્ત્રી પાસે ગયા, અને આશ્વાસન આપ્યું. પછી એમણે કહ્યાં. “બહેન, આ પ્રદેશમાં તમને આટલું બધું દુ:ખ છે અને તમારાં સગાંવહાલાને વાઘે ફાડી ખાધા છે છતાં તમે અહીં શા માટે રહો છો? કયાંક બીજી સલામત ગ્યાએ કેમ રહેવા જતાં નથી. ?' આ સાંભળીને પેલી સ્ત્રીએ કહ્યું, “ગુરુતમારી વાત તો સાચી છે પણ અહીંના રાજકર્તાઓ લાંચિયા નથી. અહીંના વેપારી એક્ના ડબલ કરતા નથી. અહીંના અમલદાર પ્રજાના કલ્યાણની ખબર રાખે છે.” આ સાંભળી કૉન્ફયુશિયસ પોતાના શિષ્યો તરફ વળ્યા. એ હે, ‘શિષ્યો ! આ વાત સમજવા જેવી છે. માણસો જુલ્મી રાજાને વાઘ કરતાંય વધુ ખતરનાક ગણે છે. લાંચિયા કર્મચારીઓ અને
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy