________________
માનવદેહ કંઈ વારંવાર પ્રાપ્ત થતો નથી. સૃષ્ટિનું સર્જન કરનાર ઈશ્વરે માત્ર માનવને જ વિચાર કરવાની કળા આપી છે.
“ફૂલ ઉગે અને કરમાય” ની સમગ્ર પ્રક્રિયા સૂર્યપ્રકાશ અને વાતાવરણની હારી વચ્ચે થાય ત્યાં વિચારો નહીં ફકત અનુકૂળતાની જ જરૂ પડે છે. જ્યારે મનુષ્ય ન્મ-મરણ વચ્ચે અનેક તબક્કાઓમાંથી પસાર થાય છે.
મનુષ્ય ધારે તો જીવનને ઉજળું અને પ્રેરણાદાયી બનાવી શકે છે અને ધારે તો નિર્જીવ જેવું. “નમ્યા-જીવ્યા-મર્યા” જેવું બનાવી શકે છે. જીવન એવું જીવવું જોઈએ કે જીવવું સાર્થક થાય અને તમારું અસ્તિત્વ આ પૃથ્વી પર ન હોય ત્યારે પણ તમારા કાર્યોની સુવાસ લાંબા સમય સુધી ફેલાતી રહે. અન્ય કળાઓની જેમ જીવન જીવવાની કળા પણ હસ્તગત કરવી જરૂી છે, એ કળા પ્રાપ્ત થયા પછી બીજું કશું કરવાનું બાકી રહેતું નથી, તમે તમારી જાતને તો સાર્થક કરશો જ પણ અન્ય વ્યકિતઓને પણ તમે ઉપયોગી નીવડશો એ કાંઈ ઓછા આનંદની વાત છે ?
સાજીવન કેવી રીતે જીવી શકાય એ માટે અમેરિકન લેખક કોર્ટની ડી. ફાર્મર જણાવે છે કે, “જે દ્વારા આપણે આપણા કાર્યમાં સતત મંડ્યા રહીએ અને જે આપણી શકિતઓને કાર્યમાં પ્રવૃત્ત બનાવે છે તે જ આપણને આનંદ આપી શકે. જ્યારે આમ બને ત્યારે જ આપણે સાચું જીવન જીવી શકીએ.” આત્મસુખની પહેલી નિશાની એ છે કે આપણી શક્તિઓ કાર્યમાં પ્રવૃત્ત થઈને આપણે તેને વિકસિત થતી અનુભવીએ.
જીવનમાં ભૌતિક સુખ કાયમ આનંદ આપી શકે નહીં. ટી.વી., ફ્રીજ, ઘરઘંટી વિગેરે આવશ્યકતા છે, વસાવ્યાનો આનંદ હોય છે પણ એ ક્ષણિક. પણ કલાકાર તરીકે રજૂ કરેલી તમારી કળા અને કોની સાથે-સાથે પોતાને પણ અનહદ આનંદ આપે છે. આપણે આનંદદાયક ધ્યેય પાછળ સમય આપીએ છીએ તે સમય આપણા માટે આપણા જીવનની એક અમૂલ્ય ઘટના બની રહે છે.
પત્ની માટે સાડી ભેટ મળ્યા બાદ તેને તેના મૂલ્યનું મહત્વ હોતું નથી. પરંતુ તે કેવા ભાવ સાથે મળે છે તેનો આનંદ અમૂલ્ય હોય છે.... અને સાડી પહેર્યા બાદ તે પહેર્યાના અહેસાસનો આનંદ અનેરો હોય છે, આનંદ અને પ્રસન્નતા જીવનને ગતિ આપે છે.
તમારું જીવન પ્રસન્નતાથી ભરપુર રહેતું હશે તો જ તમે પ્રગતિ સાધી શકશો. જો તમે જીવનનો આનંદ ગુમાવી બેઠા તો પ્રગતિ અટકી જશે. પ્રસન્નતા અર્થે વ્યકિતગત દુ:ખ સહિયાલ્બનાવો, પ્રેમની, હૂંફની પરસ્પર અપેક્ષા રાખો, વ્યકિતત્વને આકર્ષક બનાવતા રહો, જીવનમાં નવો પ્રાણ પુરતા રહો.
સહુએ પોતાના વ્યના વિષયનું વર્તન મોટું કરવું જોઈએ. ફક્ત પોતાના વર્તુળમાં ન રહેતા સહિયારા વર્તુળમાં પ્રવેશી ક્ષેત્રફળ વધારીએ. અને ત્યારે પ્રસન્નતા તમારી આસપાસ રહેશે.
જો તમારી પાસે પ્રસન્નતા હશે તો ખાલીપો આપોઆપ દૂર થશે. તમે આહલાદકતા અનુભવશો. તમારા જીવનને તમે જે જાતના ઢાંચામાં ઢાળવા ઈચ્છતા હશો તેમાં ઢાળી શકશો... અને ત્યારે તંદુરસ્તી પણ તમારી સાથે હશે. કારણ પ્રસન્નતા અને તંદુરસ્તી એક સિક્કાની બે બાજુ છે. ચાલો, સહિયારા પ્રયાસ દ્વારા પ્રસન્નતા કેળવી ચહેરાની રેખાઓને ઓપ આપીએ...