SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સમજવું કે આપણે ગણતરીમાં કંઈક ભૂલ કરી રહ્યા છીએ ! એક દરિદ્રમાં દરિદ્ર માણસની જિદંગીમાં પણ કંઈ જ ના હોય એવું તો બની જ ના શકે. કેમકે જિદંગી ખાલી રહી શકતી જ નથી. બધું જ ગતિમાં છે. બધું જ ઉભરાઈ ઉભરાઈને શમી જાય છે અને ફરી ઉભરાઈ ઉઠે છે. એટલે કોઈ જિંદગી ખાલી રહી શક્તી જ નથી. હારીને - થાકીને - અને દુનિયાથી રિસાઈને ક્યાંક અંધારા ખૂણામાં બેસવા જઈએ ત્યારે કોઈ કીડી ચટકો ભરે છે. મચ્છરથી બચવા મચ્છરદાનીની જ્જ પડે છે, અને ક્યારેક ઉંદર જાણે મશ્કરી કરતો હોય તેમ દાંતિયા કરે છે. ક્યારે પણ હારીને અંધકારનો સહારો ન લેવો. કારણ, અંધકાર ઈચ્છતી વ્યકિતઓ વિશિષ્ટ હોય છે. પરંતુ તેમને વિશિષ્ટતાનો ડર લાગે છે. કોઈને ન્યાય ન આપી શક્વાની બીક લાગે છે. હા, જીવનમાં “અટકવું પણ ખૂબ જ મહત્વની ઘટના છે. કઈ બાબતમાં ક્યારે, ક્યાં કેવી રીતે અટક્યું એ માણસે પોતે જ ક્કી કરવાનું હોય છે. તમે જોજો, જે લોકો અટકતા નથી એ લોકો ક્યાંય ટકતા નથી. યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે અટકી જતા માણસો જીવનમાં કદીય ભટકી જતા નથી, લટકી જતા નથી. એમના દિમાગની કમાન છટકી જતી નથી. યોગ્ય સમયે અટતા માણસો કોઈને નડતાં નથી. માણસને પોતાનો અહંકાર સૌથી પ્રિય હોય છે. દરેક વ્યકિત... હું કે તમે સહુને અમ એટલો વહાલો હોય છે કે, તે પોતાની વહાલામા વાલી વ્યકિત કે વસ્તુને પણ ધિક્કરી શકે છે. પોતાના અહમની જીત થાય એ માટે પોતે પોતાના આત્મા સાથે સતત વહેતો રહે છે. ખરેખર, આના માણસે પોતાના કરતા પણ પોતાના અહમને મોટો કરી દીધો છે ! પોતે નક્કી કરેલા સિદ્ધાંતોમાં રાચવું, તે પ્રમાણે જ જીવન જીવવું અને પોતાના સિદ્ધાંતોને ખાતર ફના થવું પડે તો થવું. આ બધી બાબતોમાં એક અલગ જ નશો હોય છે. સમર્થ માણસો જ આવો નશો પામી શકે છે. અસમર્થ માણસો તો બિચારા લાચાર અને દીન-હીન હોય છે. એ લોકોને સિદ્ધાંતો જવું કાંઈ જ હોતું નથી. એમની પાસે હોય તો માત્ર અહમ હોય છે. અને પોતાના અહમૂનો ભાર પોતે તો ઉચકી જ નથી શકતા એટલે એમને બીજા માણસોની ગરજ રહ્યા કરે છે. આમ, વ્યક્તિનો સ્વભાવ એ જ એની પરિસ્થિતિ હોય છે. એક સમયે જે વ્યક્તિને આપણો પડછાયો બનાવવાના મૂડમાં હોઈએ એજ વ્યકિતને છોડી દેવાના કિસ્સાઓ પણ બનતા રહે છે. પ્રેમ છુટતો નથી પણ પ્રેમ કરનારી વ્યક્તિ છૂટી જાય છે. પ્રેમમાં અને સૂરજમુખીના ફૂલમાં બહુ ફરક શું પડવાનો ! પણ સૂરજ ન ઉગે તો સૂરજમુખી જગ્ન ન જ ઉગે. સૂરજમુખી સુરજને પ્રેમ કરે છે એ એના માટે પુરતું છે. પ્રેમ જાહેરાતો, પ્રલોભનોમાં નથી માનતો, એ તો દૂર ઉભેલી વ્યકિત પોતાની પાસે જ છે એવો અહેસાસ કરાવવામાં માને છે. એકબીજાના મનના પ્રશ્નો ભુલીને સાચા પ્રેમથી મળવાની ઘટના એટલે કે દિવસના ઉપવાસ પછીના પારણા જેવી ઘટના છે. સંબંધ દરિયા જેવો હોય છે અને દરિયાની ખાસિયત જ્હો કે ખામી દ્દો પણ દરિયો ભરતી અને ઓટને છાવર્યા કરે છે.
SR No.101001
Book TitleAtmanu Saundarya
Original Sutra AuthorN/A
AuthorShailesh Rathod
PublisherShailesh Rathod
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy