Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 75
________________ જરૂર છે સાચી દિશાની.... સર્વાગી વિકાસની. કુમળા છોડને વાળવો પડે અને સિંચન પણ કરવું પડે પણ.. આ તમામ સ્વતંત્રતાની છાયા નીચે, પ્રેમના આલિગનથી અને કુદરતના તાદાત્મય હેઠળ જ પાંગરી શકે.... વિકસી શકે. તકેદારી એટલી જ કે તેને કુત્રિમતાનો રંગ ન ચઢે. સંવેદનશીલતા ગુમાવી ન દે.... કારણ આ દુનિયામાં તો માછલીઓ માટે પણ તરવાના નિયમો છે... પતંગીયા માટે વિહરવાનો નિયમ છે. આવો, સહિયારા અભિગમ દ્વારા પતંગિયાની તરલતાને ચંચળતાને વિહરવા દઈએ.. તેને પાંગરવા દઈએ ! પક. નિષ્ફળતાનું રહસ્થ માણસ સફળતા કે લક્ષ્ય પ્રાપ્તિ માટે ઉતાવળો થતો હોય છે. આ ઉતાવળ વિકાસનું અવરોધ પરિબળ બની જાય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે પાલિકાની કાઉન્સીલરની ચૂંટણીમાં પ્રવૃત્ત રહેતા નેતા અનુભવના જોરે સરળતાથી લોકસભા સુધી પહોંચી શકે છે. સાઈકલ ઉપર ફરી ફરી છુટક પાવડર-સાબનું વેચાણ કરનાર કરસનભાઈ પટેલ નાની સફળતાઓના સહારે નિરમા કંપનીના માલિક બની શક્યા. સરદાર વલ્લભભાઈ પટેલ સ્થાનિક પાલિકાની ચૂંટણીમાંથી પ્રધાન સુધી પહોંચ્યા, ધીરૂભાઈ અંબાણી પેટ્રોલપંપની નોકરીમાંથી રીફાઈનરીઓના માલિક બન્યા. સફળતા માટે અધિરા બનનાર નિષ્ફળ જાય છે. પ્રગતિનો પાયો મજબૂત કરવા ઊંડાણથી શરૂઆત કરો. ધીમી અને ક્ષમતાપૂર્વકની શરૂઆત જરૂર સફળતા અપાવશે. શિવાજી મોગલ રાજાઓ સામે ગોરિલા યુદ્ધ લડી રહયા હતા. રાત્રે થાક્યા પાક્યા તેઓ ઝૂંપડીમાં જઈ પહોંચ્યાં અને કંઈક ખાવા પીવાનું માંગ્યું. વૃદ્ધાના ઘરમાં કોદરા હતા. તેણે પ્રેમપૂર્વક ભાત રાંધ્યો. અને શિવાજીને પતરાળામાં પીરસ્યું. શિવાજી ખૂબ ભૂખ્યા હતા તેથી ઝડપથી ભાત ખાવાની ઉતાવળમાં આંગળીઓ દાઝી ગઈ. મોઢાથી ફૂંક મારીને બળતરા શાંત કરવી પડી. વૃદ્ધાએ આ જોયું અને બોલી : “સિપાહી તારી શકલ શિવાજી જેવી લાગે છે અને સાથે સાથે એમ પણ લાગે છે કે તું એના જેવો મૂર્ખ પણ છે. શિવાજી સ્તબ્ધ થઈ ગયા. તેમણે વૃદ્ધાને પૂછયું : “માતા, શિવાજીની મૂર્ખતા બતાવો અને સાથે સાથે મારી પણ.” વૃદ્ધાએ કહ્યું : “તેં એક બાજુથી થોડો થોડો ભાત ખાવાને બદલે વચ્ચે હાથ નાંખ્યો અને આંગળીઓએ દાઝયો. શિવાજી પણ આવી મૂર્ખતા કરે છે. તે દૂર ક્વિારા પર વસેલા નાના નાના કિલ્લાને સહેલાઈથી જીતીને શકિત વધારવાને બદલે મોટા કિલ્લાઓ પર હુમલા કરે છે અને માર ખાય છે....શિવાજીને પોતાની યદ્વાની નીતિનું નિષ્ફળતાનું કારણ સમજાયું. તેમણે વૃદ્ધાની શિખામણ માની અને પહેલાં નાના કિલ્લાઓને પોતાનું લક્ષ્ય બનાવ્યા. નાની સફળતાઓ મળવાથી તેમની શકિત વધી અને અંતે મોટો વિજય મેળવવામાં સફળ થયા.

Loading...

Page Navigation
1 ... 73 74 75