Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 62
________________ ચડાવતા ફિરકી પકડતા કે પછી કપાયેલા પતંગ નિહાળતા એટલી જ મોકળાશ અનુભવતા હોય છે. આ ઉત્સવની એક ખાસીયત એ પણ છે કે આ તહેવારમાં ગરીબવર્ગ - જેની હંમેશા ઉપેક્ષા થતી હોય છે તે ખુદ પણ આનંદથી જોડાયછે... અને બે પૈસા કમાઈ શકે છે. ૨૧ મી સદીની આંટી-ઘૂંટીમાં અટવાયેલા માનવી ઔદ્યોગિકરણના કારણે “આરસના મોર” જેવો બની ગયો છે. દિન-પ્રતિદિન માનવી-માનવીથી છૂટો પડી રહ્યો છે. સંબંધોની લાગણીની ભીનાશ સૂકીભઠ્ઠ થવા લાગી છે. પ્રત્યેકને એકબીજામાં વિશ્વાસ રહ્યો નથી. દરેક પોતાના સીમીત કોચલામાં જ સલામતી અનુભવે છે..... ત્યારે ઉત્તરાયણનો ઊત્સવ ઉજવવા સૌ પોત પોતાની અગાશીમાં ચડે છે, અને પતંગથી ભરેલું રંગબેરંગી આકાશ જાણે સૌને ધે છે, “જીવન જીવવા જેવું છે.” જેની સુંદરતા અનોખી છે, એને મન મૂકીને માણો. કામ-કામને-બસ કામમાં જ અટવાયેલો આનો માનવી પ્રકૃતિથી બિલકુલ વિખુટો પડી ગયો છે. પ્રકૃત્તિ જે એને જીવાડી રહી છે, તેની સામે મીટ માંડીને એને નિહાળવાનો સમય જ ક્યાં છે. ત્યારે આ ઉત્તરાયણનો ઉત્સવ માનવીને સૌદર્ય તરફ દ્રષ્ટિ કરવાની ફરજ પાડે છે. પતંગ ઝાડ પર ખીલાઈને પ્રકૃત્તિના અસ્તિત્વનું લોકોને ભાન કરાવે છે અને રાત્રે ચડાવવામાં આવતા ગુબ્બારા, તારાના સૌદર્યને તેમજ રાત્રે ખીલતી ચાંદનીની સુંદરતા પણ સૃષ્ટિમાં છે તેનો અહેસાસ કરાવે છે. ઉત્તરાયણનો ઉત્સવ માનવીને યંત્ર બની જતા અટકવી માનવી બનવા તરફની ગતિ કરવા પ્રેરે માનવીના એકધારા જીવનથી કંટાળી તેના વ્યકિતત્વનું પરિવર્તન કરવા કવિ શ્રી હરિન્દ્ર દવે હે છે : “મિલના ઊંચા ભૂંગળાઓને કોઈ ચંદનની અગરબત્તીમાં પલટાવી દો;” સિમેન્ટ-ક્રોકીટના માનોને કોઈ સરુવનમાં ફેરવી દો; આંખની કીકીઓને - કોઈ ચંદ્ર પર ચિટાવી દો; માણસોના ટોળાને - કોઈ સાગરની લહેરોમાં લહેરાવી દો; આજની રાત હું ઉદાસ છું અને મારે, ખડખડાટ હસી લેવું છે.” કલ્પનાની દુનિયામાં, ઝાકમઝાળની દુનિયામાં માનવી અટવાતો ગયો છે, એટલે એ સાદી-સીધી

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75