Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 60
________________ મનુષ્યએ એક વાત સ્પષ્ટ સમજ્વી રહી કે પોતાની જાતને શક્ય એટલા પ્રયત્નો વડે બીજાને ખુશ કરવા જેવી બનાવવી રહી અને ત્યારે જ તમે અન્યનો આનંદ પ્રાપ્ત કરી શકો. કારણ પ્રેમ અને લાગણીએ એકપક્ષીય નહિ પણ ઉભયપક્ષી છે. વ્યક્તિત્વની રચનાના પાયામાં સમજાક્તિ મહત્વની કડી છે. ક્યારેક નર્યો કરતાં શબ્દો અન્ય માટે અશીર દવાનું કામ કરી જાય છે. મધર ટેરેસાએ હાથમાં રીવોલ્વર કે ઈન્જેક્શનો નહોતા લીધા છતાંય તેઓ ગરીબો - દીન દુ:ખીયાના બેલી બની ગયા. ગાંધીજી પણ મજબુત માંશલ શરીર વડે અંગ્રેજોની સામે તલવાર લઈ નહોતા ઉભા છતાં તેમના શબ્દો ક્રાંતિની મિશાલ બની ગયા. શબ્દોની હૂંફ ક્યારેક વ્યક્તિત્વને નિખારી દે છે. માણસની મહત્તા ઉપર છલ્લી વિચારધારાથી અંકાતી નથી. આ માટે જરી છે પાયાના સૈધાતિક વિચારો. પોતાનું જીવન એવું સાર્થક કરીએ કે જેથી રસ્તે અટવાયેલાઓનો આપણે માર્ગ બની શકીએ... લ, આ માટે જરી છે, પાયામાંથી વૈચારિક ક્રાંતિની. ગુલાબના ફૂલની પાંદડીઓને ખાતર પાણી સિંચવાથી તે મોહક બનતું નથી. આ માટે તેના મૂળનો વિચાર કરવો પડે.... તેના મુળનું જતન કરવું પડે... જો મૂળમાં અનુકૂળતા હશે તો ગુલાબનું ફૂલ નયનરમ્ય હશે. વ્યક્તિત્વની રચનામાં મૂળ પોષણનો ખ્યાલ કરવો રહ્યો. ઓરડીમાં અનેક પુસ્તકો... ટેલિવિઝન.... નોટ-પેન વચ્ચે પુરી રાખવામાં આવેલો બાળક વડાપ્રધાન બની શક્યાનો નથી. તેના ઘડતર માટે પણ જરી છે પરસ્પરના વિચારોની આપ-લેની... આ આપ-લે સક્ષમ હશે તો તેનું વ્યક્તિત્વ ખીલી શક્શે. કદાચ, ત્યારે તે ઉચ્ચ હોદાનો હકદાર બની શકશે. જીવનની કારકીદિથી માંડી પરસ્પરના સંબંધો સુધી વ્યક્તિત્વની આગવી જરિયાત છે. જે વસ્તુનું તમામ માટે મહત્વ છે તેટલું જ મહત્વ અન્ય વ્યક્તિ માટે પણ હોઈ શકે છે. એટલે કે મનુષ્યનો પરસ્પરનો સંબંધ અને એ સંબંધમાંથી ખીલતું વ્યક્તિત્વ પણ મહત્વનું છે. આ સમગ્ર બાબત માટે જરી છે તિરફી વિચારધારાની. પત્ની પોતાના પતિને ઠંડીમાં ઠૂંઠવાતો જૂએ ત્યારે તેની ઈચ્છા તેને ગરમ વસ્ત્રો ઓઢાડવાની થાય.... ત્યારે પતિની પણ એટલી જ જ્વાબદારી છે કે તે પણ પત્નીને ઠંડીમાં યોગ્ય રક્ષણ આપે. ઠંડીમાં ઠુંઠવાતું બાળક જોઈ પિતા પોતાનું ગરમ વસ્ત્ર તેને ઓઢાડી સંતોષ માને......... ! વડાપ્રધાન પ્રત્યેક તહેવારે અથવા નવરાશના દિવસે ગરીબ વસ્તીમાં જઈ દુ:ખીનું આંસુ લૂછી લે તો ...! આવુ થશે ત્યારે વડાપ્રધાનને કે મંત્રીને ચૂંટણી ટાણે પ્રચારની જરૂર રહેશે નહીં. કારણ તેના વ્યક્તિત્વની સુવાસ ચોમેર પ્રસરી ચૂકી હોય છે. પરસ્પર પ્રેમથી જીવતા મનુષ્યને સંબંધોને પછી છૂટા પાડવાનો વારો આવતો નથી. કારણ, તેઓ વ્યક્તિત્વની છાંય નીચે જીવે છે. ૪૪. હકારાત્મક દૃષ્ટિકોણ માણસ ઝંખે છે, સાનિધ્ય, પ્રેમ, હૂંફ.. . મોટાભાગના પતિ-પત્નિના સંબંધમાં ઝઘડા અને

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75