________________
જ હોય છે.”
૫૦. કમાન
“ઉદભવના નથી સન્માન અને શરમીંદગી કોઈ પરિસ્થિતિમાંથી,
વર્તો બરાબર તમારા પશે અને ત્યાં જ રહ્યું છે સન્માન !”
સુવર્ણ પ્રભાત, અગરબત્તીને પુષ્પોની સુવાસ... અને એ બધાની વચ્ચે સ્વચ્છ અને સ્વસ્થ થઈને હું કછું મારા કાર્યની શરૂઆત. એવી શરૂઆત કે જેમાં મારી વાસ્તવિકતા, મારો વર્તમાન અને અંતરથી સામેલ થવું.... છતાંય દુ:ખી શા માટે થવાય ?
કારણ, માસ્વર્તન યોગ્ય નહોતું..!! હું પરિસ્થિતિમાં અટવાઉ છું ને વાસ્તવિકતા ભુલી જાઉં છું. આ એવી વાત છે કે જેમાં, પોતાના બાળકની આંગળી પકડી રસ્તો ઓળંગવા જતાં, વચ્ચે ધંધો યાદ આવી જવો ને બાળક વિસરાઈ જવું ને અકસ્માત થવો.
વાસ્તવિકતા એ છે કે સ્થિર ચમક તો અંતરમાંથી જ પ્રગટે છે. વ્યવહાજીંદગીમાં અકસ્માત તો રોજ થવાના... રોજ આપણે લોકોને શિખામણ પણ આપવાના... રોજ પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થવાના ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે, “શું હું મારા પક્ષે બરાબર વર્તુ છું ખરો ?”
જો મારી જ પરિસ્થિતિમાં અટવાયા કરતો હોઉં તો નિ:શંકપણે બાળક કે પત્નિને યોગ્ય ન્યાય આપી શકતો નથી. મારૂકોઈ પણ કાર્ય કે પ્રસંગ સંતોષ જન્માવી જ ન શકે. દરેકને પાત્રતા પ્રમાણે મળી રહે તેમાં ન્યાય છે - એ વિધાન અસત્ય પુરવાર થાય છે. કારણ આપણે પાત્રતા પ્રમાણે તેને યોગ્ય ન્યાય આપી શકતા નથી, તેની લાગણી, મહેચ્છા કે અરમાનને સમજી શકતા નથી.
સાચા અર્થમાં તમે જે પરિસ્થિતિમાં હો એને સમજવી જોઈએ અને સાથો સાથ તમારી સાથે વર્તમાનપત્રમાં જીવતા પાત્રોને પણ ન્યાય આપવો જ રહ્યો હંમેશા યાદ રાખીએ કે બારી ખોલો તો ઘણું બધું દેખાય બે માણસો એક જ બારીમાંથી જુએ તો એક કદાચ કાદવ-કીચડ જુએ અને બીજો તારા-નક્ષત્રોને જુએ એમ પણ બન્ને.. છતાંય હું એકલો બારી ખોલીને જોઉં તો મારે સમગ્રસૃષ્ટિને નિહાળી સહુને ન્યાય આપવો રહ્યો.
ઘણીયવાર મનુષ્ય સર્વોચ્ચ આદેશ આપતા આત્માના અવાજનું પાલન કરવું જ પડે, ભલે પછી આજ્ઞાપાલન કેટલાય આંસુના કડવા ઘૂંટ કેમ ન પીવડાવે... માણસે પરિસ્થિતિ સાથે નહીં પણ આત્માના અવાજ અને વાસ્તવિકતા સાથે જીવવું જ જોઈએ. કારણકે પ્રસન્નતા જીવનશકિતમાંથી કે દેહમાંથી નહીં, પરંતુ આત્માના સંતોષમાંથી પ્રગટે છે.
પરિસ્થિતિથી માણસ મહાન કે આદર્શ બનતો નથી કે નથી તેના થકી તેને શરમ અનુભવવી પડતી, વ્યકિત જ્યારે પોતાના કોપણ કાર્યને યોગ્ય ન્યાય આપી શકે તો તે તેનું સન્માન. કુટુંબને બગીચો જોવા લઈ જઈએ અને સ્મશાનની વાત કરીએ તો તે યોગ્ય નથી. “આ બધા ગુલાબ જ કહેવાય, એમાં