________________
લાચાર વ્યકિત ક્યાંય વિકાસ સાધી જ ન શકે. ગરીબાઈ ઉપર દુ:ખી થઈ લમણે હાથ દઈ બેસી રહેનારા માણસો જીવન જીવવાની શરૂઆત જ નથી કરતો. ગરીબાઈને ગળે લગાવી ભીખ માંગવાથી સમૃદ્ધિ આવવાની નથી.
ગરીબાઈમાં ઉછરેલ નારાયણ ૧૫ કિ.મી. સુધી પગપાળા શિક્ષણ લેવા નિયમિત આવન-જાવન કરતાં. પોતાની સ્થિતિને દોષ દેવા કરતા નારાયણે સતત પ્રયાસ દ્વારા ભારતના ગુરુશિખર સમાન રાષ્ટ્રપતિનો હોદ્દો પ્રાપ્ત કર્યો. રાષ્ટ્રપતિ ડૉ. કે.આર.નારાયણે જીવનનો સાચો ઉપયોગ કરી અનેકોને જીવન બક્યું.
મારો એક મિત્ર ગરીબ અને એમાંય ભણવામાં ‘ઢ' હતો. દશમા ધોરણમાં અંગ્રેજી વિષયમાં ત્રણ ટ્રાયલ માર્યા, પણ પાસ થયો જ. આજે એ અંગ્રેજી શિક્ષક તરીકે શિક્ષણક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપે છે.
આપણે લાચાર બની ભીખ માંગતા ભિખારીને ભીક્ષા આપી વધુ લાચાર બનાવીએ છીએ. દેશની ગરીબી દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે - લાચારને જીવતાં શીખવો.
મહાત્મા તોલ્લોતોય પાસે એક જુવાન આવીને કહેવા લાવ્યો : “હું બહુ જ ગરીબ માણસ છું. મારી પાસે એક પાઈ સુધ્ધાં નથી !”
તોલ્સતોય મીઠું સ્મિત ફરકાવતાં બોલ્યા, “તારી પાસે એક પાઈ સુધ્ધાં નથી ? એમ તે કાંઈ બને?”
જુવાન દયામણે અવાજે બોલ્યો : “ના જી, મારી પાસે કશું જ નથી.”
તોલ્સતોયે કહ્યું : “તને એક રસ્તો બતાવું. મારો એક મિત્ર વેપારી, માણસની આંખો વેચાતી લે છે. તે બે આંખના વીસ હજાર આપે છે. બોલ, તારે પૈસાની જરૂર હોય તો તારી બે આંખો વેચવી છે?”
જુવાન ફાટી આંખે બોલ્યો : “શું કહ્યું - આંખો ? ના જી !”
તોલ્સતોય આગળ બોલ્યા: “ તે વેપારી હાથ પણ ખરીદે છે. બેય હાથના મળીને પંદરેક હજાર આપશે. બોલ, તારે હાથ વેચવા છે ?'
પેલો જુવાન ગભરાયેલા અવાજે બોલ્યો : “ના જી ! ના જી ! મારે હાથ નથી વેચવા !”
તોલ્સતોય હસતા હસતા બોલ્યા : “તો પછી એમ કર - તારા પગ વેચી નાખ, તને બે પગના તે દશ હજાર તો આપશે જ.”
જુવાન તો તોલ્સતોયની વાતો સાંભળીને ધ્રુજતે આવજે બોલ્યો: “સાહેબ, આવું બધું આપ શું બોલો છો ? મને તો એ સાંભળીને ગભરામણ થાય છે !”
તોલ્સતોય ખડખડાટ હસતા બોલ્યા : “હું તને તારી નિર્ધનતા મટાડવાનો ઉપાય જ બતાવું છું. એમાં ગભરાવા જેવું શું છે? અચ્છા, સાંભળ. જો તારે ખૂબ પૈસાદાર થવું હોય તો તને એક લાખ