________________
આવે વેશે અને આવે તાયફે ડાકણ અને સરદાર રાજા આર્થરના દરબારમાં પ્રવેશે છે. જોનારા સૌ દંગ થઈ જાય છે. રાજા પૂછે છે, કે શો છે મારા પ્રશ્નનો જવાબ ?
ડાકણ કહે છે : રાજા તું તો ચતુર ગણાય છે. શું જવાબમાં શબ્દોમાં મૂકવો પડશે ? ખેર.... સાંભળ, વીમેન્સ ગ્રેટેસ્ટ ડિઝાયર ઈઝ ટુ ડોમિનેટ મેન, ટુ રાઈટ ઓવર ધૂમ, કીપ ધેમ અંડર કંટ્રોલ.... (સ્ત્રીઓની તીવ્રતમ ઝંખના છે કે પુત્ર પર આધિપત્ય ભોગવવું, એમના પર અસવારી કરવી, એમને પોતાના નિયંત્રણમાં રાખવા)
બોલો, તમારો અભિપ્રાય આથી જુદો છે ખરો.... ?
૪૧. સુખ
“સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ શકે પણ એક ધનવાનને વર્ગ મળવું મુશ્કેલ છે.”
- બાઈબલ
ગુરાતીના તાસમાં હું વિદ્યાર્થીઓ સાથે મૌલિક ચર્ચા કરતો હતો. એક જિજ્ઞાસુ વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે, સાહેબ, સુખ મેળવવું શા માટે અઘરૂ છે ?
બાળકનો પ્રશ્ન સહુને સ્પર્શે એવો હતો. મેં કહ્યું, આપણે વધુ સુવિધાઓ મેળવવા સતત પ્રયાસ કરીએ છીએ. મા-બાપ સુવિધા અપાવવા સતત ધન કમાવવાના પ્રયત્નો કરે છે. માણસ જેટલો સુખ મેળવવા વધુ પ્રયાસ કરે એટલું સુખ દૂર ભાગ્યા કરે. મેં વિદ્યાર્થીને ગ્રીક તત્વજ્ઞાની લોનની કથા સંભળાવી.
ગ્રીક તત્વજ્ઞાની સોલન પાસે એક દુ:ખી માણસ ગયો અને જઈને સુખની માંગણી કરી, ત્યારે લોને પણ તેને રસ્તો બતાવું જા, અને કહ્યું કે, તને કોઈ સુખી લાગે તેવા માણસનું પહેરણ લઈ આવ.
પેલા માણસ તો રાજી થઈ ગયો. “ઓહો ! એમાં શું? ઘણાય સુખી માણસ છે, હમણાં લઈ આવું છું. એક શહેરમાં ત્યાં જઈને એક ખૂબ ધનાઢ્ય માણસનું ઘર શોધી કાઢ્યું. પણ ત્યાં શું જોયું? સુખ નહોતું, ફ્લેષ અને કંકાશ હતાં. પોતાની જ પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. આ ક્યાં સુખી છે? એમ કહેતો તે બીજે ગયો. પણ ત્યાં શારીરીક બિમારી હતી. ત્રીજે ગયો તો ત્યાં વળી બીજું જ કારણ દેખાયું. એમ કયાંય કોઈ સુખીયો માણસ ન દેખાયો. છેવટે કોઈએ કહ્યું : ‘પેલા માણસ પાસે જા એ સુખી છે.' દુઃખિયો તેની પાસે ગયો. પણ ત્યાં તો એના શરીર ઉપર ડગલો જ ન હતો. એટલે શું માંગે ? નિરાશ થઈને આખરે કોઈ યોગી પાસે ગયો. યોગીએ કહ્યું : ભાઈ ગતમાં એમ જ છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં સુખ છે જ નહીં. સુખ માંગ્યું મળતું નથી. કોઈ વસ્તુથી મળતું નથી, પણ આપણે જાતે ઊભું કરવું પડે છે. એનું નિવાસસ્થાન આપણા અંતરમાં છે. પહેલાં લોકો જંગલમાં જતા કોઈ ધ્યાનમગ્ન યોગી પાસે બેસતા અને મૂક વાતાવરણમાંથી જ સુખનું સાધન મેળવી લેતા.
આજે મનુષ્ય દિનપ્રતિદિન જરૂરીયાત પાછળ દોટ મુકી દુ:ખને આમંત્રી રહ્યો છે. જીવનમાં સમૃધ્ધિની જરૂર જણાય ત્યારે સંતોષને પ્રથમ સ્થાન આપો. નાણાં પાછળ દોડતો નાગરિક પણ સરળતાથી સુખી થઈ શકે છે. એ માટે તેણે ભોગ્ય સાધન અને સામગ્રીને સંતોષનું સાધન બનાવવું