________________
એક રીતે આ પ્રશ્નનો ઉત્તર અઘરો છે, કારણકે સ્ત્રી એક વિરાટ પ્રશ્નાર્થ છે ! અથવા ગબનાક આશ્ચર્ય છે. પ્રાચીન યુગના કેટલાંક લોકો તો નારી જાતિની સર્જનશીલતા અને સાચોસાચ નર જાતિ કરતાં અનેકગણી સંહારક્તા જોઈને છક્ક જ થઈ ગયા હતા અને એમણે માતૃવંદના કે શક્તિદેવીની પૂજા શરૂ કરી હતી. પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ એક વાતે પૂર્ણ સમત છે કે પૃથ્વી પર સર્વ પ્રથમ પૂજા શરૂ થઈ હોય તો તે માતૃદેવતાની !
સ્ત્રી મૂળે આવી અને આટલી શક્તિશાળી અને મહિમાવંત છે, પરંતુ લાખો વર્ષો પર્યન્ત સ્ત્રી ખુદ પોતાને જ ભૂલી ગઈ છે. હવે એ પોતાની સક્ષમતાને એ હવે વીસરી ગઈ છે. ઘણા લોકો (સ્ત્રી સહિત) માનવા લાગ્યા છે કે સ્ત્રીને પ્રેમી પતિ જોઈએ, સંતાનો જોઈએ, પોતાની ખાણી-પીણી તથા શૃંગાર જોઈએ, જેના વડે અન્ય સ્ત્રીઓને જ્ગાવી શકાય - કામદેવ સરીખો વર, હંમેશા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતું સંતાન, નિઝામની વડી બેગમ પહેરતી એવું એકાદ ઘરેણું... વગેરે... વગેરે...
સ્ત્રી શું ઝંખે છે... ? પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર એક પ્રેમાળ પત્નિની આંખોને પ્રેમાળ પતિ સરળતાથી સમજી શકે છે. સ્ત્રીની આંખના અનેક અરમાનો, અભિલાષા, આકાંક્ષા..... એક્મેક બની જીવવાના અરમાન અને હંમેશા પોતાને સમજીને મહત્વ આપતો પતિ... આ બધુ ત્યારે શક્ય છે જ્યારે બન્ને વચ્ચે ઐક્ય અને આદરભાવ હોય. આ માટે પત્નિ પણ વિશેષ અપેક્ષાઓ રાખતી હોય છે. પત્નિ ઝંખતી હોય છે કે પોતાનો પતિ પોતાને સાચવે, જાહેર પ્રસંગોમાં પણ તેનું હય, આંખ, પ્રેમ પોતાના તરફ રહે, પોતાને ક્યારેક એકલી છે એવો અહેસાસ ન થવા દે.
પણ આપણો મૂળ પ્રશ્ન છે : સ્ત્રીઓ શું ઝંખે છે....? મધ્યયુગમાં ઈંગ્લેન્ડમાં એક લોક્થાએ આ પ્રશ્નનો ઉત્તર આપવાની પ્રેશિશ કરી છે. ક્યાનો ઉલ્લેખ કરીને આનો લેખ પુરો કરીએ.
આપણા દંતક્થા સાહિત્યમાં રાજા વિક્મ ોજ કે હાસ અલ રસીલના જેવો એક રાજા હતો. એના ગોળ ટેબલ (રાઉન્ડ ટેબલ) પર બેસનારા બત્રીસ કે છત્રીસ સરદારો હતા. એ બધાની પરાક્રમ ક્યાઓનો એક પૂરો સાહિત્ય સમુચ્ચય બન્યો છે. આ રાઉન્ડ ટેબલના એક સરદારને આર્થર એક દહાડો પુછે છે : સ્ત્રીઓની સર્વોપરી ઝંખના કઈ છે....? (વ્હોટ ડુ વીમેન મોસ્ટ ડિઝાઈયર.....?) રાજાના પ્રશ્નોનો ઉત્તર શોધવા એક સરદાર નીકળી પડે છે. ખુબ ભટકે છે. આખરે એક રાતની વેળા ભરજંગલમાં ડાણોના એક સંમેલનનો એ સાક્ષી બને છે, ડાણો એને જોઈ જાય છે અને પોતાના કુંડાળામાં તાણી જાય છે. પેલી વાત સજાઁય છે કે, માર દિયા જાય ચા છોડ દિયા જાય... બોલ તેરે સાથ ક્યા સુલક યિા
જાય.
સરદાર હે છે કે બલાઓ, મને મારવો હોય તો મારો અને જીવાડવો હોય તો જીવાડો, પરંતુ જગત જાણતલ તમે ડાણો મારા એમ્પ્રશ્નનો ઉત્તર આપો : વ્હોટ ડુ વીમેન મોસ્ટ ડિઝાઈયર.....?
ડાણોની રાણી હે છે કે એ સવાલનો જ્વાબ છે મારી પાસે પરંતુ તે અહીં નહીં હું : રાજા આર્ચરના ભર્યા દરબારમાં જ કહીશ, અને દરબારમાં હું એક જ રીતે આવીશ. તારે ઘોડાની જેમ ચારે પગે થવાનું, તારી પીઠ પર મને અસવાર થવા દેવાની કે જેથી તું મારી આજ્ઞા મુજબ ચાલે.