________________
જતા હોય છે. પ્રેમીઓના બે સ્ર હોય છે. પ્રણય વખતનું વર્તન અને વહેવાર જુદા હોય છે અને પ્રણય જો સંસાર બની જાય તો સ્વસ જુદું હોય છે. છતાં પણ પ્રણય સાહિત્યમાં નવો જીવ પૂરે છે. કેટલીવાર પ્રેમિકાને અન્ય પ્રતિક સાથે સરખાવવાનું પણ મન થઈ જાય છે.
બોલ તમારા સાંભળી ક્વો જાદુ થઈ ગયો, ટહુક્યું ભુલીને કોયલ મૂંગી મંતર થાય છે.'
પ્રેમી કે પ્રેમિક્સમાં કેટલીક વિશેષતાઓ પણ રહેવાની. જ્યારે પણ બંને વચ્ચે પ્રશ્ન ઉપસ્થિત થાય
ત્યારે આ વિશેષતાઓને યાદ કરવી વધુ ઉચિત ગણાશે. ભલે પ્રેમીને નૃત્યને નિહાળવાનો લાભ ન મળ્યો હોય છતાંય, તેની અંદર મહેચ્છા હોય છે કે મારી કળા મારા પ્રેમીને બતાવું ! માનૃત્ય ફક્ત મારા પ્રેમી માટે જ બની રહે. એ નૃત્ય એના માટેની ભેટ હશે. આ બધું જાણતાં પ્રેમીએ હંમેશા પ્રેમના સમયે એ નૃત્યની ઈચ્છા રાખવી જોઈએ. સાહિત્યકાર પ્રેમીએ એના માટે શબ્દો ટપકાવી દેવા જોઈએ.
‘નર્તન તમારુંજોઈને ઝરણાંય ઝુમવા લાગે, કાન દઈને સાંભળો એ બધા કંઈ ગાય છે.
ટુંકમાં પ્રશ્ન ત્યારે જ ઉપસ્થિત જાય છે જ્યારે પરિસ્થિતિ સર્જાય છે અને આવી પરિસ્થિતિ લગભગ પ્રેમી સાહિત્યકાર અને પ્રેમિકા વચ્ચે હંમેશા ઉદ્ભવે છે. લગભગ ઘણાં ખરાં શાયરો અને લેખકોનું સાહિત્ય સર્જન આવા મીઠા ઝઘડાઓથી જ થયું છે એ પણ એક મજા છે. છતાં, એ પણ યાદ રાખવું રહ્યું કે પ્રશ્ન એ ગંભીરતા નથી સમાધાન છે.
વિક્ટ પિરસ્થિતિ હોય, કે પછી હાલત ગંભીર હોય ત્યારે સામે ચાલીને વાસ્તવિક્તા ણાવી વર્તમાન સુધારી લેવા પ્રયત્ન કરવો જોઈએ.
૪૦. ઈચ્છા અને આધિપત્ય
વિસ્તછું સ્પર્શના દરિયા સરીખું ભીતરે, તોય કાં તૃષ્ણા જ કાયમ ઊભરે છે બારણે... ?
મહેચ્છા, આકાંક્ષા, તૃષ્ણા કેટલીવાર અસીમ બની જાય છે. બધું ક્ષેમકુશળ, યોગ્ય, નિત્ય હોવા છતાં કેટલાક મનુષ્યો ઉણપ અનુભવતા હોય છે. આવી વ્યક્તિઓ ક્ષણે ક્ષણનો હિસાબ ઝંખે છે. પ્રિયજન નજીક હોવા છતાં તેની સાથેની ક્ષણ એળે ન જાય એમ ઈચ્છતા હોય છે. પરંતુ કેટલીવાર પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમીકાર્ન એક્બીજાની જીયાત, મહેચ્છાની ખબર હોતી નથી.
વર્ષોથી એક પ્રશ્ન હંમેશા ઘૂંટાતો રહ્યો છે : વ્હોટ વીમેન વોન્ટ. માનવજાત સમણી થઈ ત્યારથી પૂછાતા જે અસંખ્ય પ્રશ્નો છે (માનવજીવનનો હેતુ શો ? મરણ પછી શું ? પૃથ્વીની ઉત્તપત્તિ શાથી થઈ ? બ્રહ્માંડનો કોઈ સંચાલક ઈશ્વર છે કે નહિ ? વગેરે...) એમાં પણ આ એક પ્રશ્ન છે : સ્ત્રીઓ શું ઝંખે .....?