Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 54
________________ મન અને હૃધ્યની વિશાળતામાં જ આવકાર છે. બંધિયાર મન હંમેશા તિરસ્કારની પ્રતીતિ કરાવે છે. ખુલ્લા દિલથી જ્યાં આવનાર છે ત્યાં વિકાસ અને વિસ્તાર છે. કાર્લ સેન્ડબર્ગના કાવ્ય મુજબ : The Opendoor says: Come in The Closed door says : Who are you? If a door is shut and you want it shut, why open it? If a door is open and you want it open. Why shut it? Only doors know, what doors forget. આપણા ભ્રષ્ટ નેતાઓના દિમાગમાં આ વાત નહિ ઉતરે. ગુણવંત શાહે કહ્યું છે કે, ભારતની દરેક ઓફિસે ઓફિસે દેશની નાગરિકતા રોજ અપમાનિત થતી રહે છે. દૂરદૂરથી આવેલા કોઈ ગામિડયાને ઝાઝું સાંભળ્યા વિના ઘડાક દઈને પાવો કાઢવામાં જે અધિકારી પાવરધો હોય તેને ટેબલની બીજી બાજુએ ઉભેલો માણસ પણ “માણસ છે, એ વાત યાદ રહેતી નથી. સંવેદનશૂન્યતા એનો સ્થાયીભાવ બની રહે છે. ગાંધીનગરમાં દરેક ઓફિસની ભીંત પર મોટા અક્ષરોમાં એક સૂચના મઢાવીને મૂવી જોઈએ : “મને મારા કામ માટે પૂરતો પગાર મળે છે. લાંચની ઓફર કરી માઅપમાન કરશો નહીં. તમારુવાજબી કામ સવેળા કરી આપવું એ મારો ધર્મ છે.' આજે ભ્રષ્ટાચાર આચાર બની ગયો છે... અને જ્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં અસ્વીકાર છે. કોઈપણ ક્ષેત્રમાં માનવીને આવકાર નથી આવકારનાર વ્યકિતએ સંવેદનશીલતા ગુમાવી છે એમ સમજવું. યંત્ર જેવો બની ગયેલો માનવી પોતાના જ વિચારો - કાર્યોમાંથી ઉચો નથી આવતો. તે એ પણ ભૂલી ગયો છે કે તેની આસપાસ શ્વાસ લેતું જગત છે. કાર્ય અર્થે કે ફરિયાદ માટે જતા વ્યકિતને એક આશા હોય કે ઓફિસમાં બેઠેલ વ્યકિત તેને સાંભળે, સગા-સંબંધીને ત્યાં જતાં વ્યકિતને આશા હોય કે તેને સહુ સસ્નેહ આવકારે, શાળામાં ભણતા બાળકને ઈચ્છા હોય કે શિક્ષક તેનામાં રસ લે. પતિ-પત્ની પણ પરસ્પર એક બીજાના પ્રેમ - હૂંફ અને આવકારને ઝંખતા હોય છે. જ્યારે એક વ્યકિત બીજી વ્યકિતમાં રસ લઈ સમાધાન કે આત્મીયતાની ભૂમિકા ભજવે છે ત્યારે તેની પ્રતિષ્ઠામાં આપોઆપ વધારો થાય છે. અંગત સ્વાર્થ કે પોતાના જ કાર્યમાં રસ લઈ બાજુમાં ઉભેલ વ્યકિતનું અસ્તિત્વ ભૂલી જાય છે ત્યારે તેને “એલપેટા' નું બિટ્સ મળે છે. બુદ્ધિજીવી' તરીકેનું ઉપનામ પણ ત્યારે જ મળી શકે જ્યારે કોઈપણ ઈચ્છુક વ્યક્તિને સાંભળી, સમજી તેને યોગ્ય માર્ગ બતાવવામાં આવે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં ચીનમાં ક્યુશિયસ થઈ ગયા. બાવીસ વર્ષની ઉંમરે તેઓ શિક્ષક બની ગયા. સમય જતાં તે ન્યાયમૂર્તિ બન્યા અને તેમાંથી તે ન્યાય ખાતાનો પ્રધાન બન્યા. એક દિવસ કોઈ રાજ્યની એક દુ:ખી સ્ત્રી કન્ફયુશિયસ પાસે આવી અને રડવા લાગી. કન્ફયુશિયસે તેને પ્રેમથી આવકાર આપી સૈનનું કારણ પૂછયું : “મારા પતિના પિતા ગામમાં ફરતા હતા ત્યાં અચાનક એક વાઘે હુમલો કર્યો અને તેમને વાઘે ફાડી ખાધો. મારા પતિનું મૃત્યુ પણ એજ રીતે થયું.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75