________________
રહેમ દિલ છે, તે બંને પણ આપીને મને બધું આપ્યું છે. તું તારો વારંવાર આભાર માનું છું.”
સંતોષ માનવીય આનંદનું મૂળ છે. માણસને જ્યારે પોતાને મળેલ દુ:ખ સતાવતું હોય ત્યારે તેણે સમવું રહ્યું કે દુનિયામાં તેનાથી પણ વધુ દુ:ખી લોકો રહે છે. જો સામાન્ય માંદગીથી આપણે દુ:ખી થતા હોઈએ તો હોસ્પિટલમાં નબળા દર્દીઓના વોર્ડમાં આંટો મારી આવવો જોઈએ. સંપત્તિનું દુઃખ હોય ત્યારે ગરીબ વસ્તીની મુલાકાત લેવી જોઈએ.
૨૦. વાણી
માણસની સૌથી મોટી નબળાઈ તેની વાણી છે. નાનપણથી જ માનવજાત માટે ઈસુ ખ્રિસ્ત વાણીને ઉપદેશો તરફ વાળી અને તેથી તેઓ ગત ઉધ્ધારક બન્યા.
તોગડિયા, સિંઘલ, સામ કે ઠાકરેની વાણીથી હજ્જારો લોકોના મન દુભાયા છે. કઠોર અને ભ્રામક વાણીથી દુભાયેલું મન ભાગ્યેજ જીતાય છે. એટલે જ તો કહેવાયું છે કે “બાણથી વીંધાયેલા ઘા ભરાઈ જાય છે પણ કઠોર વાણી સંબંધોને અસ્તવ્યસ્ત કરી નાંખે છે.”
એક્વાર ભગવાન બુદ્ધ વનમાં વિહાર કરતા હતા. આનંદ વગેરે ભિક્ષુઓનો સંઘ ભગવાનની સાથે ચાલતો હતો.
ગાઢ જંગલમાં કઠિયારાની એક ટોળીમાં કજીયો થયો હતો. ગાળો અને કડવા વેણના તાતા તીરનો મારો ચાલતો હતો. આક્ષેપબાજીની આહુતિમાં ઉશ્કેરાટનો અગ્નિ ભડભડ બળતો હતો.
તથાગતનું દર્શન થતાં જાણે અમૃત છંટાયું હોય તેમ ટોળીનો ક્રોધાગ્નિ શાંત થઈ ગયો. ભગવાને કહ્યું, “ભાઈઓ ! તમે કઠિયારા છો. વૃક્ષો ઉપર તમે કૂહાડા ચલાવો છો. ડાળીઓ કાપી નાખો છો. માત્ર થડ જ રહેવા દો છો. ક્યારેક આખા વૃક્ષને ઢાળી દો છો. માત્ર જમીનમાં મૂળ જ રહે છે. પણ મને કહો, ‘આવા કપાયેલા વૃક્ષો ફરી કોને છે ?'
એક વૃદ્ધ કઠિયારાએ કહ્યું, “હ ભગવનું ! એ ફરીવાર જરૂર કોળે છે અને એક વરસમાં તો હર્યુભર્ય થઈ જાય છે.”
અને વૃક્ષની કપાયેલી શાખા રોપવામાં આવે તો એ કોળે ખરી ?' ભગવાને પૂછયું.
કૂહાડાની જેમ જીભ ચલાવતા બીજા કઠિયારાએ જવાબ આપ્યો, “વાવેલી ડાળી, પણ નવી કુંપળોથી હરિયાળી થઈ જાય છે.”
ભગવાન બુદ્ધે કહ્યું, “જુઓ, તમારા કૂહાડાથી સાવ કપાઈ ગયેલું આખું વન ફરી કોળી ઉઠે છે, પરંતુ કૂાડા જેવી જીભની જો તમે, મનની વનસ્થળીને કાપી નાખશો તો એ ફરી નહિ જ ઊગે અને જીવન વેરાન થઈ જશે. તમારા વ્યવસાયમાંથી તમે આ વાત શીખો તો સારું બુદ્ધના ઉપદેશથી કઠિયારાની ટોળી ઉપર અલૌકિક અસર થઈ.
૪૮. આcહાર