________________
પડશે. કારણ વિશ્વના મહત્તમ સંગ્રામો સુખની પ્રાપ્તિ અર્થે જ થયા છે. ધનવાન થવાના માર્ગમાં અનિતિ ઠેર ઠેર આવે અને એટલે જ બાઈબલમાં ધનવાનને સ્વર્ગ મળવું મુશ્કેલ છે. એવું ન છે. દરેક ધર્મ પુસ્તકોનો એક જ સાર છે. પરિગ્રહ એ સુખનો મહરિપુ છે અને અપરિગ્રહ સુખનો સાથી છે.
૪૨. સુખ શાંતિના ઉપાય
આપણે સૌ જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા જુદી જુદી રીતે મથીએ છીએ; પણ મુશ્કેલી એ છે કે, શાંતિ એટલે શું અને શાંતિ અને સુખ એ આપણા જીવનમાં ધ્યેય હોય તો ક્વળ શાબ્દિક સ્તરે નહીં, પરંતુ ગંભીરપણે વિચાર કરીને આપણે તે બંનેને સંપૂર્ણ સમવાનો પ્રયાસ કરવો જોઈએ. ઊંડાણથી વિચારીએ તો ણાશે કે જેને આપણે સુખ અને શાંતિની પ્રાપ્તિ ક્હીએ છીએ તે ખરેખર તો આપણા સુખ અને તેમાંથી મળતી શાંતિને આડે આવતા અંતરાયો દૂર કરવાની ઈચ્છા જ છે. જો એ અંતરાયો ઉભા થતા જ અટકાવી શકાય અગર રાખી શકાય, અથવા તો તેનો ઈલાજ થઈ શકે તો પછી સુખ અને શાંતિ તો છે જ. એ ક્યાંયથી લાવવાનાં કે મેળવવાનાં નથી.
હવે એ આપણે પોતે જ શોધવું રહ્યું કે આપણા પોતાના સુખ અને શાંતિ આડે ક્યાં અંતરાયો છે. આપણને ગ્ણાશે કે આપણી પોતાની તૃષ્ણા, મહત્વકાંક્ષા, લોભ, મોહ, ઈર્ષા, અસૂયા વગેરે અંતરાયોએ જ આપણું જીવન દુ:ખી અને અશાંત બનાવી મૂક્યું છે. આપણને એ પણ પ્રતિતી થશે કે અંતરાયો પણ આપણું જ સર્જન છે. એ સર્જન આપણા સમામાં રહેવાને કારણે હોય, અમુક ધર્મના અનુયાયી હોવાને કારણે હોય, અગર આપણા પોતાના કોઈ સિદ્ધાંતો કે માન્યતાઓને કારણે હોય. આનો અર્થ એ થયો કે, આ બધું આપણી જાતને કેટલાએ કામળાઓમાં વીંટાળીને પછી તાજી હવા લેવાની ઈચ્છા કરવા જેવું છે. તમને પોતાને જ જણાશે કે આનો ઈલાજ તર્દન સરળ છે. ઓઢણું ફેંકી દો એટલે તરત જ તાજી સ્વચ્છ હવા મળશે. પોતાનું નથી તો પોતાનું કરવાની કામના, પોતે નથી તેવી દેખાવાની મહત્વકાંક્ષા, પરિગ્રહવૃત્તિ, મમતા અને એકાધિકારની લાલશા આ બધા આપણી જાતે ઓઢી રાખેલાં ઓઢણ આપણે જાતે ફેંકી દઈ શકીએ તેમ છીએ. જીવનને ટકાવી રાખવા માટે આવશ્યક એવી જરૂરિયાતોની વાત જુદી છે, પરંતુ તે સિવાય, આપણાં મન અને બુદ્ધિએ સર્જેલ અને અહંકારે પોપેલા કેટલાય હેતુઓની પ્રાપ્તિની પાછળ પડીએ છીએ એજ આપણા જીવનમાં મોટી અશાંતિ ઉભી કરવા માટે મુખ્યત્વે જ્વાબદાર છે.
આથી હવે સૌને સમજાયું હશે કે આપણાં સુખ અને શાંતિની આડે આવનાર આપણે પોતે જ છીએ, અને અશાંતિ આપણે પોતે જ દૂર કરી શકીએ તેમ છીએ બીજાઓની કે બહારની મદદથી આ પ્રશ્નનું નિરાકરણ શોધવાનો આપણો પ્રયાસ, સમય અને શક્તિ એ તમામનો દુર્વ્યય છે.
૪૩. વ્યક્તિત્વ
માણસ વ્યક્તિત્વની ઓળખમાં ક્યારેક ઉણો ઉતરે છે. સામાન્ય રીતે વ્યક્તિત્વ કાચ જેવું પારદર્શી હોવું જોઈએ. જીવનમાં માણસને ફક્ત ચાર દિવાલોનીજ જરૂર પડતી નથી. સમયાંતરે માનવ ઝંખે છે હુંફ... પ્રેમ. લાગણી.