________________
મૂઢ હોય છે, તો થોડાક વળી અત્યંત વિચક્ષણ... આ બે પ્રકારના લોક વર્ગની વચેટનો એક એવો “પંડિતમન્ય' સમુદાય પણ હોય છે. જે પોતે મેળવેલી અધકચરી જાણકારીને કારણે અભિમાનથી છકી જાય છે, અને આસપાસના ન સામાન્ય આગળ પોતાની બડાશ મારતો ફરે છે. મૂર્ખની પદ્ધતિ અંગે વાત કરતાં કવિ ભર્તુહરિ સમજાવે છે.
“અજ્ઞ: સુખમારાધ્યઃ સખતરમારાધ્યતે વિશેષજ્ઞઃ જ્ઞાનલવવિદંગ્ધ બ્રહ્માપિ નર ન રયાતિ I”
(નીતિશતક) જે બિલકુલ જાણતો નથી એવા અક્ષ (અકચિત્સિ:) માણસનું સમાધાન સહેલાઈથી, વગર મહેનતે થઈ શકે છે, કેમકે તેને તો જે ઉપદેશ આપો તેમાં તત્કાળ (વિચાર કર્યા વગર જો વિશ્વાસ બેસી જશે. જ્ઞાનનાં સમુળગા અભાવને કારણે તેઓ કોઈપણ વિષયનાં તારતમ્ય અંગે વિચાર જ નથી કરી શકતા જે જ્હો તે તાબડતોબ સ્વીકારી લે છે, વિચાર શકિતના અભાવને કારણે બીજી તરફ, જે વિશેષજ્ઞ છે કે તત્વવેતા છે. તેનું તો વળી આથી યે વધારે સરળતાથી, અત્યંત આસાનીથી સમાધાન થઈ જાય છે. કારણ કે તેની બુદ્ધિ તો સર્વદા વિશેષગ્રાહી હોય છે. આવા જ્ઞાની કે અત્યંત બુદ્ધિશાળી લોકોની સમજશકિત અને ગ્રહણશકિત એટલી તીવ્ર હોય છે કે તેઓને શકું યે સમજાવવાનો પ્રયાસ કરવો નથી પડતો. પરંતુ આ બે પ્રકારના લોકો (તદન અક્ષ (મૂઢ) અને જ્ઞાની) ની વચલો જે અલ્પક્ષ વર્ગ છે, તેનું સમારાધાન કરવું તો અશક્યવત્ છે. કવિ ભર્તુહરિ કહે છે કે જે જ્ઞાનના કણમાત્રથી દુવિર્દગ્ધ છે, અર્થાત્ શાસ્ત્રજન્ય જ્ઞાનનાં બિંદુ માત્રથી પોતાને પંડિત સમજી બેઠેલો (પંડિતમન્ય:) અર્ધદગ્ધ છે, તેવા કહેવાતા જ્ઞાનીનું સમારાધન તો ખુદ બ્રહ્મા પણ ન કરી શકે... જે કર્યું, અકર્તુ અન્યથા કતુ સક્ષમ છે, એવા સર્વશકિતશાળી બ્રહ્મા સુદ્ધાં અલ્પસ પંડિતમાનીનાં મનનું સમાધાન હજારો મુકિતઓ વડે પણ ન કરી શકે...
અર્થ સ્પષ્ટ છે. સાચું જ કહ્યું છે : “A Little Learning is a DangerousThing” ગુરાતીમાં પણ કહેવાય છે કે “અધુરો ઘડો છલકાય’ આમ, કહેવાતા - જ્ઞાનનો કણ મેળવ્યો ન મેળવ્યો, ને જે માણસ પોતાને સર્વજ્ઞ સમજી બેસે છે તે તો સાચે જ મહામુર્ખ છે સમજાવવાનું કામ અતિશય કપઅની રહે છે. આવા અલ્પજ્ઞ છતાં પંડિતમન્ય ને સ્વયં બ્રહ્મા પણ સમજાવવા સમર્થ નથી. એમ “અતિશયોતિ' અલંકાર વાપરીને કવિ ભર્તુહરિ સૂચવે છે : કિમતન્ય:? અર્થાત જ્ઞાનલવથી છકી ગયેલા, બહેકી ગયેલા માણસને કોઈ કરતાં કોઈ સમજાવી ન શકે.
૩૩. સત્વ
ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે, રે દીવા ઝાઝા બળે છે ત્યારે દિવાળી થાય છે.
કોઈ પણ સંબંધ જ્યારે વિખવાદ સર્જ.. અથવા તો સંબંધમાં તિરાડ પડે ત્યારે એક પાત્રને છુટું