Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 49
________________ પડવું પડે છે. કવિ અદમે સરસ શાયરી લખી છે : “દુસરોં સે બહુત આસાન હે મિલના સકી અપની હસ્તી સે મુલાકાત બડી મુશ્કેલ હે” બધાજ મિત્રો કે પ્રેમિકથી વછુટી જવાય તો પણ શું? તમારામાં સત્વ હશે તો તમે પછી તમારી હસ્તીને પિછાણી શકશો. કન્તી ભટ્ટે એક સુંદર વાત જણાવી છે. તેમણે એક મોટા શહેનશાહની વાત કરી છે. માઈક્લ'દ મોત્તેન નામનો આ એકલતાનો શહેનશાહ વકીલાત અને પ્રેમસબંધોથી વછૂટાઈને ફ્રેન્ચ ગામડાના ડોરોનના જંગલમાં રહેવા ચાલ્યો ગયો. તયાં જઈને તેણે વૃક્ષો, નદીઓ, પર્વતો સાથે પ્રીતિ બાંધી. આમ પણ જ્યારે કોઈ પણ સાથે પ્રીત બંધાય એટલે આવી જ બન્યું... અને એમાંય પ્રકૃતિ હોય અથવા સ્ત્રીમાં ભારતીયતાના દર્શન હોય તો પછી પ્રેમ વધુ ઘેરો બને... ચંચળ મન જો સામે સ્ત્રી હોય તો તેના વાળમાં, આંખોમાં, હાથમાં અને હાથની મેંદીમાં તેની સાડીમાં... હાસ્યમાં પણ ખોવાઈ જવાય. આવા પ્રકૃતિમાં ખોવાયેલા જુવાન ફ્રેન્ચ બાવાને મન થયું કે એક પ્રેમ પત્ર લખું. કોને લખું? પછી તેને થયું કે મારી જાતને ઉદ્દેશીને લખું. કેવો અદ્ભૂત વિચાર! એવો સંગ મરતાં સુધી છૂટે નહીં. બેવફા કહેવાનો મોકો કે માથાકૂટ જ નહીં. તેણે તેના પત્રોમાં ગમગીની, એક્લતા, વકીલોના જૂઠાણાં, ભય, સુગંધ, પ્રાર્થના, માનવભક્ષી માણસો અને અંગૂઠા કે આંગળીઓ પર લખ્યું. અરે! ચરણ શુદ્ધતમ રાખવાની ઉપર આખો નિબંધ લખી નાખ્યો! એણે ઉપરના તમામ વિષયો ઉપર કેટલું બધું વિદ્વતાભર્યું લખ્યું હશે કે ૧૫૭૧ માં માઈકલ મોન્તને લખેલા આ સ્વસંબોધિત નિબંધો પેગ્વિન પ્રેસે તાજેતરમાં ૬૦ ડોલરના ભાવે પ્રગટ કર્યા છે. આ બધા જ વિષયોમાં ક્રાંતિકારી વિષય હતો “પોતાની જાત” આ માણસે મને ભાન કરાવ્યું કે તારો દોસ્ત હોય તો તું જ છે. મોત્તેન કેવી એકલતાની અને વિહિતાની પ્રક્રિયામાંથી ગુર્યો તે જ મહત્વનું છે. વિવિધ ધર્મો ઉપર તે ભાગ આપતો છતાં તે પોતાની જાતને પૂછતાં “હું શું જાણું છું” (WHAT DOTKNOW) આ તેનું સૂત્ર ફ્રાન્સમાં પ્રખ્યાત થઈ ગયું. તેની શતાબ્દી વખતે સિક્કા બહાર પાડ્યા તેમાં આ વાક્ય ફ્રેન્ચ ભાષામાં કોતરાયું : હું શું જાણું? ખાખ જાણું. NOTHING IS CERTAIN EXCEPT THAT NOTHING IS CERTAIN પ્રેમને આપણે જાણીએ છીએ? મૈત્રીને જાણીએ છીએ? તમને ગેરંટી પત્ર પર લખેલો પ્રેમ જોઈએ છે? એવી ગેરંટી સાથે પ્રેમ કરવા હાલી નીકળાય નહીં. ૩૪. કવિતા કવિતા એટલે ગરબે ઘૂમતી ગોરી...!

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75