Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 50
________________ પગનું ઝાંઝર એટલે છંદ... અને લચક એટલે અલંકાર “ન પૂછીશ મને કે હું કોણ છું? રે, હું બ્રહ્મનો સંદેશ વાહક, શબ્દ મારુઘર ને ક્લમ માસ્ટર્દ, મૌનને તોડું ભઈ હું કવિતાનો પાલક પ્રત્યેક કવિ બ્રહ્મનો સંદેશ વાહક છે. કવિના ઉરમાંથી પ્રગટતા પ્રત્યેક શબ્દો એટલે આત્માનો અવાજ, કવિની કલમમાંથી ટપકતા સઘળા શબ્દો રૂપ, દર્દ, પ્રેમ અને ઈશ્વરની અનુભૂતિ કરાવે છે. ગુણવંત શાહે “પ્રશ્રોપનિષદ” કાવ્યમાં કહ્યું છે કે લોકો પૂછે છે : આ કવિતા આવે છે ક્યાંથી? - મને થાય છે કે આ વાયરો મૂળ કયાનો વતની? મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ? મેઘ ધનુષ્ય “Redirect” થઈને ક્યાંથી આવ્યું? ઝંખનાના ગામનો પીનકોડ નંબર? ઉર્ધ્વમૂલ વુક્ષ કઈ વાડીમાં ઉગ્યું છે? અનંતના વહેણમાં અતીતનો આવારો ક્યાં આવ્યો, વૃક્ષ પર કલવર ફૂટે એમ મૌનને ફટે છે શબ્દ, ને ત્યારે કવિ અને ઈશ્વર વચ્ચે, માંડ એક વેંતનું છેટું હોય છે, ઈશ્વર અને કવિની સરખામણી થઈ છે, ઈશ્વર એટલે બ્રહ્મ, કવિતાના રૂપ આત્મીયતાને આભારી છે. કવિ જેટલો કવિતામાં ઓતપ્રોત બને તેટલી કવિતા ઈશ્વરીય બને. કવિતામાં નિખાલસતા હોય છે, કવિ કવિતાને મોંમાં અંગૂઠો મૂકીને ચૂસી લે છે! કવિતા એટલે જાણે ખળ ખળ વહેતું ઝરણું! કવિ એટલે હલેસા મારતો નાવિક! કવિતાની રચના એ એક ઈશ્વરીય બક્ષિસ છે. વિસ્તરની ક્ષિતિજોને નજરકેદ કરી, કલ્પનાના મહાસાગરમાં ડૂબકી મારી કવિ કવિતાને કલમના સહારે નસમુદાયને અર્પણ કરે છે... અને ત્યારે કવિ બને છે સાચો બ્રહ્મનો સંદેશ વાહક. ૩પ. વિકાર અને લાગણી

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75