Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 47
________________ આવું અકળ વિશ્વ શા માટે બનાવ્યું એ સવાલનો જ્વાબ મળે એમ નથી. ઈશ્વરના સર્જનનો ભાવાર્થ એ હોઈ શકે કે દરકે ખૂબીઓ-ખામીઓમાંથી માનવીને શીક પ્રેરણા મળે. બાળક્ના જન્મથી જ જીવનનો પડકાર શરુથઈ જાય છે અને એટલે જ બાળક્ને પહેલાં રડતાં શીખવવામાં આવે છે. પણ સાચા અર્થમાં પડકારને પહોંચી વળવાની ક્ષમતા કેળવવા માટે પ્રકૃતિના રહસ્યોને સમજ્યાની જરૂર છે. સૌથી મોટો શિક્ષક આ દુનિયામાં કોઈ છે તો એ છે સર્જનહાર પોતે. નિરીક્ષણ કરો તો સમજાય કે જે લોકો પ્રકૃતિના ખોળે ઉછરે છે એમની ત્વરાબુદ્ધિ અન્યો કરતાં સારી હોય છે. મુશ્કેલ લાગતી સમસ્યાઓનું નિરાકરણ આ લોકોને સહજ રીતે મળી જાય છે. જીવનમાં પડકાર ત્યારે આવે છે જ્યારે મનુષ્ય ગાડરીયા પ્રવાહની જેમ જ વિચારે છે. બારમાં ધોરણના લોજીક વિષયમાં એક દૃષ્ટાંત છે. “તે પર્વત પર ધુમાડો છે માટે ત્યાં અગ્નિ છે, આ વાતને એક દૃષ્ટિએ સાચી છે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય... પણ સાચો વિચારક એવો હોય જે આ દૃષ્ટાંત વાંચીને તરત જ વિચારે કે ત્યાં અગ્નિ ન પણ હોય... કદાચ ધુમ્મસ પણ હોય... આવો વિચારક પડકાર ઝીલી શકે." પૃથ્વીને જીવન સર્જન કરતાં પાંચસો કરોડ વરસ લાગ્યાં હોવાનો વૈજ્ઞાનિકોનો મત છે. કમાલ છે ને, આવડી અમથી પૃથ્વીને સજીવન કરવામાં ઈશ્વર જેવા ઈશ્વરને પણ એક લાંબા યુગનો સમય લાગ્યો હશે. ઈશ્વરની આવી ધીરમાંથી જે માણસ પ્રેરણા ન લઈ શકે એને ભલા બીજે ક્યાંથી પ્રેરણા મળવાની. થોડીક અક્ક્સ આવ્યા પછી કે થોડા શિક્ષિત થયા પછી આપણે પોતાને મહાન કે ગ્રેટ સમજવા માંડીએ છીએ અને નકામી ઉતાવળો કરીને જીવનની રફતારને ઠેબે ચઢાવી દઈએ છીએ. ઘણું થયું... વેથી આવું નથી કરવું... હવેથી દરેક કામને, દરેક સ્થિતિને ધીરથી, નવી દૃષ્ટિથી જોવાની ટેવ પાડવી છે. વિચારવું છે અને આગળ વધવું છે. આટલું નક્કી કરીને આજ્ની સવારને વન ઓફ ઈટ્સ કાઈન્ડ બનાવીએ જીવનમાં નવી ચેતનાનો સંચાર કરીએ. “અમને નાંખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં, આખરે સર કરીશું, મોરચા મોતને આવવા દો લાગમાં” ૩૨. અર્ધજ્ઞાનીઓને સમજાવવા અઘરા છે આ જગતમાં વસતા વિશાળ જનસમુદાયમાં ભાતભાતનાં લોકો હોય છે, કેટલાક તદ્ન અન્ન કે

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75