________________
સંબંધને લવ-અફેર ગણીને લોકો સાવ છીછરી ક્ક્ષાએ નિંદારસ માંણતા હોય છે. જે સમાજ ઉંડા સ્નેહસંબંધનો મલાજો નથી પાળતો તે પ્રેમની ગહેરાઈને પામી શક્તો નથી.
૨૪. વાસ્તવિક દુનિયા
“જિદંગી શું છે ? સમજવામાં સૌ મને આવી ગયું,
એક દરિયેથી ઉઠી દરિયે સમી જાતી લહેર...”
પરિપક્વ ઘડાયેલી કોઈ પણ વ્યક્તિ હંમેશા જિદગીથી સંપૂર્ણ વાર હોવાની વાતો કરે છે છતા પણ દરેકની પોતાની દુનિયા હોય છે.
પર્લબર્ક નામની એક અમેરિકા લેખિકાએ પોતાની એક આત્મકતથા લખી છે અને તેનું નામ તેણે આપ્યું છે, 'માય સેવરલ વર્લ્ડસ' - “મારી કેટલીક દુનિયાઓ" પુસ્તકનું શીર્ષક વાંચીને આપણને નવાઈ લાય કે દુનિયાઓ તો વળી કેટલી હોય ?
આમ તો આપણે એક જ દુનિયામાં રહીએ છીએ છતાં પણ કેટલીક દુનિયાની વાત કરીએ છીએ. વાસ્તવિક્તામાં માણસની સમક્ષ એક જ દુનિયા છે પણ તે વસે છે અનેક દુનિયામાં. માણસ પોતાના મનમાં કેટલીક દુનિયાઓ વસાવી લે છે અને પછી તે જીવનભર તે બધી દુનિયાઓમાં જ હરે-ફરે અને જાવે છે.
સ્થાયી એક જ દુનિયામાં અસ્તિત્વ ધરાવતા હોવા છતાં યુવાનીના ઉંબરે પગ મુક્તા યુવક - યુવતિઓ અંગત દુનિયામાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી દે છે. એક પ્રેમિકાની નવી દુનિયા : મારો પ્રેમી મારી સમક્ષ જે ીશ તે કરશે, તેની વાતમા સંપૂર્ણ તથ્ય હશે અને કહ્યા પછી કરી બતાવશે.
આ દુનિયાની ક્લ્પના પછી પ્રેમી સંજોગવસાત પોતાના વચનનું પાલન નથી કરી શક્યો ત્યારે પ્રેમિકાની ધારેલી દુનિયા તૂટી જાય છે. કહેવાનો અર્થ એટલો કે માણસ પોતાના મનોરાજ્યની અનેક દુનિયામાં વશે તેનો વાંધો નથી પણ પછી તે પોતાની દુનિયા સિવાયના અન્ય જગતના અસ્તિત્વની નોંધ લેતો નથી ત્યારે તેનો વાસ્તવિક દુનિયા સાથે ઝાઝો મેળ મળતો નથી પરિણામે દુ:ખી ચાય છે અને સુખ તેનાથી વેગળું જ રહી જાય છે.
અનેક રીતે ક્લ્પનાની દુનિયા બનાવતા પ્રેમી-પ્રેમીકાને સમવું રહ્યું કે : જિદંગી એટલે એક દરિયેથી ઉઠી દરિયે શમી તી લહેર છે. પોતાની ક્લ્પનાની દુનિયામાં તમે સામા પક્ષે અન્યાય કરી બેસો છો, લાગણી અને પ્રેમ તો છે જ એમ માની શરતો કરતાં થઈ જાઓ છો. મને લાગે છે કે આપણે હવે આમ કરવું જોઈએ... આમ ન કરવું જોઈએ... એવી ચર્ચા કરતા થઈ જઈએ છીએ. પરિણામે નવી દુનિયાની કલ્પનામાં વિખવાદ શસ્થઈ જાય છે.
“ઉત્સ્ય સમું આ શું છે તારા અભાવમાં ? દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે."