Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 38
________________ ભાગ જ છે. વધુ ચિંતન, મનન, વાંચન, અનુભવથી મનુષ્યના વિચારોમાં, માન્યતાઓમાં પરિવર્તન આવે છે. માણસનો સ્વભાવ પણ પિવર્તનશીલ છે. યુવાનીમાં ગુસ્સાબાજ, ક્રોધી, એન્ટીયંગમેન - લાગતા માણસો મં તો જમાનાની થપાટોથી કાંતો કોઈ સાધુ - સંતના સત્સંગથી, સદુવાંચનથી શાંત સ્વભાવના બને છે. કેટલાક લોકો “કૂતરાની પૂંછડી'ની જેમ વાંકા ને વાંકા રહે છે. હા, પણ પરિવર્તનની શકયતા કદી નાબૂદ નથી જતી. કેટલીક માન્યતાઓ પણ બદલાય છે. માણસ બંધિયાર નથી. તે સહેજ પરિશ્રમ કરે, પુસ્ત્રાર્થ કરે, વાંચે-વિચારે, હળે-મળે તો તેનું બંધિયારપણું તૂટી જાય છે. એક નારીવાદી સ્ત્રી મુકિતની વિચારધારાવાળા લેખિકા પાસે એક લગ્નોત્સુક યુવતી ગઈ અને કહ્યું : “મારે તમારું પુસ્તક વાંચવુ છે, મારા લગ્ન થાય તે પહેલાં” પહેલાં તો તમારા લગ્ન થઈ જવા દે, પછી થોડા સમય પછી તું તે વાંચજે ! લગ્ન પહેલાં વાંચવાની મારી ભલામણ છે.” એનું કારણ એ હોઈ શકે કે લેખિકા બહેન થોડા વર્ષો પહેલાં લખેલાં પુસ્તકોમાં નારી મુક્તિ કે પુત્ર શોષણવૃત્તિ, સ્વામીત્વ ભાવ વગેરે વિષે જે લખેલું તે અનુભવ પછી થોડું પરિવર્તન પામ્યું હોય. પુસ્ત્રની મનોવૃત્તિ કે ગ્રંથિ ન બદલાય એવુંયે નથી. સ્ત્રીનો સ્નેહ અને સમર્પણ ભાવ પુસ્ત્રને સ્ત્રી આધિન બનાવી શકે. પુત્રનું સૌજન્ય સ્ત્રીના પૂર્વગ્રહને દૂર કરવામાં મદદરૂ થાય. મનુષ્યનો સ્વભાવ, માન્યતા, પૂર્વગ્રહો, કશું જ અંતિમ નથી હોતું. સતત પરિવર્તનશીલ હોય છે. મહાત્મા ગાંધીજીએ જાહેરમાં લખેલું કે કહેલું કે મેં જે છેલ્લો અભિપ્રાય કે વિચાર રજૂ કર્યો હોય તે માનવો. અગાઉની મારી વિચારધારમાં પરિવર્તન આવ્યું હોય ત્યારના સંજોગ જુદા હોય ! ૨૬. માનવીય સ્વભાવ “જીવન' અને જીવન જીવવાની પદ્ધતિઓ માનવીય સ્વભાવ આધારિત છે. કેટલીક વ્યકિતઓનો સ્વભાવ લાગણીશીલ હોય છે. લાગણીઓને તાબે થવુ યોગ્ય નથી. એકાંતમાં ભૂતકાળ મારો થોડીવાર જઈને બેસવુ તે સાછે. પણ ત્યાં જ પુરાઈ રહેવું ખોટું છે. માણસે ખરેખર પોતાની અંદર જીવવાનું અને છતાં અંદરને અંદર બુઝાઈ કે સંકેલાઈ જવાનું નથી. તેણે બહાર ફેલાઈ જવાનું છે. ફેલાઈ જવાનો અર્થ છે ઝણઝણી ઉઠવુ ! પ્રિયતમાની એક નજરથી, બાળકના એક સ્મિતથી, ખિસકોલીની અદાથી, વરસાદના ફોરાંથી, ખડમાંથી ફૂટી નિકળેલા ઝરણાંથી... કેટલાક કહે છે કે મારા જીવનમાં કંઈ જ નથી ! હું કોઈને ખુશ કરી શકીશ નહી ! આવું લાગે ત્યારે

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75