________________
પહોંચી ગયો છે ! ઝાડ ઉપરનું પીળું પતું ક્યારે ખરી પડે તેનો ભરોસો નથી તો અમે આયુષ્યના છેવાડે...”
અને તે માણસને વચ્ચેથી જ અટકાવી પેલા જાપાનીએ તેને ટોણો મારતા કહ્યું : “આર યુ ઈન્ડિયન ?” “તું ભારતીય છે?” “હા, હું ભારતીય છું.” પેલા માણસે કહ્યું.
“પરંતુ તમારા આ પ્રશ્નને અને ચીની ભાષા શીખવાને શું સંબંધ છે ?”
વઢે હસીને કહ્યું : “ઉંમર વધતાં તમે ભારતીયો હંમેશા મૃત્યુનો વિચાર કરો છો અને અમે જાપાની જીવનનો વિચાર કરીએ છીએ. હું સાઠ વર્ષનો હતો ત્યારે પણ મને એક ભારતીયે જ આવો પ્રશ્ન પૂછયો હતો ત્યાર પછી તો હું સાત નવી ભાષા શીખ્યો છું ને બે વાર વિશ્વમાં ભ્રમણ કરી ચૂકયો છું !”
જીવનમાં આ મસ્તી લાવવી હોય તો આપણે આપણી વિચારધારામાં સકારાત્મક જીવનદૃષ્ટિ લાવવી પડશે. બળજબરીથી નહી પણ પૂરા પ્રેમ અને વિશ્વાસથી વિચારો સાથે તાદાત્મય કેળવી જીવવું જોઈએ.
સુંદર ગુલાબની પાંખડીઓ ઉપર દૃષ્ટિ પડે તો એમ ન કહેવાય કે ગુલાબમાં કાંટા છે ? આપણી દેષ્ટિ ગુલાબમાં કેન્દ્રિત થવી જોઈએ અને આપણને કંટામાં ગુલાબ દેખાવું જોઈએ. આ છે જીવનની સકારાત્મક દૃષ્ટિ. અને જીવનમાં આ સમજણ કેળવાય તો પછી વ્યકિત ગમે તે રંગનો, ગમે તે જાતનો, ગમે તે ભાતનો હશે તો તેના જીવનને સાર્થક કરી શકશે.
ફકત, જરૂરિયાત છે પ્રેમથી જીવન જીવવા પ્રેમાળ સકારાત્મક દૃષ્ટિની !
૨૮. ઉત્સવનો ઉત્સાહ
હૃદયમાં પ્રેમ નથી તો જીવન વ્યર્થ. માણસમાં ઉત્સાહ ન હોય તો ઉત્સવ વ્યર્થ. ફકત જાજરમાન વસ્ત્રો, સ્પે, ફટાકડા, મિઠાઈ કે દિવાલોના રંગથી ઉત્સવ માણી શકતો નથી. પણ સોકેટમાં નાંખી સ્વીચ પાડો એટલે અજવાનું થવાનું જ છે.... પણ હૃદયની કટુતાને ત્યજી કોઈના ચહેરા ઉપર ઉત્સાહનું અજવાળું પાથરી શકીએ તો તે ઉત્સવ.
તહેવાર કે ઉત્સવમાંથી જો ઉત્સાહ અને પ્રેમ લઈલો તો પછી બાકી શું રહે? એક સૂફી કવિને ઈરાનના શહેનશાહ શાહી બગીચામાં લઈ ગયા ત્યારે કવિએ કહ્યું “શહેનશાહ, આ ફુલો અને આકૃતિઓને દૂર કરીને એકલું ઉદ્યાન કેવું લાગે છે એ જોવા દો....”
શહેનશાહે ચકિત થઈને કહયું : “ફૂલો ને આકૃતિઓ લઈ લો તો બાકી શું રહે? નીચેની જમીન અને થોડાંક વૃક્ષના છોડના પૂંઠા રહે...?'
કવિએ હસીને કહ્યું : “તો પછી ઉદ્યાન-ઉદ્યાન શું કરો છો? એમ જ્હોને કે આ ફૂલ તથા આકૃતિ જુઓ....'
આપણે તહેવારોના નામ દઈને ઉજવણી કરીએ છીએ... દીવાળી, બેસતું વર્ષ, નાતાલ, પાસ્તા, રમજાન ઈદ જેવા તહેવારોની વાત શા માટે કરીએ છીએ ? તમારા હૃદયમાં ઉજાસ છે? તો ‘હા’ ઉત્સવ