________________
માનવીય સ્વભાવ જ પરિસ્થિતિનો સર્જક છે. ગતિ કરવી, અટક્યું, પ્રેમ કરવો, ધિક્કારવું... વગેરે સ્વભાવ સાથે વણાયેલાં છે.
રસ્તા ઉપર અસ્માત થતાં ભીડ જામી હોય ત્યારે કેટલાક માણસો ભીડમાંથી પણ જ્ગ્યા શોધી ઘાયલ થયેલાને જોઈ લે છે. આ નિરીક્ષણમાં કેટલાક મનુષ્યોને ઘવાયેલા વ્યક્તિને જોઈ અનુકંપા થાય છે તો કેટલાને તેમા તેનો સ્વજન ઘવાયો નથી તેનો સંતોષ અનુભવાય છે.
૨૦. મનુષ્યની દૃષ્ટિ
મનુષ્યનો વિકાસ તેની ગુણવત્તા પર આધાર રાખે છે. માનવીના સંબંધો સકારાત્મક વિચાર પર આધાર રાખે છે. વ્યક્તિની પ્રગતિ અને પ્રવૃત્તિ જાત ઉપરના વિશ્વાસમાં અને તેનામાં ભરી પડેલી શક્તિ ઉપર આધાર રાખે છે. તે કેળવવા માટે માણસે જીવનમાં હકારાત્મક દૃષ્ટિનો ઉપયોગ કરવો પડશે. આ માટે ક્યારે તેને પોતાની વિચારધારા કે જીવનશૈલી પણ બદલવી પડે. આ માટે પોતાના વિચારો, વર્તન ને મહાન ગણવાનો હઠાગ્રહ છોડી દેવો જોઈએ.
જેણે જીવનદૃષ્ટિ સકારાત્મક બનાવી છે, જીવનશૈલી ઉદાત બનાવી છે તે વ્યક્તિ કેવળ મહાન નથી પણ વિશ્વના ઉપવનમા ખીલેલું મધમધતું ફુલ છે કે જે બીજાને તેના જેવું જીવન જીવવાની, બનાવવાની પ્રેરણા આપે છે.
વ્યક્તિએ - વ્યક્તિએ જીવન અંગેની અલગ-અલગ વિચારધારા હોઈ શકે છે. જીવન સંસાર અંગેની ભિન્ન વ્યાખ્યાઓ અને વિચારોમા જડતા ન હોવી જોઈએ. હકારાત્મક વલણ સાથે અનુકૂલન સાધી જીવવા પ્રયત્ન કરીશુ તો જરૂર સફળ થવાશે. પણ “અનુકૂળતા સાધવી પડે છે, નિભાવવું પડે છે." જેવા શબ્દો અને જીવન પદ્ધતિ વિચારો બદલી અનુક્લન સાધવા છતાં જડતાભર્યા લાગે છે. મન અને વિચારોને ના છૂટકે પરિસ્થિતિમાં પરાણે અનુકૂળ કરવા ઈચ્છતી વ્યક્તિઓને નિષ્ફળતા સિવાય બીજું કશું જ મળતું નથી.
જીવનમાં જે કાંઈ બને છે, જે કાંઈ મળે છે - એ સર્વ વ્યક્તિત્વને આભારી હોય છે. માનવીનું જીવન એક ઈશ્વરદત્ત મોટી મૂડી છે અને જીવનમાં સકારાત્મક દૃષ્ટિ કેળવવી તે મૂડી અનેક ઘણી વધારી શકાય
છે.
નકારાત્મક દૃષ્ટિ એ તો માનવી જીવનના દુ:ખનો પાયો છે. એ એવો ઘોડો છે કે જીવનમાં આવનારી શાંતિના કાચને તોડી તેના ભુક્કા બોલાવી દે છે. સ્વામી આનંદની વિચારધારાને આધીન કીએ તો, “સકારાત્મક દૃષ્ટિએ તો હીરાનો એક એવો ક્ર્મ છે કે તે ાચનો બિનજરી હિસ્સો પીને કાચને યોગ્ય ઉપયોગમાં લાવી શકે છે. નકારાત્મક દૃષ્ટિ તો એક એવી વિષારી દૃષ્ટિ છે કે જીવનમાં તનાવ અને ચિંતા જેવા અનેક પ્રદુષણોનું નિર્માણ કરે છે, સારાત્મક દૃષ્ટિ પ્રદુષણ રહિત પ્રાત:કાળની સ્વચ્છ ખુલ્લી હવા છે કે જે જીવનને હંમેશા પ્રફુલ્લિત અને પ્રસન્ન રાખે છે.”
કોઈ એક વૃદ્ધ જાપાનીને તેના પંચોતેર વર્ષે ચીની ભાષા શીખતો જોઈને કોઈએ કહ્યું : “ભલા માણસ ! આ ઘરડે ઘડપણ આ ચીની ભાષા શીખીને શું કરશો ? તમારો એક પગ તો સ્મશાનમાં