________________
-રવિન્દ્રનાથ ટાગોર (૧૯૨૦)
યુવાનીના ઉંબરે એટલે કે સત્તર વર્ષની ઉંમરે કોઈ કવિજીવ અત્યંત સુંદર યુવતીના ગાઢ સંપર્કમાં આવે તો શું થાય? ગુàવ રવિન્દ્રનાથના પોતાના શબ્દોમાં એમની પ્રથમ પ્રેમાનુભૂતિની વાત સાંભળવી એ એક લહાવો છે.
સામાન્ય રીતે મોટા ભાગના વિજીવો પ્રેમની અનુભૂતિ પછી જ કવિ બનતા હોય છે. સાહિત્ય સર્જન અને પ્રેમને પરસ્પરનો સંબંધ છે... અને એટલે જ કુંવારા કવિ કે લેખક બનવામાં જોખમ છે. સગાઈની વાત ચાલતી હોય... સ્ત્રી પાત્ર કુંવારા કવિનું સાહિત્ય કે પુસ્તક માંગે... પછી આવી બન્યું સમજવાનું...! બિચારા કવિએ પ્રેમ કર્યો ન હોય અને છતાંય અનુભૂતિથી કાવ્ય, ગઝલ કે વાર્તાનું સર્જન કર્યું હોય... અને એ કૃતિમાં પ્રેમાલાપ આવે એટલે વાંચનાર સ્ત્રી પાત્ર ગ્રંચિ બાંધી જ લે...! કેટલાક કવિઓ કે સાહિત્યકારો પોતાની કૃતિમાં કાલ્પનિક “ચાપાત્ર” નું સર્જન કરતાં હોય છે... તેમના મતે પોતાની પત્નીની આદર્શતા એ ક્થાપાત્રમાં અંકિત હોય છે.
આવી જ પ્રેમાનુભૂતિ રવિન્દ્રનાથ ટાગોરને થઈ. પણ એ પ્રેમ સાહિત્ય સર્જન પહેલાં થયો. ખાસ સ્વન જેવા ક્ષિતિમોહન સેન આગળ રવિન્દ્રનાથે જે વાત કરી એ વાતોનો અનુવાદ સાક્ષર શ્રી મોહનદાસ પટેલે ગુજરાતીમાં ર્યો અને ‘કુમાર’ (ફેબ્રુઆરી-૧૯૫૫) માં પ્રગટ કર્યો. કવિના હૃદયમંદિરમાં પ્રસરેલી પ્રેમ સુગંધ એજ તો છે વિશ્વમંદિરમાં પ્રસરતી ધૂપ સુગંધ!
કેટલીવાર બે સાહિત્ય જીવ ભેગા થાય એટલે પ્રેમગોષ્ઠિ થાય. અને એમાંય બરોડા જેવા રંગીન શહરેનો માટી બાગ હોય તો પછી પૂછવું જ શું? પ્રીતિની વાતો સોળે કળાયે ખીલી ઉઠે... ભર ઉનાળાનો તડકો કેમનો અદૃશ્ય થઈ જાય તેની પણ ખબર ન પડે. બાગમાં બેઠા બેઠા કીડીઓ પગ ઉપર ન ચડે એટલી જ તકેદારી રાખવાની... પછી ભલે ઉનાળો રાત્રે ઉલ્ટીઓ કરાવે...! બંને પોતાની જાતને મહાન માની ગોષ્ઠિ કરતા હેય પણ કદાચ એ સમય દરમ્યાન લેવાયેલા નિર્ણયો ખોટા પણ હોય...!
આ છે બે સાહિત્યકારો ભેગા થઈ કરતા પ્રેમની વાતો. રવિન્દ્રનાથે એમને મુંબઈમાં થયેલ પ્રથમ પ્રેમાનુભૂતિની વાત નિખાલસ પણે ઠ્ઠી. હવે એ વાત વિના પોતાના જ શબ્દોમાં સાંભળીએ :
“હવે જ્યારે તમે મને કોઈ હિસાબે છોડવા માંગતા નથી ત્યારે મારે મારી વાત સ્પષ્ટ કહેવી પડશે. અમદાવાદના મારા વચેટ મોટાભાઈએ મારે માટે મુંબઈ નિવાસી એમના મિત્ર દાોબા પાંડુને ત્યાં થોડા દિવસ રહેવાની વ્યવસ્થા કરી આપી. તેમની દિકરી આજ્ઞા વિલાયત રિટર્ન, અંગ્રેજી પર એમનું પ્રભુત્વ અતુલનીય હતું. મારી ઉંમર તે વખતે હતી સત્તરની, અને આજ્ઞા હતાં મારાથી થોડાં મોટાં, અસાધારણ રૂપાળા, તે ઉપરાંત તેમનું શુદ્ધ વિલાયતી તેજસ્વી શિક્ષણ.”
“તેમની (આત્રા) પાસેથી સૌથી પહેલા મને જાણવા મળ્યું કે મારા ચહેરામાં કંઈક માધુર્ય છે અને મારામાં કંઈક સત્વ પણ. તેમની નિક્કતાથી મારી ઘણી ઉન્નતિ થઈ. તેમણે મારી પાસે હુલામણું નામ માંગ્યું, મેં નામ આપ્યું હતું ‘નલિની' આ નામ એમને ઘણું ગમ્યું. આ નામ કાવ્યમાં મઢી લેવાની તેમની ઈચ્છા થઈ અને ભૈરવી સૂરમાં એ ગોઠવાઈ ગયું:”
“રે નલિની, સાંભળો, આંખ ખોલોને!