________________
“વનમાં પણ શિકાર ને ખોફ છે શિકારનો, અહીં રકતમાં પણ ઉલ્લાસ છે અવસરનો”
અહીં સખળે અસ્થિરતા, મૃત્યુનો ખોફ, અનિતીનું તાંડવ છે. હે પ્રભુ! પાંડવોએ તો જુગારમાં દાવ તરીકે દ્રોપદીને મૂકી હતી પરંતુ અહીં તો છેલ્લા દાવ તરીકે તને મૂકેલો છે.
મને તો પેલા રકતમાં પણ આનંદની લહેર દેખાય છે. હું એ ભૂલી જાઉં છું કે રકત બીજા કોઈનું નહીં પણ તમારુછે.
મંદિરમાં પ્રવેશીને તારા ચરણસ્પર્શ કછું. મંદિરમાં માનવ મહેરામણને જોઈ માસ્મન પ્રફુલ્લિત થઈ જાય છે. લોકોની વાતોમાં તલ્લીન થઈ જાઉં છું. બીજા દિવસે ફરી મંદિરમાં આવું છું, પણ ફકત પેલા લોકોને અનુસરવા, મળવા અને હવાફેર કરવા જ!
એટલે તો જ કહેવાનું હશે કે, “પ્રભુ! તને જોઈને હસવું હજારો વાર આવે છે, કે તારા બનાવેલા હવે તને બનાવે છે...”
હે પરમેશ્વર! આ વેદનાનો ઈતિહાસ ધર્મ પુસ્તકમાં લખનાર પણ નહીં સમજી શકે. આ વાસ્તવિક્તાનું પ્રતિબિંબ મને એકાંતમાં ડરામણું લાગે છે. આની નક્કર વાસ્તવિકતાને જ્યારે ભવિષ્યના અંત સાથે સરખાવું છું ત્યારે વિનાશના વાદળો સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
હું કોઈ કદરૂપી સ્ત્રી જોઈને ધુત્કાછે. મનમાં અસ્ત્રીની લીલ છવાઈ જાય છે. પરંતુ હું એ નથી જાણતો કે એ કદસા ચહેરામાં કેટલાય અરમાનો છુપાયેલા છે. હું તેને ફુલ જેવા હૃદય ઉપર વજ જવો ઘા કરું છું. એટલો પણ વિચાર કરતો નથી કે તેના વ્યકિતત્વનો આધાર કેમ કોમળ હૃદય અને પ્રગતિશીલ વિચાર ઉપર રહેલો છે.
મોલથી લચકતા ખેતરો જોઈને હું ગેલમાં આવી જાઉં છું એને જોતાં જ હું - કેટલું વળતર મળશે? એ વિચારમાં ગરકાવ થઈ જાઉં છું પણ એટલો વિચાર કરતો નથી કે સઘળા મોલનો આધાર જમીન છે. આ પાનું રહસ્ય જમીન અને માવજત છે. ફળદ્રુપ જમીનને લીધે જ આ મોલ ઉતરી શકે એ હું ભૂલી જાઉં છું.
ખરેખર પરમેશ્વર! તમારા સ્મરણ કરતાં દુનિયાનો ભભકો જ મને નજરે પડે છે. તારા મંદિરનું પગથિયું એ તો બહાનું છે...! તારો પ્રત્યેક તહેવાર તો ફકત વસ્ત્રો દ્વારા મનુષ્યની સજાવટ છે...! અને આવા જ પ્રસંગે પ્રભુ! ઠાઠ જમાવવાનો મોકો મળે છે... ત્યારે મને કોઈના ચહેરા પર વેદના દેખાતી નથી. તારા બનાવેલા ફકત તને જ બનાવે છે. અને પ્રભુ! દિવસે દિવસે એમ જ તને ભૂલતો જાય છે.
૨૩. કવિનો પ્રેમ અને પછીનું સાહિત્ય
“મુંબઈમાં એક માસ કરતાં વધારે વીતાવેલા જીવનમાં નારીઓનું પ્રદાન ઘણું છે. ભારતમાં બીજા કોઈ પણ સ્થળે આપણે નારીઓને જોઈ શકતા નથી, પણ મુંબઈમાં રસ્તાઓ ઉપર કે સમુદ્ર કિનારે બધે જ નારીઓનો એક પ્રકારનો કમનીય પ્રભાવ જોવા પામશો. એનો પ્રભાવ મારા જીવનમાં પડેલો છે.”