________________
કે જયાંથી જવાય રણ તરફ અથવા નદી તરફ, ક્યાંથી કબર તરફ અથવા ઘર તરફ, હમણાં તરફ અથવા કદી તરફ... પસંદગી આપણાં હાથમાં છે.
આપણાં જીવનની શુષ્કતા અને સભરતા, આશા અને નિરાશા, ક્ષણભંગુરતા અને ચિરંજીવતા, મૃત્યુ અને સલામતી તથા ઉલ્લાસ અને વ્યથાના વિકલ્પો આપણાં જ હાથમાં છે.
“હમણાં” શબ્દને સાચો વિસ્તાર આપીએ તો જ્હી શકાય કે એકબાજુ વાસ્તવિકતાથી ભર્યો નિશ્ચિત વર્તમાન છે અને “કદી” એટલે બીજી તરફ અનિશ્ચિતતાથી ભર્યું ભવિષ્ય છે.
નિશ્ચિતતા જ મનુષ્યને સતુ પથ બતાવી શકે છે.. ભાવિ જીવન અંગેના વિચારો, તેમાં અનુકૂળતાનું સ્થાન, વાસ્તવિકતા સાથે તાલમેલ વગેરે સુનિશ્ચિત કરી “હમણાં” તરફ પ્રયાણ એ જ સાચો માર્ગ છે.
૨૧. સફળતાના પગલા
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં આ પગલાં યાદ રાખજો અને તમને તેનો સારો બદલો જીવનભર મળ્યા કરશે. સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે, ૪૦ વર્ષની ઉંમર પછી વ્યવસાયમાં કામ કરવું અઘરું પડે છે પરંતુ મોટા ભાગના વ્યવસાયોમાં ૪૦ વર્ષ પછી નાટ્યાત્મક રીતે કામ સહેલું બની જાય છે. ૪૦ વર્ષ પછી તમારા અનુભવની, જ્ઞાનની અને નિર્ણયની કિંમત થાય છે. મોટા ભાગની સફળતાનો બદલો ૪૦ વર્ષ પછી પ્રાપ્ત થાય છે. આથી જો તમે ૪૦ વર્ષના થાય તે પહેલાં નાનપણથી જ કેટલીક બાબતો ધ્યાનમાં રાખો તો તમારા જીવનમાં સફળ થશો. જીવનમાં સફળતાના આ પગલાં મનોવૈજ્ઞાનિકોએ આપેલાં છે.
તમારા વ્યવસાયનું કે સર્વીસનું બને તેટલું જ્ઞાન પ્રાપ્ત કરો. તમારા કામને બરાબર જાણો. દા.ત. જો તમે સંપાદક હો તો તેઓની મૂળ હસ્તપ્રતોમાં કેવા સુધારા કરવા, તેની ગુણવત્તા નક્કી કરવી, કૃતિઓની પ્રસિદ્ધિ અંગેના કામો તમારે ૩૦ વર્ષ સુધીમાં જાણી લેવા જોઈએ. ૩૦ વર્ષ પછી તો માત્ર તમારે વ્યવસાય કે સર્વાસ કરવાની અને તેના બદલારૂપે સફળતા જ પ્રાપ્ત કરવાની રહેવી જોઈએ.
(ર)
તમારી પોતાની એક શૈલી વિકસાવો. તમારી બોલવાની, ચાલવાની હસવાની, વસ્ત્રો પહેરવાની, કાર્યો કરવાની એક શૈલી ૪૦ વર્ષ પહેલા ચોક્કસ વિકસાવો. ૪૦ વર્ષ પહેલાં તમે આ બધામાં પ્રયોગો અને પરિવર્તન કરી શકો.
(૩)
તમારા આવેગાત્મક જીવનને સ્થિર બનાવો. પ્રશ્નો તમને ગૂંચવી ન નાંખે તે જુઓ. તમે સમસ્યાઓથી ઘેરાઈ ન જાવ તથા દુઃખ પ્રતિ ધકેલાઈ જાવ તે ૩૦ વર્ષ પહેલા જ જુઓ. ૩૦ મા વર્ષે તમારે જીવનમાં કોઈ સમસ્યા હોવી ન જોઈએ. ૩૦ વર્ષે તો તમારે લગ્ન કરીને વ્યવસાયમાં કે સર્વાસમાં જોડાઈને સુખ જ માણવાનું હોય. પ્રેમ, ક્રોધ અને બીક એ ત્રણ મુખ્ય આવેગો છે તેના પર નિયંત્રણ પ્રાપ્ત કરો. આ આવેગોનું સમતોલન (બેલેન્સ) પ્રાપ્ત કરો. રોજ માત્ર ૧૦ મિનિટ પ્રાણાયામ કરો. પ્રાણાયામથી તમે તમારા આવેગો પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકશો. પ્રાણાયામથી તંદુરસ્તી સારી રહે છે.