Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 28
________________ શેરડીનો સાંઠો. મારાજ ઘેર પહોંચ્યા ત્યારે હાથમાં શેરડી સિવાય કાંઈ ન હતું. પત્ની સમજી ગઈ કે એમણે બધુ રસ્તામાં આપી દીધું છે. દર્શને આવેલા વૈષ્ણવોની પરવા કર્યા વિના પત્નીએ મારાનો તિરસ્કાર કર્યો, પત્નીનો ક્રોધ વધતો ગયો. વિવેક ના રહ્યો. મહારાના હાથમાંથી શેરડી ખેંચી લઈ એના વડે મહારાને મારવા લાગી. મહારાજની શાંતિનો ભંગ થયો. તેઓ બોલ્યા : “સાસ્થયું શેરડીના બે ટુકડા થયા, એક તુ લે, એક હું.” પતિદેવના શબ્દો સાંભળી પત્ની એમના ચરણમાં પડી. એને દુ:ખ થયું. પોતાની સ્વાર્થવૃત્તિનો પસ્તાવો થયો. તેણે પતિદેવ પાસે આજીજીભર્યા સ્વરે ક્ષમા માંગી. એ પુરતું નથી કે આપણે જીવીએ છીએ. એમ કહેવું પૂરતું નથી કે અમે અમારા કુટુંબ માટે જરૂરી કમાઈ લઈએ છીએ, અમે અમારકામ દક્ષતાપૂવક કરીએ છીએ. અમે જવાબદાર પિતા, પતિ કે પત્ની છીએ. નિયમપૂર્વક મંદિર, મસ્જિદ કે દેવળમાં જઈએ છીએ. આ બધું સાછે પણ એનાથી વિશેષ બીજું પણ કંઈક કરવા જેવું છે. હંમેશા એ શોધતા રહેવું જોઈએ કે કઈ જગ્યાએ થોડીક પણ ભલાઈ થઈ શકે તેમ છે. આપણે આપણા સાથી માનવબંધુઓ માટે પણ શકય એટલો સમય આપવો જોઈએ. જેઓને મદદની જરૂ છે તેમને શોધી કાઢીને તેમને માટે કંઈક કામ કરવું, પછી ભલે તે કામ ગમે તેટલું નાનું હોય પણ એ કામ એવું હોવું જોઈએ જે કરવાનું પોતાને હોય. અને જેને માટે મને અલગ કશો બદલો મળવાનો નથી. જીવનમાં આટલું યાદ રાખવા જેવું છે. : “દુનિયામાં તમે એકલા નથી રહેતા, તમારા ભાઈ પણ રહે છે.” આપણે એવા બનીએ... એવા બે હૃદય રાખીએ કે એકમાંથી રકતધારા વહે અને બીજામાંથી સ્નેહધારા... ૨૦. એકબીજાને અનુકુળ થઈએ “રૂપાળી વાત માંડી જો સમયનું વ્હેણ રોકો તો, હું વેરાયેલ ક્ષણને સંકલનનું નામ આપી દઉં” જીવન-અનેકવિધ શક્યતાઓથી ભરેલું છે. એમાંથી આપણે પસંદગી કરવાની હોય છે. કેટલાક નમૂનેદાર જિદંગી દ્વારા પ્રત્યેક ક્ષણને જીવી જાણે છે – સંકલિત કરી લે છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75