________________
હજી ઉંઘ ઉડી નથી કે શું? સખી, જુઓ, તમારે બારણે રવિ આવ્યો છે જુઓ તો ખરાં! પ્રભાતનું ગાન સાંભળીને મારી ઉંઘનું ઘેન ઉડી ગયું છે. નવું જીવન પ્રાપ્ત કરીએ આખા જગતે નયન ઉઘાડ્યાં છે. હે સખી! શું તમે નિહ જાગો, એમ? હું તો તમારો જ કવિ છું. પ્રત્યેક દિવસ આવું છું, પ્રત્યેક દિવસ હસુ છું પ્રત્યેક દિવસ ગાન ગાઉં છું. રાત હવે વીતી ગઈ છે. ઉઠો સખી ઉઠો. ઝાકળથી મુખ ધોઈને, રતૂમડી સાડી સજીને, સ્વચ્છ સરોવરની આરસીમાં સરાશિ નિહાળો. થોડી થોડી વારે ધીરેથી નમીને, કંઈક અડધી પોતાની મુખ છાયા જોઈને, લલિત અઘરો પર શરમનું મૃદુ હાસ્ય ફૂટી આવશે.”
રવિન્દ્રનાથ આગળ વાત ચલાવે છે, “મારી સાથેના પરિચય અને પ્રણય પછી થોડા સમયમાં માંદગીના બિછાને પડ્યાં. માંદગીમાં એમણે દેહ છોડ્યો. પણ તે પહેલા એક દિવસ માસ્માન સાંભળીને તે બોલ્યા હતાં : “કવિ, તમાસ્માન સાંભળીને હું કદાચ મૃત્યુ પછીનું નવું જીવન પ્રાપ્ત કરી પાછી આવી શકીશ.” એમની પાસે પહેલીવાર મારા ચહેરાના વખાણ સાંભળ્યા. એમના સ્નેહ અને ઉત્સાહના સંસ્મરણે મારા જીવનને વિકસિત કરવામાં ઘણી બધી સહાય કરી. તે વખતે મને દાઢી મૂછ હોતાં ફૂટ્યાં... તે પહેલાં જ તેઓ દુનિયામાંથી ચાલ્યા ગયાં - મારી ચેતનાને વિકસિત કરી, મારી રચનાને વળાંક આપીને ચાલ્યા ગયાં.”
આન્ના તો ગયાં, પણ મારા તરણા હૃદયને ઉત્સાહથી, સ્નેહથી વિકસિત કરીને, મારા મૂલ્યહીન જીવનમાં અમૂલ્ય તત્વનો સંચાર કરીને આ પછીના કાવ્યોમાં નરનારીનાં આકર્ષણોમાં, સુખ-દુઃખ અને વેદનાની નૂતન લીલા આપ જોઈ શકશો.”
૦
૦
૦
૦
૦
૦
૦
૦
ભલભલા મહાન માણસોના જીવનમાં અંગત સ્નેહાનુભૂતિના આવા પ્રસંગો બનતા હોય છે. આવા